________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૭ ]
[ ૫૧
ભૂલીને દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ જે શુભરાગ એમાં જ ધર્મ માની બેઠો છે. તેને અહીં કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય ફરમાવે છે કે ભાઈ ! તારું તો પરમેશ્વર-પદ છે. એ પરમેશ્વરપદમાં શુભભાવ કયાં છે? શુભરાગ આવે ખરો પણ તે તારી ચૈતન્યમય વસ્તુમાં નથી, અને ચૈતન્યની પરિણતિમાં પણ નથી. જુઓ, ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવ દિવ્યધ્વનિ દ્વારા જે કતા તો તે આ વાત છે. અત્યારે કેટલાક લોકો શુભરાગને સાધન માની તે (-શુભરાગ ) કરતાં કરતાં નિશ્ચય સ્વરૂપ પ્રગટશે એમ કહે છે પણ તે યથાર્થ નથી. શુભરાગની રુચિનું ફળ તો ચાર ગતિમાં ચોરાસીના અવતારમાં રખડવાનું છે.
અહીં કહે છે કે-શુભ અને અશુભ કર્મ (-કર્મ એટલે રાગરૂપ કાર્યો સાથે રાગ અને સંસર્ગ બંધના કારણ હોવાથી તેમનો રાગ અને સંસર્ગ નિષિદ્ધ છે. જુઓ, દેવ-ગુરુ-શાસ્ત્રની ભકિતનો રાગ, પંચમહાવ્રતના પરિણામ, દયા, દાન, વ્રત, તપ, બ્રહ્મચર્ય ઇત્યાદિનો રાગ અને ગુણ-ગુણીનો ભેદરૂપ રાગ ઇત્યાદિ સર્વ શુભકર્મ છે અને તેની રુચિ અને સંસર્ગ નિષિદ્ધ છે એમ કહે છે. ગજબ વાત છે ભાઈ! ચિબ્રહ્મસ્વરૂપ પોતે પરમાત્મા છે તેની અંદર રમત રમ્યા વિના (બીજી રીતે, શુભરાગથી) મોક્ષમાર્ગ નહિ થાય અને તો મોક્ષ પણ નહિ થાય એમ કહે
કોઈને બહુ સમજાવતાં આવડતું હોય માટે એનું જ્ઞાન સમ્યક છે એમ નથી, તથા સમજાવતાં ન આવડે તેથી સમ્યજ્ઞાન નથી એમ પણ નથી. અહીં કહે છે કે-આ સમજાવવાનો જે વિકલ્પ છે તેનો રાગ-પ્રેમ-રુચિ અને સંસર્ગ કહેતાં વારંવારનો પરિચય બંધનાં કારણ હોવાથી નિષિદ્ધ કરવામાં આવ્યાં છે. આનો અર્થ જયસેનાચાર્યની ટીકામાં બીજી રીતે કર્યો છે. તે આ પ્રમાણે
જયસેન આચાર્યે ટીકામાં રાગ અને સંસર્ગ એટલે મનથી, વાણીથી અને કાયાથી પણ શુભાશુભભાવનો રાગ અને સંસર્ગ કરીશ નહિ એમ અર્થ કર્યો છે : તસ્નાત્ રાત શીર્ન: કુત્સિતૈ: શુભાશુમવર્મfમ: સદ વિત્ત તરીકે મા તે કારણથી કુશીલ એવા શુભાશુભકર્મપરિણામ સાથે ઊંડે ઊંડે મનમાં પણ રાગ કરીશ નહિ. વરિરંગા વનવાયકાત સંસ ા મા ૭૦અને બહિરંગ વચન અને કાયાથી પણ સંસર્ગ ન કરીશ. મતલબ કે વચનથી વ્યવહારે બોલીશ નહિ કે શુભાશુભભાવ કરવા જેવા છે; વારંવાર એની પ્રરૂપણા કરીશ નહિ; અને કાયાથી પણ એનો પરિચય કરીશ નહિ. શુભરાગ કરવા જેવો છે એમ માનનાર અને મનાવનારનો પરિચય કે સંગતિ કરીશ નહિ. અહાહા...! આવી વાત સમજાણું કાંઈ ?
અહાહા..! પરમેશ્વર પદ પોતે શક્તિએ અંદર ગુસ પડ્યું છે. એને તું વ્યવહારના રાગથી પ્રગટ કરવા માગે છે પણ એ રીતે પ્રગટ નહિ થાય. ભાઈ ! શક્તિ અપેક્ષાએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com