Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan
Catalog link: https://jainqq.org/explore/034434/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાન પુષ્પો કુમારપાળ દેસાઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ પગલે-પગલે અજવાળું પાથરતા પ્રેરક પ્રસંગો પ્રસન્નતાનાં પુષ્પો કુમારપાળ દેસાઈ પ્રાપ્તિસ્થાન ગૂર્જર સાહિત્ય ભવના રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ 380001 ફોન : 079-2214663, 221496640 e-mail: goorjar@yahoo.com, web: gurjarbooksonline.com ગૂર્જર સાહિત્ય પ્રકાશન 102, લેન્ડમાર્ક બિલ્ડિંગ , ટાઇટેનિયમ, સિટી સેન્ટર પાસે, સીમા હૉલ સામે, 100 ફૂટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ ૩૮૦૦૧૫ ફોન : 26934340, 98252 68759 - gurjarprakashian't gail.com Page #3 -------------------------------------------------------------------------- ________________ અર્પણ સૌજન્યશીલ અને ધર્મપરાયણ સંસ્કારી, આનંદી અને અધ્યાત્મપ્રેમી શ્રી ભરતભાઈ મહેતા (લક્ષ્મી જવેલર્સ)ને અર્પણ કિંમત : રૂ. 120 પહેલી આવૃત્તિ: 2016 PRASANNATA NAPUSPO by Kumarpal Desai Published by Gurjar Granth Ratna Karyalaya, Ahmedabad-1 CU કુમારપાળ દેસાઈ પૃષ્ઠ : 10+150 ISBN : 978-93 નકલ : 1250 પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમરભાઈ ઠાકોરલાલ શાહ : રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001 ફોન : 22144663, e-mail: goorjan@yahoo.com મુદ્રક : ભગવતી ઓફસેટ સી/૧૬, બંસીધર એસ્ટેટ , બાલડોલપુરા, અમદાવાદ-380 004 Page #4 -------------------------------------------------------------------------- ________________ આરંભે જીવનની કોઈ એક ઘટના સમગ્ર જીવનશૈલીને નવો આકાર આપતી હોય છે અને તેને પરિણામે વ્યક્તિના જીવનનું સમૂળગું પરિવર્તન થતું હોય છે. એ ઘટના એના હૃદયમર્મને સ્પર્શીને નૂતન-મૌલિક વિચાર તરફ એને દોરી જાય છે. જીવનના પ્રસંગમાંથી ક્યારેક પ્રાપ્ત થયેલો બોધ જીવનસમજણની ચાવી આપી જાય છે. આવા પ્રસંગોમાં મૌલિક દર્શન હોય છે, ચિંતનની ચિનગારી હોય છે અને એના દ્વારા જીવનવિષયક આગવી વૈચારિકતા પ્રાપ્ત થાય છે. પ્રસન્નતાનાં પુષ્પોમાં આવા માનવીય મનને સૂઝ આપે તેવા પ્રસંગોનું આલેખન કર્યું છે. આમાંનાં કેટલાંક લખાણો અગાઉ પ્રગટ થઈ ગયાં હતાં, પરંતુ અહીં એને નવેસરથી તૈયાર કરીને મૂક્યાં છે. આ પ્રસંગોમાંથી જીવન-અધ્યાત્મ ઉપયોગી ચિંતન લાધી જાય એવી અપેક્ષા. આ પુસ્તકના પ્રકાશન માટે શ્રી મનુભાઈ શાહે ખૂબ જહેમત ઉઠાવી છે, તેમનો આભારી છું. અગાઉનાં ‘ઝાકળ બન્યું મોતી', ‘ફૂલની આંખે, ઝાકળ મોતી' જેવાં પ્રસંગોનાં પુસ્તકોને વાચકોનો બહોળો આવકાર અને પ્રતિભાવ મળ્યો હતો. આશા રાખું છું કે આ પુસ્તક પણ વાચકને જીવનપથ ઉજાળતા પ્રેરણાદીપનો પ્રકાશ આપી રહેશે. ૨૨-૭-૨૦૧૬ કુમારપાળ દેસાઈ અનુક્રમ ૧. સેના એને જોઈએ, જેને કોઈ શત્રુ હોય ! ૨. પ્રભુદર્શનની પ્રાપ્તિ માટે દીર્ધ પ્રતીક્ષા જોઈએ ! ૩. આત્મહત્યા તો આવતે ભવે મહાઅનર્થ સર્જશે ! ૪. માગીશ તો અક્ષય સંપત્તિના સ્વામી પાસે ! ૫. મૂળિયાં ઊંડાં જશે, તો ઉખડશે નહીં ! ૬. કઈ વિવાથી પ્રસન્નતા પ્રાપ્ત થશે ? ૭. શું લાવ્યા અને શું લઈ જ શો ? ૮. દર્પણ તારે માટે, બીજાને માટે નહીં ૯. દિવસ વધુ સારો પસાર થાય છે ! ૧૦. પ્રજાપ્રેમી મંત્રીએ સુરમો જીભથી ચાખ્યો ! ૧૧. ભૂખ્યાને ભોજન, સૌથી મોટો ધર્મ ! ૧૨. શિક્ષણ મેળવો, તો તમને ક્ષમા આપું ૧૩. ઈશ્વર અહંકારને ખાય છે ! ૧૪. સ્વરાજ્ય પછી ગાંધીજીને જેલમાં પૂરી દેશે ! ૧૫. સૂકું પાંદડું પડ્યું ને હૃદયમાંથી કશુંક ખર્યું ! ૧૬. અરે ઈશ્વર ! તું શેતાનની ભાષા બોલે છે ! ૧૭. બળદની સેવા કે બુદ્ધનું પ્રવચન ? ૧૮. નિષ્ફળતા પોતાની જવાબદાર પરમાત્મા ! ૧૯. વર્ષોની વિદ્યાસાધનાનો અર્થ શો ? ૨૦. દેહ અમર નથી, તો કૂંડાં કઈ રીતે હોય ? ૨૧. વૃત્તિઓને શાંત કરવા પૈર્ય જોઈએ ૨૨. પ્રસિદ્ધિથી દાન ઝંખવાય છે ૨૩. ગરીબનું ભિક્ષાપાત્ર અક્ષયપાત્ર બની ગયું ! ૨૪. બીજાના દીપકનાં અજવાળે ચાલશો નહીં ૨૫. ધર્મ અને કર્મ પોતાનાં, બાકી બધું બીજાનું ! ૨૬. પ્રકૃતિ ગુણો પ્રગટ કરે છે અમદાવાદ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૭. જે ખોયું, તેને રડવું નહીં ૨૮. બીજાની તૃષા છીપાવવા વેદના સહે છે ! ૨૯. દોષદર્શીને માટે જગત ટીકાની ખાણ છે !! ૩૦. વરસાદ વીના અમે ખેતી તો કરીશું જ! ૩૧. પાણી અને આગનો સંયોગ કેમ ? ૩૨. અહંકાર એ સર્વ અવગુણોનું પ્રવેશદ્વાર છે ! ૩૩. સામે ચાલીને આંસુ લૂછીએ ! ૩૪. બેજિંગના ચોખાના ભાવ કેટલા હતા ? ૩પ. બધિરતાએ અવગુણનો નાશ કર્યો ૩૬. નિર્દોષ લોકોનું લોહી શા માટે વહેવડાવે છે ? ૩૭. વિવેક વિનાનો ન્યાય અપાય છે ! ૩૮. દરેક દુઃખનું બીજ હોય છે ! ૩૯. અમૃત રસાયણ મળી ગયું ! ૪૦. તું ફકીર નથી, પણ કસાઈ છે ! ૪૧. મારે તમારે પગલે ચાલવું જોઈએ ને ! ૪૨. પથ્થર વાગતાં બુદ્ધની આંખમાંથી આંસુ સય ૪૩. તમારું વરદાન મારે માટે શાપ બની જાય ! ૪૪. સહયોગ વિના શક્તિનો વિયોગ ! ૪૫. દાંતની વચ્ચે જીભની જેમ રહેજો ! ૪૬. હાર શિખર પર અને એની શોધ નદીમાં ! ૪૭. સોદાગરનાં ખચ્ચરો પર ‘કીમતી’ માલ ! ૪૮. શિક્ષકે બે વાર ચપટી રાખ નીચે ફેંકી ૪૯. માટીના અવગુણો નહીં, ગુણો જુઓ ૫૦. સૌથી અમૂલ્ય ભાષા ૫૧. સંસારમાં સાંસારિકતાનો મોહ કેવો છે ? ૫૨. સુવર્ણમુદ્રાથી હું બિમાર પડી જઈશ ! ૫૩. સામ્રાજ્ય કરતાં ભિક્ષુનું પાત્ર શ્રેષ્ઠ ! ૫૪. ભૂખ્યાને ભોજન, એ સૌથી મોટી પૂજા ! ૫૫. સૌથી મોટો કુદરતનો કાયદો ૫૬. જગતના સર્વોત્તમ સૌંદર્યની શોધ ૫૭. શ્રેષ્ઠ પંડિત ચરણમાં ઝૂકે ખરો? ૫૮. દેહ પર પીડા અને આત્મા સાવ અલિપ્ત ! ૫૯. જ્ઞાનને ગુફામાં રાખવું નિરર્થક છે ! ૬૦. આપણી ફિલ્મના આપણે જ દર્શક ! ૬૧. સરખી ભક્તિ છતાં ગરીબને વિશેષ સુવિધા ? કર. એ પૂજા નહીં, સોદો બની જાય ! ૬૩. દંડ કરતી વખતે બાળપણની સ્મૃતિ જાગે છે ૬૪. મૈત્રી રૂપી સત્યથી જોડાયેલો છું. ૬૫. દાન કરતાં સેવા મહત્ત્વની છે ૬૬. ભાગ્યમાં ચણા નથી, કાંકરા છે ! ૬૭. સભામાં સૌથી વધુ સુખી કોણ ? ૬૮. લાચાર બનાવે નહીં, તે દાન ૬૯. સંહારલીલાનું પરિણામ અનિશ્ચિત હોય ! ૭. મશાલથી ભીતર પ્રકાશિત ન થાય. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નતાનાં પુષ્પો કુમારપાળ દેસાઈ કુમારપાળ દેસાઈ ? સાહિત્યસર્જન વિવેચનઃ શબ્દસંનિધિ * ભાવન-વિભાવન શબ્દસમીપ * સાહિત્યિક નિસબત ચરિત્ર: લાલ ગુલાબ * મહામાનવ શાસ્ત્રી અપંગનાં ઓજસ * વીર રામમૂર્તિ * સી. કે. નાયડુ • ફિરાક ગોરખપુરી * લોખંડી દાદાજી * લાલા અમરનાથ * આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર * માનવતાની મહેંક * જીવતરની વાટે, અક્ષરનો દીવો + તન અપંગ, મન અડિખમ * માટીએ ઘડ્યા માનવી પત્રકારત્વ: અખબારી લેખન * અનુવાદ : નવવધૂ (આફ્રિકન લેખક ઑસ્ટિન બુકન્યાની નાટ્યકૃતિનો અનુવાદ) * નવલિકાસંગ્રહ : એકાંતે કોલાહલ સંપાદન : સાહિત્ય અને પત્રકારત્વનર્મદઃ આજના સંદર્ભમાં બાળસાહિત્ય સંગોષ્ઠિ * એકવીસમી સદીનું બાળસાહિત્ય અદાવત વિનાની અદાલત + એક દિવસની મહારામી * હું પોતે (નારાયણ હેમચંદ્ર) + "The unknown life of Jesus Christ + ચંદ્રવદન મહેતા નાટ્યશ્રેણી ભા. ૧ થી ૫ ચિંતન : ઝાકળ ભીનાં મોતી ૧-૨-૩ * મોતીની ખેતી *માનવતાની મહેક * તૃષા અને તૃપ્તિ* શ્રદ્ધાંજલિ * જીવનનું અમૃત “દુઃખની પાનખરમાં આનંદનો એક ટહુકો * મહેંક માનવતાની * ઝાકળ બન્યું મોતી * ક્ષણનો સાક્ષાત્કાર * ફૂલની આંખે, ઝાકળ મોતી * ક્ષણનો ઉત્સવ * પ્રસન્નતાનાં પુષ્પો “ શ્રદ્ધાનાં સુમન કે જીવનનું જવાહિર * મનની મિરાત શીલની સંપદા બાળસાહિત્ય : વતન, તારાં રતન * ડાહ્યો ડમરો * કેડે કટારી, ખભે ઢાલ * બિરાદરી + મોતને હાથતાળી * ઝબક દીવડી * હૈયું નાનું. હિંમત મોટી * નાની ઉંમર, મોટું કામ “ભીમ * ચાલો, પશુઓની દુનિયામાં ૧-૨-૩ * વહેતી વાતો * મોતીની માળા *વાતોનાં વાળુ “ ઢોલ વાગે ઢમાઢમ *સાચના સિપાહી * કથરોટમાં ગંગા હિંદી પુસ્તકો : અપહંગ તન, મન * આનંઘન કે અંગ્રેજી પુસ્તકો : Jainism: The Cosmic Vision * The Brave Heart * A Pinnacle of Spirituality * Our life in the context of five Anuvrat and Anekantwad - Influence of Jainism on Mahatma Gandhi - Tirthankara Mahavir * Glory of Jainism Non-violence : Away of life * Stories from Jainism (તથા સંશોધન, સંપાદન તેમજ હિંદી અને અંગ્રેજીમાં અન્ય ત્રીસ પુસ્તકો) Page #7 -------------------------------------------------------------------------- ________________ સેના એને જોઈએ, જેને કોઈ શત્રુ હોય ! ભગવાન બુદ્ધના સમકાલીન અને ચીન, કોરિયા અને જાપાનની સંસ્કૃતિ પર પ્રગાઢ પ્રભાવ પાડનાર કયૂશિયસ માનવતાના સાચા હિમાયતી હતા. વ્યક્તિ નીતિમાન બને અને વ્યવસ્થિત સમાજનું નિર્માણ થાય તે માટે નિયમપાલન અને શિષ્ટાચારપાલનનો તેઓ કડક આગ્રહ રાખતા. ‘યથા રાજા તથા પ્રજા ' એ સૂત્રમાં શ્રદ્ધા ધરાવનાર કયૂશિયસે પ્રજાના માર્ગદર્શક એવા રાજાઓ માટે પણ કડક શિસ્તનો ઉપદેશ આપ્યો. મહાત્મા કફ્યુશિયસ એક વાર વૃક્ષ નીચે બેસીને શિષ્યોને ઉપદેશ આપતા હતા. એવામાં નજીકમાંથી સમ્રાટની સવારી પસાર થઈ અને ખુદ સમ્રાટ આ દૃશ્ય જોઈને થંભી ગયા. એમણે કફ્યુશિયસને પૂછયું, “કોણ છો તમે ? શી પદવી ધરાવો છો તમે ?'' કયૂશિયસે કહ્યું, “હું સમ્રાટ છું.” તમે અને સમ્રાટ ! ઘનઘોર જંગલમાં વૃક્ષ નીચે સમૃદ્ધિ કે વૈભવ વિનાના તમે બેઠા છો અને પોતાની જાતને સમ્રાટ તરીકે ઓળખાવો છો ?” આ સાંભળીને કફ્યુશિયસે પૂછવું, “આપ કોણ છો ? જરા પરિચય આપશો ?” સમ્રાટ કફ્યુશિયસના આ પ્રશ્નને પામી શક્યા નહીં. એમને એમ હતું કે પોતાની સાથેની વિશાળ સેનાને જોઈને જ પ્રસન્નતાનાં પુષ્પો 1 Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨ પ્રભુદર્શનની પ્રાપ્તિ માટે જોઈએ દીર્ઘ પ્રતીક્ષા પોતાનો પરિચય મળી રહેશે. આવો પ્રશ્ન પૂછવાનો ન હોય, સમજણનો સવાલ ગણાય, કિંતુ સમ્રાટે ઉત્તર આપ્યો, “હું અસલી સમ્રાટ છું. મારી પાસે અઢળક ધન-વૈભવ છે. વિશાળ સેનાનો હું સ્વામી છું. કેટલાય રાજસેવકો મારી ચાકરી માટે ખડેપગે હાજર હોય છે. તમને ખ્યાલ આવવો જોઈએ કે હું સમ્રાટે છું અને તમે અહીં ઘનઘોર જંગલમાં બેસીને જાતને સમ્રાટે કહો છો ? આવો ભ્રમ રાખવો ખોટો છે. વહેલી તકે તમે તમારો ભ્રમ સુધારી લેજો.” કફ્યુશિયસે હસતાં-હસતાં કહ્યું, “આપની પાસે ઘણા સેવકો છે, મારી પાસે એકેય સેવક નથી. પરંતુ કામ જાતે નહીં કરી શકનારને સેવકની જરૂર પડે. હું સહેજે આળસુ નથી. પછી મારે સેવક રાખવાની જરૂર શી?” અકળાયેલા સમ્રાટે કહ્યું, “તમે પોતાને સમ્રાટ કહો છો, તો તમારી સેના ક્યાં છે ? મારી સેના જોશો તો તમને ખ્યાલ આવશે કે સમ્રાટની સેના કેવી હોય ?” કફ્યુશિયસે કહ્યું, “સેના એને જોઈએ જેને કોઈ શત્રુ હોય. આખી દુનિયામાં મારો કોઈ દુશ્મન નથી અને એથી જ મારા સામ્રાજ્યમાં સેનાની કોઈ જરૂર નથી.” જરા, તમારો વૈભવ બતાવશો ખરા ?” ધન અને વૈભવ એને જોઈએ કે જે ગરીબ છે. હું ગરીબ નથી એટલે મારે ધનસંપત્તિની કોઈ જરૂર નથી.” કફ્યુશિયસના ઉત્તરથી સમ્રાટના મનનું પરિવર્તન થયું. તેણે પણ કશિયસનાં ચરણોમાં મસ્તક નમાવ્યું. ત્રિલોકના નિત્યપ્રવાસી એવા બ્રહ્માના માનસપુત્ર દેવર્ષિ નારદ, ભગવાન વિષ્ણુના પરમભક્ત તરીકે અને દેવો-મનુષ્યો વચ્ચે સંદેશવાહક રૂપે પ્રસિદ્ધ છે. ‘શ્રીમદ્ ભાગવત', ‘મહાભારત' અને ‘રામાયણ’ એ ત્રણેય મહાન ગ્રંથોમાં આદરભર્યો ઉલ્લેખ પામનાર દેવર્ષિ નારદ એક પર્વત પાસેથી પસાર થતા હતા. મસ્તક પર ઊભી શિખા, હાથમાં વીણા અને હોઠે-હૈયે પ્રભુનામનું રટણ ચાલતું હતું. એક વિશાળ વટવૃક્ષ નીચે દેવર્ષિ નારદે એક તપસ્વીને તપ કરતા જોયા. એ તપસ્વીએ વિષ્ણુના પ્રીતિપાત્ર એવા સાક્ષાત્ દેવર્ષિ નારદને જોઈને પ્રણામ કર્યા અને પોતાના મનની મૂંઝવણ એમની સમક્ષ પ્રગટ કરી. તપસ્વીએ પૂછ્યું, “દસ વર્ષથી સંસાર છોડ્યો છે, સઘળી માયા ત્યજી છે, મારી પ્રભુદર્શનની ઝંખના ક્યારે સિદ્ધ થશે ?” દેવર્ષિ નારદે પ્રથમ તો ઉત્તર આપવાની અનિચ્છા દર્શાવી, પરંતુ તપસ્વીએ અતિ આગ્રહ કરતાં નારદે કહ્યું, “જુઓ, તમે જે વટવૃક્ષ નીચે બિરાજમાન છો, એની જેટલી નાની-મોટી ડાળીઓ છે એટલાં વર્ષ પછી તમને પ્રભુદર્શન થશે.” આ સાંભળી તપસ્વીએ નિસાસો મૂક્યો અને કહ્યું, “ઓહ, શાને માટે મેં સંસાર છોડી જંગલમાં વસવાનું પસંદ કર્યું ? ગૃહસ્થજીવનમાં પણ ભક્તિ તો થતી હતી અને પુણ્ય પણ મળતું 2 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 3 Page #9 -------------------------------------------------------------------------- ________________ આત્મહત્યા તો આવતે ભવે મહાઅનર્થ સર્જશે! હતું, તો પછી આવા જંગલમાં આવીને ઘોર તપ કરવાની શી જરૂર ?” આમ વિચારતાં તપસ્વી હેરાન-પરેશાન થઈ ગયા અને નારદ ત્યાંથી આગળ ચાલ્યા. થોડે દૂર ગયા હશે, ત્યાં એક પીપળાના વૃક્ષ નીચે બીજા તપસ્વી તપ કરતા હતા. દેવર્ષિ નારદને જોઈને તે દોડી આવ્યા અને એમણે પણ ‘નારદભક્તિસૂત્ર' નામક મૂલ્યવાન ભક્તિગ્રંથ સર્જનાર નારદને એ જ પ્રશ્ન કર્યો. નારદે પહેલાં ઉત્તર આપવાનું ટાળ્યું, પરંતુ તપસ્વીએ વારંવાર અનુરોધ કરતાં કહ્યું : આ પીપળાના વૃક્ષ પર જેટલાં પાંદડાં છે, એટલાં વર્ષોની સાધના તમારે બાકી છે. એટલાં વર્ષો બાદ તમારા તપથી પ્રસન્ન થઈને તેમને જરૂર પ્રભુ દર્શન આપશે. આ સાંભળતાં જ તપસ્વી તો આનંદોલ્લાસથી નાચવા લાગ્યો. એમના રોમેરોમમાં હર્ષ ફેલાઈ ગયો. અત્યંત ખુશ થઈ ગયા કે અંતે તો પ્રભુદર્શનની પ્રાપ્તિ થશે. એમને જોઈને નારદજી વિચાર કરવા લાગ્યા કે આ બંને તપસ્વીઓમાં કેટલો મોટો ભેદ છે ! એકને એના તપ પર સંદેહ છે, એ હજી સંસારના મોહમાંથી મુક્ત થયો નથી અને બીજો તપસ્વી પ્રભુદર્શન માટે વર્ષો સુધી પ્રતીક્ષા કરવા સજ્જ છે. એવામાં એકાએક અલૌકિક પ્રકાશ ફેલાયો અને પેલા તપસ્વી સમક્ષ પ્રભુ પ્રગટ થઈને બોલ્યા, “વત્સ, નારદે તને જે કહ્યું હતું, તે સાચું હતું, પરંતુ તારી ઊંડી શ્રદ્ધા અને દૃઢ વિશ્વાસ જોઈને મારે અત્યારે અને અહીંયાં જ પ્રગટ થવું પડ્યું.” મધ્યરાત્રીનો સમય હતો. સરોવરના કિનારે ઝૂંપડી બાંધીને રહેતા વૃદ્ધ પોતાના ઘર પાસેથી એક યુવાનને ઝડપભેર પસાર થતો જોયો. એ યુવાન સરોવર તરફ ધસી રહ્યો હતો. વૃદ્ધને ખ્યાલ આવી ગયો કે આ યુવાન મધ્યરાત્રિએ સરોવરમાં કુદીને આત્મહત્યા કરવા માગે છે. દિવસે સરોવરમાં કુદે તો કોઈ સાહસવીર તેને બચાવી લે અને એને આ જિંદગી ફરી જીવવી પડે. આથી યુવાને એવો સમય પસંદ કર્યો હશે કે જે વખતે એને સરોવરમાં કૂદતો કોઈ જોઈ શકે નહીં અને મધ્યરાત્રિના અંધારામાં કોઈ એને બચાવી શકે નહીં. ત્વરાથી સરોવર ભણી જતા યુવાનને વૃદ્ધે બૂમ પાડીને કહ્યું, “અરે યુવાન ! પળવાર થોભી જાય. મારે તારું કામ છે.' યુવાનના પગ થંભી ગયા. વૃદ્ધ એની નજીક આવ્યા અને પૂછ્યું, ‘ભાઈ, મારે તારા કાર્યમાં અવરોધ નથી કરવો પણ એટલું જ જાણવું છે કે તું ક્યા કારણસર જીવનનો અંત આણી રહ્યો છે ?” યુવાને કહ્યું, ‘હું પરીક્ષામાં અનુત્તીર્ણ થયો છું. મને જીવવું ગમતું નથી. દુ:ખી થઈ ગયો છું. ભોજન ભાવતું નથી અને ઊંઘ આવતી નથી. મારી આવી સ્થિતિથી હું ખૂબ પરેશાન છું.” વૃદ્ધ સહાનુભૂતિ દાખવતા કહ્યું, ‘ભાઈ, તારી વાત સાવ સાચી છે. આવું જીવન તો ઝેર સમું લાગે, ખરું ને !' 4 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 5 Page #10 -------------------------------------------------------------------------- ________________ ૪ | માગીશ તો અક્ષય સંપત્તિના સ્વામી પાસે ! ‘હા, એથી જ હું આત્મહત્યા કરવા નીકળ્યો છું. એનાથી મારાં સઘળાં દુ:ખો સમાપ્ત થઈ જશે. અભ્યાસની ઝંઝટ નહીં રહે અને પાસ-નપાસનો પ્રશ્ન નહીં જાગે.’ વૃદ્ધે કહ્યું, ‘તારી વાત વિચારવા જેવી છે. પરંતુ આત્મહત્યા એ સઘળા દુ:ખોનો અંત નથી. જરા વિચાર તો કર, આત્મહત્યા કરીશ તો તારો પુનર્જન્મ થયા બાદ ફરી તારે એકડે એકથી અભ્યાસ કરવો પડશે. જ્યારે અત્યારે તો તેં જે ટલા ધોરણ પાસ કર્યા છે એનાથી આગળ વધવાનું રહેશે.’ વૃદ્ધની વાત સાંભળીને યુવાનનો વિચાર બદલાઈ ગયો. એ ચુપચાપ ઘર તરફ પાછો વળ્યો. માનવીના જીવનમાં સંઘર્ષ તો સદાય ચાલવાના જ. એક અર્થમાં કહીએ તો જીવન એટલે જ સંઘર્ષ છે. એમાં સફળતા અને નિષ્ફળતા કે નિરાશા કે આશાની સ્થિતિ આવે ને જાય. માનવીએ તો એનો ધીરજપૂર્વક સામનો કરીને જીવનયાત્રા ઉર્ધ્વગામી પથે ચલાવવી જોઈએ. જીવનનો અંત આણવાનો વિચાર કરનાર એક ક્ષણના ઊભરાનો શિકાર બનતો હોય છે. આવેગથી એક ક્ષણ એને આત્મહત્યા તરફ દોરી જતી હોય છે. એક જ દિશામાં આંધળી દોટ લગાવતો વિચાર અને હતાશાના ઊંડા કૂવામાં ફેંકી દે છે. વિરાટે જીવનના અનેક અંશોમાંથી એક અંશની નિષ્ફળતા એને ગૂંગળાવતી હોય છે. જીવનને સમગ્રતયા જોનાર કદી જીવનને ટૂંપાવી દેવા ઇચ્છતો નથી. એક અતિ ધનવાનની સામે આવીને મૃત્યુ ઊભું રહ્યું હતું. દુર્ભાગ્યે એના પરિવારમાં પત્ની કે કોઈ પુત્ર-પુત્રી નહોતાં, તેથી એ પોતાની વિપુલ ધનરાશિનો વારસો કોને સોંપવો એ અંગે ઘણો ચિંતિત હતો. અંતે સંપત્તિનો યોગ્ય વારસ શોધવા માટે એણે એક ઉપાય કર્યો. શહેરમાં ઠેરઠેર ઢંઢેરો પિટાવ્યો કે એની પાસે વિપુલ ધનરાશિ છે. એ કોઈ યોગ્ય વ્યક્તિને વારસારૂપે આપવા માગે છે, તો આવી વ્યક્તિએ એને રૂબરૂ મળવા આવવું. ઘણા લોકો આ ધનવાનની મુલાકાતે ઊમટ્યા. કોઈ એમની સમક્ષ એમની અતિશયોક્તિપૂર્ણ પ્રશંસા કરવા લાગ્યા, તો કોઈ એમની પ્રશસ્તિનાં મહાકાવ્યો રચવા લાગ્યા. પછી તો જાણે પ્રશંસા કરવાની હોડ જાગી ! સમજ્યા-વિચાર્યા વિના આ ધનાઢ્ય વ્યક્તિને વિશેષણોથી મઢી દેવામાં આવી અને એક વ્યક્તિ બીજી વ્યક્તિને ધનવાનની ખુશામત કરવામાં મહાત કરવા માટે યત્ન કરવા લાગી. ધનની લાલચને કારણે સહુ કોઈ એને મળી ગયા, માત્ર એક યુવકે એને મળવા આવ્યો નહોતો. ધનવાનને આની જાણ થઈ એટલે એણે યુવકને પોતાને ઘેર આવવા નિમંત્રણ પાઠવ્યું, તો એ યુવકે નમ્રભાવે પ્રત્યુત્તર વાળ્યો કે એની પાસે આને માટે કોઈ સમય નથી. એનો આવો ઉત્તર સાંભળીને તો ધનવાનને એને મળવાની પ્રબળ ઉત્સુકતા જાગી. 