________________
દુર્યોધનને માટે યુદ્ધમાં લડીશ, કારણ કે એની સાથે મૈત્રીરૂપી સત્યથી હું જોડાયેલો છું.”
પિતામહ ભીખે કહ્યું, “કર્ણ, તું પાંડવો માટે વેરભાવ ધરાવે છે, અર્જુનને માટે વિશેષ. હવે જો તું એ વેરભાવ છોડી શકતો ન હોય તો સ્વર્ગપ્રાપ્તિની ઇચ્છા સાથે યુદ્ધ કર. તને મારા આશીર્વાદ છે. તારી માતા કુંતીને યશ મળે એવું કાર્ય કરજે , એને લાંછન ન લગાડતો.”
એમ કહી પિતામહ ભીષ્મ આશીર્વાદ આપવા હસ્ત ઊંચો કર્યો. કર્ણ નમીને તેનો સ્પર્શ કર્યો અને વંદન કરીને વિદાય લીધી.
બાજુ આ મહાસંહાર અટકાવવા માટે આતુર હતા. ક માગેલા આશીર્વાદના ઉત્તરમાં ભીમે કહ્યું, “કર્ણ, યુદ્ધમાં સંમિલિત થવાની, લડવાની આજ્ઞા આપું ખરો. ઇચ્છા પણ રાખું કે તું તારું પૂરેપૂરું શૌર્ય-પરાક્રમ આ યુદ્ધમાં દાખવ, પરંતુ અંતે આમાં વિજય અર્જુનનો છે, કારણ કે એની સાથે કૃષ્ણ છે.”
તેથી શું? એમ ધારીને યુદ્ધમાંથી પાછો હટી જાઉં તો મહા વિશ્વાસઘાત ગણાય ?”
ભીખે કહ્યું, “કર્ણ, હજી વિચાર કર. તું પાંડવોનો જ્યેષ્ઠ ભ્રાતા છે. એમના પક્ષમાં મોખરે રહીને તારે લડવું જોઈએ. આમ કરીશ તો એમનો વિજય એ તારો વિજય ગણાશે.”
કર્ણની સામે આ ત્રીજી કસોટી હતી. પહેલો પ્રયત્ન વિષ્ટિ માટે હસ્તિનાપુર આવેલા શ્રીકૃષ્ણ કર્ણને પાંડવોને પક્ષે લાવવાનો કર્યો હતો. બીજો પ્રયત્ન એને જન્મ આપનારી માતા કુંતીએ કર્યો અને ત્રીજો પ્રયત્ન પિતામહ ભીષ્મ કરી રહ્યા હતા.
કર્ષે પિતામહને કહ્યું, “હું બધું જાણું છું અને મને એમાં કોઈ સંશય પણ નથી, પરંતુ જેણે મારા પર મહાન ઉપકાર કર્યો છે એવા પરમમિત્ર દુર્યોધન સમક્ષ મેં પ્રતિજ્ઞા કરી છે કે તારાં સઘળાં દુષ્કર કાર્યો હું પૂર્ણ કરીશ. દુર્યોધને મને અંગરાજ બનાવ્યો. આદર અને માન-સન્માન આપ્યાં. એનું ઐશ્વર્ય ભોગવ્યા પછી મારાથી એ પ્રતિજ્ઞાને નિષ્ફળ ન કરાય. પિતામહ, આ દુર્યોધન માટે હું સઘળું ચૌછાવર કરવા તૈયાર છું. મારું શરીર, પુત્ર, પત્ની, યશ અને ઐશ્વર્ય - એ બધા સાથે હું દુર્યોધનના પક્ષે છું. યશ છોડવો પડે, શરીર હણાય કે ઐશ્વર્યનો નાશ થાય, તોપણ
136 | પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો 1 137