Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 65
________________ સોથી મોટો કુદરતનો કાયદો એ વિચારવા લાગ્યો કે એના પિતા ખૂબ નારાજ થશે. કદાચ ગુસ્સે પણ થાય કે ભગવાનનો પ્રસાદ એણે બીજાને ખવડાવીને એમની પૂજા નિષ્ફળ કરી. એક ક્ષણ તો આ છોકરાને વિચાર આવ્યો કે ઘરને બદલે બીજે ચાલ્યો જાઉં. પરંતુ વળી મનમાં થયું કે એમ કરશે, તો ઘરના લોકો પારાવાર ચિંતા કરશે. એ ગભરાતોગભરાતો ઘેર પહોંચ્યો અને જોયું તો એનાં પિતા એની રાહ જોતાં હતાં. છોકરાએ ઘરમાં દાખલ થતાં સાથે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો અને કહ્યું, “મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે મેં પ્રસાદ માટે ખરીદેલાં કેળાં ભૂખ્યાં ગરીબોને ખવડાવી દીધાં. એમને ભૂખ્યાં જોઈને હું રહી શક્યો નહીં. હું જાણતો હતો કે આનાથી ભગવાન આપના પ્રત્યે અને મારી તરફ ખૂબ નારાજ થશે, પણ કરું શું ? મારાથી એમને ભૂખથી ટળવળતાં જોઈ શકાય નહીં.” સાધક પિતાએ પુત્રને કહ્યું, “તું વ્યર્થ ભય સેવે છે. ભૂખ્યા ગરીબને ખવડાવવાથી બીજી મોટી પૂજા કઈ હોઈ શકે ? તેં તો મારી પૂજા સાર્થક કરી છે અને ઈશ્વરનો હું આભારી છું કે એણે મને તારા જેવો પુત્ર આપ્યો છે.” આમ કહીને પિતાએ પુત્રને ધન્યવાદ આપ્યા. દેશબંધુ ચિત્તરંજનદાસના પિતા ઉદાર અને સેવાભાવી હતા. કોઈ પણ દીન-દુઃખી એમને ત્યાંથી ખાલી હાથે પાછો ફરતો નહીં. ગાંઠનું ગોપીચંદન ઘસીને પણ બીજાને મદદ કરવા તત્પર રહેતા. પરંતુ આનું પરિણામ એ આવ્યું કે તેઓ પૈસેટકે ઘસાવા માંડ્યા. સમય જતાં એવો વખત આવ્યો કે એમને દેવાળું કાઢવું પડ્યું. પિતાનો આ ઉદાર સ્વભાવ દેશબંધુ ચિત્તરંજનદાસને વારસામાં મળ્યો હતો. એમની ઉદારતા, સેવાપરાયણતા અને દેશપ્રેમને કારણે તેઓ સર્વત્ર ‘દેશબંધુ' તરીકે ખ્યાતિ પામ્યા હતા. ચિત્તરંજનદાસ ખૂબ મહેનત કરીને ભણ્યા અને તેને પરિણામે અગ્રણી ધારાશાસ્ત્રી બન્યા. કાયદાના નિષ્ણાત તરીકે એમની ગણના થવા લાગી. પોતાના કુટુંબ પર દેવાળ કાઢ્યું હોવાનું જે કલંક લાગ્યું હતું તે દૂર કરવાનો ચિત્તરંજનદાસે પ્રયત્ન કર્યો. એમણે જે લોકોની જે કંઈ ૨કમ બાકી હતી તેની વિગત એકઠી કરવા માંડી. એ લેણદારોની શોધ કરવા લાગ્યા. આ જોઈને એમના એક સાથીએ કહ્યું, ‘તમારા પિતાએ દેવાળું કાઢ્યું હતું અને અદાલતમાં નોંધાવ્યું હતું. અદાલતે એમને દેવાળિયા જાહેર કર્યા હતા. તો પછી તમારે આટલી મોટી રકમ આપવાની શી જરૂર ? તમે તો કાયદો જાણો 116 | પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ il7

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82