6 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો Page #11 -------------------------------------------------------------------------- ________________ મૂળિયાં ઊંડાં જશે, તો ઊખડશે નહીં! આ યુવાન સામાન્ય ઘરમાં રહેતો હતો. એનાં કપડાં પણ ફાટેલાં હતાં. ધનવાને એને પૂછ્યું, “આખું ગામ મારાં ગુણગાન કરવા આવી ગયું. સહુને મારા વારસ બનવાની ભારે તાલાવેલી છે. એક તું જ એવો છે કે મને મળવા આવ્યો નથી. શું તને ધનસંપત્તિની ઇચ્છા નથી ?" યુવાને મસ્તીથી કહ્યું, “ક્ષમા કરજો મહાશય, તમારી પ્રશસ્તિ કરીને મારે ધનસંપત્તિ મેળવવી નથી. જો એવી ઇચ્છા થાય તો હું ઈશ્વરની પાસે જ માગીશ. એ અક્ષય સંપત્તિનો સ્વામી છે. આજે એ ઈશ્વર મને મારી આજીવિકા પૂરતું આપે છે અને તે મારે માટે પર્યાપ્ત છે. એને માટે મારે કોઈની ખુશામત કરવાની શી જરૂર ?” યુવાનની વાતથી ધનિક પ્રભાવિત થયો અને બોલ્યો, “આખા શહેરમાં તું જ એક એવી વ્યક્તિ છે કે જેના દિલમાં સહેજે લાલચ નથી. હું એવી જ વ્યક્તિની શોધમાં હતો અને તું મળી ગયો. મારી સઘળી ધનસંપત્તિનો તું છે સાચે વારસ.” વિશાળ સામ્રાજ્ય અને અઢળક ધનવૈભવ હોવા છતાં રાજાના દુ:ખનો કોઈ પાર નહોતો. એને રાતદિવસ એક જ ચિંતા કોરી ખાતી કે એમનો એકનો એક પુત્ર ખોટા વ્યસનોમાં ઘેરાઈ ગયો છે અને જો એ રાજા બનશે, તો પ્રજાનું શું થશે? રાજાએ રાજકુમારને વારંવાર સમજાવ્યો, પણ પરિણામ શું આવ્યું નહીં. આથી પરેશાન થયેલા રાજા પોતાના ગુરુ પાસે ગયા અને કહ્યું, “ગુરુદેવ, જીવનમાં સઘળું સુખ છે, પણ આ વ્યસની રાજ કુમારની ચિંતા એક પળ પણ શાંતિથી જંપવા દેતી નથી.” થોડો વિચાર કર્યા પછી ગુરુએ કહ્યું, “ખેર ! તો એને મારી પાસે મોકલી આપો.” રાજાએ રાજ કુમારને ગુરુ પાસે મોકલી આપ્યો. ગુરુએ એનું ભાવભર્યું સ્વાગત કર્યું અને એને સાથે લઈને ઉદ્યાનમાં લટાર મારવા નીકળ્યા. આ ઉદ્યાનમાં અનેક પ્રકારનાં વૃક્ષો હતાં. કેટલાય જુદાજુદા છોડ હતા. એમાં એક છોડ એક ફૂટ ઊંચો, બીજો ત્રણ ફૂટ ઊંચો, ત્રીજો છ ફૂટ ઊંચો અને ચોથો બાર ફૂટ ઊંચો હતો. ગુરુએ રાજ કુમારને કહ્યું, “આ પહેલો છોડ ઉખાડીને ફેંકી દે.” રાજ કુમારે તરત જ પહેલો છોડ ખેંચીને ઉખાડી નાખ્યો. પછી ગુરુએ બીજો છોડ બતાવતાં કહ્યું કે હવે આને પણ જમીનમાંથી ઉખાડી નાખ. રાજ કુમારે સહેજ જોર લગાવીને એ છોડ ઉખાડી નાખ્યો. એ પછી ગુરુ એને ત્રીજા છોડ પાસે લઈ ! | 8 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 9 ] Page #12 -------------------------------------------------------------------------- ________________ કઈ વિધાથી પ્રસન્નતા પ્રાપ્ત થશે ? ગયા. આ છ ફૂટ ઊંચા છોડને જમીનમાંથી ઉખાડવા માટે રાજ કુમારને ઘણી મહેનત કરવી પડી. વારંવાર એને હલાવ્યો અને અંતે છોડ જમીનમાંથી ખેંચી કાઢયો ! ગુરુએ રાજ કુમારને શાબાશી આપી અને કહ્યું, “વાહ, હવે જો આ ચોથો છોડ ઉખાડી નાખ.” બાર ફૂટ જેટલે ઊંચે આવેલા એ છોડના મૂળને જમીનમાંથી ઉખાડવા માટે રાજ કુમારે પ્રયત્ન કર્યો. ખૂબ મહેનત કરી, પણ કશું વળ્યું નહીં. છોડ જમીનમાંથી બહાર નીકળ્યો નહીં અને રાજ કુમારે ગુરુને કહ્યું કે એ ગમે તેટલી મહેનત કરશે, તોપણ આ છોડ જમીનમાંથી ઉખેડી શકાશે નહીં. રાજ કુમાર ગુરુની આ વાતને સમજી શકતો નહોતો. એણે પૂછવું, તમે શા માટે મને આમ એક પછી એક ઊંચાઈવાળા છોડને ઉખાડવાનું કહો છો ? એનું કંઈ કારણ ?' ગુરુએ કહ્યું, “રાજ કુમાર ! જો આપણે કોઈ બૂરા વ્યસનમાં ફસાઈએ છીએ તો શરૂઆતમાં એને દૂર કરવું આસાન હોય છે, પરંતુ જો આપણે એ વ્યસનને છોડતા નથી, તો એનાં મૂળિયાં ખૂબ ઊંડાં ઊતરી જાય છે. લાખ મહેનતે પણ એને ઉખાડવાં મુશ્કેલ પડે છે, સમજ્યો ને ! આવું જ વ્યસનનું છે. જો એ તારામાં ઘર કરી બેસશે, તો તારે રાજ તો ઠીક, પણ ઘર ગુમાવવાનો વારો આવશે.’ રાજ કુમારને ગુરુની વાત સમજાઈ ગઈ અને એ દિવસથી એણે પોતાના વ્યસનને તિલાંજલિ આપી. ગંગાકિનારે આવેલા ઋષિના આશ્રમમાં ભારતીય શાસ્ત્રોનું અધ્યયન - અધ્યાપન ચાલતું હતું. જગતના વ્યાવહારિક વિષયોના જ્ઞાનની સાથોસાથ ધર્મશાસ્ત્રો અને ગૂઢ વિદ્યાઓનું જ્ઞાન પણ આપવામાં આવતું હતું. ઋષિના ચાર વિશેષ પ્રિય શિષ્ય વિદ્યાભ્યાસ પૂર્ણ કરીને પોતાના ગામ પાછા ફરતા હતા, ત્યારે ઋષિએ એમને બોલાવીને પુનઃ એમના અધ્યયન વિશે જાણકારી મેળવવાની ઇચ્છા પ્રગટ કરી. એમણે પૂછયું, “મેં તમને અનેક શાસ્ત્રોનું ગહન જ્ઞાન આપ્યું છે. તમારી પાસે એક નહીં, પણ અનેક વિદ્યાઓ છે . હવે મારે એ જાણવું છે કે તમને કઈ વિદ્યા સૌથી વધુ પસંદ છે અને એ વિદ્યાનો કર્યો પ્રયોગ કરતાં તમને સર્વાધિક પ્રસન્નતા થશે ? જ્ઞાન એ તો મુક્તિ અને પ્રસન્નતાનું વરદાન છે ને !' પ્રથમ શિષ્ય કહ્યું, “ગુરુજી, આપે અમને અનેક પ્રકારની વિદ્યાઓ શીખવી, પરંતુ એમાં મને સૌથી વિશેષ મંત્રવિદ્યા પસંદ છે. મંત્રોચ્ચાર કરીને આગ બુઝાવવાની વિદ્યાનો પ્રયોગ મને સૌથી વધુ આનંદ અને પ્રસન્નતા આપનારો બનશે. આટલો આનંદ મને બીજી કોઈ બાબતમાં નહીં આવે.” બીજા શિષ્ય કહ્યું, “બધી વિદ્યાઓમાંથી મને પાણી પર ચાલવાની વિદ્યા સૌથી વધુ ગમે છે અને ગંગોત્રીથી ગંગા સુધીના પાવન જલ પર હું ચાલું, તેવી મારી તીવ્ર ઇચ્છા છે.” 10 n પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 1 1 Page #13 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા શિષ્યે કહ્યું, “ગુરુજી, સઘળું ઊથલપાથલ કરી દેતી આંધીને મંત્રબળ દ્વારા શાંત પાડવાની કળામાં હું પારંગત બની ગયો છું. આમાં હું કોઈને પણ પરાજિત કરી શકું તેમ છું. મારી આ અપ્રતિમ શક્તિ સહુને દર્શાવવાની મારી આતુરતા છે.” ચોથા શિષ્યે કહ્યું, “ગુરુજી, મને મંત્ર-તંત્ર કે ચમત્કારની વિદ્યામાં વિશેષ રુચિ નથી. હું તો મનને વશ રાખવાની કલા શીખ્યો છું. મને એમ લાગે છે કે જનસામાન્યને મનને વશ રાખવાની કલા શીખવીને એમને સુખી જીવનનો માર્ગ બતાવી શકું તો મને અપાર આનંદ થશે.” ઋષિએ ચોથા શિષ્ય તરફ જોઈને કહ્યું, “વત્સ, વાસ્તવમાં તેં જ બધાં શાસ્ત્રોના મૂળને પકડ્યું છે. જ્ઞાન, શિક્ષણ અને જીવનમાં મનનો જ ખરો મહિમા છે ! કોઈ પણ વિદ્યામાં દક્ષતા હાંસલ કરવા માટે મનની ગતિને વશમાં રાખવી આવશ્યક છે. મન જીતે, તે સઘળું જીતી શકે. એની ગતિ પર પ્રભુત્વ ધરાવનાર તમામ પ્રકારના લોભ અને મોહને જીતી શકે છે અને સુખી જીવન વી શકે છે. આ રીતે તારી વિદ્યા એ તારા અને સમસ્ત સમાજના કલ્યાણનું કારણ બનશે. તારા પર હું અતિ પ્રસન્ન છું.” 12 – પ્રસન્નતાનાં પુષ્પો શું લાવ્યા અને શું લઈ જશો ? જિંદગી સદૈવ એકસરખી જતી નથી. એમાં ભરતી અને ઓટ પેઠે સુખ અને દુઃખ આવે છે. સમય અને સંજોગ પલટાય છે. એક સમયે અપાર સમૃદ્ધિમાં આળોટતા ધનિકની સંપત્તિ એકાએક ચાલી ગઈ અને એ સાવ નિર્ધન થઈ ગયો. એક વાર એની પાસે અઢળક ધન-સમૃદ્ધિ હતાં, એને હવે એક-એક પાઈ માટે તલસવું પડતું હતું. હતાશ થઈને લમણે હાથ મૂકીને વિષાદગ્રસ્ત ચહેરા સાથે એ જીવતો હતો. ક્યારેક એનું મન આઘાત અનુભવતું, તો ક્યારેક એને આત્મહત્યાનો વિચાર આવતો. એવામાં એ ગામમાં એક સંત આવ્યા અને ધનિક એમની પાસે દોડી ગયો. પોતાની બદલાયેલી આર્થિક સ્થિતિની વાત કરી અને સંતને ચરણે પડીને વિનંતી કરી, “મહારાજ, જીવનમાં સઘળું ગુમાવીને બેઠો છું. કોઈ એવો રસ્તો બતાવો કે એનાથી મને શાંતિ મળે.' સંતે વળતો પ્રશ્ન કર્યો, “તમારું બધું જ ચાલ્યું ગયું છે ને!” ધનિકે સ્વીકારમાં માથું હલાવ્યું, ત્યારે સંતે કહ્યું, “તમારી પાસે હતું એ તો તમારી પાસે જ રહેવું જોઈએ. એ ક્યાંથી ચાલ્યું જાય ? જરા કહેશો, તમે તમારા જન્મ સમયે શું લઈને આવ્યા હતા ?” ધનવાન વિચારમાં પડી ગયો. આવા પ્રશ્નનો ઉત્તર શો પ્રસન્નતાનાં પુષ્પો C 13 Page #14 -------------------------------------------------------------------------- ________________ આપવો ? એણે કહ્યું, “મહારાજ, જન્મ સમયે તો સહુ કોઈ ખાલી હાથે આવે છે.” સંતે વળી પ્રશ્ન કર્યો, “તો હવે એ કહો કે મૃત્યુ સમયે તમે શું સાથે લઈ જવા માગો છો ?” ધનવાનને વળી આશ્ચર્ય થયું અને કહ્યું, “મહારાજ, મૃત્યુ સમયે ક્યાં કોઈ પોતાની સાથે કશું લઈ જાય છે, પણ વાત મૃત્યુની નથી. મારી હાલની આજીવિકાની છે.” આ સાંભળી સંતે હસતાં-હસતાં કહ્યું, “જે ધન પર ભરોસો રાખે છે એમની આ જ દશા થાય છે. તમારી પાસે હાથપગ તો છે ને ! એનો ઉપયોગ કરો. પુરુષાર્થ એ જ સૌથી મોટું ધન છે.' ધનવાનને સંતની વાત સ્પર્શી ગઈ અને એણે લમણે હાથ દઈ બેસી રહેવાને બદલે પ્રબળ પુરુષાર્થનો પ્રારંભ કર્યો. 14 D પ્રસન્નતાનાં પુષ્પો દર્પણ તારે માટે, બીજાને માટે નહીં શિષ્યની સેવાભાવનાથી પ્રસન્ન થયેલા ગુરુએ એક દિવ્ય દર્પણ ભેટ આપ્યું અને કહ્યું, “બીજા દર્પણમાં શરીરનું પ્રતિબિંબ ઝિલાય છે, પરંતુ આ દિવ્ય દર્પણમાં માનવીના મનનું પ્રતિબિંબ ઝિલાય છે. મનમાં જે કોઈ સારા-નરસા વિચારો હોય, એ તું આ દિવ્ય દર્પણ દ્વારા જોઈ શકીશ.” ગુરુની આ મૂલ્યવાન ભેટથી અતિ પ્રસન્ન શિષ્યે વિચાર્યું કે આ દિવ્ય દર્પણની કસોટી કરવા માટે દૂર જવાની ક્યાં જરૂર છે? એણે આ દર્પણ પોતાના ગુરુ સામે ધર્યું અને આશ્ચર્યભર્યો આઘાત પામ્યો. એ માનતો હતો કે એના ગુરુ સર્વ દુર્ગુણોથી રહિત એવા મહાન સત્પુરુષ છે, પરંતુ દિવ્ય દર્પણમાં તો એમના મનમાં રહેલા મોહ, ક્રોધ, અહંકાર આદિ દુર્ગુણો દૃષ્ટિગોચર થયા અને એ જોઈને શિષ્યને ભારોભાર દુઃખ થયું. એ પછી આ શિષ્ય જ્યાં જતો, ત્યાં દર્પણ ધરીને સામી વ્યક્તિની સદ્-અસદ્ વૃત્તિઓનો તાગ મેળવતો હતો. પોતાના ગાઢ મિત્ર સમક્ષ દર્પણ ધર્યું, તો એના ભીતરમાં રહેલા સ્વાર્થ અને મોહનો ખ્યાલ આવ્યો. પોતાનાં કુટુંબીજનો સામે દર્પણ રાખીને એમના ચિત્તમાં ચાલતા દુર્ભાવોના ઘમસાણને જાણી લીધું. સહુ કોઈના હૃદયમાં એને કોઈ ને કોઈ દુર્ગુણ જોવા મળ્યો. માતા-પિતા સામે પણ એણે દર્પણ ધર્યું અને એમના હૃદયમાં રહેલા દુર્ગુણો જોયા. આ જોઈને શિષ્ય અત્યંત હતપ્રભ બની ગયો. પ્રસન્નતાનાં પુષ્પો Ç 15 Page #15 -------------------------------------------------------------------------- ________________ દિવસ વધુ સારો પસાર થાય છે ! ફરી એક વાર એ ગુરુકુળમાં ગયો અને ગુરુને મળ્યો. સાથે વિનમ્રતાથી કહ્યું, “ગુરુદેવ, આપે આપેલા દર્પણથી મેં સહુના મનમાં ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો અને મને બધામાં પારાવાર દુવૃત્તિઓ જોવા મળી. એક પણ વ્યક્તિ એવી મળી નહીં કે જેને હું સત્યય કહી શકું. દરેકમાં કોઈ નાનો કે મોટો દુર્ગુણ પડેલો જ હતો. આ જોઈને મને ભારે આઘાત લાગ્યો અને આ દુનિયાના માનવીઓ તરફ ધૃણા અને તિરસ્કાર થયાં છે.” ગુરુએ એ દિવ્ય દર્પણને શિષ્ય સમક્ષ ધર્યું, તો શિષ્ય જી ઊડ્યો. એના ચિત્તના પ્રત્યેક ખૂણાઓમાં રાગ, દ્વેષ, ક્ષેધ, અહંકાર જેવા દુર્ગુણો વિદ્યમાન હતા. આ જોઈને શિષ્ય ગભરાઈ ગયો. ગુરુએ કહ્યું, “વત્સ, આ દર્પણ મેં તારા ઉપયોગ માટે આપ્યું હતું. અન્ય પર ઉપયોગ કરવા માટે નહીં. એના દ્વારા તું તારા દુર્ગુણો જોઈ શકે અને એમાંથી મુક્ત થવા માટે જીવનમાં પુરુષાર્થ આદરે એ હેતુથી આપ્યું હતું, પરંતુ અન્યના દુર્ગુણો જોવામાં તું સ્વયંના સદ્ગુણોની વૃદ્ધિ કરવાનું ચૂકી ગયો.” શિષ્ય નિઃસાસો નાખ્યો અને કહ્યું કે મેં સુવર્ણ તક વેડફી નાખી. ત્યારે ગુરુએ કહ્યું, “માણસની આ સૌથી મોટી નબળાઈ છે. એને બીજાના દુર્ગુણો જોવામાં વધુ રસ-રુચિ હોય છે. જ્યારે એ સ્વયંને સુધારવાનો વિચાર કરતો નથી.” શિષ્યને ગુરુની વાત સમજાઈ અને આત્મસુધારણાના પંથે સંચર્યો. નગરની બહાર નદીકિનારે એક મહાત્મા વસવા આવ્યા. પોતાની કુટિરમાં સદાય એ પરમાત્મ-ભક્તિમાં ડૂબેલા રહેતા. કોઈ ધર્મજિજ્ઞાસા લઈને આવે, તો એનો ઉત્તર આપે. કોઈને શાસ્ત્રનો મર્મ સમજાતો ન હોય તો એને સમજાવતા. સહુ કોઈને સદાચારી બનવાની શિક્ષા આપતા અને એ રીતે એમણે એમની કુટિરની આસપાસ ઉચ્ચ ભાવનામય વાતાવરણ સર્યું. રાજા પણ વખતોવખત એમની પાસે આવતો હતો. એવામાં કડકડતી ઠંડીના દિવસો આવ્યા. રાજ મહેલમાં હૂંફાળી શૈયામાં સૂતેલા રાજાના ચિત્તમાં એક વિચાર ચમક્યો. એમને થયું કે કેવી હાડ ધ્રુજાવતી આ ઠંડી છે ! મહેલની ઊંચી દીવાલો અને ગરમ કપડાં અને શાલથી પોતે આચ્છાદિત હોવા છતાં આટલી બધી ઠંડી લાગે છે, તો નદીકિનારે વસતા મહાત્માની શી સ્થિતિ હશે ? રાજાએ મંત્રીને આદેશ આપ્યો, “જાઓ અને નદીકિનારે તપશ્ચર્યા કરતા મહાત્માને પૂછો કે આવી કારમી ઠંડીમાં તમારી રાત કેવી રીતે પસાર થાય છે ? કોઈ ચીજ વસ્તુની આવશ્યકતા હોય તો એમને પૂછજો.” રાજાનો સંદેશો લઈને મંત્રી મહાત્મા પાસે પહોંચ્યા. મહાત્મા તો પોતાની મસ્તીમાં અને પરમાત્મ-ભક્તિમાં ડૂબેલા હતા. મંત્રીએ એમની સમક્ષ રાજાના સવાલનું પુનરાવર્તન કર્યું. 16 | પ્રસનતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 17. Page #16 -------------------------------------------------------------------------- ________________ મહાત્માએ ઉત્તર આપ્યો, “મંત્રીશ્વર, રાજાને કહેજો કે રાત તો લગભગ આપના જેવી વ્યતીત થાય છે, પરંતુ દિવસ આપનાથી વધુ સારો પસાર થાય છે.” મહાત્માનો ઉત્તર સાંભળીને મંત્રીને પાર વિનાનું આશ્ચર્ય થયું. એણે રાજાને આ ઉત્તર કહ્યો, ત્યારે રાજા પણ એનો અર્થ પામી શક્યા નહીં. આથી રાજા સ્વયં મહાત્મા પાસે ગયા અને પૂછ્યું. “મહાત્મન્, આ કારમી ઠંડીમાં આપની રાત કેવી પસાર થાય છે?” મહાત્માએ હસતાં-હસતાં એ જ ઉત્તર આપ્યો, “રાજન, મેં કહ્યું હતું તેમ મારી રાત લગભગ આપના જેવી જ વ્યતીત થાય છે, પણ દિવસ આપના કરતાં વધુ સારો પસાર થાય છે.” રાજાએ મહાત્માને આનું રહસ્ય પ્રગટ કરવા વિનંતી કરી, ત્યારે મહાત્માએ કહ્યું, “રાત્રે તો હું અને તમે બંને નિદ્રાધીન હોઈએ છીએ એટલે લગભગ સમાન રીતે રાત્રી વ્યતીત થાય છે. નિદ્રાની ગોદમાં સૂતેલા બધા માણસોની સ્થિતિ લગભગ સમાન હોય છે, પરંતુ જાગ્રત અવસ્થામાં તમે સાચાં-ખોટાં કાર્યોમાં ડૂબેલાં હો છો અને હું પરમાત્માની આરાધનામાં લીન હોઉં છું. એ રીતે દિવસે તમારા કરતાં મારો સમય વધુ સારી રીતે પસાર થાય છે.” 18 – પ્રસન્નતાનાં પુષ્પો ૧૦ પ્રજાપ્રેમી મંત્રીએ સુરમો જીભથી ચાખ્યો ! એક રાજાએ પોતાના મિત્ર-રાજાને પત્ર સાથે સુરમો મોકલ્યો. પત્રમાં એ રાજાએ લખ્યું કે આ સાથે મોકલેલો સુરમો અતિ કીમતી છે અને જે વ્યક્તિ આ સુરમો લગાડશે, એનો અંધાપો દૂર થઈ જશે. રાજાએ વિચાર્યું કે એમના રાજ્યમાં નેત્રહીનોની સંખ્યા ઘણી મોટી હતી અને સુરમાની માત્રા એટલી છે કે માત્ર બે આંખોમાં જ એનું અંજન થઈ શકે, આથી સ્વાભાવિક રીતે જ રાજાએ અતિ પ્રિય વ્યક્તિને સુરમો આપવાનું નક્કી કર્યું. આ સમયે રાજાને એકાએક પોતાના નિષ્ઠાવાન, કર્તવ્યપાલક વૃદ્ધ મંત્રીનું સ્મરણ થયું. એ મંત્રીએ પ્રામાણિકતા અને વફાદારીપૂર્વક રાજની સેવા કરી હતી અને બંને આંખે અંધાપો આવતાં રાજ કાર્યમાંથી નિવૃત્ત થયા હતા. હજી રાજાને એમની ખોટ સાલતી હતી. રાજાએ વિચાર્યું કે જો એમની આંખની રોશની પાછી આવે તો પુનઃ એ કાર્યકુશળ મંત્રીની સેવાઓ રાજને પ્રાપ્ત થઈ શકે. આથી રાજાએ મંત્રીને બોલાવ્યા અને એમના હાથમાં સુરમાની આ ડબ્બી આપતાં કહ્યું, “આ સુરમાને તમે આંખોમાં આંજી દેજો. તમે પુનઃ નેત્રજ્યોતિ પ્રાપ્ત કરશો. માત્ર એટલું ધ્યાનમાં રાખજો કે આ સુરમો બે આંખમાં આંજી શકાય એટલી અલ્પ માત્રામાં જ છે.” મંત્રીએ એમની એક આંખમાં સુરમાનું અંજન કર્યું અને પ્રસન્નતાનાં પુષ્પો C 19 Page #17 -------------------------------------------------------------------------- ________________ ભૂખ્યાને ભોજન, સૌથી મોટો ધર્મ એની રોશની પાછી આવી ગઈ. આસપાસની સૃષ્ટિ દેખાવા લાગી. એ પછી બાકીના સુરમાનું બીજી આંખમાં અંજન કરવાને બદલે પોતાની જીભ પર લગાડી દીધો. - આ જોઈને રાજા ચકિત થઈ ગયો. એણે પૂછવું, “આપે આ શું કર્યું ? હવે તો તમારી એક જ આંખમાં રોશની રહેશે. પ્રજાજનો તમને કાણા કહેશે.' વૃદ્ધ મંત્રીએ કહ્યું, “રાજન, આપ આની ચિંતા કરશો નહીં. હું કાણો નહીં રહું. મારી બંને આંખોની જ્યોતિ પાછી આવશે, પરંતુ એથીય વિશેષ હજારો નેત્રહીનોને હું રોશની આપી શકીશ. આ સુરમો જીભ ઉપર મૂકીને મેં તાગ મેળવી લીધો કે એ શેનો બનેલો છે. હવે હું જાતે સુરમો બનાવીને સહુ નેત્રહીનોને આપીશ.” મંત્રીની વાત સાંભળી અતિપ્રસન્ન થયેલા રાજા એને ભેટ્યા | અને કહ્યું, “આ મારું કેટલું મોટું સદ્ભાગ્ય કે તમારા જેવો મંત્રી મળ્યો. જે માત્ર પોતાનો નહીં, પણ સહુ કોઈનો વિચાર કરે છે.” એ દિવસોમાં પંજાબમાં ચોતરફ ભીષણ દુષ્કાળ પ્રવર્તતો હતો. પરિણામે ચોતરફ અનેક લોકો અન્નના અભાવે મૃત્યુ પામતા હતા. પશુઓની સ્થિતિ તો એનાથી પણ બદતર હતી. આવે સમયે બંગાળમાં પોતાના આશ્રમમાં રહેલા સ્વામી વિવેકાનંદને મળવા માટે એક સર્જકની સાથે બીજા બે મહાનુભાવો પણ આવ્યા. એમના મનમાં સ્વામીજીની તેજસ્વી વાણી અને પ્રભાવક ઉપદેશ પામવાની તીવ્ર ઉત્કંઠા હતી. એમની સાથે વાતચીત કરતાં સ્વામીજીને જાણ થઈ કે આમાંના એક મહાનુભાવ તો પંજાબથી આવે છે. આવી જાણકારી મળતાં જ સ્વામી વિવેકાનંદ તત્કાળ એમને કહ્યું, “ભાઈ, મને પંજાબના દુષ્કાળ અંગે વિગતે વાત કરો. હું અતિ ચિંતાતુર છું.” - પંજાબથી આવેલી વ્યક્તિએ સ્વામી વિવેકાનંદને દુષ્કાળની પરિસ્થિતિ અંગે માહિતી આપી અને પછી એમણે એમની વાત પૂરી કરી એટલે સ્વામીજી અત્યંત ઉપદેશ સાંભળવા એકત્રિત જનમેદનીને આવી પરિસ્થિતિમાં કઈ રીતે કાર્ય કરવું જોઈએ ! માનવતાનો સાદ પડે ત્યારે રાહતકાર્યોમાં કઈ રીતે યોગદાન આપવું જોઈએ, એ વિશે લંબાણથી સમજાવવા લાગ્યા. આમ એકાદ કલાક સુધી સ્વામી વિવેકાનંદે પંજાબના દુષ્કાળરાહત અંગે માંડીને વાત કરી. સમય પૂરો થતાં એમણે સહુની વિદાય લીધી, ત્યારે બંગાળના 20 D પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 1 2 Page #18 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યસર્જકે સ્વામીજીને પૂછ્યું, “અરે સ્વામીજી ! અમે તો આપની પાસે સત્સંગ માટે આવ્યા હતા. આપનો ઉપદેશ શ્રવણ કરવાની અમારી તીવ્ર ઉત્કંઠા હતી, કિંતુ તમે તો ઉપદેશ આપવાને બદલે માત્ર દુષ્કાળરાહતની જ વાત કરી !” સ્વામીજીએ કહ્યું, “ભાઈ, આ આપણો પહેલો ધર્મ છે. આપણા દેશનું એક કૂતરું પણ ભૂખ્યું રહે, ત્યાં સુધી એની ચિંતા સેવવી, એની સંભાળ લેવી અને એને ખવડાવવું એ મારો અને તમારો સાચો ધર્મ છે. આ સિવાય બીજું બધું એ અ-ધર્મ કે અસત્ય અથવા તો જૂઠો ધર્મ છે. દેશના ભૂખે મરતા લોકોની સેવા કરવા કરતાં અન્ય કોઈ મોટો ધર્મ હોઈ શકે નહીં." સ્વામી વિવેકાનંદની માનવસેવાની ઉન્નત ભાવના જોઈને આગંતુકોનું મસ્તક આપોઆપ નમી પડ્યું. 22 D પ્રસન્નતાનાં પુષ્પો ૧૨ શિક્ષણ મેળવો, તો તમને ક્ષમા આપું મહાત્મા જ્યોતીબા ફુલેએ મહારાષ્ટ્રમાં સામાજિક અને વૈચારિક ક્રાંતિ કરી. તેર વર્ષની વયે જ્યોતીબા ફુલેનાં લગ્ન સાવિત્રી સાથે થયાં. પતિ-પત્ની બંનેએ ખભેખભા મિલાવીને પાંચ દાયકા સુધી સેવા, શિક્ષણ અને સમાજ-સુધારણાની પ્રવૃત્તિઓ કરી. જ્યોતીબા ફુલેએ તત્કાલીન સમાજ પર વર્ચસ્ ધરાવતા બ્રાહ્મણવાદને દૂર કરવાનું બીડું ઝડપ્યું. એ સમયે બ્રાહ્મણોએ બહુજન સમાજ પર આર્થિક અને સામાજિક ગુલામી લાદી હતી તે દૂર કરવાનો હિંમતભેર પ્રયાસ કર્યો. એમણે દલિતોને માટે શાળાઓ ખોલી તેમ જ ઉચ્ચ વર્ગનો વિરોધ સહન કરીને પણ અસ્પૃશ્યો પ્રત્યે અપાર કરુણા દાખવી. જ્યોતીબા ફુલેની આવી પ્રવૃત્તિ પર કેટલાક બ્રાહ્મણો ક્રોધે ભરાયા. એમણે જ્યોતીબાનું કાસળ કાઢી નાખવાની યોજના કરી, જેથી આવો વિરોધ કરનારાઓને બરાબર પદાર્થપાઠ મળે. બે મજબૂત પહેલવાનોને એમની હત્યા કરવાનું સોંપ્યું. આ માટે એમને મોટી ૨કમ આપવાની લાલચ પણ આપી. સામાજિક સુધારણાની ઝુંબેશ ચલાવતાં જ્યોતીબા અને સાવિત્રી નિઃસંતાન હતાં, પરંતુ અનૌરસ બાળકો માટે અનાથાશ્રમ ચલાવતાં હતાં. ગરીબ અનાથ બાળકોનું પેટે જણ્યાની પેઠે જતન કરતાં. રોજ રાત્રે એ બાળકોને વહાલથી પંપાળીને હાલરડાં ગાઈને સુવાડતાં હતાં. પ્રસન્નતાનાં પુષ્પો | 23 Page #19 -------------------------------------------------------------------------- ________________ જ્યોતીબાની હત્યા કરવાના ઇરાદે આવેલા બે શક્તિશાળી હત્યારાઓ ઘરમાં દાખલ થયા. એમણે જોયું તો અનાથ, ગરીબ અને શ્રમજ્વીનાં બાળકોને આ પતિ-પત્ની અખૂટ વહાલપૂર્વક સુવાડતાં હતાં. જ્યોતીબાએ બંને મારાઓને પ્રવેશતા જોયા. એમને થયું કે કોઈ નિરક્ષર મજૂરો પત્ર વંચાવવા આવ્યા લાગે છે. આવી રીતે ઘણા મજૂરો જ્યોતીબા પાસે પત્ર વંચાવવા આવતા હતા. બોલ્યા, “ભાઈ, થોડી વાર બેસો. આ મારાં છોકરાં સૂઈ જવાની તૈયારીમાં છે, એ પછી તમારો પત્ર હું વાંચી દઈશ.” મારાઓ જ્યોતીબા પાસે બેઠા, કિંતુ આ દૃશ્ય જોઈને એમનું હૃદય પીગળી ગયું. એમણે જ્યોતીબા ફુલેનાં ચરણ પકડી લીધાં અને કહ્યું, “અમે તમારી હત્યા કરવા આવ્યા હતા. તમારી આવી દયાભાવના જોઈને અમને થાય છે કે તમારી હત્યા કરી હોત, તો કેટલાંય બાળકો અનાથ બની ગયાં હોત. ખોટે માર્ગે ચાલીને અમારા જેવા ખૂની અને હત્યારાં બન્યાં હોત. તમે અમને માફ કરો." જ્યોતીબાએ કહ્યું, “તમને એક જ શરતે માફ કરું કે તમે શિક્ષણ મેળવો અને આગળ વધો.” આ બંને હત્યારાઓએ જ્યોતીબાના કહેવા પ્રમાણે ભણવાનું શરૂ કર્યું. એમાંનો એક ક્ષમાના સાગર જ્યોતીબા ફુલેનો જીવનભરનો સાથી બની રહ્યો અને બીજાને એમણે કાશીમાં પંડિત થવા માટે મોકલ્યો. 