Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ કઈ વિધાથી પ્રસન્નતા પ્રાપ્ત થશે ? ગયા. આ છ ફૂટ ઊંચા છોડને જમીનમાંથી ઉખાડવા માટે રાજ કુમારને ઘણી મહેનત કરવી પડી. વારંવાર એને હલાવ્યો અને અંતે છોડ જમીનમાંથી ખેંચી કાઢયો ! ગુરુએ રાજ કુમારને શાબાશી આપી અને કહ્યું, “વાહ, હવે જો આ ચોથો છોડ ઉખાડી નાખ.” બાર ફૂટ જેટલે ઊંચે આવેલા એ છોડના મૂળને જમીનમાંથી ઉખાડવા માટે રાજ કુમારે પ્રયત્ન કર્યો. ખૂબ મહેનત કરી, પણ કશું વળ્યું નહીં. છોડ જમીનમાંથી બહાર નીકળ્યો નહીં અને રાજ કુમારે ગુરુને કહ્યું કે એ ગમે તેટલી મહેનત કરશે, તોપણ આ છોડ જમીનમાંથી ઉખેડી શકાશે નહીં. રાજ કુમાર ગુરુની આ વાતને સમજી શકતો નહોતો. એણે પૂછવું, તમે શા માટે મને આમ એક પછી એક ઊંચાઈવાળા છોડને ઉખાડવાનું કહો છો ? એનું કંઈ કારણ ?' ગુરુએ કહ્યું, “રાજ કુમાર ! જો આપણે કોઈ બૂરા વ્યસનમાં ફસાઈએ છીએ તો શરૂઆતમાં એને દૂર કરવું આસાન હોય છે, પરંતુ જો આપણે એ વ્યસનને છોડતા નથી, તો એનાં મૂળિયાં ખૂબ ઊંડાં ઊતરી જાય છે. લાખ મહેનતે પણ એને ઉખાડવાં મુશ્કેલ પડે છે, સમજ્યો ને ! આવું જ વ્યસનનું છે. જો એ તારામાં ઘર કરી બેસશે, તો તારે રાજ તો ઠીક, પણ ઘર ગુમાવવાનો વારો આવશે.’ રાજ કુમારને ગુરુની વાત સમજાઈ ગઈ અને એ દિવસથી એણે પોતાના વ્યસનને તિલાંજલિ આપી. ગંગાકિનારે આવેલા ઋષિના આશ્રમમાં ભારતીય શાસ્ત્રોનું અધ્યયન - અધ્યાપન ચાલતું હતું. જગતના વ્યાવહારિક વિષયોના જ્ઞાનની સાથોસાથ ધર્મશાસ્ત્રો અને ગૂઢ વિદ્યાઓનું જ્ઞાન પણ આપવામાં આવતું હતું. ઋષિના ચાર વિશેષ પ્રિય શિષ્ય વિદ્યાભ્યાસ પૂર્ણ કરીને પોતાના ગામ પાછા ફરતા હતા, ત્યારે ઋષિએ એમને બોલાવીને પુનઃ એમના અધ્યયન વિશે જાણકારી મેળવવાની ઇચ્છા પ્રગટ કરી. એમણે પૂછયું, “મેં તમને અનેક શાસ્ત્રોનું ગહન જ્ઞાન આપ્યું છે. તમારી પાસે એક નહીં, પણ અનેક વિદ્યાઓ છે . હવે મારે એ જાણવું છે કે તમને કઈ વિદ્યા સૌથી વધુ પસંદ છે અને એ વિદ્યાનો કર્યો પ્રયોગ કરતાં તમને સર્વાધિક પ્રસન્નતા થશે ? જ્ઞાન એ તો મુક્તિ અને પ્રસન્નતાનું વરદાન છે ને !' પ્રથમ શિષ્ય કહ્યું, “ગુરુજી, આપે અમને અનેક પ્રકારની વિદ્યાઓ શીખવી, પરંતુ એમાં મને સૌથી વિશેષ મંત્રવિદ્યા પસંદ છે. મંત્રોચ્ચાર કરીને આગ બુઝાવવાની વિદ્યાનો પ્રયોગ મને સૌથી વધુ આનંદ અને પ્રસન્નતા આપનારો બનશે. આટલો આનંદ મને બીજી કોઈ બાબતમાં નહીં આવે.” બીજા શિષ્ય કહ્યું, “બધી વિદ્યાઓમાંથી મને પાણી પર ચાલવાની વિદ્યા સૌથી વધુ ગમે છે અને ગંગોત્રીથી ગંગા સુધીના પાવન જલ પર હું ચાલું, તેવી મારી તીવ્ર ઇચ્છા છે.” 10 n પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 1 1

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82