24 D પ્રસન્નતાનાં પુષ્પો ૧૩ ઈશ્વર અહંકારને ખાય છે ! ધર્મજિજ્ઞાસુ રાજાના દરબારમાં અનેકવિધ ચર્ચાઓ થતી હતી. કોઈ વાર શાસ્ત્રના કોઈ સૂત્રના મર્મ કે રહસ્ય અંગે રાજા પ્રશ્ન પ્રસ્તુત કરતા, તો કોઈ વાર બુદ્ધિમાનોની કસોટી કરે એવી સમસ્યાઓ પૂછતા હતા. એક વાર રાજાએ સભાને ત્રણ પ્રશ્નો પૂછ્યા, “ઈશ્વર ક્યાં વસે છે ? શું ખાય છે ? અને શું કરે છે ?" રાજસભા મૂંઝવણમાં પડી ગઈ. પંડિતોએ ઈશ્વર અંગે જીવનભર ઘણી ચર્ચા-વિચારણા કરી હતી. ભક્તોએ એનું અહર્નિશ મહિમાગાન કર્યું હતું. સામાન્ય માનવીઓએ એના પરચા અને ચમત્કારોની કેટલીય વાતો કરી હતી, પરંતુ કોઈની પાસે આનો પ્રત્યુત્તર નહોતો. રાજસભામાં સન્નાટો છવાઈ ગયો, ત્યારે આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે એક સીધોસાદો કોઠાસૂઝ ધરાવતો અનુભવી માનવી ઊભો થયો. રાજાને થયું કે આવા કૂટપ્રશ્નોનો ઉકેલ આપવામાં ભલભલા પંડિતો નિષ્ફળ ગયા, ત્યાં આ વળી કઈ રીતે ઉત્તર આપશે ? રાજાએ એને પૂછ્યું, “બતાવ, ઈશ્વર ક્યાં વસે છે ?” અનુભવીએ કહ્યું, “મહારાજ, હું આપનો અતિથિ છું. અતિથિનું યોગ્ય સ્વાગત-સન્માન કરવું તે આપણી પ્રાચીન પરંપરા પ્રસન્નતાનાં પુષ્પો – 25 Page #20 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રથમ મારો આતિથ્ય-સત્કાર કરો, પછી આપના પ્રશ્નનો ઉત્તર આપીશ.” રાજાએ નમ્રતાથી આ અનુભવીને પૂછ્યું કે તેઓ ભોજનરૂપે શું ગ્રહણ કરશે. ત્યારે એણે કહ્યું, “મને એક કટોરીમાં દૂધ આપો.” કટોરીમાં દૂધ આવતાં પેલો માણસ એમાં આંગળી ફેરવવા લાગ્યો. રાજાને આશ્ચર્ય થયું અને એણે આવું કરવાનું કારણ પૂછયું, તો પેલા માણસે કહ્યું, “મહારાજ, હું આમાંથી માખણ કાઢી રહ્યો છું.” રાજાથી હસવું ખાળી શકાયું નહીં. એમણે કહ્યું, “અરે ભલાભાઈ, દૂધમાં આંગળી હલાવવાથી માખણ નહીં મળે. એને માટે તો દૂધને ગરમ કરીને મેળવણ નાખીને દહીં બનાવવું પડે, પછી એને ખૂબ ઝેરવવામાં આવે ત્યારે થોડું માખણ મળે.” તાણ પેલા માણસે કહ્યું, “મહારાજ , આ માખણની જેમ જ ઈશ્વર આ જગતમાં વ્યાપ્ત છે. તપ, ધ્યાન અને ચિંતન કરીએ તો જ એનો સાક્ષાત્કાર થાય. એના વિના એની કશી ભાળ મળે નહીં.” તો હવે તમને એ સમજાવવાનો નમ્ર અનુરોધ કરું છું કે આ ઈશ્વર શું ખાય છે ?” અનુભવીએ કહ્યું, “મહારાજ , આપના અગાઉના અને અત્યારના વર્તનમાં કેટલો ફેર પડી ગયો. અગાઉ આપને અહંકાર હતો. અત્યારે એ નષ્ટ થઈ ગયો. ઈશ્વર અહંકારને ખાય છે.” અને ઈશ્વર શું કરે છે ?” પેલા માણસે સરળતાથી પૂછ્યું, “મહારાજ , આપ આ પ્રશ્ન મને ગુરુ તરીકે પૂછી રહ્યા છો કે શિષ્યની પેઠે ?” “જે જ્ઞાન આપે તે ગુરુ. માટે તમે ગુરુ.” અનુભવીએ કહ્યું, “પણ તમે તો શિષ્ય થઈને સિંહાસન પર બેઠા છો અને હું ગુરુ હોવા છતાં જમીન પર તમારી સમક્ષ ખડો છું. ખરું ને !” રાજા તત્કાળ સિંહાસન પરથી ઊઠી ગયા અને એ અનુભવીને બેસાડ્યો અને પ્રશ્નના ઉત્તરની આશાએ એની સમક્ષ ઊભા રહ્યા. અનુભવીએ કહ્યું, “ઈશ્વર આ જ કરે છે. એ કોઈને સિંહાસન પર બેસાડે છે અને કોઈને સિંહાસન પરથી ઉઠાડી મૂકે છે. સારાં કર્મ કરનારને સુખ આપે છે અને અનિષ્ટ કાર્યો કરનારને સજા આપે છે.” રાજા સામાન્ય લાગતા અનુભવીના આ અસામાન્ય ઉત્તરોથી પ્રસન્ન થઈ ગયા. 26 | પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 27 Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ | સ્વરાજ્ય પછી ગાંધીજીને જેલમાં પૂરી દેશે ! સર લલ્લુભાઈ શામળદાસે કહ્યું, ‘મહાત્માજી તો સદાય રચનાત્મક પ્રવૃત્તિ કરતા આવ્યા છે. સ્વરાજ્ય મળ્યા પછી અન્ય કોઈ રચનાત્મક પ્રવૃત્તિ શરૂ કરશે.” આ સાંભળી જ્યોર્જ બર્નાર્ડ શૉના ચહેરા પર સ્મિત આવ્યું. એમણે કહ્યું, ના... ના. પછી તો સ્વરાજ્ય પછીની સરકારે તેમને જેલમાં પૂરી દેશે.” આટલું બોલીને અંગ્રેજ નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શૉના ખડખડાટ હાસ્યથી ખંડ ગાજી ઊઠ્યો. ભારતમાં સહકારી પ્રવૃત્તિના પિતા તરીકે ઓળખાતા સર લલ્લુભાઈ શામળદાસ મહેતાએ ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં સહકારી બેંક સ્થાપવામાં રસ લીધો હતો. ૧૯૧૪માં અખિલ ભારતીય સહકારી બેંક સ્થાપવામાં એમણે ભજવેલી સક્રિય ભૂમિકાને પરિણામે અંગ્રેજ સરકારે એમને સી.આઈ.ઈ.નો ખિતાબ આપ્યો હતો. ૧૯૦૮માં બોમ્બે લાઈફ ઇન્શ્યોરન્સ કંપની અને ૧૯૧૯માં સિંધિયા સ્ટીલ નેવિગેશન કંપની લિમિટેડની સ્થાપના કરી. એની પાછળનો એમનો ભાવ રાષ્ટ્રીય ભાવનાને ઉત્તેજન આપવાનો હતો. એમના આ કાર્ય માટે તેમને મહાત્મા ગાંધીજીએ આશીર્વચન પણ આપ્યા હતા. આવા સંસ્કૃત, પારસી, હિંદી અને વજ ભાષાના જાણકાર સર લલ્લુભાઈ શામળદાસ મહેતા એક વાર ઇંગ્લેન્ડના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસમાં એમને ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ નાટ્યલેખક, વિવેચક, વિચારક અને આગવી હાસ્યવૃત્તિ ધરાવનાર જ્યોર્જ બર્નાર્ડ શો સાથે મુલાકાત થઈ. એમની સાથે મહાત્મા ગાંધીજીની પ્રવૃત્તિઓ અંગે વાત નીકળી, ત્યારે જ્યોર્જ બર્નાર્ડ શૉએ એમની લાક્ષણિક જબાનમાં પૂછયું. - ‘આ મહાત્મા તમને સ્વરાજ તો મેળવી આપશે, પણ | સ્વરાજ્ય પછી તમે એ મહાત્માનું શું કરશો ?' 28 D પ્રસન્નતાનાં પુષ્પો પ્રસનતાનાં પુષ્પો 1 29. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સૂકું પાંદડું પડ્યું ને હૃદયમાંથી કશુંક ખર્યું ! જ્ઞાન ક્યારેક ગર્વનું નિમિત્ત બને છે. એક શિષ્ય ગુરુ પાસે શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો. એક પછી એક શાસ્ત્રોમાં પારંગત બનતો ગયો. જેમજેમ શાસ્ત્રજ્ઞાન વધતું ગયું, તેમતેમ એના અહંકારમાં વૃદ્ધિ થતી ગઈ. એ ગુરુ પાસે આવ્યો અને ગર્વભેર બોલ્યો, “ગુરુદેવ, હું સર્વ શાસ્ત્રોમાં પારંગત થયો છું. મને એમ લાગે છે કે હવે કોઈ શાસ્ત્રનો અભ્યાસ મારે માટે બાકી નથી રહ્યો. સઘળું શાસ્ત્રજ્ઞાન સંપાદિત કરી લીધું છે, એમ છતાં અધ્યયન કરવાનું કશું બાકી હોય, તો કહો.” ગુરુએ કહ્યું, “શિષ્ય, જ્ઞાનમાં ક્યારેય પૂર્ણવિરામ હોતું નથી. જેને શીખવું છે, એને સર્વ સ્થળેથી જ્ઞાન મળે છે.” એટલે ?" એનો અર્થ એટલો કે માત્ર ગ્રંથોમાં જ જ્ઞાન નિહિત નથી. આપણી આસપાસની સુષ્ટિ પણ જ્ઞાનનો ભંડાર છે. એના અવલોકનથી પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ.” અહંકારી શિષ્યને ગુરુની વાતથી નવાઈ ઊપજી, પરંતુ વિચાર્યું કે ગુરુએ કહ્યું છે તો લાવ, જરા સૃષ્ટિનું અવલોકન કરી લઉં. મારા જ્ઞાનસંચયમાં કશું બાકી ન રહેવું જોઈએ. શિષ્ય ગામના સીમાડે આવેલા વૃક્ષની નીચે બેઠો અને ચોપાસ અવલોકન કરવા લાગ્યો. એવામાં વૃક્ષ પરથી એક પાંદડું ખરીને નીચે પડ્યું. આ જોઈને શિષ્ય વિચારમાં ડૂબી ગયો અને આશ્રમમાં જઈને પોતાના સાથીઓને કહેવા લાગ્યો, “ઓહ ! મારું જીવન તો ધન્ય થઈ ગયું. કેવું મહાન જ્ઞાન મને પ્રાપ્ત થયું.” એના સહાધ્યાયીઓને એનો ઉત્સાહ જોઈને આશ્ચર્ય થયું એટલે એમણે પૂછયું, “તમે કયો ધર્મગ્રંથ વાંચ્યો અને તેમાંથી તમને કયું રહસ્ય લાગ્યું કે જેથી આટલા બધા પ્રસન્ન થઈ ગયા છો ?" શિષ્ય કહ્યું, “આ જ્ઞાન મને પુસ્તકની દુનિયામાંથી નહીં, પણ દુનિયાના પુસ્તકમાંથી મળ્યું છે. મેં એક વૃક્ષ પરથી પાંદડું નીચે પડતાં જોયું અને મને અપૂર્વ જ્ઞાન લાધી ગયું.” આ સાંભળીને સહાધ્યાયીઓ હસવા લાગ્યા. એમણે કહ્યું, અલ્યા, અમે તો રોજ સુકાયેલા પાંદડાને વૃક્ષ પરથી પડતું જોઈએ છીએ. એમાં વળી શી નવી વાત ને શું નવું જ્ઞાન ?” શિષ્ય કહ્યું, “વૃક્ષ પરથી સૂકું પાંદડું પડ્યું અને મારા હૃદયમાંથીય કશુંક ખર્યું. હું વિચારવા લાગ્યો કે આવતીકાલે હું પણ આ પાંદડાની માફક પડી જઈશ. વિલીન થઈ જઈશ. જો સુકાયેલા પાંદડાની જેમ જ મારે પણ પડવાનું હોય, તો પછી આટલો બધો અહંકાર અને અકડાઈ શા માટે ? પાંદડાને પડતું જોઈને મને મારી મૂર્ખતાનું ભાન થયું અને સમજાયું કે જ્ઞાનનો અહંકાર રાખવો એ સર્વથા વૃથા છે.” 30 આ પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 1 31 Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ | અરે ઈશ્વર ! તું શેતાનની ભાષા બોલે છે ! નૌકામાં બેસીને નદી પસાર કરતા ફકીરની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. નૌકામાં ત્રણેક એવા ટીખળી-તોફાની યુવાન સહપ્રવાસીઓ હતા કે જેમને ફકીરને હેરાન-પરેશાન કરવામાં અતિ આનંદ આવતો હતો. એમને માટે આ ગરીબ ફકીર મોજ-મજાક-મસ્તીનું માધ્યમ બની ગયો હતો. આથી આ તોફાનીઓ એને ક્યારેક અપશબ્દો કહે, તો ક્યારેક જાણીજોઈને ધક્કા મારે, છતાં ફકીર શાંતિથી સઘળું સહન કરતો હતો. પરંતુ હવે એની સહનશીલતાની હદ આવી ચૂકી હતી. ફકીર પ્રાર્થના કરવા બેઠો અને આ ટીખળીખોરોએ ઉત્પાત મચાવ્યો. એમણે પ્રાર્થનામાં તલ્લીન બનેલા ફકીરને ધક્કા મારવાનું શરૂ કર્યું, છતાં ફકીરે કશું ન કરતાં પોતાના જોડા કાઢીને એના માથા પર માર્યા. વિચાર્યું કે આમેય આ ફકીર સામાન્ય સંજોગોમાં કશો પ્રતિકાર કરતો નથી, તો પ્રાર્થના સમયે કઈ રીતે પ્રતિકાર કરશે ? તોફાનીઓને મોકળું મેદાન મળી ગયું અને ફકીરની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં. એવામાં આકાશવાણી થઈ, “મારા વહાલા ભક્ત, તું કહે તો નાવ ઊંધી વાળી દઉં. યુવાનોને બરાબર સબક શીખવી દઉં.” આકાશવાણી સાંભળીને પેલા ટીખળ-તોફાન કરતા યુવાનો ફેફડી ઊઠ્યા. એમને થયું કે હવે તો આવી બન્યું. આ ફકીર એમને જીવતા જવા દેશે નહીં. એમણે ફકીરનાં ચરણ પકડી લીધાં અને કહ્યું, “અમને માફ કરો. અમારાથી ભૂલ થઈ ગઈ. અમે તમારા જેવા મહાન પ્રભુભક્તને ઓળખી શક્યા નહીં.” ફકીરે પ્રાર્થના પૂરી કરી. આંખો ખોલીને ગભરાયેલા યુવકોને કહ્યું, “ભાઈ, તમે સહેજે ગભરાશો નહીં. હું નાવ ઊંધી વાળવાનું કહીશ નહીં.” ફકીરે આકાશ તરફ જોયું અને ઈશ્વરને કહ્યું, “અરે ઈશ્વર, તું પણ શેતાનની ભાષામાં બોલે છે. નાવ ઊંધી વાળી દેવાથી શું થવાનું? એ તો બદલાની વાત થઈ. આવું તે કરાતું હશે ભલા?” ગભરાયેલા યુવકોએ કહ્યું, “અરે, એમણે તો તમને મદદ કરવા માટે કહ્યું હતું.” ફકીરે કહ્યું, “ના, એવી કશી જરૂર નથી, નાવ ઊંધી વાળી દેવાથી શું થવાનું ? એને બદલે એણે તમારી બુદ્ધિ બદલી નાખવાનું કહેવું જોઈએ.” ફરી આકાશવાણી થઈ, “તારા પર ખૂબ પ્રસન્ન થયો છું, કારણ કે તે મારી ભાષા બરાબર જાણી લીધી છે. જે શેતાનની ભાષા ઓળખી શકે છે, એ જ મારી ભાષા સમજી શકે છે.” 32 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 33 Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૭ બળદની સેવા કે બુદ્ધનું પ્રવચન ? ખેડૂતની દ્વિધાનો પાર રહ્યો નહીં. કરવું શું ? એકાએક માથે આવી આફત આવશે એવી એણે કલ્પનાય કરી નહોતી. એણે ભગવાન બુદ્ધને પોતાના ગામમાં પધારવાનું નિમંત્રણ આપ્યું હતું અને ભગવાન બુદ્ધે સહજતાથી સ્વીકારીને ગામમાં પ્રવેશવાનો નિયત દિવસ પણ સૂચવી દીધો હતો. એ પછી, ખેડૂતે આવીને ગામલોકોને વાત કરી કે એના નિયંત્રણનો સ્વયં ભગવાન બુદ્ધે સ્વીકાર કર્યો છે અને તેઓ અમુક દિવસે ગામમાં પધારી રહ્યા છે. ગ્રામજનોના હર્ષનો પાર ન રહ્યો અને વિચારવા લાગ્યા કે આ તે કેવું મોટું સદ્ભાગ્ય ! સહુએ ભેગા મળીને ગામના સીમાડે વિશાળ વટવૃક્ષ નીચે ભગવાન બુદ્ધના પ્રવચનનું આયોજન કર્યું. ભગવાન બુદ્ધ આવ્યા અને ગામના પાદરે પ્રવચન આપવા ગયા, ત્યારે યજમાન ખેડૂતને માથે મોટી આફત તૂટી પડી. એનો બળદ એકાએક બીમાર પડ્યો અને તાવથી થરથર ધ્રૂજવા લાગ્યો. વેદનાથી જમીન પર આળોટવા લાગ્યો. ખેડૂત વિચારમાં પડ્યો કે બળદની સંભાળ લેવી કે ભગવાન બુદ્ધનું પ્રવચન સાંભળવું ? મનમાં સતત એમ થતું કે પોતે નિમંત્રણ આપ્યું અને પોતે જ પ્રવચન નહીં સાંભળી શકે ! એણે બળદની સારવાર કરી અને એનો પ્રાણ બચી ગયો. ખેડૂત ગામના સીમાડા તરફ દોડ્યો અને વટવૃક્ષ પાસે પહોંચ્યો 34 – પ્રસન્નતાનાં પુષ્પો ત્યારે ભગવાન બુદ્ધનું પ્રવચન પૂર્ણ થઈ ચૂક્યું હતું. ગ્રામજનોએ એને જોઈને હસી-મજાક કરી. કોઈએ ભગવાન બુદ્ધ સમક્ષ એવી ટીકા પણ કરી કે આ તે કેવો ખેડૂત, કે જેણે આપને ગામમાં પધારવાનું નિમંત્રણ આપ્યું અને એ પોતે જ પ્રવચન સમયે અદૃશ્ય થઈ ગયો ! વાહ રે વાહ ! છેક પ્રવચન પૂરું થયા પછી આવ્યો. કેવો સ્વાર્થી ગણાય ? ખેડૂતે બે હાથ જોડીને પોતાની મુશ્કેલીની વાત કરી. એ સાંભળી ભગવાન બુદ્ધે કહ્યું, “આ ખેડૂતે મારું પ્રવચન સાંભળવાને બદલે પોતાનું કર્તવ્ય નિભાવ્યું, તેનો અર્થ જ એ છે કે તે મારા વિચાર અને પ્રવચનના મૂળ તત્ત્વને યોગ્ય રીતે સમજી શક્યો છે. પ્રવચન સાંભળવા આવ્યો નહીં તે સારું કર્યું, કારણ કે જો એનો બળદ મરી ગયો હોત તો મારા પ્રવચનનું સઘળું શ્રવણ નિરર્થક બની ગયું હોત. મારા વિચારનું કશું મૂલ્ય રહ્યું ન હોત.” કોઈએ કહ્યું, “પણ એણે આપના વિચારો જાણવાનું તો ગુમાવ્યું ને ?” “ના. જ્ઞાનપ્રાપ્તિનો અર્થ જ એ છે કે પોતાના કર્તવ્યથી ભાગવું નહીં, પરંતુ એને યોગ્ય રીતે સમજીને પોતાની જવાબદારી નિભાવવી. પ્રત્યેક વ્યક્તિએ પોતાની વિવેકબુદ્ધિ મુજબ કાર્ય કરવું જોઈએ.” ગ્રામજનો ભગવાન બુદ્ધની વાતનો મર્મ સમજી ગયા. પ્રસન્નતાનાં પુષ્પો | 35 Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮ | નિષ્ફળતા માટે જવાબદાર પરમાત્મા ! ખેતરમાં ઘઉનો સરસ પાક લહેરાતો જોઈને ખેતરમાંથી પસાર થતા સંતે ખેડૂત પ્રતિ પ્રસન્નતા પ્રગટ કરતાં કહ્યું, “વાહ, કેવો સરસ પાક થયો છે. આ વર્ષે તારા પર ભગવાનની કૃપા અનરાધાર વરસી છે.” ખેડૂતે સંતને કહ્યું, “આમાં ભગવાનની કૃપાની વાત ક્યાં આવી ? મેં આકરી મહેનત કરીને ખેતર ખેડ્યું. એમાં વાવણી કરી. મંધી કિંમતનાં બી વાવ્યાં અને સમયસર ખાતર-પાણી આપ્યાં, એનું આ પરિણામ છે.” તારી વાત સાચી, પણ ભગવાનની કૃપાને કારણે જ તને સફળતા મળી ને !” સંતે કહ્યું. “ના મહારાજ, સારો પાક લેવા માટે મેં નથી રાત જોઈ કે નથી દિવસ જોયો. સતત આકરી મહેનત કરતો રહ્યો છું. આ તો મારા પરિશ્રમનું ફળ છે, પરમાત્માની કૃપાનું કારણ નથી.” સંતે કોઈ ઉત્તર આપ્યો નહીં, સ્મિત સાથે વિદાય લીધી. એકાદ વર્ષ બાદ ફરી સંત આ રસ્તેથી પસાર થતા હતા અને એમણે જોયું તો ખેતરમાં ખેડૂત લમણે હાથ મૂકીને ઊંડી નિરાશા સાથે બેઠો હતો. એનું ખેતર સાવ ઉજ્જડ લાગતું હતું. સંત એની પાસે ગયા અને સાંત્વના આપતાં કહ્યું, “ઓહ, ગયે વર્ષે સારો પાક થયો હતો, આ વર્ષે આવું કેમ ?” ખેડૂતે કહ્યું, “મહારાજ, શું કહું તમને ? ભગવાને મને તબાહ કરી નાખ્યો. મારી સઘળી મહેનત વ્યર્થ ગઈ. ભગવાને સર્જેલી ભયાનક આંધીએ મારા આખા પાકને બરબાદ કરી નાખ્યો.' સંતે કહ્યું, “આ અગાઉ હું આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે આવો સરસ પાક થયો, તેમાં ઈશ્વરની કૃપા પણ કારણરૂપ છે, ત્યારે તે મારી વાત સ્વીકારી નહોતી. મને કહ્યું હતું કે આ તો માત્ર ને માત્ર મારા પરિશ્રમનું ફળ છે. એમાં પરમાત્માની કૃપાનો કોઈ અંશ નથી. આજે જ્યારે તું બરબાદ થઈ ગયો છે, ત્યારે ભગવાનને દોષ આપે છે, તે કેવું ? સારા કાર્યનું શ્રેય તું એકલો જ લે છે અને કશુંક ખરાબ થાય તો બિચારા ભગવાનને દોષિત માને છે.” ખેડૂત વિચારમાં પડ્યો. સંતની વાત પણ સાચી હતી. કોઈ સારું કાર્ય થાય તો માણસ પોતે એ કાર્ય કર્યાનો અહંકાર અનુભવે છે અને કશું ખરાબ કે અઘટિત બને તો દોષનો વેપલો ઈશ્વરને શિરે મૂકે છે, આ તે કેવું ? 36 B પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 37 Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વર્ષોની વિધાસાધનાનો અર્થ શો ? ગંગાના ઘાટ પર આવેલા એક આશ્રમમાં શિષ્ય ગુરુને પૂછયું, “ગુરુદેવ, ઘણા દીર્ઘ સમયથી આપની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી રહ્યો છું. મારે એ જાણવું છે કે વિદ્યાપ્રાપ્તિનો હેતુ શો ? વિદ્યાવાનને લાભ શો ? આપ મને વિદ્યાનો મર્મ જણાવો.” ગુરુએ હસતાં-હસતાં કહ્યું, “એક દિવસ તમે જ સ્વયં વિદ્યાનો મર્મ જાણી લેશો, એનો અનુભવ પામશો.” એ પછી થોડા દિવસ બાદ રાત્રીના સમયે ગુરુએ શિષ્યને કહ્યું, “વત્સ, આ શાસ્ત્રગ્રંથને મારા અધ્યયનખંડની પાટ પર મૂકી આવ.” ગ્રંથ લઈને શિષ્ય ગુરુદેવના વિઘાખંડમાં ગયો અને તત્કાળ પાછો આવ્યો. એ ભયનો માર્યો ધ્રૂજતો હતો. ગુરુએ પૂછવું, “કેમ આટલો બધો ડરી ગયો છે ? શું થયું તને ?” શિષ્ય કહ્યું, “ગુરુદેવ, તમારા ખંડમાં તો સાપ છે. હું તો એને જોઈને જ ભયનો માર્યો છળી ગયો.” ગુરુએ કહ્યું, “પ્રિય શિષ્ય, ન હોય ! મારા ખંડમાં સાપ ક્યાંથી હોય ? આ તો તારો ભ્રમ હશે. ફરી ખંડમાં જ ઈને કોઈ મંત્રનો જાપ કરજે . સાપ હશે તો ભાગી જશે.” શિષ્ય પુનઃ અધ્યયનખંડમાં ગયો. એણે મંત્રનો જાપ કર્યો, પણ એનાથી કશું વળ્યું નહીં. સાપ એ જ સ્થાન પર અડોલ રહ્યો. એ ભયભીત થઈને થોડી વારે બહાર નીકળ્યો અને ગુરુને કહ્યું, મંત્રજાપ તો ઘણો કર્યો, પરંતુ સાપ ટસના મસ થતો નથી.” ગુરુએ કહ્યું, “ખેર, આ દીપક લઈને જા. દીપકના અજવાળાને જોઈને સાપ નાસી જશે.” શિષ્ય દીપક લઈને અધ્યયનખંડમાં ગયો, તો ત્યાં સાપ નહોતો. જેને એ સાપ માનતો હતો એ તો લટકતું દોરડું હતું. અંધકારને કારણે એને એ દોરડાનો ટુકડો સાપ જેવો લાગ્યો હતો. બહાર આવીને શિષ્ય ગુરુને કહ્યું, “ગુરુવર, એ સાપ નહીં, પણ દોરડાનો ટુકડો છે. મારો એ ભ્રમ હતો. અંધકારને કારણે મેં એને સાપ માની લીધો.” ગુરુએ કહ્યું, “વત્સ, આવા કેટલાય ભ્રમોની જાળમાં જગત સપડાયેલું છે. જ્ઞાનના પ્રકાશથી જ આ ભ્રમજાળને દૂર કરી શકાય છે. અજ્ઞાનતા એ અનેક ભ્રમોની જનની છે અને જ્ઞાનદીપકના પ્રકાશના અભાવે આપણે આવા અનેક ભ્રમો, ખ્યાલો, વહેમો અને માન્યતાઓને પાળીએ-પોષીએ છીએ, જ્યાં સુધી જ્ઞાનરૂપી આંતરિક દીપકનો પ્રકાશ પ્રજ્વલિત કરવામાં આવતો નથી, ત્યાં સુધી ભ્રમજાળમાંથી મુક્તિ શક્ય બનતી નથી.” 38 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 39 Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦ દેહ અમર નથી, તો કૂંડાં કઈ રીતે હોય ? પણ ખરો કે જ્યાં આ દેહ અમર નથી, ત્યાં આ કૂંડાં કઈ રીતે અમર હોય ? એ પણ તૂટશે, ફૂટશે, ભાંગી જશે. એમાંના છોડ સુકાશે અને પુષ્પો ખરી પડશે. માટે જરા વિચાર કર.” રાજા કોઈનીય વાત કાને ધરવા તૈયાર નહોતો. એટલે સંતે કહ્યું, “મને એ સ્થાન બતાવ કે જ્યાં તેં આ બધાં કૂંડાંઓ રાખ્યાં સુવાસિત પુષ્પોની રાજાને એટલી બધી ચાહના હતી કે રાજમહેલમાં પોતાના શયનખંડની બહાર પુષ્પોનાં પચીસ જેટલાં કૂંડાં રાખતો હતો. પ્રાત:કાળે ઊઠતાંની સાથે જ એ આ કૂંડાંમાં ખીલેલાં પુષ્પોને જોઈને અપાર આનંદ અનુભવતો હતો. કૂંડાંઓની સંભાળ લેવા માટે એક ખાસ માળી રાખ્યો હતો અને તાકીદ કરી હતી કે આ કૂંડાંમાં રહેલા છોડને સમયસર પાણી-ખાતર આપવા અને એને જીવની માફક જતનથી જાળવવાં. બન્યું એવું કે એક દિવસ માળીથી એક ડું તૂટી ગયું અને રાજાનો કોપ ફાટી નીકળ્યો. એમણે તરત જ માળીને સજા કરતાં કહ્યું કે, બે મહિના બાદ તને ફાંસી આપવામાં આવશે. મંત્રીએ રાજાને સમજાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ પુષ્મપ્રેમી રાજા પોતાના ફેંસલામાં દઢ રહ્યો. એ પછી રાજાએ નગરમાં ઢંઢેરો પિટાવ્યો કે આ તૂટેલા કુંડાની કોઈ મરામત કરીને એને આખું કરી આપે, તો રાજા એને મોં માગ્યું ઇનામ આપશે. કેટલાક લોકોએ નસીબ અજમાવવા પ્રયત્ન કર્યો, પરંતુ એમને નિષ્ફળતા મળી. આ સમયે નગરમાં આવેલા સંતે તૂટેલા કૂંડાની વાત જાણી અને સાથે કોપાયમાન રાજાનો હુકમ પણ સાંભળ્યો. સંત રાજ દરબારમાં ગયા અને બોલ્યા, “રાજનું, તારા તૂટેલા કુંડાને જોડવાની જવાબદારી હું લઉં છું, પરંતુ સાથોસાથ તને કહું છું રાજા અને સંત એ સ્થાન પર ગયા અને સંતે લાકડી લઈને એક પછી એક કૂંડાં તોડી નાખ્યાં. પહેલાં તો રાજાએ માન્યું કે આ કૂંડાં જોડવા માટેની વિધિ હશે. તોડીને જોડવાનું કોઈ નવું વિજ્ઞાન હશે. પણ પછી ખ્યાલ આવ્યો કે આ સંતે તો સઘળાં કુંડાં તોડી નાખ્યાં છે. ગુસ્સે ભરાઈને રાજાએ પૂછયું, “અરે, આ તમે શું કર્યું ? આવું કરવાનું કારણ શું ?” સંતે હસતાં-હસતાં કહ્યું, “રાજનું, આમ કરીને મેં ચોવીસ માણસોનો પ્રાણ બચાવ્યો છે. એક કૂડું તૂટે તો એકને ફાંસી મળે . આ ચોવીસે કૂંડાં કોઈ ને કોઈને હાથે તૂટવાનાં હતાં, તેથી ચોવીસને ફાંસી મળી હોત. મેં જ એ તોડીને ચોવીસ વ્યક્તિઓના પ્રાણ બચાવ્યા છે.” રાજાને સમજાયું કે આ કૂંડાં કોઈ ને કોઈ રીતે તો તૂટવાનાં જ હતાં. એક ફંડું તૂટી જાય એટલે કોઈને ફાંસીની સજા અપાય નહીં. પોતાની ભૂલ સમજાતાં રાજાએ માળીને કરેલો ફાંસીની સજાનો હુકમ રદ કર્યો. 0 D પ્રસન્નતાનાં પુષ્પો પ્રસનતાનાં પુષ્પો [ 41. Page #28 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિને શાંત કરવા પૈર્ય જોઈએ ભગવાન બુદ્ધ એમના મુખ્ય શિષ્ય ભિખુ આનંદ સાથે વિહાર કરતા હતા. આજુબાજુ માત્ર સપાટ મેદાનો હતાં. દૂર-દૂર સુધી એ સિવાય કશું દેખાતું ન હતું. ધર્મવાર્તા કરતાં-કરતાં વિહારમાં ઘણો લાંબો સમય વ્યતીત થઈ ગયો. રસ્તામાં ક્યાંય પાણી મળ્યું નહીં. ભગવાન બુદ્ધ અત્યંત તૃષાતુર થઈ ગયા. એમણે શિષ્ય આનંદને કહ્યું, “વત્સ, ક્યાંકથી થોડું પાણી લઈ આવો, જેથી હું મારી તૃષા છિપાવી શકું.” પાણી લેવા માટે ભિખુ આનંદ થોડે દૂર આવેલા નદીના કિનારા સમીપ ગયા. થોડા સમય પહેલાં જ નદીના પ્રવાહમાંથી એક ગાડું પસાર થઈ ગયું હોવાથી પાણી અત્યંત મલિન થઈ ગયું હતું. આવું મલિન પાણી ગુરુને માટે કઈ રીતે લઈ જવાય ? આથી આનંદ પાણી લીધા વિના પાછા ફર્યા. ભગવાન બુદ્ધ સમક્ષ ભિખુ આનંદે આ વાત કરી ત્યારે ભગવાન બુદ્ધ પુનઃ કહ્યું, “જાવ, હવે ફરી એ કિનારે જઈને પાણી લઈ આવો.” ભિખુ આનંદ બીજી વાર ગયા. જોયું તો પાણી અગાઉ જેટલું મલિન અને ડહોળું નહોતું, પણ અસ્વચ્છ હતું. એમાં ઘણો કચરો હોવાથી પાણી લીધા વિના જ પાછા ફર્યા. થોડી વારે ભગવાન બુદ્ધ પાસે પહોંચ્યા અને કહ્યું, “હજી નદીનું પાણી ચોખ્ખું થયું નથી. કચરાવાળું પાણી સહેજે પિવાય તેવું નથી.” વળી થોડી વાર પછી ભગવાન બુદ્ધ આનંદને એ જ નદીના કિનારા પરથી પાણી લાવવાનું કહ્યું. આનંદ ત્યાં ગયા અને જોયું તો સૂર્યનાં કિરણોમાં નદીનું સ્વચ્છ અને નિર્મળ જળ ચમકી રહ્યું હતું. એમાં કચરો કે ગંદકીનું નામોનિશાન નહોતું. ભિખુ આનંદ શુદ્ધ જળ જોઈને નાચી ઊઠયા, એમણે વિચાર્યું કે આ નિર્મળ પાણી લઈ લઉં, એનાથી ગુરુની તૃષા છીપશે. ભિખુ આનંદ ભગવાન બુદ્ધ પાસે આવ્યા અને પાણીનું પાત્ર ધર્યું. બુદ્ધ પૂછયું, “કેમ ! અંતે એ જ જગ્યાએથી શુદ્ધ પાણી મળ્યું ને ?” ભિખુ આનંદે સ્વીકારમાં મસ્તક હલાવ્યું. ત્યારે ભગવાન બુદ્ધ મર્મ સમજાવતાં કહ્યું, “આપણા જીવનને વિચારોનાં ગાડાં પ્રતિદિન મલિન કરે છે અને આપણે આવા વિચારોથી દૂર નાસી છૂટવાની કોશિશ કરીએ છીએ. દૂર નાસી જવાને બદલે એ સ્વચ્છ થાય ત્યાં સુધી પ્રતીક્ષા કરીએ, તો જ જીવન સાર્થક થઈ જાય, આપણા જીવનપ્રવાહને આપણી વૃત્તિઓ અને લાલસાઓ મલિન કરે છે. એને કારણે ચિત્ત ઉદ્વિગ્ન રહે છે. એ ચિત્તને શાંત કરવા માટે ધૈર્ય જોઈએ.” “સાચી વાત છે આપની.” ભિખુ આનંદે કહ્યું. પ્રિય શિષ્ય ! તમે બે વખત ગયા, ત્યારે પાણી મલિન હતું. તમે બૈર્ય ધારણ કર્યું. વૃત્તિઓને શાંત કરી, અને પરિણામે જ સ્વચ્છ , નિર્મળ જળ મેળવી શક્યા. જીવનનાં નીર ગુસ્સા કે આપત્તિથી ડહોળાય, ત્યારે એને શુદ્ધ કરવા બૈર્ય રાખવું જોઈએ.” 42 D પ્રસન્નતાનાં પુષ્પો પ્રસનતાનાં પુષ્પો [ 43 Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રસિદ્ધિથી દાન ઝંખવાય છે કરાંચીમાં આવેલા જનચકિત્સાલયમાં વધુ સાધનસામગ્રી વસાવવાની હતી અને એની સુવિધાઓને વધુ બહેતર બનાવવાની હતી, તેથી એની પ્રબંધસમિતિના સભ્યો ફાળો ઉઘરાવવા માટે નીકળ્યા. એ સમયે જમશેદજી મેહતા કરાંચીના પ્રસિદ્ધ વેપારી અને સમાજસેવક હતા. એમની પાસે સમિતિના સભ્યો ફાળો ઉઘરાવવા ગયા અને એમાંના એક સભ્યે વિનંતી કરી. “અમે જનચિકિત્સાલયની આરોગ્ય સેવાઓ વધુ સારી બનાવવા માગીએ છીએ તેથી ફાળો ઉઘરાવીએ છીએ. વળી અમારી પ્રબંધ સમિતિએ એવો નિર્ણય કર્યો છે કે જે દસ હજાર રૂપિયાનું દાન આપશે, એનું નામ હૉસ્પિટલના મુખ્ય દ્વાર પરની તકતીમાં મોટા અક્ષરે લખવામાં આવશે. અમે ઇચ્છીએ છીએ કે આપ આટલું દાન આપો અને આપનું નામ તકતી પર લાગે.” જમશેદજી મેહતાએ આ સભ્યોને બેસવાની વિનંતી કરી અને પછી પોતાની તિજોરીમાંથી રૂપિયાનાં બંડલો કાઢીને એમની સમક્ષ મૂક્યાં. પ્રબંધ સમિતિના સભ્યો એ ૨કમ ગણવા લાગ્યા, તો તે નવ હજાર નવસોને પચાસ રૂપિયા હતા. બધા સભ્યો એકબીજા સામે જોવા લાગ્યા. એમને થયું કે કદાચ જમશેદજી મેહતા આપણી વાત પૂરેપૂરી સમજી શક્યા નથી, તેથી મુખ્ય વ્યક્તિએ થોડા સંકોચ સાથે કહ્યું, ‘આપે ૯,૯૫૦ રૂપિયા આપ્યા છે. જો માત્ર પચાસ રૂપિયા 44 D પ્રસન્નતાનાં પુષ્પો આપો તો પૂરા દસ હજાર થઈ જાય અને હૉસ્પિટલના મુખ્ય દ્વારની તકતી પર મુખ્ય દાતા તરીકે અમે આપનું શોભાયમાન નામ મૂકી શકીએ.’ જમશેદજી મેહતાએ નમ્રતાથી કહ્યું, “મારે માટે આટલી ૨કમ અને આટલું દાન એ ઉત્તમ છે. હું પૂરા દસ હજાર રૂપિયા આપીને મારા દાનનું વિજ્ઞાપન કરવા માગતો નથી. વિજ્ઞાપનથી દાનનું મહત્ત્વ નષ્ટ થાય છે.” એક સભ્યે વળતો સવાલ કર્યો, “એમાં શું ? એનાથી તો લોકોને દાન આપવાની પ્રેરણા થાય.” જમશેદજી મેહતાએ કહ્યું, “જુઓ, તમારો ઉદ્દેશ દાન કે દાતા નથી, પણ ચિકિત્સાલયની સુવિધા અને દર્દીઓને રાહત છે. જો તમે દાનનો જ પ્રચાર કર્યા કરશો, તો નિર્ધન વ્યક્તિઓને ત્યાગ અને સેવા કરવાની પ્રેરણા કઈ રીતે અને ક્યાંથી મળશે ? તેઓ ઓછી ૨કમ આપતાં સંકોચ અનુભવશે. સાચી વાત તો એ છે કે નિઃસ્વાર્થ સેવામાં જે આનંદ છે, તેવો પથ્થર પર નામ લખાવવામાં નથી.” જમશેદજી મેહતાની વાત સાંભળીને પ્રબંધ સમિતિના સભ્યો પર એમના વિચારોમાં રહેલી ભાવનાનો ઊંડો પ્રભાવ પડ્યો. પ્રસન્નતાનાં પુષ્પો 7 45 Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ગરીબનું ભિક્ષાપાત્ર અક્ષયપાત્ર બની ગયું ! ચોતરફ દુષ્કાળના ઓળા પથરાયા હતા. પ્રજા અન્નના એક-એક દાણા માટે વલખાં મારતી હતી. દુષ્કાળના ખપ્પરમાં કેટલાય માનવીઓ ભોગ બની ચૂક્યા હતા. ચોતરફ ઘાસચારાના અભાવે મૃત પ્રાણીઓનાં હાડપિંજર દૃષ્ટિગોચર થતાં હતાં. કરુણાસાગર ભગવાન બુદ્ધથી દુષ્કાળની આ વિદારક પરિસ્થિતિ સહન થતી નહોતી. એમણે રાજા, શ્રેષ્ઠી સહિત સહુ નગરજનોને એકત્રિત કર્યા અને દુષ્કાળની યાતના હળવી કરવા માટે કોઈ વ્યવસ્થા કરવા કહ્યું. નગરના સમૃદ્ધ વેપારીએ કહ્યું, “દુષ્કાળનું દુઃખ આપણે જોઈ શકતા નથી તે સાચું છે, પરંતુ એના નિવારણ માટે આપણી પાસે ધન કે અન્ન નથી. હું મારું તમામ સંચિત ધન અને અનાજ આપી દેવા તૈયાર છું, પરંતુ એ એટલું નથી કે જેનાથી એક સપ્તાહ સુધી તમામ નગરજનોના ભોજનનો પ્રબંધ થઈ શકે." ભગવાન બુદ્ધની દૃષ્ટિ નગરશેઠ પર પડી. એમણે કહ્યું, “આપ આજ્ઞા આપો તો હું મારા પૂર્વજોની અને મેં સંચિત કરેલી સઘળી ધનરાશિ સમર્પિત કરી દઉં, પણ તેથી શું ? એનાથી નગરજનોને માંડ પખવાડિયું પણ ભોજન આપી શકાશે નહીં.” સ્વયં રાજાએ પણ પોતાની અસમર્થતા પ્રગટ કરી. સભામાં ખામોશી છવાઈ ગઈ. બધા માથું નમાવીને હતાશ થઈને બેસી રહ્યા. આ સમયે સહુથી પાછળ બેઠેલી મેલાંઘેલાં વસ્ત્રોવાળી એક ગરીબ મહિલા ઊભી થઈ અને હાથ જોડીને બોલી, “પ્રભુ આજ્ઞા 46 – પ્રસન્નતાનાં પુષ્પો આપે તો હું નગરના તમામ દુષ્કાળ પીડિતોને ભોજન કરાવી શકીશ.” સહુએ એ ગરીબ નારીને જોઈ. કેટલાકે એની ઠઠ્ઠા-મજાક કરી, તો કોઈએ ગુસ્સે ભરાઈને એને પૂછ્યું પણ ખરું, “તારી પાસે તો કોઈ મોટો ખજાનો હોય, એમ લાગે છે. એમાંથી તું બધાને ભોજન કરાવીશ, ખરું ને !' આખી સભા ગરીબ નારી પર ફિટકાર વરસાવતી હતી, ત્યારે ભગવાન બુદ્ધ એને જોઈને પ્રસન્નતા અનુભવતા હતા. તેઓ જાણતા હતા કે વેપારી, નગરશેઠ અને રાજાના સહિયારા પ્રયાસો પણ જે કામ કરી શકે તેમ નથી, એ કામ સાચા હૃદયથી સેવા કરવા માટે તત્પર જનસેવક જ કરી શકે તેમ છે . તે મહિલા ભલે ગરીબ હોય, પરંતુ એનામાં સાહસ અને સંકટની સામે લડવાની અનોખી તાલાવેલી છે. બીજા સહુએ હતાશા પ્રગટ કરી, ત્યારે આ મહિલાએ આશા અને આત્મવિશ્વાસ સાથે દુષ્કાળનિવારણની હામ ભીડી. સભાજનોની શંકા કે સંશયની પરવા કર્યા વિના એ મહિલાએ કહ્યું, “હું તો ઈશ્વરકૃપાને આધારે પ્રયાસ કરીશ. મારું કર્તવ્ય તો પ્રયાસ કરવાનું છે. મારો ધનભંડાર તો આપ સહુના ઘરમાં છે. આપની ઉદારતાથી જ મારું ભિક્ષાપાત્ર અક્ષયપાત્ર બનશે." એ સામાન્ય નારી જ્યાં જ્યાં ભિક્ષા લેવા ગઈ, ત્યાં-ત્યાં લોકોએ પોતાનો ધનભંડાર ખુલ્લો મૂકી દીધો અને જ્યાં સુધી ખેતરોમાં ફરી અન્ન ઊગ્યું નહીં, ત્યાં સુધી આ સામાન્ય ગરીબ નારી નગરજનોને ભોજન આપતી રહી. પ્રસન્નતાનાં પુષ્પો C 47 Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪ | બીજાના દીપકના અજવાળે ચાલશો નહીં ગુરુએ કહ્યું, “વત્સ, થોડે સુધી મેં પ્રગટાવેલા દીપકના અજવાળે તું ચાલે, તે બરાબર છે. પણ આગળના માર્ગને પ્રકાશિત કરવા માટે તારે સ્વયં દીપક પ્રગટાવવાનો રહેશે. બીજાએ પ્રગટાવેલા દીપકના અજવાળે આખી જિંદગી ચાલવાનું ન હોય.” શિષ્ય પૂછ્યું, “પોતે જ પોતાનો દીપક પ્રગટાવે તો શું થાય?” ગુરએ કહ્યું, “એ દીપક એવો હશે કે જે કોઈ છીનવી શક્ય નહીં અને બુઝાવી પણ શકશે નહીં. પોતાનો દીપક એ જ પોતાના સાધનામાર્ગનું સર્વોત્તમ પાથેય છે.” શિષ્ય ગુરુનાં વચનનો સંકેત પામી ગયો. ગુરુ અને શિષ્ય ગહન જ્ઞાનચર્ચામાં ડૂબી ગયા હતા. ગુરુ ગ્રંથોનું રહસ્ય સમજાવતા હતા અને શિષ્ય એકધ્યાને જ્ઞાનામૃતનું પાન કરતો હતો. ગુરુમાં જ્ઞાન આપવાની વૃત્તિ હતી અને શિષ્યમાં જ્ઞાન ઝીલવાની આતુરતા હતી. સમય વીતતો ગયો, સૂર્ય અસ્તાચલ પરથી વિદાય લીધી. રાતનું અંધારું પથરાવા લાગ્યું. મધરાત પણ વીતી ગઈ અને ગાઢ અંધકાર ફેલાઈ ગયો. જ્ઞાનચર્ચા પૂર્ણ થતાં શિષ્ય ગુરુની વિદાય માગી અને કહ્યું, ગુરુદેવ, કૃપા કરીને મને એક દીપક આપો, કે જેને કારણે હું આસાનીથી આ અંધારી રાતમાં મારી કુટિર સુધી પહોંચી શકું.” ગુરુએ દીપક પ્રગટાવ્યો અને શિષ્યના હાથમાં મૂક્યો. શિષ્ય વિદાય લીધી, તો ગુરુ એની પાછળ પડછાયાની જેમ ચાલવા લાગ્યા. શિષ્યને પારાવાર આશ્ચર્ય થયું. શા માટે ગુરુ આ રીતે પોતાની પાછળ આવી રહ્યા છે ? શિષ્ય એની કુટિરથી થોડે દૂર હતો, ત્યાં જ પાછળ ચાલતા ગુરુએ આગળ આવીને ફૂંક મારીને દીપક બુઝાવી નાખ્યો. શિષ્યને અપાર આશ્ચર્ય થયું. ગુરુએ શા માટે આવું કર્યું? એણે પૂછ્યું, “ગુરુદેવ ! આપે જ દીપક પ્રગટાવીને આપ્યો હતો અને આપે જ શા માટે દીપક બુઝાવી નાખ્યો ?” 18 D પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 49 Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ધર્મ અને કર્મ પોતાનાં, બાકી બધું બીજાનું ! લાંબા સમયથી ચિત્તને ઘેરીને બેઠેલી ચિંતા લઈને રાજા સંત બાબા ગરીબદાસ પાસે આવ્યા. રાજાને સતત એક સવાલ મૂંઝવતો હતો કે પોતે આટલો પ્રામાણિક, દાની અને પ્રજાકલ્યાણ માટે પરિશ્રમી છે, તેમ છતાં પ્રજા કેમ એને ચાહતી નથી ? શા માટે એ પ્રજામાં અતિ અપ્રિય છે ? હકીકત એ હતી કે રાજા કારભાર ચલાવવામાં અતિ કુશળ હતો, પરંતુ એનામાં પ્રચંડ અહંકાર હતો. એનો અહંકાર પ્રત્યેક કાર્યમાં ડોકિયું કર્યા વગર રહેતો નહીં. આથી જનસમૂહમાં અપ્રિય બની ગયો હતો. મનમાં થતું પણ ખરું કે પ્રજાની એકેએક મુશ્કેલીનું ધ્યાન રાખું છું. એમની સઘળી આવશ્યકતાઓ પૂર્ણ કરવા માટે રાતદિવસ પ્રયાસ કરું છું, તેમ છતાં પ્રજા શા માટે મારા પર પ્રસન્ન નથી ? શા માટે રાજમાર્ગ પરથી રાજસવારી પસાર થાય, ત્યારે પ્રજા આનંદ-ઉલ્લાસભેર વધાવતી નથી ? શા માટે રાજના બુદ્ધિમાનો એની કાર્યકુશળતાને સન્માનતા નથી ? પોતાની આ મૂંઝવણ સંત બાબા ગરીબદાસ સમક્ષ એણે રજૂ કરી અને સાથોસાથ ભીતરમાં પડેલું એનું અભિમાન ડોકિયાં ર્યા વિના રહી શક્યું નહીં. એણે કહ્યું, “બાબા, કોઈ પણ ચીજવસ્તુની જરૂર હોય તો મને નિઃસંકોચ કહેજો . ચપટી વગાડતાં તમારી સમક્ષ હાજર કરી દઈશ.” રાજાના શબ્દોમાં છલકાતું હૃદયમાં પડેલું અભિમાન સંત પામી ગયા, તેથી એમણે કહ્યું, “રાજનું, સંતને શેની જરૂર હોય? સંત પાસે તો આખી સૃષ્ટિનો પ્રેમ હોય છે. કોઈ એવી ચીજવસ્તુ નથી કે જેની મારે જરૂર હોય, વળી તમારી પાસે એવું પોતાનું છે પણ શું, કે જે તમે મને આપી શકો ?” રાજાએ ગર્વથી કહ્યું, “મારી પાસે ! આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી, જે મારી પાસે ન હોય? મારો રાજભંડાર ધાન્ય અને સંપત્તિથી એટલો ભરપૂર છે કે મને ખુદને ખબર નથી કે એમાં કેટલું ધાન્ય અને કેટલું ધન છે !” સંતે કહ્યું, “રાજન, શું આ ધન-ધાન્ય તમારાં છે ? ધન પ્રજાએ આપ્યું અને ધાન્ય ધરતીએ. વળી પ્રજાને કારણે તમે રાજા છો. આથી રાજપાટ એ તો પ્રજાએ તમને આપેલી ભેટ છે. આ તમારું શરીર અને સૌંદર્ય પણ બીજાનું છે. એ તમારાં માતાપિતાએ તમને આપ્યું છે. આમાં તમારું છે શું ?” રાજાના અહંકાર પર પ્રબળ આઘાત થયો. એણે સંતને નમ્ર બનીને પૂછયું, “તો પછી આ જગતમાં મારું શું છે ?” “ કેવળ ધર્મ. ધર્મપાલન કરીને તું પ્રજાસેવા કરીશ, તો તને તારી પ્રજાનો પ્રેમ મળશે અને યુગો સુધી ટકી રહે એવી કીર્તિ મળશે. માત્ર ધર્મ અને કર્મ જ તારાં છે. બાકીની બધી તો આવન-જાવન છે.” તો આપ મને મારા ધર્મ અને કર્મનું જ્ઞાન આપો.”, 50 g પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 51 Page #33 -------------------------------------------------------------------------- ________________ સંત પાસેથી ધર્મનું જ્ઞાન મેળવતાં રાજાનું અભિમાન ઓગળી ગયું અને એને સ્વયં પોતાની મર્યાદાનો ખ્યાલ આવ્યો. એણે વિદાય લેતી વખતે સંતને કહ્યું, “આપની વાતને બરાબર ધ્યાનમાં રાખીશ. મારો ખોટો અહંકાર તજી દઈશ. હવે મારા શાસનમાં ધર્મનું મહત્ત્વ કરીશ અને મારા કર્મથી પ્રજાની સેવા કરીશ.”. 52 D પ્રસન્નતાનાં પુષ્પો ૨૬ પ્રકૃતિ ગુણો પ્રગટ કરે છે ! એક ગામડામાં બે સ્ત્રીઓ સમાન વ્યવસાય કરતી હતી. બન્ને ગામમાં દૂધ વેચતી હતી અને એકબીજાથી પરિચિત હતી. આમાં એક સ્ત્રીની પાસે પાંચ ગાય હતી, જ્યારે બીજી સ્ત્રીની પાસે માત્ર એક જ ગાય હતી. બન્યું એવું કે પાંચ ગાય ધરાવતી સ્ત્રી નાણાંભીડમાં આવી એટલે એ બીજી સ્ત્રી પાસે ઉધાર લેવા ગઈ. એણે થોડા રૂપિયા ઉધાર લીધા અને પછી જાણે વાત જ ભૂલી ગઈ ! આમ કરતાં ઘણો લાંબો સમય વીતી ગયો. એક ગાય ધરાવનારી સ્ત્રીએ એક વર્ષ બાદ નાછૂટકે પોતાના ઉછીના પૈસાની ઉઘરાણી કરી, ત્યારે બીજી સ્ત્રીએ કહ્યું, “અરે ! તું તો સાવ ગળેપડું છે, મેં ક્યાં તારા પૈસા ક્યારેય ઉછીના લીધા છે ?” આ વાત સાંભળી એક ગાય ધરાવનારી સ્ત્રી તો સ્તબ્ધ થઈ ગઈ. એણે અદાલતમાં ફરિયાદ કરી. ન્યાયાધીશે બંને સ્ત્રીઓને બોલાવી, ત્યારે દેવું કરનારી સ્ત્રીએ કહ્યું, “માનનીય ન્યાયમૂર્તિશ્રી, મારી પાસે પાંચ ગાય છે અને આની પાસે માત્ર એક જ ગાય છે. હવે આપ જ ન્યાય કરો કે જેની પાસે પાંચ ગાય હોય, એ કંઈ એક ગાય ધરાવનારી પાસેથી પૈસા ઉછીના લે કે એને પૈસા આપે?” એક ગાય ધરાવનારી સ્ત્રીએ ન્યાયાલયને ન્યાય કરવાની વિનંતી કરતાં કહ્યું, “આ સ્ત્રીને એણે પોતે બચત કરેલી રકમ આપી હતી, પણ હવે એ નામક્કર જાય છે.” પ્રસન્નતાનાં પુષ્પો − 53 Page #34 -------------------------------------------------------------------------- ________________ જે ખોયું, તેને રડવું નહીં ન્યાયાધીશે બીજે દિવસે નિર્ણય જાહેર કરવાનું નક્કી કર્યું. બન્ને સ્ત્રીઓ ન્યાયાલયમાં આવી ત્યારે બહાર પાંચ ગાય ધરાવનારી સ્ત્રીને માટે પાણીના પાંચ લોટા રાખ્યા અને એક ગાય ધરાવનારી સ્ત્રીને માટે એક લોટો રાખ્યો. | ન્યાયાધીશે સુચના આપી હતી કે પાણીથી હાથપગ બરાબર ધોઈને બંનેએ ન્યાયાલયમાં પ્રવેશ કરવો. કરજ લેનારી સ્ત્રીએ ધડાધડ એક પછી એક લોટા ઠાલવીને હાથપગ ધોવા માંડ્યા. ઘણું પાણી એમ ને એમ ઢોળાઈ ગયું. પાંચ લોટાનું પાણી પણ એને માટે પૂરતું થયું નહીં. બીજી સ્ત્રીએ ખુબ ચીવટથી હાથ અને પગ સાફ કર્યા અને થોડું પાણી બચાવ્યું પણ ખરું. ન્યાયાધીશ ધ્યાનથી બંને સ્ત્રીઓની વર્તણૂક જોતા હતા અને એમણે જાણી લીધું કે પાંચ ગાય ધરાવતી સ્ત્રીએ રકમ ઉછીની લીધી હોવી જોઈએ. એમણે પોતાનો ફેંસલો આપતાં કહ્યું, કરજ લેનારી પાંચ ગાય ધરાવતી સ્ત્રી ખૂબ ખર્ચાળ છે. આટલું બધું દૂધ મળતું હોવા છતાં એના બેફામ ખર્ચાને કારણે એ દેવામાં રહેતી હશે, જ્યારે બીજી સ્ત્રીએ લોટામાં રહેલા પાણીથી હાથ-પગ ધોયા અને વળી થોડું પાણી બચાવ્યું પણ ખરું. એ ઓછો ખર્ચ કરનારી મિતવ્યયી સ્વભાવની લાગે છે અને એટલે જ એ બચત કરેલી રકમ ઉધાર આપી શકી હશે.” આમ બંને સ્ત્રીઓની પ્રકૃતિની ઓળખ મેળવીને ન્યાયાધીશે પોતાનો ન્યાય આપ્યો. જાળમાં ફસાયેલી ચકલીને પકડીને શિકારી એને મારી નાખવા મથામણ કરતો હતો, ત્યાં ચકલીએ આજીજી કરતાં કહ્યું, “મને મારીશ નહીં, મને છોડી દે.” શિકારી કોઈ પણ સંયોગોમાં ચકલીને મુક્ત કરવા તૈયાર નહોતો, ત્યારે ચકલીએ પુનઃ વિનંતી કરી. “મારા જેવી નાનકડી ચકલીને મારીને તને કેટલું ભોજન મળશે ? જરા તો વિચાર કર. એને બદલે તું મને મુક્ત કરીશ, તો હું તને જીવનને માટે અત્યંત મૂલ્યવાન એવી ત્રણ વાત કહીશ, જેના પાલનથી તારું જીવન સુખસમૃદ્ધિપૂર્ણ બનશે.” શિકારીએ કહ્યું, “પણ હું તને જાળમાંથી મુક્ત કરીશ, તો તો તું આકાશમાં ઊડી જઈશ.” ચકલીએ એના પર વિશ્વાસ રાખવાનું કહ્યું અને સાથે એમ પણ કહ્યું, “પહેલી વાત હું તારા જમણા હાથ પર બેસીને કહીશ, બીજી વાત ડાબા હાથ પર બેસીને અને ત્રીજી અમૂલ્ય વાત દીવાલ પર બેસીને કહીશ. મારી ત્રણેય વાતોને સમજી વિચારીને સ્વીકારીશ, તો તને જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી નહીં નડે.” ચકલીની વાતથી રાજી થયેલા શિકારીએ એને જાળમાંથી મુક્ત કરી અને જમણા હાથ પર રાખી. ચકલી બોલી, “જીવનમાં જે વાત અસંભવ હોય, તેનો ક્યારેય સ્વીકાર કરવો નહીં, પછી ભલે એ વાત કોઈ અંગત સ્વજને કહી હોય.” 4 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 55 Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૮ બીજાની તૃષા છિપાવવા વેદના સહે છે ! આટલું કહી એ ચકલી શિકારીના ડાબા હાથ પર બેઠી અને બોલી, “જિંદગીમાં ગુમાવેલ વસ્તુનો પસ્તાવો કરવો નહીં, બલકે એમ માનવું કે એ તમારી પોતાની હતી જ નહીં.” આટલું કહીને ચકલી ઊડીને દીવાલ પર પહોંચી. શિકારીએ કહ્યું, “હવે તારી ત્રીજી વાત કહે.” ચકલીએ કહ્યું, “ત્રીજી વાત કહેતાં પહેલાં હું તમને એક રહસ્યભરી વાત કહું છું. મારા પેટમાં અર્ધો કિલો વજનનો એક હીરો છે. જો તેં મને મારી નાખી હોત, તો અતિ ધનાઢ્ય બની ગયો હોત.” આ સાંભળી આઘાત પામેલો શિકારી જોરજોરથી પોક મૂકી રડવા લાગ્યો, ત્યારે ચકલી બોલી, “અરે ! વિચાર તો કર ! મારું વજન તો માંડ પચાસ ગ્રામ પણ નથી, તો મારા પેટમાં અડધો કિલોનો હીરો કઈ રીતે હોઈ શકે ?” શિકારીએ કહ્યું, “હવે સમજ્યો. અશક્ય વાત પર વિશ્વાસ મૂકવો નહીં, અને જે ખોયું, તેને રડવું નહીં. પણ હવે ત્રીજી વાત વસંત ઋતુ પુરબહારમાં ખીલી હતી એ સમયે ગુલાબના છોડ પર વિકસિત સુગંધિત ગુલાબને જોઈને ઉદ્યાનમાં આવનારા સહુ કોઈ પ્રસન્ન થઈને ગુલાબના મઘમઘતા સૌંદર્યનું મહિમાગાન કરતા હતા. ગુલાબને મનમાં અતિ ગર્વ થયો અને એનું ઘમંડ બોલી ઊઠ્યું, “હું આ જગતનું સૌથી સુંદર પુષ્પ છું એ વાત નિર્વિવાદ છે, પરંતુ મારી પડોશમાં ઊગેલો થોર કેવો કાંટાળો છે? બિચારા જગતને સુંદર રૂપ અને બેડોળ દેખાવ બન્નેનો એક સાથે દુર્ભાગી પરિચય થતો હશે.” ગુલાબે ઘમંડી અને તુચ્છદૃષ્ટિથી થોર તરફ જોયું, ત્યારે બાજુમાં ઊગેલા પીપળાએ કહ્યું, “ગુલાબ, સુંદરતાનો ગર્વ કરવો જોઈએ નહીં. તું સુંદર છે એમ છતાં તારી નીચે પણ કાંટા છે એ તારે ભૂલવું જોઈએ નહીં.” ગુલાબે મિજાજ ગુમાવ્યો અને કહ્યું, “પીપળા, તારા જેવો મૂર્ખ બીજો કોણ હશે? જેટલો તું વિશાળ છે, એટલો જાડી બુદ્ધિનો છે. માત્ર કાંટા હોવાને લીધે મારી અને થોરની તુલના થાય નહીં. તેં ઉંમર વધારી છે, પણ જ્ઞાન વધાર્યું નથી.” એ દિવસે તો બધાએ ગુલાબના ગુમાનને સહન કરી લીધું. પણ એ પછી ઘમંડી ગુલાબને તો થોરનો તિરસ્કાર કરવાની આદત પડી ગઈ અને રોજેરોજ પડોશી થોરને કહેવા લાગ્યું, તારામાં નથી રંગ કે નથી સુગંધ. બસ ! માત્ર કાંટા ને કાંટા જ કહે ” ચકલીએ કહ્યું, “જ્યાં તે મારી બે વાત પર વિશ્વાસ મૂક્યો નહીં, તો ત્રીજી વાત ક્યાંથી માનીશ ? બોલનારાએ એ વિચારવું જોઈએ કે સાંભળનાર એની વાત સમજે છે કે નહીં.” 56 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 57 Page #36 -------------------------------------------------------------------------- ________________ છે. તને મારી પડોશમાં જોઉં છું, ત્યારે પારાવાર દુઃખ થાય છે.” વસંતે વિદાય લીધી અને ધોમધખતો તડકો શરૂ થયો એટલે ગુલાબનું પુષ્પ પાણીના અભાવે મૂરઝાવા લાગ્યું. એને માટે જીવવું જ મુશ્કેલ બની ગયું. આ સમયે એણે જોયું તો એક ચકલી થોર પર બેઠી. થોરને ચાંચ મારીને એમાંનું પાણી લઈ ગઈ. તરસથી પરેશાન ગુલાબે બાજુના પડોશી પીપળાને પૂછ્યું, “આવી રીતે કોઈ ચકલી ચાંચ મારે, તો થોરને કંઈ દર્દ કે વેદના થતી નહીં હોય ?" પીપળાએ કહ્યું, “થતી તો હોય, પરંતુ બીજાની તૃષા છીપાવવા માટે પોતે વેદના સહન કરી લે છે.” ગુલાબને થયું કે મને પણ પાણી આપે તો સારું, ત્યારે પીપળાએ કહ્યું કે આને માટે તારે ચકલીની અને થોરની મદદ લેવી જોઈએ. ગુલાબને માટે ચકલીએ થોરમાંથી પાણી લઈને થોરની અનુમતિથી ગુલાબને આપ્યું. એ દિવસે ગુલાબને સમજાયું કે બાહ્ય સૌંદર્યનું અભિમાન માત્ર સપાટી સુધી સીમિત છે. અસલી સુંદરતા તો ભીતરમાં હોય છે . 58 – પ્રસન્નતાનાં પુષ્પો ૨૯ દોષદર્શીને માટે જગત ટીકાની ખાણ છે ! પ્રજાપ્રેમી અને દયાવાન રાજા પ્રત્યે પ્રજાને ખૂબ આદર અને પ્રેમ હતો. રાજ્યના સામાન્ય માનવીથી માંડીને સહુકોઈ રાજાની ગુણપ્રશસ્તિ કરતા હતા. માત્ર સોનાની થાળીમાં લોઢાની મેખ જેમ રાજ્યનો એક નાગરિક એવો હતો કે જે રાજાનો પ્રખર ટીકાકાર હતો અને એના મુખેથી રાજાવિરોધી વાણી સતત વહેતી રહેતી. વિરોધ કરવાનો કોઈ મુદ્દો ન મળે, તો કોઈ કાલ્પનિક મુદ્દો ઊભો કરીને પણ એ ટીકા અને નિંદાનાં તીર સતત વરસાવતો રહેતો. રાજાપ્રેમી પ્રજા આ વાંકદેખું ટીકાકારથી ખૂબ પરેશાન હતી, પણ એની પરેશાનીમાં વધારો તો ત્યારે થયો કે જ્યારે પ્રજાએ એમ જાણ્યું કે રાજાએ પોતાના સૈનિક મારફતે આ ટીકાકારને એક બોરી લોટ, સાકર અને સાબુ ભેટરૂપે મોકલ્યાં છે. ટીકાકારને તો વળી ટીકા કરવાનું એક નવું સાધન મળ્યું. એણે ગામના નગરશેઠ પાસે જઈને કહ્યું, “જુઓ, તમારી જીભ જેની પ્રશંસા કરતાં થાકતી નથી એવા રાજા મને કેવું અતિ સન્માન આપે છે. સામે ચાલીને મારે ઘેર લોટ, ખાંડ અને સાબુ મોકલાવે છે. જાણો છો આનું કારણ ?” “ના, કંઈ સમજાતું નથી." ટીકાકારે કહ્યું, “એનું કારણ એ છે કે રાજા મારી પ્રસન્નતા ઇચ્છે છે અને મારો સદ્ભાવ પામવા માટે આતુર છે. ઇચ્છે છે. પ્રસન્નતાનાં પુષ્પો C 59 Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૦. વરસાદ વિના અમે ખેતી તો કરીશું જ ! કે વિનામૂલ્ય આટલું બધું મને મળ્યું, તેથી હવે એમની ટીકા કરતો હું અટકીશ. પણ ના, એવું તો ક્યારેય નહીં થાય. ભલેને રાજા અધું રાજ આપે.” નગરશેઠે કહ્યું, “ભાઈ, સ્વપ્નાં જોવાં રહેવા દે. જરા સમજદાર બન. રાજા કેટલા સમજદાર છે એનો વિચાર કર. આ લોટ તો તારા ભૂખ્યા પેટ માટે છે. સાબુ તારા અસ્વચ્છ શરીર અને મેલાં કપડાં માટે છે અને ખાંડ તારી કડવી જીભને થોડી મીઠી બનાવવા માટે છે. રાજા કોઈ લાંચરુશવત આપવા માગતા નથી, પણ તારા જેવા ટીકાકારો સુધરે એમ ઇચ્છે છે.” નગરશેઠની વાત સાંભળીને ટીકાકારનું મુખ શરમથી ઝૂકી ગયું. પૃથ્વીલોક પરની ઘટનાઓથી બ્રેધાયમાન બનેલા દેવરાજ ઇંદ્રએ દુંદુભિનાદ સાથે ઘોષણા કરતાં કહ્યું, “આ પૃથ્વીલોકથી હું એટલો બધો ત્રાહિમામ્ ત્રાહિમામ્ થઈ ગયો છું કે ન પૂછો વાત ! એના અપરાધોનો દંડ કરવા માટે હું ઘોષણા કરું છું કે હવે આ પૃથ્વીલોક પર બાર-બાર વર્ષ સુધી વરસાદ નહીં વરસે. લોકો અન્ને માટે ટળવળતા હોય એવી સ્થિતિ આવશે. પશુ-પક્ષીઓ પણ પાણી વિના તરફડતાં હશે.” ઇંદ્રની આવી પ્રચંડ, ભયાવહ ઘોષણા સાંભળીને પૃથ્વીલોકની પ્રજા આતંકિત બની ગઈ. ભવિષ્યના ભયથી સહુ કોઈ ધ્રૂજવા લાગ્યા. કારમાં દુષ્કાળનો ડર સહુના મનમાં પેસી ગયો અને એટલામાં તો વર્ષાઋતુની વેળા આવી. ખેડૂતો ખેતરમાં ગયા અને ભૂમિ સાફ કરી અને ત્યાર બાદ ખેતર ખેડવાની તૈયારી કરી. દેવરાજ ઇંદ્રને અપાર આશ્ચર્ય થયું કે એમની સ્પષ્ટ ઘોષણા છતાં ખેડૂતો શા માટે ખેતીની તૈયારી કરે છે ? આવું વ્યર્થ કાર્ય કરવાનો અર્થ શો ? જ્યાં મેઘ વરસવાનો જ નથી, ત્યાં જમીન ખેડવાનો હેતુ શો ? આમ છતાં ખેતીની તૈયારી કરતા ખેડૂતોને જોઈ એનું રહસ્ય જાણવા માટે છૂપા વેશે ધરતી પર આવ્યા અને ખેડૂતોને પૂછ્યું, શું તમે દેવરાજ ઇંદ્રની ઘોષણા સાંભળી નથી ? બારબાર વર્ષ સુધી પાણીનું ટીપું વરસવાનું નથી, તો પછી આ હળ હાંકવા કેમ નીકળી પડ્યા ?” પ્રસન્નતાનાં પુષ્પો [ 61 60 પ્રસન્નતાનાં પુષ્પો Page #38 -------------------------------------------------------------------------- ________________ પાણી અને આગનો સંયોગ કેમ ? ખેડૂતોએ કહ્યું, “હા, અમે ઘોષણા સાંભળી છે અને અમે જાણીએ છીએ પણ ખરા.” “જો જાણો છો તો પછી ખેતર સાફ શું કામ કરો છો ? આ બળદોને શું કામ આમતેમ દોડાવો છો ? શા માટે ખળાં સાફ કરો છો, જ્યારે વરસાદ જ થવાનો નથી.” ખેડૂતોએ કહ્યું, “મહાશય, વરસાદ થાય કે ન થાય, પણ અમે તો ખેતર ચોખ્ખું કરીશું અને ખેડીશુંય ખરા, જો અમે મહેનત કરવી છોડી દઈએ, તો અમારી ભાવિ પેઢી બેકાર બની જાય. કામ વિનાનો માણસ કેટલાંય અનિચ્ચે સર્જતો હોય છે. અને એવું પણ બને કે બાર-બાર વર્ષ સુધી ઘેર બેસીને એ કૃષિકામ પણ ભૂલી જાય.” “હા, એવું બને ખરું !” હવે જો બાર વર્ષ પછી એમને ખેતી નહીં ખાવડતી હોય, તો એમનું અને એમનાં બાળકોનું શું થશે ? આથી અમે તો પ્રતિવર્ષ આ જ રીતે કામ કરીશું. વરસાદ વરસે કે નહીં એ એની મરજી. પણ કૃષિ છોડીશું નહીં તે અમારી મરજી. વળી આમ કરતાં-કરતાં એક દિવસ વરસાદ વરસશે અને ખેતી પણ થશે.” દેવરાજ ઇંદ્ર ખેડૂતોનો સંકલ્પ જોઈને પ્રસન્ન થયા અને વરસાદ વરસાવવાનું શરૂ કર્યું. ઇરાકના બસરા શહેરમાં જન્મેલી બસરી રાબિયાની અલ્લાહમાં અતૂટ શ્રદ્ધા હોવાથી એ કોઈની ભેટસોગાદ સ્વીકારતાં નહીં અને અલ્લાહ પાસે ભૌતિક પદાર્થો માગતાં એમને શરમ આવતી, કારણ કે જે કંઈ છે તે તો બધું તેનું જ છે. આવી સંત રાબિયાનું જીવન અત્યંત આધ્યાત્મિક અને તપશ્ચર્યાયુક્ત હતું. એની ઈશ્વરભક્તિએ સહુ કોઈને આકર્મા હંતા. બસરામાં વસતી રાબિયા પાસે એક દિવસ એનો શિષ્ય આવ્યો. એણે જોયું તો તપસ્વી રાબિયાના ઘરમાં એક બાજુ પાણીથી ભરેલો કળશે પડ્યો હતો અને બીજી બાજુ આગ સળગી રહી હતી. રાબિયાના શિષ્યને તો આશ્ચર્ય થયું કે આ આગ અને પાણી એકસાથે કેમ ? એણે રાબિયાને પૂછયું, ત્યારે રાબિયાએ હસીને કહ્યું, હું મારી ઇચ્છાઓને પાણીમાં ડુબાડી દેવા તત્પર રહું છું અને અહંકારને ભસ્મીભૂત કરવા ઇચ્છું છું. આ પાણી અને આગ બંનેને સાથોસાથ જોઈને હું મારા દુર્ગુણો પ્રત્યે સાવધાન થઈ જાઉં શિષ્ય કહ્યું, “આપની સાધના તો એટલી મહાન છે કે આપને લાલસા કે અહંકાર સ્પર્શી શકે તેમ નથી. ખરું ને ! આપે જ અગાઉ નરકના ભયથી અને સ્વર્ગની લાલસાથી ઈશ્વરની 62 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 6] Page #39 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ કરતા સૂફીપરંપરાના ભક્તોને નિઃસ્વાર્થ ભક્તિનો માર્ગ ચીંધ્યો. તેમને ‘ઇશ્કે હકીકી' દ્વારા ઈશ્વર પ્રત્યેની પ્રેમભક્તિનો મહિમા સમજાવ્યો, પછી આપનાથી તો આવી ક્ષતિ થાય જ નહીં ને !” સૂફીવાદી સ્ત્રીસંત રાબિયાએ કહ્યું, “હે શિષ્ય, માત્ર ઈશ્વર જ સર્વ દોષોથી રહિત છે. જે દિવસે હું મારી જાતને સર્વગુણસંપન્ન માની લઉં એ દિવસે ભક્ત તરીકે મારું સૌથી મોટું પતન થશે.” 64 – પ્રસન્નતાનાં પુષ્પો ૩૨ અહંકાર એ સર્વ અવગુણોનું પ્રવેશદ્વાર છે ! અપાર સંપત્તિ ધરાવનારા લક્ષ્મીનંદન પર અવિરતધારે લક્ષ્મીકૃપા વરસતી હતી. એ જે કોઈ વેપાર ખેડે, એમાં નફો જ થાય. દેશમાં વેપારમાંથી ધન રળે અને વિદેશમાંથી પણ કમાણી થાય. ધનવાન નીતિવાન પણ હતો. પોતાના ચિત્તમાં અભિમાન, લોભ, લાલસા કે અનીતિનો વિચાર આવે નહીં, તેની સદૈવ જાગૃતિ રાખતો. એક વાર લક્ષ્મીનંદનના ગામમાં સંત પધાર્યા. એમની સાથે બાળપણનો પરિચય હોવાથી લક્ષ્મીનંદન દોડીને એમનાં દર્શને ગયો. સંતની આગળ સહુ કોઈ પોતાનું હૃદય ખોલે, એમ લક્ષ્મીનંદને પણ કહ્યું કે મારી પાસે અઢળક સંપત્તિ છે, પણ સતત તકેદારી રાખું છું કે મારા ભીતરમાં કોઈ અહંકાર જાગે નહીં. પરંતુ કોણ જાણે કેમ, પણ કોઈ ને કોઈ રીતે થોડોક અહંકાર મનમાં પ્રવેશી જાય છે. જાણું છું કે અહંકાર એ સર્વ અવગુણોનું પ્રવેશદ્વાર છે, આથી હું રાતદિવસ ચિંતિત રહું છું કે મારો નાનોશો અહંકાર ભૂલેચૂકેય અવગુણોને પોષક બને નહીં. આવા અહંકારને અટકાવવાનો ઉપાય આપની પાસેથી જાણવો છે. સાધુ લક્ષ્મીનંદનને લઈને નગરના સીમાડે ભ્રમણ કરવા નીકળ્યા અને બંને સ્મશાનભૂમિ પાસે ઊભા રહ્યા. આ સ્મશાનભૂમિમાં મોટી મેદની એકઠી થઈ હતી. અવસાન પામેલા એક કરોડપતિના દેહને અગ્નિસંસ્કાર દેવા માટે બધા આવ્યા પ્રસન્નતાનાં પુષ્પો – 5 Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સામે ચાલીને આંસુ લૂછીએ ! હતા. એ પછી તરત જ એક ગરીબનું શબ લઈને ગણ્યાગાંઠ્યાં સગાંવહાલાં આવ્યાં અને એમના અંતિમ સંસ્કાર કર્યા. સંતે એક હાથમાં કરોડપતિના ભસ્મીભૂત થયેલા દેહની રાખ લીધી અને બીજા હાથમાં પેલા ગરીબના દેહની રાખ લીધી અને એ બતાવતાં જુઓ, વ્યક્તિ ગરીબ હોય કે અમીર, પણ અંતે તો એ સમાન થઈ જાય છે. પરિણામે વ્યક્તિએ એના યશ, ધન કે દેહનો ગર્વ ધારણ કરવો જોઈએ નહીં. વ્યક્તિનો દેહ રાખ બની જાય છે, પણ જીવનમાં જે ઉમદા કાર્યો કર્યા હોય, તે એની સાથે રહે છે. એ કર્મો જ એને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરાવી શકે છે.” લક્ષ્મીનંદનના હૃદયમાં રહેલું નાનુંશું અભિમાન પણ ઓસરી ગયું અને પછી જ્યારે-જ્યારે મનમાં સંપત્તિનું અભિમાન જાગવાની ક્ષણ આવે, ત્યારે એને એક મુઠ્ઠીમાં કરોડપતિની અને બીજી મુઠ્ઠીમાં ગરીબની રાખ બતાવતા સંતનું સ્મરણ થતું. પવિત્ર ગંગાના રમણીય તટ પાસે આવેલા આશ્રમના ગુરુ અભેન્દ્રનાથનું અંતર વલોવાઈ રહ્યું હતું. જ્યારથી એમણે જાણ્યું કે આખો પ્રદેશ દુષ્કાળના કારમાં પંજામાં સપડાયેલો છે અને દૂરદૂરનાં નાનાં ગામડાંઓની સંભાળ લેનાર કોઈ નથી, ત્યારે એમનું મન અતિ વ્યથિત થઈ ગયું. પોતાના ત્રણ વરિષ્ઠ શિષ્યોને બોલાવ્યા અને કહ્યું કે ભયાનક દુષ્કાળને કારણે ચોતરફ માનવ, પશુપક્ષી અને વનસ્પતિ બધાં જ તરફડીને મરી રહ્યાં છે, ત્યારે તમારે એમને સહાયતા કરવી જોઈએ. તમે જુદાજુદા પ્રદેશમાં જાઓ અને દુષ્કાળગ્રસ્ત ભૂખ્યા લોકોને પ્રેમપૂર્વક ભોજન કરાવો. મારી ભાવના છે કે કોઈ અન્નને અભાવે મરવું જોઈએ નહીં. શિષ્યોએ કહ્યું, “ગુરુદેવ, આપની આજ્ઞા શિરોધાર્ય છે, પરંતુ આટલા બધા લોકોને ભોજન કરાવવું કઈ રીતે ? આને માટે ન તો આપણી પાસે અન્નભંડાર છે કે ન તો અનાજ ખરીદવા માટે અપાર સંપત્તિ છે. આટલું બધું અન્ન મેળવીશું કઈ રીતે ?” ગુરુ અભેન્દ્રનાથે શિષ્યોને એક થાળી આપતાં કહ્યું, “જુઓ, કામધેનુ વૃક્ષના જેવી આ કામધેનુ થાળી છે. તમે એની પાસે જેટલું ભોજન માગશો એટલું ભોજન એ તમને આપશે. તમારે 66 | પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 67. Page #41 -------------------------------------------------------------------------- ________________ ન તો અનાજ ખરીદવાની જરૂર છે કે ન અન્નભંડારની. બસ જાવ અને સહુના પેટની ભૂખને ઠારો." થાળી લઈને ત્રણે શિષ્યો નીકળી પડ્યા. બે શિષ્યોએ નજીકના શહેરમાં જ પડાવ કર્યો અને જે કોઈ ભૂખ્યા લોકો એમની પાસે આવે, તેમને ભરપેટ ભોજન કરાવવા લાગ્યા. પોતાના અન્નક્ષેત્રમાંથી કોઈ ભૂખ્યો જાય નહીં એની તકેદારી રાખતા. ત્રીજો શિષ્ય ગોપાલ એક સ્થળે આસન જમાવીને બેસવાને બદલે ઠેરઠેર જઈને લોકોને ભોજન આપવા લાગ્યો. ખબર પડે કે કોઈ વૃદ્ધ, બીમાર કે અશક્ત ચાલી શકે તેમ નથી, તો એમની પાસે જઈને એમને જમાડવા લાગ્યો. થોડા સમય બાદ ત્રણે શિષ્યો આશ્રમમાં પાછા આવ્યા અને ગુરુ અભેન્દ્રનાથને પોતાના અનુભવ સંભળાવ્યા, ત્યારે ગુરુએ માત્ર શિષ્ય ગોપાલની પ્રશંસા કરી. આનાથી બે શિષ્યોને માઠું લાગ્યું. એમને થયું કે ગુરુ પક્ષપાત કરી રહ્યા છે. એથી બોલ્યા, “ગુરુદેવ, અમે પણ અકાળગ્રસ્તોને ભરપેટ ભોજન કરાવ્યું છે, છતાં આપે અમારા ત્રણમાંથી માત્ર ગોપાલની જ પ્રશંસા કેમ કરી?” અભેન્દ્રનાથે ઉત્તર આપ્યો, “તમે શહે૨માં સગવડતાભર્યા સ્થાનમાં બેસીને તમારી પાસે આવનારા લોકોને જ ભોજન આપ્યું, પરંતુ જે અતિ વૃદ્ધ, લાચાર કે વિકલાંગ હોય અને ચાલીને તમારી પાસે આવી શકે તેમ ન હોય તેનો તમે વિચાર કર્યો ખરો? તેઓ તમારી સહાયથી વંચિત રહી ગયા. જ્યારે ગોપાલે ઠેરઠેર ફરીને જાતે એવા લોકો પાસે જઈને એમને ભોજન 68 – પ્રસન્નતાનાં પુષ્પો આપ્યું. એણે સેવા કરવાની સાથે જાતને પણ ઘસી નાખી, આથી એનું કામ વધુ મહત્ત્વનું ગણાય. કોઈ તમારી પાસે આવીને આંસુ સારે અને એનાં આંસુ લૂછો, એના કરતાં તમે સામે ચાલીને એની પાસે જાવ અને એનાં આંસુ લૂછો એ કાર્ય વધુ મહાન છે.” પ્રસન્નતાનાં પુષ્પો – 9 Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૪ બેજિંગના ચોખાના ભાવ કેટલા હતા ? ચીનના બેજિંગ શહેરમાંથી એક ભિક્ષુ સત્યની ખોજ માટે નીકળ્યા. આજ સુધી એમણે સત્ય વિશે ઘણું વાંચન-મનન કર્યું હતું. સત્ય વિશે એમણે પ્રવચનો આપ્યાં હતાં, પરંતુ મનોમન વિચારતા કે આ સઘળો તો આડંબર છે. માત્ર બાહ્ય વાણી-વિલાસ છે. ગ્રંથોનું પોપટિયું ઉચ્ચારણ છે, કારણ કે સત્યનો એમને ખુદને સાક્ષાત્ અનુભવ થયો નથી. સત્યની ખોજ માટે આ ભિક્ષુ ખૂબ ફર્યા. ચીનના પ્રત્યેક પ્રાંતમાં ઘૂમી વળ્યા. આખરે એમને એક જ્ઞાની મર્મજ્ઞ મળી ગયા અને લાગ્યું કે એમની પાસેથી સત્ય વિશે સાચી સમજણ મળશે. આથી એમણે મર્મજ્ઞને પૂછ્યું, “સત્યની ખોજ માં નીકળ્યો છું, પણ હજી મને સત્ય હાથ લાગ્યું નથી. મારે સત્યનો સાક્ષાત્ અનુભવ કરવો છે અને એ અનુભવ માટે મારી જાતને સજ્જ કરવી છે.” - જ્ઞાની મર્મણે કહ્યું, “એ વાત તો સાચી, પરંતુ આ સત્યને જાણતાં પહેલાં મારે તમને બીજું પૂછવું છે. તમે સંસારમાં કેટલાં વર્ષ રહ્યાં ?' ભિક્ષુએ કહ્યું, “ઘણાં વર્ષો વિતાવ્યો સંસારમાં, પણ પછી સાધક બની ગયો અને એ માર્ગે વિકાસ સાધતાં આજે ભિક્ષક થયો છું.” જ્ઞાની મર્મજ્ઞ પૂછ્યું, “તો. તો તમારા જીવનની અનુભવયાત્રા ઘણી લાંબી છે. સંસારથી માંડીને છેક સંન્યાસ સુધીની છે. પણ મારો પ્રશ્ન તો તને સાવ સામાન્ય છે.” કર્યા છે આપનો પ્રશ્ન ?” મર્મજ્ઞ કહ્યું, “મારે જાણવું છે કે તમે બેજિંગથી નીકળ્યા ત્યારે ચોખાનો ભાવ શો હતો ? શું ભાવ ઘણો વધી ગયેલો કે પછી સાવ ઘટી ગયો હતો ? લોકો એની મોંઘવારી વિશે ફરિયાદ કરતા હતા ખરા ?” ભિલુએ કહ્યું, “હું તો ક્યારનોય બેજિંગ છોડી ચૂક્યો છું. જે સંસાર છોડી દીધો એના તરફ કોઈ દૃષ્ટિ કરતો નથી. જે રસ્તા પરથી પસાર થયો એને ભૂલી જાઉં છું.” આવું શા માટે કરો છો તમે ?” આનું કારણ એ કે અતીત ઘણી વાર ભાવિને ધૂંધળું બનાવી દે છે. પાછળના રસ્તાની યાદ આગળના રસ્તાને ઓળખવામાં અવરોધરૂપ બને છે. આ આંખનો જ વિચાર કરો ને ! તે એક જ બાબત જુએ છે કાં તો એ આગળ જુએ અથવા તો એ પાછળ જુએ. એકસાથે એ આગળ અને પાછળ જોઈ શકતી નથી, આથી જો પાછળ જ જોયા કરીએ તો આગળ કશું દેખાતું નથી. આગળ જોવું હોય તો પાછળનું ત્યજવું પડે.” મર્મજ્ઞ પૂછવું, “તમે શું કહેવા માગો છો ?'' “મારે તો એટલું જ કહેવું છે કે બેન્કિંગમાં ચોખાના ભાવ શા હતા એ તો ભૂતકાળની વાત બની ગઈ છે. એ બધું છોડીને નીકળ્યો છું. ચોખાના ભાવ વધુ હોય કે ઓછા એની કોઈ યાદ 70 પ્રસનતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 1 Page #43 -------------------------------------------------------------------------- ________________ મારી પાસે નથી. એક ભિક્ષુ તરીકે બધું છોડી દીધું છે, માટે માફ કરજો. મને એ કશું યાદ નથી." આ સાંભળીને જ્ઞાની મર્મજ્ઞ હસ્યા અને કહ્યું, “જુઓ, તમે બેજિંગમાં ચોખાના ભાવ કેટલા છે તેમ કહ્યું હોત તો તમે સત્યથી ઘણા વેગળા રહેત. સત્ય પામવા માટે ભૂતકાળને ભૂલવો જરૂરી છે. ઘણી વાર વ્યક્તિ જીવનભર બેજિંગના ચોખાના ભાવ યાદ રાખે છે અને એને પરિણામે એને સત્ય પ્રાપ્તિ થતી નથી.” સત્યની પ્રાપ્તિને માટે ચિત્ત પરની બોજરૂપ બાબતો હટાવવી જોઈએ. ગઈકાલના અનુભવોનો બોજ એને આજના આનંદથી દૂર રાખે છે અને ભવિષ્યને પૂરેપૂરું પારખવા દેતું નથી. માણસ ગઈકાલને પકડીને બેસે છે. એની સ્મૃતિઓમાં જીવન પકડી રાખે છે અને પછી વર્ષો વીતી જાય છે. તેમ છતાં એ સ્મૃતિઓને જકડીને વર્તમાનકાળમાં જીવતો હોય છે. આ ભૂતકાળની સ્મૃતિ વર્તમાનકાળને સમજવા દેતી નથી. જે બની ચૂક્યું છે તે આજે બનવાનું નથી, માટે ભૂતકાળને બદલે ભવિષ્યને જોવું જોઈએ. 72 D પ્રસન્નતાનાં પુષ્પો ૩૫ બધિરતાએ અવગુણનો નાશ કર્યો સંતનું નામ હતું હાતિમ, પરંતુ લોકો એને બહેરા હાતિમ તરીકે ઓળખતા હતા. નિકટના અનુયાયીઓ પણ માનતા કે ગુરુ એટલા બધા ધિર છે કે તેઓ અન્યની સામાન્ય વાતચીત પણ સાંભળી શકતા નથી. એમના કાન પાસે જઈને ખૂબ જોરથી બોલવામાં આવે તો જ એ માંડ સાંભળી શકે છે. આથી બનતું એવું કે, આ સંતની સમક્ષ આવતી દરેક વ્યક્તિ મન ફાવે તેમ બોલતી, કારણ કે, એ જાણતી હતી કે બિચારા હાતિમ તો કશું સાંભળતા નથી, પછી ચિંતા શેની ? બહેરાશને કારણે બરાબર સાંભળ્યું નથી એમ કહીને સંત હાતિમ પણ સામી વ્યક્તિને નજીક આવીને જોરથી બોલવાનું કહેતા. એક દિવસ સંત પોતાના શિષ્યો પાસે બેઠા હતા, ત્યાં એકાએક એક માખી જાળમાં ફસાઈ ગઈ અને એમાંથી બહાર નીકળવા માટે ગણગણાટ કરવા લાગી. આ જોઈને સંત હાતિમ બોલી ઊઠ્યા, “અરે લોભી ! શા માટે આમ ભમી રહી છે. બધી જગાએ ખાંડ કે મધ હોતું નથી. ક્યાંક જાળ પણ હોય છે.” એમની નજીક બેઠેલો અનુયાયી આશ્ચર્ય પામ્યો. એણે કહ્યું, “આપે આ માખીનો ગણગણાટ કઈ રીતે સાંભળ્યો ? અમે ન સાંભળી શક્યા, તે તમારા બહેરા કાને કઈ રીતે સાંભળ્યું ? બીજી વ્યક્તિએ કહ્યું, “આનો અર્થ એ કે તમે બધિર નથી. લોકો તો તમને બધિર સમજે છે.” પ્રસન્નતાનાં પુષ્પો – 73 Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૬ નિર્દોષ લોકોનું લોહી શા માટે વહેવડાવે છે? સંત હાતિમ હસી પડ્યા અને બોલ્યા, ‘ખોટી વાતો, મલિન આક્ષેપો કે વ્યર્થ પ્રલાપો સાંભળવા કરતાં બધિર થવું વધુ સારું છે. જો હું મારા શિષ્યોની બધી વાતનો જવાબ આપતો હોત તો મારા એ શિષ્યો મારા અવગુણ છુપાવીને મારા ગુણગાન જ કરતા હોત. મને જિંદગીમાં ક્યારેય મારા અવગુણનો ખ્યાલ આવત નહિ, અને તો પછી એ દૂર કરવાનો પ્રયત્ન કઈ રીતે કરી શક્યો હોત ?' “તો શું આપ બધિર નથી ?" સંતે કહ્યું, “ના, મેં જાતે બધિરતા ઓઢી છે. મારી જાતને બધિર બનાવીને હું મારા ઘણા અવગુણને દૂર કરી રહ્યો છું, કારણ કે મારા સાથી અને શિષ્યો મને બધિર સમજીને મારી સારી અને ખોટી બધી જ વાતો નિઃસંકોચ કહે છે.” સહુને આશ્ચર્ય થયું અને સમજાયું કે સંત હાતિમને દોષ નિવારણમાં બધિરપણું કેટલું બધું લાભદાયી બન્યું. | વિજયનો એક મદ હોય છે, સત્તાનો એક કેફ હોય છે. વિશાળ પ્રદેશ પર વિજય મળતાં રાજવીની રાજલાલસા વધી ગઈ. બંદીજનોએ એનાં યશોગાન કર્યો એટલે એનામાં શક્તિનો અહંકાર જાગ્યો. બીજાં રાજ્યો જીતીને નાનકડા રાજ્યને મહારાજ્ય તો બનાવ્યું, પરંતુ હવે એને સમ્રાટ થવાનાં સ્વપ્ન આવવા લાગ્યાં. સેનાપતિઓ પણ રાજાની રાજલાલસાને ઉદીપ્ત કરવા લાગ્યા અને આ અહંકારી રાજાએ વધુ એક નવું રાજ્ય જીતવાનો સંકલ્પ કર્યો. વિશાળ સેના લઈને રાજા પડોશી રાજ્ય પર આક્રમણ કરવા નીકળ્યો. વચ્ચે ઘનઘોર જંગલ આવતું હતું. જંગલમાંથી પસાર થતો હતો, ત્યારે એક તપસ્વીએ વિજય માટે કૂચ કરી રહેલા રાજાને અટકાવ્યો. રાજાએ જોયું તો એમના રથની આગળ એક તપસ્વી ઊભા હતા અને એને હાથ ઊંચા કરીને થોભવાનું કહેતા હતા. રાજા રથમાંથી નીચે ઊતર્યો અને તપસ્વી પાસે આવ્યો. તપસ્વીએ કહ્યું, “રાજનું, કાંઈ ચિંતામાં લાગો છો. કોઈ સમસ્યાથી પરેશાન લાગો છો.” રાજાએ અટ્ટહાસ્ય કરતાં કહ્યું. “મારા જેવા વિજયીને કઈ વિમાસણ હોય, કોઈ ચિંતા કે કશી સમસ્યા નથી.” 74 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 75. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૭ વિવેક વિનાનો ન્યાય અન્યાય છે ! “તો પછી કોઈ એવી મુશ્કેલી હોવી જોઈએ કે જેનો ઉકેલ પડોશી રાજ્ય પરના વિજયમાં હોય.” “ના, ના.” રાજાએ કહ્યું, “હું તો વિજય માટે નીકળ્યો છું. સમસ્યાના સમાધાન માટે નહિ. મારા રાજ્યમાં તો પૂર્ણ સુખ અને પરમ શાંતિ છે.” તપસ્વીએ વળતો પ્રશ્ન કર્યો, “તો એમ લાગે છે કે પડોશી રાજ્યમાં કોઈનો આતંક છવાયેલો છે. જે તમને સહુને પરેશાન કરે છે, તે દૂર કરવા ચાહો છો ?” રાજાએ કહ્યું, “ના, એવું પણ નથી. રાજા નિર્દય હોય, પ્રજાવિરોધી હોય કે ત્રાસ અને આતંક વરસાવતો હોય એવું પણ નથી.” “હે રાજનું, કોઈ સમસ્યા હલ કરવાની નથી કે કોઈ આતંક દૂર કરવાનો નથી, તો પછી શા માટે તમે આક્રમણ કરીને આટલા બધા નિર્દોષ લોકોનું વૃથા લોહી રેડવા નીકળ્યા છે.” તપસ્વીના ઉત્તરે રાજાના અહંકારના મૂળમાં ઘા કર્યો અને એ પાછો વળી ગયો. નગરચર્યા કરવા નીકળેલા સમ્રાટે કરુણ સ્વરે આક્રંદ કરતી યુવતીનાં ફૂસકાં સાંભળ્યાં અને એમનું હૃદય વેદનાથી વીંધાઈ ગયું. સમ્રાટે સૈનિકોને કહ્યું, “આ યુવતીના રુદન માટે જે જવાબદાર હોય, એને શોધી લાવો, મારી સામે હાજ૨ કરો. પળનાય વિલંબ વિના મારે એનો ન્યાય કરવો છે.” રાજસૈનિકો તપાસ કરવા નીકળ્યા અને જાણ થઈ કે એક યુવતી પિયરથી વિદાય લઈને સાસરે જઈ રહી હતી, તેથી આવું આક્રંદ કરતી હતી. રાજાએ પ્રશ્ન કર્યો, “કોણ એને સાસરે લઈ જઈ રહ્યું છે ? યુવતીને આક્રંદ કરાવનારને અબી ને અબી હાજર કરો.” રાજસૈનિકો જમાઈને લઈને આવ્યા અને રાજાને કહ્યું કે યુવતીના રુદનનું કારણ જમાઈનું આગમન છે. “તો જુઓ છો શું ? મારા રાજ માંથી તમામ જમાઈઓને ભેગા કરી, આવા નિર્દય પ્રાણીઓને ફાંસીએ લટકાવી દો.” મંત્રીને રાજાના હુકમની જાણ થઈ. એણે જોયું કે રાજામાં સાચું-ખોટું પારખવાનો વિવેક નથી. પણ હવે કરવું શું ? રાજાની આજ્ઞાનું પાલન ન કરનારને મૃત્યુદંડ આપવાનો નિયમ હતો, આથી મંત્રીએ લોખંડ, ચાંદી અને સોનાની સાંકળો બનાવી અને બીજા દિવસે જમાઈઓને ફાંસી આપવા માટે રાજાને લઈને નગર બહાર હાજર થયો. પ્રસન્નતાનાં પુષ્પો 1 77. 76 પ્રસન્નતાનાં પુષ્પો Page #46 -------------------------------------------------------------------------- ________________ રાજાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, “જાત-જાતની બેડીઓ શા માટે બનાવી છે. ? બધી એકસરખી હોય તો ન ચાલે?” મંત્રીએ કહ્યું, “મહારાજ ! ફાંસી આપતી વખતે વ્યક્તિની ગરિમા અને એના પદનું ધ્યાન રાખવું જોઈએ અને તેથી આવી જુદાજુદા પ્રકારની બેડીઓ બનાવી છે. આ સુવર્ણની બેડી આપને માટે છે, કારણ કે આપ પણ કોઈના જમાઈ તો છો જ.” “તો શું મને પણ ફાંસીએ ચડાવશો ?” મંત્રીએ કહ્યું, “આપના આદેશ પ્રમાણે. પણ એટલું ખરું કે આપને સોનાની બેડીથી બાંધીશું. લોખંડથી નહિ.” રાજાએ કહ્યું, “બેડી તે બેડી છે. લોખંડની હોય કે સોનાની, તેથી શું ? એનું કામ તો વ્યક્તિનો પ્રાણ લેવો એ જ છે.” મંત્રીએ કહ્યું, “આ સઘળો વિચાર આપે કરવાનો છે. અમારે તો માત્ર આપના આદેશનું પાલન કરવાનું છે.” રાજાને પોતાની ભૂલ સમજાઈ, ત્યારે મંત્રી બોલ્યો, “મહારાજ ! ન્યાય કરતી વખતે વિવેકનો વિચાર જરૂરી છે. વિવેકબુદ્ધિ વિનાનો ન્યાય અન્યાયકારી નીવડે છે.” 78 – પ્રસન્નતાનાં પુષ્પો ૩૮ દરેક દુઃખનું બીજ હોય છે ! ભિખ્ખુઓથી વીંટળાઈને ભગવાન બુદ્ધ એક વૃક્ષ નીચે બેઠા હતા. ધર્મતત્ત્વની ચર્ચા ચાલી રહી હતી અને ભિખ્ખુઓ ભગવાન બુદ્ધ સમક્ષ પોતાની જિજ્ઞાસા પ્રગટ કરતા હતા અને ભગવાન બુદ્ધ એમને ઉત્તર આપતા હતા. એવામાં ભગવાન બુદ્ધની નજર એક ભિખ્ખુ પર પડી. એનો ચહેરો ઉદાસ હતો. ચૂપચાપ બેસી રહ્યો હતો, એના માથા પર દુઃખનો મોટો બોજ હોય એમ લાગતું હતું, આથી ભગવાન બુદ્ધે પૂછ્યું, “શા માટે આટલા બધા ઉદાસ છો ? એવું શું બન્યું છે તમારા જીવનમાં ?” ભિખ્ખુએ કહ્યું, “દુઃખના સાગરમાં ડૂબી ગયો છું. દુઃખનિવારણનો કોઈ માર્ગ સૂઝતો નથી.” ભગવાન બુદ્ધે કહ્યું, “એનો એક સરળ માર્ગ છે, તમે આ જંગલમાંથી જમીનમાંથી સહેજ ઊગેલા છોડ લઈ આવો. જેના પર બે-ત્રણ પાંદડીઓ હોય એવા અંકુરિત છોડને એના મૂળ સહિત લાવો.' ભિખ્ખુ જંગલમાં ગયો અને જુદાજુદા પ્રકારના ચાર-પાંચ છોડ ઉખાડીને લઈ આવ્યો અને ભગવાન બુદ્ધને આપ્યા. એમણે આ છોડમાંથી એક પાંદડું તોડ્યું અને ભિખ્ખુને પૂછ્યું, ‘કહો, આ પાંદડું કયા છોડનું છે ?’ ભિખ્ખુએ કહ્યું, ‘ભગવન્, ખબર પડતી નથી. આ નાની પ્રસન્નતાનાં પુષ્પો – 79 Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૯. અમૃતરસાયણ મળી ગયું ! પાંદડીઓ હજી પૂરેપૂરી વિકસિત થઈ નથી, તેથી એ કયા છોડની છે, તે કઈ રીતે જાણી શકાય ?” ભગવાન બુદ્ધે કહ્યું, “એ પાંદડાના મૂળમાં રહેલું બીજ જુઓ.” ભિખુએ બીજ હાથમાં લીધું અને બોલી ઊઠ્યો કે આ તો લિંબોળી છે. ભગવાન બુદ્ધ બીજા છોડનું બીજ આપ્યું અને પૂછ્યું તો ભિખુ બોલી ઊઠ્યા કે આ તો બોર છે. ત્રીજા છોડનું બીજ જોઈને એ બોલી ઊઠ્યા કે આ તો જાંબુ છે. ભગવાન બુદ્ધે કહ્યું, “જુઓ, આ જ રીતે દરેક દુ:ખનું બીજ હોય છે. જીવનમાં કોઈ પણ દુ:ખ બીજ વિના ઊગતું નથી. દુઃખના બીજને ઓળખો એટલે એનો ઉપાય તમને આપોઆપ મળી જશે.” ભિખુને ભગવાન બુદ્ધનો ઉપદેશ સ્પર્શી ગયો. એણે દુઃખના | મૂળમાં જઈને એના નિવારણનો પ્રયત્ન આરંભ્યો. મગધનો રાજા ચિત્રાંગદ પોતાના મંત્રી સાથે પ્રજાજીવન જોવા માટે રાજ્યનાં જુદાંજુદાં સ્થળોમાં ફરતો હતો. એક વાર ઘનઘોર જંગલમાંથી પસાર થતાં એણે એક યુવાન તપસ્વીને જોયા. રાજા એમની પાસે ગયો અને બોલ્યો, ઓહ ! આપ આવા ઘનઘોર જંગલની વચ્ચે રહો છો ? મને તો ચિંતા થાય છે કે આપ કઈ રીતે ભોજન કરતા હશો ? આવું નિર્જન જંગલ છોડીને મારી સાથે નગરમાં ચાલો. આ થોડી સુવર્ણમુદ્રા આપું છું, જેથી નગરમાં તમે નિરાંતે જીવન ગાળી શકશો. અહીં તમે બીમાર પડશો તો કોણ તમારી સંભાળ લેશે? ભૂખ લાગશે તો કોણ ભોજન આપશે ? ચાલો મારી સાથે.” યુવાન તપસ્વીએ કહ્યું, “રાજનું, હું તો ઋષિ છું. સંસારનો ત્યાગ કરીને તપ કરવા નીકળ્યો છું. મારે આ સુવર્ણમુદ્રાનું શું કામ ? કોઈ ગરીબ કે જરૂરતમંદને આપી દેજો.” રાજાએ આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું, “અરે, ગરીબ પણ સૂકો રોટલો પામતો હોય છે. તમારી પાસે તો એય ક્યાં છે ! જીવન ગાળવા માટે ધનની આવશ્યકતા તો હોય જ. તેમ છતાં તમે આ સુવર્ણમુદ્રાઓનો અસ્વીકાર કરો છો ?” તપસ્વીએ કહ્યું, “મારી પાસે એક એવું સુવર્ણરસાયણ છે કે જે રસાયણનો ઉપયોગ કરીને અમે તાંબાને સોનું બનાવી 80 D પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 8I Page #48 -------------------------------------------------------------------------- ________________ દઈએ છીએ. એનાથી અમારું જીવન સુખેથી પસાર થાય છે.” તપસ્વીની વાત સાંભળીને રાજા વિચારમાં પડી ગયો. એણે તપસ્વીને નિવેદન કર્યું, “ઓહ, તો આપ મને એ કલા શીખવી દો ને. મારી પાસે આટલી બધી સંપત્તિ છે, છતાં સંતોષ થતો નથી. ભર્યોભર્યો રાજભંડાર ખાલીખમ લાગે છે. હું તો પડોશી રાજ પર ચડાઈ કરીને એની સંપત્તિ મેળવવા માટે વર્ષોથી પ્રયાસ કરું છું. જો આપનું આ રસાયણ મળી જાય તો પછી મારે કોઈ વાતે ચિંતા ન રહે." રાજાની વાત સાંભળીને તપસ્વીએ કહ્યું, “તમને જરૂર આ કલા શીખવી દઉં, પરંતુ આ કલા શીખવા માટે તમારે એક વર્ષ સુધી મારી સાથે રહેવું પડશે અને સાધના કરવી પડશે.” રાજાએ વિચાર્યું કે કેટલાંય વર્ષોનું દુઃખ જો એક વર્ષમાં દૂર થતું હોય, તો વાંધો શો ? એટલે એણે મંત્રીઓને રાજ સોંપી એક વર્ષ માટે સાધના કરવાનું નક્કી કર્યું. તપસ્વી પાસે સાધના કરતાં-કરતાં રાજાને સાચા અધ્યાત્મની અને આનંદની પ્રાપ્તિ થઈ. એના હૃદયમાંથી ક્રમશઃ ધનલાલસા ઓછી થવા માંડી અને પછી તો એક એવો સમય આવ્યો કે પરિગ્રહ તરફ કોઈ આસક્તિ જ રહી નહીં. એક દિવસ હસતાં-હસતાં તપસ્વીએ કહ્યું, “રાજન્, તમારી એક વર્ષની અવધિ પૂર્ણ થવા આવી છે. હવે તમે કહેશો ત્યારે સુવર્ણરસાયણની વિદ્યા શીખવીશ.” 82 D પ્રસન્નતાનાં પુષ્પો આ સાંભળીને રાજાએ કહ્યું, “હવે મારે કોઈ સુવર્ણરસાયણની જરૂર નથી, કારણ કે એક જ વર્ષમાં મારું સમગ્ર અસ્તિત્વ અમૃત-રસાયણથી પલટાઈ ગયું છે. બસ, હવે મને આશીર્વાદ આપો કે હું નિઃસ્વાર્થ ભાવથી આ જ રીતે પ્રભુમય, અમૃતમય જીવન ગાળીને મારું કાર્ય કરું.” તપસ્વીએ રાજાને આશીર્વાદ આપ્યા અને રાજાએ વિદાય લીધી. પ્રસન્નતાનાં પુષ્પો I 83 Page #49 -------------------------------------------------------------------------- ________________ તું ફકીર નથી, પણ કસાઈ છે ! સુફી સંત ફરીદ પાસે આવીને નગરના ધનવાન શેઠે ગળગળા અવાજે ફરિયાદ કરતાં કહ્યું, “રોજ કલાકોના કલાકો પૂજાપાઠ કરું છું. લાખો રૂપિયા દાન-પુણ્યની પાછળ ખર્ચ છું. ઠેરઠેર સદાવ્રત ઊભાં કરીને ગરીબોને ભોજન કરાવું છું. આટલું બધું કરવા છતાં હજી મને ઈશ્વરનાં દર્શન થતાં નથી. કોઈક એવો ઉપાય બતાવો કે જેથી હું ઈશ્વરનાં દર્શન કરી શકું.” સૂફીસંત ફરીદે કહ્યું, “ઓહ, એમાં શું ? આ તો તદ્દન આસાન છે . ચાલો મારી સાથે. જો તક મળી તો આજે જ તમને પ્રભુદર્શન થઈ જશે.” શેઠને અપાર આનંદ થયો. વર્ષોની ઝંખના સફળ થવાની ક્ષણ નજીક આવતી લાગી. એ સંત ફરીદ સાથે ચાલવા લાગ્યા અને બંને ગામની બહાર નદીના કિનારે પહોંચ્યા. સંત ફરીદે શેઠને નદીના પાણીમાં ઊંડી ડૂબકી લગાવવા કહ્યું. શેઠે માન્યું કે આ ઊંડી ડૂબકી લગાવીશ એટલે ગહન ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જશે. અતિ ઉત્સાહ સાથે શેઠે પાણીમાં ડૂબકી મારી. એમની પાછળ સંત ફરીદ પણ પાણીમાં કૂદ્યા અને શેઠના ખભા ઉપર સવાર થઈ ગયા. સંત ફરીદ સ્થૂળકાય હતા. એમના કદાવર શરીરનું વજન ઊંચકવું શેઠને માટે મુશ્કેલ બની ગયું. શેઠ એમાંથી છુટકારો પામીને બહાર નીકળવાની કોશિશ કરતા હતા, પરંતુ સંત ફરીદ શેઠના ખભા પર બેઠા હતા અને પોતાની પકડ સહેજે ઢીલી કરતા નહોતા. શેઠ તરફડવા લાગ્યા. એમને થયું કે હવે ખરી કટોકટીની ઘડી આવી છે. પ્રાણ બચે તેમ નથી. ક્ષણભર વિચાર્યું કે આવ્યો હતો પ્રભુદર્શન માટે અને જિંદગીથી હાથ ધોવાનો વારો આવ્યો ! શેઠના શરીરનો બાંધો નબળો હતો, પરંતુ મોતને સામે જોઈને એમણે એવું તો જોર લગાવ્યું કે એક ઝટકામાં ખભા પરથી ફરીદ બાજુમાં પડ્યા અને શેઠ પાણીની ઉપર આવી ગયા. મોતના મુખમાંથી બહાર આવેલા શેઠે સંત ફરીદ પર ગુસ્સો ઠાલવતાં કહ્યું, તું મને પ્રભુદર્શન કરવા લાગ્યો હતો કે પછી મારા પ્રાણ હરવા ? તું ફકીર નહીં, પણ કસાઈ છે.” ફરીદે પૂછયું, “તમે જ્યારે પાણીમાં ગૂંગળાઈ રહ્યા હતા I ત્યારે કેવો અનુભવ થયો ?” શેઠે કહ્યું, “થાય શું ? મારો તો પ્રાણ રૂંધાતો હતો. પહેલાં તો ઘણા વિચાર કર્યા કે હું કઈ રીતે તમારી પકડમાંથી બચીને બહાર નીકળી જઈ શકું. પરંતુ મારા એવા પ્રયત્નો નિષ્ફળ જતાં ધીરેધીરે બચવાનો વિચાર પણ ગુમાવી બેઠો. પછી તો મન સમક્ષ એક જ સવાલ હતો કે કોઈ પણ ભોગે તમારી પકડ છોડાવીને પ્રાણ બચાવવા. ત્યાર બાદ એ વિચાર પણ વિલીન થઈ ગયો અને કોઈ પણ રીતે માત્ર બહાર નીકળવાની તાલાવેલી લાગી. સમજ્યા?” સંત ફરીદે કહ્યું, “શેઠ, પરમાત્મા સુધી પહોંચવાનો અંતિમ A પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 85 Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૧ મારે તમારે પગલે ચાલવું જોઈએ ને ! માર્ગ ઘણો સરળ છે. જે દિવસે માત્ર પરમાત્મપ્રાપ્તિનો જ માર્ગ રહેશે અને અન્ય સઘળા વિચાર અને પ્રયાસ બંધ થઈ જશે, એ દિવસે તમને ઈશ્વરનાં દર્શન થશે.” એ કઈ રીતે ?” સંત ફરીદે કહ્યું, “માણસ ઈશ્વર વિશે વિચાર કરે છે, એની પ્રાપ્તિ માટે ચિંતન કરે છે, પરંતુ જ્યાં સુધી હૃદયમાંથી સાચો ભાવ ઉત્પન્ન થતો નથી, ત્યાં સુધી એને પૂર્ણ સફળતા મળતી નથી. જેમ પાણીમાં રહેલા તમે જીવ બચાવવા માટે અણી પર આવીને છલાંગ મારી, એવી છલાંગ અને એવી તડપન ઈશ્વર માટે હોય, તો એ આસાનીથી મળી જશે.' ગામડામાં દુકાન ચલાવતા વેપારીએ વૃદ્ધાવસ્થા આવતાં ધીરેધીરે દીકરાને જવાબદારી સોંપવા માંડી. સમય જતાં દીકરાએ દુકાનનો સઘળો કારભાર સંભાળી લીધો. થોડો સમય તો દીકરાએ પિતાની બરાબર સાર-સંભાળ રાખી, પરંતુ ધીરેધીરે એમની અવગણના કરવા લાગ્યો. ઘરની છેવાડે આવેલા રૂમમાં એમનો ખાટલો રાખ્યો કે જ્યાં ન તડકો આવે કે ન પ્રકાશ આવે. ભોજન પણ એમને રૂમમાં જ અપાવા લાગ્યું. દીકરાએ વિચાર કર્યો કે ધાતુના વાસણમાં ભોજન આપીએ, તો એ એઠાં વાસણને માંજવાં પડે. એને બદલે માટીનાં વાસણ લઈ આવ્યો અને એમાં પિતાને ભોજન આપવા લાગ્યો. થોડા સમય બાદ વૃદ્ધ વેપારીનું અવસાન થયું. પુત્રે પિતા તરફ અપાર પ્રેમ દાખવવા માટે આખા ગામને મિષ્ટાન્ન-ભોજન કરાવ્યું. સઘળી અંતિમવિધિ પૂરી થયા પછી પેલા અવાવરા ખંડમાં જઈને યુવાન વેપારી પિતાની ચીજ વસ્તુઓ એક પછી એક બહાર ફેંકવા લાગ્યો. એમનો તૂટેલો ખાટલો બહાર ફેંક્યો. જૂનાં કપડાં બહાર ફેંક્યાં. જ્યારે માટીનાં વાસણો ફેંકવો જતો હતો, ત્યાં યુવાન વેપારીના પુત્રે કહ્યું, “અરે પિતાજી ! થોભો ! દાદાજીનાં આ વાસણો ફેંકશો નહીં. એ તો મારે જાળવીને રાખવાનાં છે.” યુવાન વેપારીએ કહ્યું, “શું ? આવો કચરો રાખવાનો શો.] 86 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 87, Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પથ્થર વાગતાં બુદ્ધની આંખમાંથી આંસુ સર્યા ફાયદો ? એનો શો ઉપયોગ ? આને તો ફેંકી દેવાનાં હોય.” પુત્રે કહ્યું, “ના. આ વાસણો તો ખૂબ ઉપયોગી છે. એક દિવસ તમે જ્યારે વૃદ્ધ થશો અને મારે શિરે જવાબદારી સંભાળવાની આવશે, ત્યારે તમારે માટે પણ આ માટીનાં વાસણોની જરૂર પડશે ને ! એ સમયે બજારમાંથી નવાં વાસણો ખરીદવાને બદલે આ માટીનાં વાસણોનો જ ઉપયોગ કરીશ. મારે તમારે પગલે ચાલવું જોઈએ ને !' પુત્રની વાત સાંભળીને પિતા ઊંડા વિચારમાં ડૂબી ગયા. થોડા સમય પછી એમણે કહ્યું, “દીકરા ! તું સાચું કહે છે. પિતાની સાથે મેં જેવો વ્યવહાર કર્યો, એવો જ વ્યવહાર તારે મારી સાથે કરવો જોઈએ. ઓહ, મને આ પહેલાં સમજાયું હોત તો કેટલું સારું થાત કે પિતાનાં સારાં-ખોટાં કર્મોની અસર પુત્ર પર પડે છે.” યુવાન વેપારીનું માથું ઝૂકી ગયું. પુત્રે કહ્યું, “પિતાજી, હવે તમે એ માટીનાં વાસણો ફેંકી દો. હવે એની કશી જરૂર નથી, કારણ કે તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો છે.” સત્યપ્રાપ્તિ માટે કઠોર સાધના કર્યા બાદ નિરંજના નદીને કિનારે પીપળાના એક વૃક્ષ નીચે ધ્યાનસ્થ સિદ્ધાર્થને પરમ જ્ઞાન(બોધિ)ની પ્રાપ્તિ થઈ. તેઓ ‘બુદ્ધ' બન્યા. એ પછી એમની વિહારયાત્રા દરમિયાન કેટલીય વ્યક્તિઓએ એમનો ઉપદેશ અપનાવ્યો. એમણે વર્ણનો મદ તોડ્યો અને દેહપીડનની વૃત્તિને વખોડી નાખી. ત્યાગ અને બ્રહ્મચર્યનું મહત્ત્વ સમજાવ્યું અને એક વિશાળ સંઘ બનાવીને લોકોને ધર્મમાર્ગે વાળ્યા. આવા મહાત્મા બુદ્ધ નગર બહાર ઉધાનમાં વિશ્રામ કરી રહ્યા હતા. એવામાં બાળકોની એક ટોળી આવી અને એમણે આંબાના ઝાડ પર કેરી જોઈને એ કેરી તોડવા પ્રયત્ન કર્યો. ઊંચે લટકતી કેરીને પથ્થર મારીને પાડવાનો પ્રયાસ કરતાં એક પથ્થર ભગવાન બુદ્ધના માથા પર વાગ્યો અને એમાંથી લોહી વહેવા માંડ્યું. ભિક્ષુઓ દોડી આવ્યા. ચારેબાજુ કોલાહલ મચી ગયો. ભગવાન બુદ્ધને આવી રીતે પથ્થર મારીને લોહીલુહાણ કરનાર છે કોણ ? આ પરિસ્થિતિ જોતાં બાળકોને એમ લાગ્યું કે હવે ભગવાન બુદ્ધ એમને સખત શબ્દોમાં ઠપકો આપશે. આવું કરવા માટે એમને કોઈ સજા પણ કરે ખરા. આમાંથી ઊગરવા માટે બાળકો ભગવાન બુદ્ધની પાસે દોડી આવ્યાં અને એમનાં ચરણ પકડીને ક્ષમાયાચના કરવા લાગ્યાં. 88 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 89. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૩ | તમારું વરદાન મારે માટે શાપ બની જાય ! ભગવાન બુદ્ધ નિર્લેપભાવે આ દૃશ્ય જોતા હતા. એ ઊંડા વિચારમાં પડી ગયા અને થોડી વારમાં એમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. બાળકો વિશેષ ગભરાઈ ગયાં. ટોળીના એક બાળકે માફી માગતાં કહ્યું, “અમારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ. અમે આપને આવી ઈજા કરી બેઠાં. અમારો કોઈ ઇરાદો નહોતો, છતાં આવું થઈ ગયું. અમારે કારણે આપની આંખોમાં આંસુ આવ્યાં.” ભગવાન બુદ્ધે કહ્યું, “પ્યારાં બાળકો, ના, તમારે કારણે મારી આંખમાં આંસુ આવ્યાં નથી. એનું કારણ તો સાવ ભિન્ન મંડળીના મુખ્ય બાળકે પૂછવું, “તો પછી આંસુ આવવાનું કારણ શું ?” ભગવાન બુદ્ધ કહ્યું, “બાળકો, તમે આંબાના વૃક્ષને પથ્થર માર્યો, તો એ વૃક્ષ તમને એના બદલામાં મીઠાં ફળ આપે છે અને મને માર્યો તો હું તમને માત્ર ભય આપી શકું છું.” સંતની એકનિષ્ઠ અને સમર્પણશીલ સાધના જોઈને પરમાત્માને પારાવાર પ્રસન્નતા થઈ. આવી પૂર્ણભક્તિનાં અગાઉ ક્યારેય દર્શન થયાં નહોતાં, આમ છતાં સંતના મનના ઊંડાણનો તાગ મેળવવા માટે પરમાત્માએ પોતાના દૂતને એમની પાસે મોકલ્યો. દૂતે આવીને સંતને વિનંતી કરી, “આપની જે કોઈ ઇચ્છા હોય તે કહો, તમારા પ્રત્યે પ્રસન્ન થયેલા પરમાત્મા તમને એ સર્વની પ્રાપ્તિ કરાવશે. તમારી ઇચ્છા હોય તે વરદાનરૂપે માગો.” સંતે વિનમ્રતાથી ઉત્તર આપ્યો, “હવે મનમાં કોઈ ઇચ્છા જ રહી નથી, તો માગવું શું ? પરમાત્માની સાધનાના માર્ગે ચાલતાં સઘળી ઇચ્છાઓ સમાપ્ત થઈ ગઈ છે. હા, એક સમયે મારા મનમાં ઈચ્છાઓ હતી, ત્યારે પૂછવું નહીં અને હવે જ્યારે મનમાં કોઈ ઇચ્છા જ નથી રહી, ત્યારે પરમાત્મા પૂછે છે !” દૂતે કહ્યું, “આ અતિ સ્વાભાવિક છે. તમારો ઇચ્છાયાગ જ તમને આવા વરદાનની યોગ્યતા અપાવે છે . ઇચ્છામુક્ત થવા માટે જ પરમાત્મા અને તમારા વચ્ચેનું અંતર ઓગળી ગયું અને માટે જ એ પ્રસન્ન થઈને તમને કશુંક માગવાનું કહે છે.” પરમાત્માના દૂતે સંતને કશુંક વરદાન માગવા માટે વારંવાર આગ્રહ કર્યો, પણ સંતે એની વાતનો સહેજે સ્વીકાર કર્યો નહીં. દૂતે કહ્યું, “આપ જો વરદાન માગશો નહીં, તો પરમાત્મા છા 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 91 Page #53 -------------------------------------------------------------------------- ________________ સહયોગ વિના શક્તિનો વિયોગ ! મને એમની સેવામાંથી દૂર કરી નાખશે, ગમે તે થાય, પણ આપ કોઈક વરદાન તો માગો જ .” સંતે કહ્યું, “ખેર, આવું જ છે, તો પછી પરમાત્માને જે વરદાન આપવું હોય તે આપે. હું એનો સ્વીકાર કરીશ.” પ્રસન્ન થયેલા પરમાત્માએ સંતને વરદાન આપ્યું કે તેઓ કોઈ બીમારને સ્પર્શ કરશે, તો એની બીમારી ચાલી જશે અને એ સ્વસ્થ બની જશે. પાનખરમાં પર્ણો વિનાના વૃક્ષને સ્પર્શ કરશે, તો એ વૃક્ષો પર પર્ણો આવી જશે અને લીલુંછમ બની જ છે. વરદાન સાંભળીને વળી સંત વિચારમાં પડી ગયા અને એમણે પરમાત્માને કહ્યું, “જો આટલી કૃપા કરી છે, તો એક બીજી વધુ કૃપા કરજો અને તે એ કે આ કાર્ય મારા સ્પર્શથી નહીં, પણ મારી છાયાથી થાય અને જે થાય તેની મને જાણ સુધ્ધાં ન થાય.” દૂતે પૂછયું, “આવું શા માટે ? આ તો તમને આપેલું વરંદાન છે, પછી વાંધો શો ?” સંતે કહ્યું, “આવી રીતે કોઈ ઘટના બને અને એમાં ચમત્કારનો અહેસાસ થાય, તો મારા ભીતરમાં અહંકાર ઉત્પન્ન થાય અને જો આવું થાય તો પરમાત્માનું વરદાન મારી સઘળી સાધનાને નષ્ટ કરતો શાપ બની જાય.” ધનુષ્ય તરફ અહંકારભરી નજરે જોઈને બાણ બોલ્યું, અલ્યા, દુર્ભાગ્યના અવતાર ! મારી સાથે વસવા છતાં તારામાં સ્કૂર્તિ કે તાકાત આવી નહીં.” ધનુષ્ય પૂછવું, ‘અરે બાણ મહાશય ! કઈ સ્કૂર્તિ અને તાકાતની આપ વાત કરો છો ?' ઘમંડી બાણે જોશભર્યા અવાજે કહ્યું. ‘અલ્યા, જો ને મારો લક્ષ્યવેધ, કેટલે દૂર સુધી ગયો છું અને નિશાનને વીંધી દીધું. અને તું તો કોઈ પ્રમાદીની માફક હજી અહીંને અહીં જ બેઠો છું.” ધનુષ્ય કહ્યું, ‘ભાઈ, દરેકનું પોતાનું કર્તવ્ય હોય છે. મેં મારું કર્તવ્ય બજાવ્યું અને તે તારું, એમાં તું જ તરવરિયો અને હું આળસું; તું લક્ષ્યવેધી અને હું પ્રમાદી એવો ભેદ ન હોય.’ તીર ખડખડાટ હસીને બોલ્યું, ‘ઘણા લોકો પોતાના દોષને ગુણ તરીકે બતાવતા હોય છે, તું પણ તારી મર્યાદાને ખૂબી ગણીને છાવરી રહ્યો છે. જો હું આકાશમાં ચડવો, દૂરદૂર સુધી ગયો, બીજી કોઈ આડીઅવળી દિશા નહીં. ક્યાંય કશું ફંટાવાનું નહીં, સીધો લક્ષ્યવેધ.' ધનુષ્ય જોયું કે તીરનું ગુમાન પણ આકાશે ઊડવા લાગ્યું છે. આથી એણે પણછને કહ્યું, ‘મિત્ર, આપણો એક પરિવાર અને આપણે સહુ સરખા. ભલે આપણે જુદા પણ આપણું કામ તો સહિયારું. પણ જો ને આ તીરને ગર્વ ચડવ્યો છે. ખરું ને !' 92 D પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 1 93 Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪પ દાંતની વચ્ચે જીભની જેમ રહેજો! પણછે કહ્યું, “પરિવારમાં સહુ સરખા હોય અને સાથે મળીને કામ કરે. પણ આ તીર તો તોરમાં લાગે છે.” ધનુષ્ય પણછને કહે, ‘એનો ગર્વ તો નષ્ટ કરવો પડશે. તું એક કામ કર. ધનુર્ધર બાણ મારવા આવે ત્યારે તું સાવ ઢીલી રહેજે .” એવામાં ધનુર્ધર આવ્યો. એણે ધનુષ્યની પણછ ખેંચીને તીરથી લક્ષ્યવેધ કરવાનો પ્રારંભ કર્યો, પરંતુ પણછ ઢીલી હોવાથી આકાશમાં દૂર દૂર સુધી ઊડવાનું કે લક્ષ્યવેધ કરવાનું તો દૂર રહ્યું. તીર નજીકમાં જ જમીન પર અથડાઈને પડ્યું. ધનુષ્ય કહ્યું, ‘અરે મિત્ર તીર, જરા સંભાળો. તમે લક્ષ્યવેધ તો ચૂકી ગયા, પણ આકાશે ઉડ્ડયન પણ ન થયું.' તીરને પોતાની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવ્યો. એણે | ધનુષ્ય અને પણછની ક્ષમા માગી ને બોલ્યું, ‘તમે મારા અહંકારને અળગો કર્યો છે. મને સમજાઈ ગયું છે કે હવે આકાશમાં દૂરદૂર સુધી ઊડવાનું, સડસડાટ સીધી ગતિ કરવાનું અને આબાદ લક્ષ્યવેધ કરવાનું બધું જ તમારા પર આધારિત છે, મારો લક્ષ્યવેધ એ તમારા પર નિર્ભર છે. ખરે જ, તમે બંને મારા કરતાં ઘણાં સમર્થ છો.' ધનુષ્ય કહ્યું, ‘ભાઈ, આપણામાંથી કોઈ વધુ શક્તિશાળી નથી કે નથી અતિ નિર્બળ. આપણે બધાં સમાન છીએ. સહયોગી છીએ. એકબીજાના આધારે અને પરસ્પરના બળથી સફળ થનારાં છીએ.' ચીનના ધર્મસ્થાપક અને તત્ત્વવેત્તા કન્ફયૂશિયસે પંદર વર્ષના એકાંતવાસ બાદ તેર વર્ષ ચીનમાં સતત પરિભ્રમણ કર્યું. એમણે જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા માટે લોકોને પ્રેમ, કર્તવ્ય, સહિષ્ણુતા, દાન અને ક્ષમા જેવા ગુણો અપનાવવા કહ્યું. માનવતાવાદના પુરસ્કર્તા કફ્યુશિયસે જનસમૂહને નીતિવાન, ગુણવાન અને ચારિત્ર્યશીલ બનવાનો ઉપદેશ આપ્યો. આ ધર્મપ્રચાર અર્થે દૂર દેશાવર રહેલા એમના શિષ્યો કફ્યુશિયસ પાસે આવ્યા અને એમણે જ્ઞાની ગુરુને માર્ગદર્શન આપવા વિનંતી કરી. કફ્યુશિયસે એટલું જ કહ્યું, “જે દેશમાં જાવ ત્યાં બત્રીસ દાંત વચ્ચે જીભ રહે છે એવી રીતે રહેજો.” - શિષ્યોને ગુરુદેવના આ ઉપદેશનો મર્મ સમજાયો નહીં એટલે એમણે વધુ સ્પષ્ટતા કરવા વિનંતી કરી. સંત કફ્યુશિયસે કહ્યું, “વત્સ, તમે દેશ-દેશાવર જાવ છો. ત્યારે એ યાદ રાખજો કે તમને અહીં દાંત જેવો નિષ્ફર સમાજ મળે છે, તેવો જ ત્યાં મળવાનો છે. આ સમયે કઠણ બત્રીસ દાંત વચ્ચે જીભ જેવી કોમળતાથી તમે વર્તજો.” શિષ્યોએ કહ્યું, “ગુરુદેવ, એટલે શું ?” આનો અર્થ સમજવા માટે મારા પ્રશ્નોના ઉત્તર આપો. બાળક જન્મે છે ત્યારે દાંત અને જીભ એ બેમાંથી પહેલું કોણ આવે છે ?” શિષ્યોએ કહ્યું, “ગુરુદેવ, બાળક જીભ સાથે જન્મે છે, દાંત તો એ પછી આવે છે.” 94 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 95 Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ | હાર શિખર પર અને એની શોધ નદીમાં ! કફ્યુશિયસે પૂછયું, “માનવીના જીવનકાળ દરમિયાન દાંત અને જીભમાંથી કોણ પહેલી વિદાય લે છે ?” દાંત તો પડી જાય છે, જ્યારે જીભ જીવનના અંત સમય સુધી સાથે રહે છે.” “આ દાંત અને જીભમાંથી કોણ નરમ અને કોણ કઠણ છે?” શિષ્યોએ કહ્યું, “દાંત કઠણ છે અને જીભ નરમ છે.” કફ્યુશિયસે કહ્યું, “જુઓ, કઠણ દાંત મોડા આવે છે અને વહેલા પડી જાય છે. જ્યારે નરમ જીભ તો જન્મથી મૃત્યુ સુધી માણસની સાથે રહે છે. દાંતની માફક જો કઠણ અને અક્કડ રહેશો તો મૂળમાંથી ઊખડી જ શો. જીભની માફક નરમ રહેશો તો છેક સુધી ટકી શકશો. એક બીજી વાત પણ સમજી લો, કઠણ દાંત જીભને કચરી નાખે છે અને જીભને પારાવાર વેદના થાય છે. છતાં જીભ ક્યારેય વેરભાવ રાખતી નથી. અરે, કોઈ ખાદ્યપદાર્થ દાંતમાં ભરાઈ ગયો હોય તો જીભ એને દૂર કરે છે. કષ્ટ સહન કરીને પણ જીભ મીઠાશ વહંચે છે. વળી આ જીભ ધારે તો બત્રીસે દાંત પાડી શકે એવી શક્તિશાળી છે. પરંતુ જીભ સંયમ રાખે છે. તમે પણ સમાજની વચ્ચે જીભ જેવા સંયમી બનીને વર્તજો.” અંતે સંત કફ્યુશિયસે શિષ્યોને કહ્યું, “સંસારમાં નમ્ર માણસ શાંતિભર્યું જીવન ગાળે છે. અક્કડ, અભિમાની માનવી ઉખેડાઈને ફેંકાઈ જાય છે. દાંત જેવા અક્કડ, અભિમાની બનશો નહીં. દાંત દુર્જનની માફક કાપે છે. જીભ સજ્જનની માફક જાળવે છે. વળી આ જીભ સહન કરે છે તો સ્વાદ પણે પામે છે. તમે ધર્મપ્રચારની સેવાનો અનુપમ આનંદ પણ પ્રાપ્ત કરી શકશો.” પોતાના કંઠમાં શોભતો અત્યંત કીમતી હાર રાજરાણીને પોતાના પ્રાણથી પણ વધુ પ્રિય હતો. એક વાર એ રાજાની સાથે વનમાં સહેલગાહે નીકળી હતી, ત્યારે રસ્તામાં વિશ્રામસ્થળે પોતાનો આ કીમતી હાર ધનવાનોને બતાવીને હરખાતી હતી. આ સમયે આકાશમાંથી એક બાજ પક્ષી હાર ચાંચમાં લઈને ઊડી ગયું. રાજાએ આ જોયું એટલે એ બાજની પાછળ દોડ્યા. રાજાને દોડતા જોઈને રાજ કર્મચારીઓ અને સિપાઈઓ પણ દોડ્યા. સહુએ જોયું તો બાજ પહાડના શિખર પર બેઠું અને પેલો હાર એની ચાંચમાંથી નીચે પડ્યો. રાજા , સેનાપતિ અને તેના સહુએ એ હાર ચાંચમાંથી પડતો જોયો, પણ ક્યાં પડ્યો એ તેમને દેખાયું નહીં. લોકો પહાડ નીચે ચારેબાજુ શોધવા લાગ્યા, પણ ક્યાંય હાર મળ્યો નહીં. રાણી તો હૈયાફાટ રુદન કરવા લાગી. રાજાને સમજાતું નહોતું કે હવે કરવું બીજે દિવસે સવારે કેટલાક લોકોએ નજીક વહેતી નદીના પાણીમાં ચમકતો હાર જોયો. રાણીના આનંદનો પાર ન રહ્યો. કેટલાક તરવૈયા એ હારને લેવા માટે નદીમાં ઊતર્યા, પરંતુ ઘણી કોશિશ કરવા છતાં હાર મળ્યો નહીં. રાણી ફરી ઉદાસ બની ગઈ. સહુના ચહેરા પર નિરાશા ઘેરી વળી. રાજાને સમજાતું નહોતું કે હવે કરવું શું ? % 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 97. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૭ સોદાગરનાં ખચ્ચરો પર ‘કીમતી' માલ ! એવામાં થોડા સમય પછી એક સંત અહીંથી પસાર થયા. રાજાએ એમને સન્માનપૂર્વક બોલાવીને આદરસત્કાર કર્યો. સંત સમજી ગયા કે નક્ક, કોઈ સમસ્યા સર્જાઈ લાગે છે. સંતે પૂછવું એટલે રાજાએ સઘળી હકીકત કહી. સંત નદી પાસે પહોંચ્યા અને એના પાણીને હાથની થાપટ મારીને હલાવ્યું અને બોલ્યા, “પહાડ પર પહોંચી જાવ અને એના શિખર પર રહેલા હારને શોધી કાઢો.” રાજ સૈનિકો ત્યાં પહોંચ્યા અને એમને હાર મળ્યો. સહુને આશ્ચર્ય થયું. સંતે કહ્યું, “ભાઈઓ, હાર તો શિખર પર જ હતો, પણ એનું પ્રતિબિંબ નદીના પાણીમાં પડતું હતું અને તમે બધા એને નદીમાં શોધી રહ્યા હતા.” રાજાએ કહ્યું, “આ તો અમને સમજાયું જ નહીં. હાર શિખર પર અને એની શોધ નદીમાં.” સંતે કહ્યું, “રાજનું, આવી જ રીતે આપણે ભૌતિક ચીજવસ્તુઓની પ્રાપ્તિમાં સુખની શોધ કરીએ છીએ, જ્યારે સુખ તો આપણા અંતરમાં વસે છે.” રાણી સંતની વાતનો મર્મ પામી ગઈ. હવાની મધુર લહરીઓ વહેતી હતી અને જંગલમાં વૃક્ષ નીચે આરામ કરતા ફકીરની આંખો મળી ગઈ. એણે સ્વપ્નમાં જોયું તો એક સોદાગર પાંચ ખચ્ચરો પર મોટીમોટી ગઠરિયાં લાદીને જતો હતો. આ પોટલાં ભારે હોવાથી એ ખચ્ચર બિચારાં માંડમાંડ ચાલી રહ્યાં હતાં. ફકીરે સોદાગરને સવાલ કર્યો, “અરે, તેં આ ગઠરિયાંમાં એવી તે કઈ ચીજવસ્તુઓ રાખી છે કે જેને આ બિચારાં ખચ્ચરો માંડ એનો ભાર ઉઠાવી રહ્યાં છે ?” સોદાગરે કહ્યું, “આમાં તો માનવીના રોજિંદા વપરાશની ખૂબ જરૂરી ચીજવસ્તુઓ ઠાંસીઠાંસીને ભરી છે, એનો સોદો કરવા માટે બજારમાં જાઉં છું.' એમ ? તો એમાં કઈ-કઈ ચીજ છે, જરા હું પણ જાણું?” સોદાગરે કહ્યું, “આ પહેલું ખચ્ચર તમે જુઓ છો, એના પર અત્યાચારનું પોટલું છે.” ફકીરે પૂછયું, “ભલા માણસ, અત્યાચારને તો કોઈ ખરીદતું હશે. એનાથી તો બધા દૂર ભાગે.” સોદાગરે કહ્યું, “ના. એવું નથી. આની ખરીદી કરનારા અમીર, તુંડમિજાજી, કામી અને અત્યાચારી લોકો હોય છે. ઘણી મોટી કીમતે આનું વેચાણ થાય છે.” તો તારા બીજા પોટલામાં છે શું ?” 98 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 99 Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શિક્ષકે બે વાર ચપટી રાખ નીચે ફેંકી સોદાગરે કહ્યું, “અહંકારથી ભરપૂર છે મારું એ પોટલું અને એની ખરીદી કરનાર હોય છે મહાપંડિતો અને જ્ઞાની વિદ્વાનો અને આ ત્રીજા ખચ્ચર પર ઈર્ષાનું પોટલું મૂક્યું છે. એના ગ્રાહક છે ધનવાન લોકો જેઓ એકબીજાની પ્રગતિ સહન કરી શકતા નથી. આને ખરીદવા માટે તો લોકો વર્ષો સુધી લાંબી કતરમાં ઊભા રહે છે.” ફકીરે હસીને કહ્યું, “તો આ ચોથા પોટલામાં શું છે, ભાઈ?” “એમાં બેઈમાની ભરેલી છે અને એના ગ્રાહક મોટામોટા રાજ કારણીથી માંડીને સામાન્યમાં સામાન્ય પટાવાળા પણ છે. ધર્મ, શિક્ષણ, સમાજ, સરકાર બધાં ક્ષેત્રના લોકો આની સતત માગ કરે છે. આનાથી ઘણો ફાયદો થતો હોવાથી એની ખરીદી કરનારની ક્યારેય ખોટ પડતી નથી.” “અને આ છેલ્લા ખચ્ચર પરના પોટલામાં શું છે ?” એમાં છે છળ-કપટ. નેતાઓ, નવરા માણસો અને કામ વિનાની અમર સ્ત્રીઓમાં એની ભારે માંગ છે. એ પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી સતત ભૂંસતાં હોય છે. આની ખરીદી કરનારાં પણ કંઈ ઓછાં હોતાં નથી.” વાહ, તું તો આ ખચ્ચરો પર કમાલનો માલ લઈને નીકળ્યો છે, વાહ !” અને આમ હાથ ફંગોળતાં ફકીરની ઊંઘ ઊડી ગઈ અને આ સ્વપ્ન એના કેટલાય પ્રશ્નોનો ઉત્તર આપી દીધો. શિક્ષક જગતરામ પાસે એક ધનાઢય વેપારીનો પુત્ર અભ્યાસ માટે આવતો હતો. એક દિવસ એ છોકરો અભ્યાસ કરવા માટે આવ્યો, ત્યારે ગળામાં, કાનમાં અને કાંડા પર કીમતી ઘરેણાં પહેરીને આવ્યો હતો. કાનમાં સોનાની કડી, ગળામાં મોતીનો હાર અને હાથમાં સોનાનું કડું પહેર્યું હતું.. જગતરામે એને કહ્યું, “પહેલાં તારા શરીર પરથી આ ઘરેણાં ઉતારી નાખ. લક્ષ્મીનો આટલો બધો પ્રભાવ હશે, તો સરસ્વતી આવશે નહીં અને તને વિદ્યા ચડશે નહીં.” જગતરામે વિદ્યાર્થીના અલંકારો ઉતારી લીધા અને અભ્યાસ પૂર્ણ થયા બાદ ઘરેણાં પાછાં આપ્યા વિના જ ઘેર મોકલી આપ્યો. ઘેર પહોંચ્યો કે તરત જ એની માતાએ પૂછ્યું, “બેટા, ઘરેણાં ક્યાં ગયાં ? કોણે લઈ લીધાં?” છોકરાએ કહ્યું, “શિક્ષકે ભણાવતાં પહેલાં ઉતારી લીધાં અને ભણાવ્યા બાદ પાછાં આપ્યાં નથી.” વેપારીની સ્ત્રીએ પડોશણને વાત કરી. એણે વળી બીજી સ્ત્રીને વાત કરી અને પછી આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે જુગતરામ તો ઠગતરામ છે. ભારે બેઈમાન છે. એ વળી આપણા છોકરાઓને કઈ રીતે ઈમાનદાર બનાવવાનો ? ઘેરઘેર જગતરામની 100 L પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 101 Page #58 -------------------------------------------------------------------------- ________________ વેપારીએ પૂછયું, “એટલે ? આપ શું કહો છો ?” શિક્ષક જ ગતરામે કહ્યું, “નિંદા કરતાં પણ પ્રશંસા લોકો પચાવી શકતા નથી. નિંદાની બાબતમાં તો વ્યક્તિ સાવધાન રહે છે, પણ પ્રશંસાની બાબતમાં સાવ બેખબર હોય છે અને એ પોતે એનાથી વધુ હાનિ પણ પામે છે.” નિંદા થવા લાગી. એવામાં પરદેશ ગયેલો વેપારી પાછો આવ્યો અને એની પત્નીએ એને આ ઘટનાની વાત કરી. વેપારી જગતરામના ઘેર ગયા અને જગતરામે એને ઘરેણાં સોંપતાં કહ્યું, “મેં જાણીજોઈને ઘરેણાં ઉતારી લીધાં હતાં. મને લાગ્યું કે કોઈ આ છોકરા પાસેથી આ ઘરેણાં પડાવી લેશે તો ? આથી મેં સાચવીને મારા ઘરમાં રાખ્યાં અને વિચાર્યું કે તમે આવશો એટલે હાથોહાથ સોંપી દઈશ. આટલા નાના છોકરાને આવાં કીમતી ઘરેણાં ન પહેરાવો.” વેપારી ઘેર આવ્યો અને એણે કહ્યું, “આખા ગામમાં જગતરામ જેવો ઈમાનદાર અને સમજદાર માનવી બીજો કોઈ નથી. જગતરામ નહીં, એ તો ભગતરામ છે.” પછી તો આ વાત એક કાનથી બીજા કાને અને બીજા કાનથી ત્રીજા કાન સુધી વહેવા લાગી અને આખા ગામમાં જગતરામની પ્રશંસા થવા લાગી, જેઓ ગઈકાલ સુધી જગતરામની આકરી નિંદા કરતા હતા, તેઓ એની અતિ પ્રશંસા કરવા લાગ્યા. જ્યારે જુગતરામને આની જાણ થઈ ત્યારે એણે ચપટીમાં રાખ લઈને બે વાર નીચે ફેંકી. લોકોએ આનું રહસ્ય પૂછ્યું, તો જગતરામે કહ્યું, “આ એક ચપટી રાખ એ નિંદાની ચપટી છે અને બીજી ચપટી એ પ્રશંસાની છે. બંને ફેંકી દેવા જેવી છે. દુનિયા તમારી નિંદા કરે કે પ્રશંસા એના પર ધ્યાન આપવું જોઈએ નહીં. એમાં પણ આ પ્રશંસાની ચપટી તો વધુ કપરી છે.” 102 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 103 Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૯ માટીના અવગુણો નહીં, ગુણો જુઓ માનવજન્મ પૂર્વેની આ ઘટના છે. ધરતી પર સર્જનહારે અનેક સર્જનો કર્યા હતાં, તેમ છતાં એ સર્જનોથી એમને સંતોષ થતો નહોતો. રાતદિવસ કોઈ અભાવનો, અસંતોષનો અનુભવ થતો હતો. આખરે સર્જનહારે ચંદ્રનું હાસ્ય, ગુલાબની સુવાસ, અમૃતનું માધુર્ય, જળની શીતળતા, અગ્નિની ઉષ્ણતા અને પૃથ્વીની કઠોરતા એકઠી કરીને માટીનું એક પૂતળું બનાવ્યું અને એમાં પ્રાણસંચાર કર્યો. માટીના આ પૂતળામાં પ્રાણસંચાર થતાં જ પૃથ્વી પર ચારે તરફ માનવીની દોડધામ મચી ગઈ. એની પ્રવૃત્તિથી ધરતી ધમધમવા લાગી. ચારેબાજુ અનોખી રોનક આવી અને આવાસો માનવીય અવાજોથી ગાજવા લાગ્યા. સર્જનહારના આ અપૂર્વ સર્જનને જોઈને આશ્ચર્યચકિત થયેલા દેવદૂતોએ પ્રશ્ન કર્યો, “આ માટીના પૂતળામાંથી આપે શેનું સર્જન કર્યું ? આવું સર્જન પૂર્વે અમે જોયું નથી.” સર્જનહારે કહ્યું, “તમને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. આ તો પૃથ્વી પરના જીવનની સર્વશ્રેષ્ઠ કૃતિ માનવ છે. બસ, હવે પૃથ્વી પર આ માનવના જીવનનું સર્વત્ર પ્રભુત્વ રહેશે.” સર્જનહારે હજી પોતાની વાત પૂર્ણ કરી નહોતી, ત્યાં જ એક દેવદૂત વચ્ચે બોલી ઊઠ્યો, “ક્ષમા કરજો પ્રભુ, આપે ખૂબ મહેનત કરીને આ માટીને આકાર આપ્યો, એમાં પ્રાણ ફૂંક્યા, પણ મારો સવાલ એ છે કે આ માટે માટીની પસંદગી શા માટે કરી? માટી તો તુચ્છમાં તુચ્છ અને જડમાં જડ છે. આ માટીને બદલે તમે સોના અથવા ચાંદીના આકારમાં આવો પ્રાણ ફૂંક્યો હોત, તો વધુ સારું થાત. એની રોનક અને શાન-શૌકત જુદાં જ હોત.” દેવદૂતની વાત સાંભળીને સર્જનહારે હસતાં-હસતાં કહ્યું, આ જ આ જીવનનું રહસ્ય છે. આ માટીના શરીરમાં મેં દુનિયાનું તમામ સુખ-સૌંદર્ય અને સમગ્ર વૈભવ મૂક્યાં છે. તને જે જડ લાગે છે, તે માટીમાં આનંદનું ચૈતન્ય ફૂંકી દીધું છે. હવે માનવી તેનો ઇચ્છશે તે રીતે ઉપયોગ કરશે.” એટલે ? આપની વાતનો મર્મ હું સમજી શક્યો નહીં ?” સર્જનહારે કહ્યું, “જે માનવી માટીના આ શરીરને મહત્ત્વ આપશે એ માટીની જડતા પામશે, પણ જે જડતાથી ઉપર ઊઠશે, એને ઊર્ધ્વ ચેતનાના આનંદની અનુભૂતિ થશે. કમળની એક પછી એક પાંદડી ખીલે, એમ એનો અંતરનો આનંદ સતત ખીલવા લાગશે.” પણ માટી શા માટે ? એનો આટલો બધો મહિમા કેમ ?” કારણ એટલે કે માટીનું ઘર ભાંગતાં સહેજે વાર નથી લાગતી. આથી માટી રચિત જીવન ક્ષણિક છે. વળી, એ ક્ષણભંગુર 1પ પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 1 105 Page #60 -------------------------------------------------------------------------- ________________ પ૦ સૌથી અમૂલ્ય ભાષા છે, માટે જ એ જીવનની પ્રત્યેક ક્ષણ મૂલ્યવાન છે.” સાચી વાત.” સર્જનહારે કહ્યું, “પણ તમે માટીના અવગુણોને જુઓ છો, ગુણોને નહીં. યાદ રાખો, આ માટીમાંથી જ અંકુર ફૂટે છે અને મહેનત કરવાથી સરસ મજાનો પાક ઉગાડી શકાય છે. સોના અને ચાંદીમાંથી ક્યારેય અંકુર ફૂટતા નથી. આથી જ મેં મારી સૌથી મહાન કૃતિ માનવને માટે માટીના શરીરને કર્મક્ષેત્ર બનાવ્યું.” કાશીમાં વસતા વિદ્વાન સંતે પોતાના પ્રિય શિષ્ય પારંગતને બોલાવીને કહ્યું, “વત્સ પારંગત, વર્ષોથી આ આશ્રમમાં રહીને તેં શાસ્ત્રાભ્યાસ કર્યો છે. મેં તને સઘળું શાસ્ત્રજ્ઞાન શીખવ્યું છે. તે પણ યથાયોગ્ય રીતે એનું અધ્યયન અને સ્વાધ્યાય કર્યો છે. હવે તારે વિશેષ જ્ઞાનપ્રાપ્તિ માટે ઉદ્યમ કરવાનો છે.” | શિષ્ય પારંગતે કહ્યું, “ગુરુદેવ, આપની પાસેથી જ્ઞાનચક્ષુ પામ્યો છું. હવે મારે કઈ જ્ઞાનસાધના કરવાની છે એનું માર્ગદર્શન આપો.” ગુરુએ કહ્યું, “હવે તું દેશભરમાં આવેલાં તીર્થોની યાત્રા કર અને સઘળી ભાષા શીખીને પાછો આવ.” ગુરુની આજ્ઞા પ્રમાણે પારંગત દેશાટન કરવા માટે નીકળી પડ્યો. ઘણાં વર્ષો પછી એ પાછો ફર્યો, તો એણે જોયું કે ગુરુ અત્યંત વૃદ્ધ થઈ ગયા હતા. એમના શરીરની દશા જોઈને દુઃખ થાય એવું હતું. એ અત્યંત બીમાર હતા. પરંતુ ઉત્સાહી પારંગત બીજું કશું વિચારવાને બદલે પ્રણામ કરીને બોલ્યો, “ગુરુદેવ, સમગ્ર દેશની એકેએક ભાષાનું જ્ઞાન મેળવીને આવ્યો છું. હવે કશું મેળવવાનું બાકી રહેતું નથી.” સંતે શાંતભાવે એના યાત્રાવર્ણન અને ભાષાઅભ્યાસની સઘળી વાતો સાંભળ્યા પછી એને પૂછવું, “વત્સ, તને કોઈ એવી વ્યક્તિ મળી ખરી કે જે અત્યંત લાચાર હોવા છતાં બીજાને મદદ 106 | પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 107 Page #61 -------------------------------------------------------------------------- ________________ પ૧ | સંસારમાં સાંસારિકતાનો મોહ કેવો છે ? કરતી હોય, જાતે ભૂખી રહીને બીજાને ભોજન આપતી હોય.” પારંગતે કહ્યું, “હા, એવા લોકો તો ઘણી જગ્યાએ મને મળ્યા, પણ મારે એની સાથે વળી શી નિસબત?” શું તારા મનમાં એમને માટે કોઈ સહાનુભૂતિ જાગી નહીં? તેં એમને પ્રેમનો એક શબ્દ પણ કહ્યો નહીં ? આટલી બધી ભાષા શીખ્યો હોવા છતાં એમના ઉદાર ભાવની કોઈ પ્રશંસા કરી નહીં ?'' શિષ્ય કહ્યું, “ગુરુદેવ, આવી માથાકૂટમાં પડું તો હું આપના આદેશનું પાલન કઈ રીતે કરી શકું ? મારી પાસે સ્નેહ દર્શાવવાની, પ્રેમનો શબ્દ કહેવાની કે પ્રશંસા કરવાની ક્યાં ફુરસદ હતી, કે એમના તરફ હું ધ્યાન આપું.” સંતે કહ્યું, “પારંગત, તું સઘળી ભાષામાં પારંગત થયો ખરો, પરંતુ એ અમૂલ્ય ભાષા શીખ્યો નહીં, જેને માટે મેં તને મોકલ્યો હતો. તું હજી પ્રેમ, કરુણા અને સહાનુભૂતિની ભાષાથી વંચિત રહ્યો છે. આવું બન્યું ન હોત તો દુ:ખીઓનાં દુ:ખની તેં ઉપેક્ષા કરી ન હોત. એટલે સુધી કે તું ગુરુની આવી રુણાવસ્થા જોયા પછી એમના કુશળક્ષેમ પૂછળ્યા વિના પોતાની વાત જ સંભળાવતો રહ્યો.” પારંગતને સમજાયું કે બધી ભાષાઓમાં પારંગત બનવું એટલું જ પૂરતું નથી, પણ એ ભાષાઓ સાથે હૃદયનો પ્રેમ, પરોપકાર અને કરુણા ભળવાં જોઈએ. મંત્રદ્રષ્ટા, બ્રહ્મર્ષિ, ઋતિકાર અને તત્ત્વજ્ઞાની એવા ગુરુ વસિષ્ઠને એક વાર એમના શિષ્ય પૂછ્યું, “ગુરુદેવ, સાંસારિકતા અને ભૌતિકતાના મોહમાં ફસાયેલી વ્યક્તિ શા માટે ઉન્નતિ કરી શકતી નથી?” ગુરુ વસિષ્ઠ શિષ્યને પ્રશ્નના ઉત્તરરૂપે એક કથા સંભળાવી. એમણે કહ્યું : આંબાના વૃક્ષ પર કેરીઓ આવી હતી, પણ એક પાકેલી કેરીને વૃક્ષ પર જ ચોંટી રહેવાની ઇચ્છા જાગી. એને આંબાનો એવો તો મોહ વળગ્યો કે એને વૃક્ષને છોડવું ગમતું ન હતું. આ વાડીનો માલિક પાકી ગયેલી કેરીની શોધ કરતો આંબા પર ચડી ગયો અને પાકેલી કેરીઓ તોડવા લાગ્યો. એ સમયે વૃક્ષથી વેગળા નહીં થવા માગતી પાકેલી કેરીએ પાંદડાંઓની આડમાં પોતાની જાતને એવી છુપાવી દીધી કે જેથી વાડીના માલિકને કેરી દેખાઈ નહીં. એ નીચે ઊતરી ગયો, આ જોઈને પેલી પાકેલી કેરી કેટલાય જુદાજુદા વિચારોમાં ખોવાઈ ગઈ. બીજે દિવસે સવારે પાકેલી કેરીએ જોયું તો એની બધી જ પડોશી પાકેલી કેરીઓ વૃક્ષ પરથી અદૃશ્ય થઈ ગઈ હતી. માત્ર એને જ પેલા વૃક્ષનો મોહ હજી છૂટ્યો નહોતો. પણ સાથોસાથ પોતાની રોજની પડોશી એવી પાકેલી કેરીઓની યાદ એને સતાવવા લાગી. એક વાર તો એવો વિચાર પણ કર્યો કે નીચે કૂદી પડું અને 108 n પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 109. Page #62 -------------------------------------------------------------------------- ________________ પ૨ સુવર્ણમુદ્રાથી હું બીમાર પડી જઈશ મારાં વર્ષોનાં સાથીઓને જઈને મળું. પણ વળી પાછો વૃક્ષનો મોહ એને ખેંચવા લાગ્યો. આમ વૃક્ષ પર ચોંટી રહ્યું કે વૃક્ષ પરથી કૂદી જાઉં – એવા સંશયમાં ને સંશયમાં એ પાકેલી કેરી કશું કરી શકી નહીં.” સંશયનો કીડો એને ધીરેધીરે કોરી ખાવા લાગ્યો. થોડાક સમયમાં એ કેરી સુકાઈ ગઈ અને એક દિવસ એ કેરી માત્ર ગોટલી અને સુકાયેલી છાલના રૂપમાં રહી ગઈ. હવે કોઈ એના તરફ નજ રસુધ્ધાં નાખતું નહોતું. પોતાનું આકર્ષણ ગુમાવવાને કારણે પેલી કેરી પારાવાર પસ્તાવો અને અફસોસ કરવા લાગી કે એ સંસારમાં કોઈની સેવા કરી શકી નહીં કે કોઈની ભૂખ શાંત કરી શકી નહીં. એના રસથી કોઈના ચહેરા પર પ્રસન્નતા લાવી શકી નહીં. વળી હવે તો પોતાની દશા જોઈને એને લાગ્યું કે એનો અંત પણ ભારે દુઃખદ આવવાનો છે અને બન્યું પણ એવું કે એક વાર સુસવાટાભેર પવન આવ્યો અને કેરી ડાળી પરથી તૂટીને નીચે પડી. | શિષ્યને આ કથાનું શ્રવણ કરાવ્યા બાદ ગુરુ વસિષ્ઠ કહ્યું, “વત્સ, સંસારમાં રહેનારી વ્યક્તિઓ સાંસારિકતાના મોહમાંથી છૂટતી નથી. એ જ્ઞાની હોવા છતાં સતત એ વિચારમાં ડૂબેલો રહે છે કે આજે નીકળે કે ક્યારે નીકળે અને એક દિવસ એવો આવી પહોંચે છે કે એમને આ સંસાર છોડીને ચાલ્યા જવું પડે છે. આવા ભ્રમગ્રસ્ત લોકો પેલી કેરીની માફક ન અહીંના રહે છે કે ન ત્યાંના.” ગુરુ વસિષ્ઠની કથામાંથી શિષ્યને પોતાનો ઉત્તર મળી ગયો. કાશીમાં આવેલા એક કર્મકાંડી પંડિતના આશ્રમની સામે આવેલા વૃક્ષ નીચે એક મોચી બેસતો હતો. એ મોચી હંમેશાં પ્રભુભક્તિમાં ડૂબેલો રહેતો. પગરખાં સીવતો જાય અને મસ્તીમોજથી ભજન ગાતો જાય, આજ સુધી ક્યારેય એના તરફ પંડિતજીનું ધ્યાન ગયું. નહોતું, પરંતુ એક વાર પંડિતજી બીમાર પડ્યા અને પથારીવશ થયા. પથારીમાં સૂતેલા પંડિતજીને કાને પેલા મોચીનાં ભજનો સંભળાયાં અને એમને એનો રાગ અને ભાવ બંને સ્પર્શી ગયાં. એમનું ચિત્ત રોગ પરથી દૂર થયું, વેદનાનું સ્મરણ ઝાંખું પડ્યું અને ભજનના હરિરસમાં લીન બની ગયા. જીવનભર કર્મકાંડ કરનાર પંડિતજીને પહેલી વાર ભજનરસના આનંદનો અનુભવ થયો અને એમનું દર્દ ભૂલી ગયા. પંડિતજીએ પોતાના એક શિષ્યને મોકલીને એ મોચીને બોલાવ્યો અને કહ્યું, ભાઈ, તું સરસ મજાનાં ભજન ગાય છે. મોટામોટા વૈદ્યોએ ઇલાજ કર્યો, તોપણ મારો રોગ ઓછો કરી શક્યા નહોતા, પરંતુ તારાં ભજનો સાંભળીને હું રોગમુક્તિનો અનુભવ કરું છું.” આમ કહીને પંડિતજીએ એને એક સુવર્ણમુદ્રા આપી અને કહ્યું, “બસ, આ રીતે સદા ગાતો રહેજે .” મોચીના આનંદનો પાર ન રહ્યો. એ વારંવાર પેલી સુવર્ણમુદ્રા જોવા લાગ્યો. એને ક્યાં છુપાવી રાખવી એ વિશે રાતદિવસ | llo D પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ ill Page #63 -------------------------------------------------------------------------- ________________ પ૩ સામ્રાજ્ય કરતાં ભિક્ષુનું પાત્ર શ્રેષ્ઠ ! ચિંતા સેવવા લાગ્યો. ધીરેધીરે એના કામમાંથી એકાગ્રતા ગુમાવી બેઠો. માથે ચિંતા એટલી સવાર થઈ ગઈ કે ભજન ગાવાનું પણ ભૂલી ગયો. મોચીને કામમાં બેદરકારી દાખવતો જોઈને એના ગ્રાહકો બીજે જવા લાગ્યા. દુકાન બંધ થાય એવી દશા આવી અને ભજન ગાઈને પ્રભુભક્તિ કરવાનું તો સાવ વીસરી ગયો. ભજન બંધ થતાં પંડિતજીનું ધ્યાન એમના રોગ તરફ ગયું અને રોગ વધવા લાગ્યો. એક દિવસ મોચી પંડિતજી પાસે આવ્યો અને સુવર્ણમુદ્રા પાછી આપતાં બોલ્યો, “મહારાજ, આપ આપની આ સુવર્ણમુદ્રા પાછી રાખી લો. મારે નથી જોઈતી.” પંડિતજીએ પૂછ્યું, “ કેમ ? તને કંઈ માઠું લાગ્યું છે ? આ સુવર્ણમુદ્રા જોઈને તારા પર કોઈએ ચોરી કરવાનો શક કર્યો મોચીએ કહ્યું, “ના જી, એવું કશું થયું નથી, પરંતુ જો હું આ સુવર્ણમુદ્રા રાખીશ, તો આપની માફક બીમાર થઈ જઈશ. આ સુવર્ણમુદ્રાએ તો મારું જીવવું હરામ કરી નાખ્યું છે. ભગવાનનાં ભજનો અને ભાવ હું વીસરી ગયો છું. કામમાં મન લાગતું નથી એટલે ધંધાપાણી બંધ થવા લાગ્યા છે. આજે મને સમજાયું કે પોતાની મહેનતની કમાણીમાં જે સુખ છે, એ પરાયી સુવર્ણમુદ્રામાં પણ નથી. આ સુવર્ણમુદ્રાને કારણે તો પરમાત્મા સાથેનો મારો સંબંધ વિસરાઈ ગયો. આપ આનો સ્વીકાર કરો.” પંડિતજીએ આ સુવર્ણમુદ્રાનો સ્વીકાર કર્યો અને મોચીએ આનંદભેર વિદાય લીધી. ભગવાન બુદ્ધ એક નગરના ઉદ્યાન પાસેથી પસાર થવાના હતા. રાજ્યના અનુભવી મંત્રીએ રાજાને વિનંતી કરી કે નગર બહારના ઉંધાનમાં ભગવાન બુદ્ધ પધારે છે, ત્યારે એમના સ્વાગત માટે રાજાએ જવું જોઈએ. આનાથી ભગવાન બુદ્ધનાં દર્શનનું મહાભાગ્ય પ્રાપ્ત થશે. અનુભવી મંત્રીની આ વાત સાંભળીને રાજા ગુસ્સે થયો અને બોલ્યો, “મંત્રીરાજ , વિવેક અને ઔચિત્ય એ ઘણાં મહત્ત્વનાં છે. એમ કહો કે ભગવાન બુદ્ધ સામે ચાલીને રાજાને મહેલમાં મળવા આવવું જોઈએ, એ જ ઔચિત્યપૂર્ણ ગણાય.” મંત્રીએ આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું, “મહારાજ, આપ ભગવાન બુદ્ધથી સારી રીતે પરિચિત છો. એમના જ્ઞાન અને ત્યાગને આપ જાણો છો. જ્ઞાની અને ત્યાગીના સામે ચાલીને દર્શન કરવાં જોઈએ.” મંત્રીરાજ, ભગવાન બુદ્ધનો દરજ્જો શો છે ? સમાજમાં એ કયા સ્થાને બિરાજે છે ? એ તો માત્ર ભિક્ષુ છે અને હું રાજા છું, સમજ્યા !” ઘમંડી રાજાની આવી દલીલથી અનુભવી મંત્રીને આઘાત લાગ્યો અને એણે મંત્રીપદેથી ત્યાગપત્ર આપ્યું. રાજાએ એને બોલાવ્યો અને કહ્યું, “તમે ભૂલથી ત્યાગપત્ર લખી નાખ્યું છે. તમારી ગેરસમજ થઈ લાગે છે. ઘમંડને કારણે 112 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ li3 Page #64 -------------------------------------------------------------------------- ________________ નહીં, પણ સ્થાનની ઉચ્ચતા અને ગરિમાને કારણે જ ભગવાન બુદ્ધનું સ્વાગત કરવા જતો નથી, આખરે હું એક વિશાળ રાજ્યનો રાજા છું, ખરું ને !" “મહારાજ ! ઘમંડ કે હઠાગ્રહ એ મોટાઈ નથી. તમે એ ભૂલી ગયા છો કે બુદ્ધ પણ ક્યારેક મહાન રાજકુમાર હતા. વિશાળ રાજ્યના સ્વામી બની શકે તેમ હતા, પરંતુ અધ્યાત્મપ્રાપ્તિ માટે અને પોતાનો જન્મ સાર્થક કરવાના હેતુથી એમણે સ્વેચ્છા અને પ્રસન્નતાથી રાજવૈભવનો ત્યાગ કરીને ભિક્ષુનું પાત્ર ગ્રહણ કર્યું છે. ભિક્ષુનું પાત્ર તમારા સામ્રાજ્યથી ઘણું શ્રેષ્ઠ છે. તમે ભગવાન બુદ્ધથી ઘણા પાછળ છો, કારણ કે એ રાજા બન્યા પછી ભિક્ષુ બન્યા છે, એમના મનમાં દયા અને કરુણા હતી અને તેથી અધ્યાત્મને પંથે ગયા છે અને તમે હજી રાજા જ રહ્યા છો.” મંત્રીની વાત સાંભળીને રાજાનાં અભિમાન અને મોટાઈ નષ્ટ થયાં. એ જ સમયે તેઓ મંત્રીની સાથે ભગવાન બુદ્ધના સ્વાગત અર્થે નગર બહારના ઉદ્યાનમાં ગયા. 114 D પ્રસન્નતાનાં પુષ્પો ૫૪ ભૂખ્યાને ભોજન, એ સૌથી મોટી પૂજા ! પૂજા કરવા બેસી ગયેલા સાધકને એકાએક ખ્યાલ આવ્યો કે ઘરમાં પ્રસાદ તો છે નહીં ! એ વાતને આજે એ સાવ ભુલી જ ગયો હતો. એણે એના આજ્ઞાંકિત પુત્રને બોલાવીને પાંચ રૂપિયાનાં કેળાં લાવવાનું કહ્યું. એનો પુત્ર દોડતો-દોડતો બજારમાં ગયો અને પાંચ રૂપિયાનાં કેળાં ખરીદ્યાં. હાથમાં કેળાં લઈને એ ઘર તરફ આવતો હતો, ત્યાં એક બાળક એની પાછળ-પાછળ આવતો હતો અને કેળાંની ભીખ માગતો હતો. એ હાથ લંબાવીને સતત કહેતો હતો, “હું ખૂબ ભૂખ્યો છું, મને કેળું આપ, નહીં તો હું ભૂખથી મરી જઈશ.” આ છોકરો ઊભો રહ્યો અને એણે કેળું આપવાનો વિચાર કર્યો, ત્યાં તો એ ભૂખ્યા બાળકની મા એનાં બીજાં ગરીબ અને ભૂખ્યાં બાળકોને લઈને આ છોકરાને ઘેરી વળી. આજીજી કરીકરીને એ કેળાં માગતાં હતાં. છોકરાને થયું કે કેળાં ઘેર લઈ જવાને બદલે આ ભૂખથી તરફડતી માતા અને તેનાં બાળકોને આપવાં વધારે સારાં છે. એણે આ કેળાં આપ્યાં અને પછી બાજુમાંથી પાણી લાવીને એમને પિવડાવ્યું. પેલી ગરીબ માતા અને સંતાનોની સુધા તો શાંત થઈ. એમણે આ છોકરા પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી. એમનો આનંદ જોઈને આ છોકરાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, પરંતુ સાથોસાથ ખાલી હાથે ઘેર જતાં ડર લાગવા લાગ્યો. પ્રસન્નતાનાં પુષ્પો – 115 Page #65 -------------------------------------------------------------------------- ________________ સોથી મોટો કુદરતનો કાયદો એ વિચારવા લાગ્યો કે એના પિતા ખૂબ નારાજ થશે. કદાચ ગુસ્સે પણ થાય કે ભગવાનનો પ્રસાદ એણે બીજાને ખવડાવીને એમની પૂજા નિષ્ફળ કરી. એક ક્ષણ તો આ છોકરાને વિચાર આવ્યો કે ઘરને બદલે બીજે ચાલ્યો જાઉં. પરંતુ વળી મનમાં થયું કે એમ કરશે, તો ઘરના લોકો પારાવાર ચિંતા કરશે. એ ગભરાતોગભરાતો ઘેર પહોંચ્યો અને જોયું તો એનાં પિતા એની રાહ જોતાં હતાં. છોકરાએ ઘરમાં દાખલ થતાં સાથે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો અને કહ્યું, “મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે મેં પ્રસાદ માટે ખરીદેલાં કેળાં ભૂખ્યાં ગરીબોને ખવડાવી દીધાં. એમને ભૂખ્યાં જોઈને હું રહી શક્યો નહીં. હું જાણતો હતો કે આનાથી ભગવાન આપના પ્રત્યે અને મારી તરફ ખૂબ નારાજ થશે, પણ કરું શું ? મારાથી એમને ભૂખથી ટળવળતાં જોઈ શકાય નહીં.” સાધક પિતાએ પુત્રને કહ્યું, “તું વ્યર્થ ભય સેવે છે. ભૂખ્યા ગરીબને ખવડાવવાથી બીજી મોટી પૂજા કઈ હોઈ શકે ? તેં તો મારી પૂજા સાર્થક કરી છે અને ઈશ્વરનો હું આભારી છું કે એણે મને તારા જેવો પુત્ર આપ્યો છે.” આમ કહીને પિતાએ પુત્રને ધન્યવાદ આપ્યા. દેશબંધુ ચિત્તરંજનદાસના પિતા ઉદાર અને સેવાભાવી હતા. કોઈ પણ દીન-દુઃખી એમને ત્યાંથી ખાલી હાથે પાછો ફરતો નહીં. ગાંઠનું ગોપીચંદન ઘસીને પણ બીજાને મદદ કરવા તત્પર રહેતા. પરંતુ આનું પરિણામ એ આવ્યું કે તેઓ પૈસેટકે ઘસાવા માંડ્યા. સમય જતાં એવો વખત આવ્યો કે એમને દેવાળું કાઢવું પડ્યું. પિતાનો આ ઉદાર સ્વભાવ દેશબંધુ ચિત્તરંજનદાસને વારસામાં મળ્યો હતો. એમની ઉદારતા, સેવાપરાયણતા અને દેશપ્રેમને કારણે તેઓ સર્વત્ર ‘દેશબંધુ' તરીકે ખ્યાતિ પામ્યા હતા. ચિત્તરંજનદાસ ખૂબ મહેનત કરીને ભણ્યા અને તેને પરિણામે અગ્રણી ધારાશાસ્ત્રી બન્યા. કાયદાના નિષ્ણાત તરીકે એમની ગણના થવા લાગી. પોતાના કુટુંબ પર દેવાળ કાઢ્યું હોવાનું જે કલંક લાગ્યું હતું તે દૂર કરવાનો ચિત્તરંજનદાસે પ્રયત્ન કર્યો. એમણે જે લોકોની જે કંઈ ૨કમ બાકી હતી તેની વિગત એકઠી કરવા માંડી. એ લેણદારોની શોધ કરવા લાગ્યા. આ જોઈને એમના એક સાથીએ કહ્યું, ‘તમારા પિતાએ દેવાળું કાઢ્યું હતું અને અદાલતમાં નોંધાવ્યું હતું. અદાલતે એમને દેવાળિયા જાહેર કર્યા હતા. તો પછી તમારે આટલી મોટી રકમ આપવાની શી જરૂર ? તમે તો કાયદો જાણો 116 | પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ il7 Page #66 -------------------------------------------------------------------------- ________________ છો. અને કાયદાની દૃષ્ટિએ તમારે એક પાઈ પણ ચૂકવવાની થતી નથી.' દેશબંધુ ચિત્તરંજનદાસે કહ્યું, ‘કાયદો એ જ જીવનનું નિર્ણાયક પરિબળ નથી. મારી નજરે તો બધા કરતા સૌથી મોટો ગુણ એ પ્રામાણિકતા છે.’ દેશબંધુ ચિત્તરંજનદાસના મિત્રએ કહ્યું, ‘વાહ ! તમે જ ધારાશાસ્ત્રી થઈને તમે જ કાયદો પાળતા નથી ? તમારે તો કાયદાની કલમોનું પાલન કરવું જોઈએ.' આ સાંભળતા જ દેશબંધુ ચિત્તરંજનદાસે કહ્યું, ‘આ બધા કાયદાઓ કરતાં નૈતિક કાયદાઓ હંમેશાં ઊંચા હોય છે. એને વિશેષ માન આપવું જોઈએ.’ આજે માણસ કાયદાનો ઉપયોગ ગેરકાયદે કામો માટે કરે છે. વળી કાયદો પણ એટલો વિલંબથી ન્યાય તોળે છે કે જ્યારે કાયદાનો કશો અર્થ રહેતો નથી. આવે સમયે સૌથી મહત્ત્વની બાબત એ છે કે કાગળ પરના કાયદા કરતાં કુદરતના કાયદાને વધુ મહત્ત્વ આપવું જોઈએ. 118 – પ્રસન્નતાનાં પુષ્પો ૫૬ જગતના સર્વોત્તમ સૌંદર્યની શોધ “આ જગતનું સર્વોત્તમ સૌંદર્ય શેમાં છુપાયેલું છે ?” એવો સવાલ એક યુવકના મનમાં જાગ્યો અને એના ઉત્તરની શોધ માટે ઠેરઠેર ભ્રમણ કરવા લાગ્યો. એક સાધક પાસે આવીને એણે પોતાની જિજ્ઞાસા પ્રગટ કરી, ત્યારે સાધકે સાહજિકતાથી કહ્યું, “સૌથી સર્વોત્તમ તો શ્રદ્ધા છે. એ શ્રદ્ધા માટી કે પથ્થરને પણ ઈશ્વરમાં પરિવર્તિત કરી દે છે.” યુવક આગળ ચાલ્યો. એને રસ્તામાં પ્રેમઘેલી યુવતી મળી અને એને આ પ્રશ્ન પૂછ્યો, ત્યારે યુવતીએ કહ્યું, “પ્રેમનું સૌંદર્ય એ જગતનું સર્વોત્તમ સૌંદર્ય છે, એટલે એ પ્રેમના જોરે વ્યક્તિ દુનિયાની મોટામાં મોટી શક્તિને ઝુકાવી શકે છે.” યુવતીએ આ ઉત્તર આપ્યો, એ સમયે એક ઘાયલ યોદ્ધો લોહી નીંગળતી હાલતમાં હતાશ થઈને, માંડમાંડ ડગલાં ભરતો ઘર તરફ જતો હતો અને આ યુવકે એને આ સવાલ કર્યો, તો તેણે કહ્યું. “આ જગતમાં સર્વોત્તમ છે શાંતિ. યુદ્ધનો મહાસંહાર હું નજરે જોઈને આવ્યો છું. મેં જોયું છે કે કઈ રીતે ઈર્ષા અને લોભને વશ થઈને ખેલાતું યુદ્ધ અનેક માનવીઓની જિંદગી બરબાદ કરે છે. કેટલાંય કુટુંબોને બેસહારા બનાવી દે છે અને કેટલીય સ્ત્રીઓનું સૌભાગ્ય ઝૂંટવી લે છે.” પ્રસન્નતાનાં પુષ્પો – 119 Page #67 -------------------------------------------------------------------------- ________________ એવામાં એક રડતી-કકળતી સ્ત્રી મળી. યુવકે એને આવું કરુણ આક્રંદ કરવાનું કારણ પૂછ્યું, તો સ્ત્રીએ કહ્યું, “મારી દીકરી રમતાં-રમતાં ક્યાંક ખોવાઈ ગઈ છે. હું એને શોધી રહી પ૭ શ્રેષ્ઠ પંડિત ચરણમાં મૂકે ખરો ? યુવકે પોતાને મૂંઝવતો સવાલ કર્યો, ત્યારે એ સ્ત્રીએ કહ્યું, ભાઈ, જગતમાં સૌથી મોટી બાબત હોય તો તે માની મમતા. બધા પ્રકારના પ્રેમ અને બધી સિદ્ધિઓથી મહાન છે માતાનું વાત્સલ્ય.'' આ સાંભળતાં જ યુવક ચોંકી ઊઠ્યો. એને યાદ આવ્યું કે જે સર્વોત્તમ સૌંદર્યની શોધમાં જગતભરમાં ધૂમી રહ્યો, પણ ખરું સૌંદર્ય તો એની માતાના વાત્સલ્યમાં રહેલું છે. એણે વિચાર્યું કે સર્વોત્તમ સૌંદર્ય એ સાપેક્ષ બાબત છે. દરેક વ્યક્તિ પોતાની સ્થિતિ, સંજોગો અને આવશ્યકતા મુજબ અમુક બાબતને સર્વોત્તમ ગણે છે. જેના મનમાં જે અર્થ રહેલો હોય, તે પ્રમાણે એની નજરમાં એ સર્વોત્તમ હોય છે. કેટલાય દિવસો સુધી શાસ્ત્રાર્થ ચાલ્યા પછી મહારાજ ચંદ્રગુપ્તની વિદ્વત્સભામાં મહાપંડિત ભારવિને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા. આ મહાપંડિતે પોતાના ગુરુ અને પિતા પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનના બળે ભારતવર્ષના એકેએક પંડિતને શાસ્ત્રચર્ચામાં પરાસ્ત કર્યા. મહારાજ ચંદ્રગુપ્ત એમનું ભવ્ય સન્માન કર્યું, એટલું જ નહીં, કિંતુ પરંપરા અનુસાર આ મહાપંડિતને હાથી પર બેસાડીને એમના મસ્તક ઉપર ચામર ઝુલાવતા-ઝુલાવતા અતિ સન્માનપૂર્વક એમના ઘર સુધી લઈ ગયા. પોતાના પુત્ર ભારવિના વિજયને જોઈને માતા-પિતાના હૃદયમાં આનંદનો સાગર ઊમટી પડ્યો. ભારવિ માતા-પિતા પાસે ગયો, પરંતુ હંમેશ મુજબ એમના પગમાં ઝૂકીને પ્રણામ કર્યા નહીં. માતા પુત્રનું આ પરિવર્તન પારખી ગઈ અને પિતા પામી ગયા કે પુત્રમાં ભારતવર્ષના શ્રેષ્ઠ પંડિત હોવાનો ગર્વ જાગ્યો છે. આવો શ્રેષ્ઠ પંડિત નીચો નમીને ચરણમાં ઝૂકે ખરો ? એક વાર મહાપંડિત ભારવિએ પિતાની સાથે સંવાદ કરવા પ્રયત્ન કર્યો, પરંતુ પિતાએ એની વાત પર વિશેષ લક્ષ ન આપતાં ભારવિને એમનો ઉપેક્ષાભાવ ખટકવા લાગ્યો. એણે માતાને આનું કારણ પૂછયું, ત્યારે માતાએ કહ્યું, “હે પુત્ર, તારા વ્યવહારથી તારા પિતાને દુ:ખ પહોંચ્યું છે. તું આજે ભારતવર્ષનો શ્રેષ્ઠ મહાપંડિત બન્યો, તેની પાછળ તારા પિતાનું કેટલું મોટું યોગદાન 120 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 121 Page #68 -------------------------------------------------------------------------- ________________ પ૮ | દેહ પર પીડા અને આત્મા સાવ અલિપ્ત ! છે, તે તું ભૂલી ગયો છે. જીવનભર તને જ્ઞાનપ્રાપ્તિ થાય તે માટે તારા ગુરુની સાથોસાથ એમણે પણ પ્રયાસ કર્યો છે. એને કારણે તું આજે આવા ઉચ્ચ સ્થાને પહોંચ્યો છે.” ભારવિએ કહ્યું, “એ વાત સાચી કે પિતા પાસેથી હું શાસ્ત્રજ્ઞાન પામ્યો છું, પણ આ વિજય તો મેં મારા જ્ઞાનના બળે મેળવ્યો આ સાંભળીને ભારવિની માતા હસી પડી અને બોલી, “માત્ર તારા જ્ઞાનના બળે ? એની પાછળ પિતાના આશીર્વાદ અને માતાની મમતા રહેલી છે, તે તું ભૂલી ગયો. સાંભળ, શાસ્ત્રાર્થ માટે તું ગયો હતો, એ દિવસોમાં તારા પિતાજીએ તારા વિજય માટે વિશેષ સાધના કરી હતી. એ દિવસોમાં એમણે માત્ર જલ જ ગ્રહણ કર્યું હતું. જે જ્ઞાનના બળ પર તું સર્વશ્રેષ્ઠ ઘોષિત થયો છે, એનો પાયો રચનાર તો તારા પિતા છે. એમણે આપેલા જ્ઞાનનું ઋણ તું ચૂકવી શકીશ ખરી ?” માતાની વાત સાંભળીને ભારવિનું માથું શરમથી ઝૂકી ગયું અને તે પિતાની પાસે જઈને એમના પગમાં પડીને ક્ષમાયાચના કરવા લાગ્યો, ત્યારે ભારવિના પિતાએ કહ્યું, - “પુત્ર, આજે મને અધિક આનંદ છે. તું શ્રેષ્ઠ પંડિત બન્યો ત્યારે થયેલા આનંદ કરતાં પણ વધારે. આનું કારણ એ કે જ્ઞાનપ્રાપ્તિમાં કોઈ સૌથી મોટો અવરોધ હોય તો તે અહંકાર છે. સારું થયું કે તે સમયસર આ અવરોધને ઓળખી લીધો અને દૂર પણ ક્ય.” ગામની બહાર આવેલા આશ્રમમાં વસતા સંત પાસે એક યુવક આવ્યો અને એણે વર્ષોથી એના મનમાં ઘોળાતી જિજ્ઞાસાનું સમાધાન પૂછ્યું. એણે સવાલ કર્યો, અયોધ્યાના રાજ ગાદી ગુમાવનાર રામને વનવાસ મળ્યો, છતાં એનાથી કેમ દુ:ખી થયા નહીં? યોગી મહાવીરના સાડાબાર વર્ષના સાધનાકાળમાં એમના પર અનેક ઉપસર્ગો (આફતો) આવ્યા, છતાં એમને કેમ કોઈ દુ:ખનો અનુભવ ન થયો? ઈસુ ખ્રિસ્તને બ્રેસ પર ચડાવીને જાતજાતનાં કષ્ટ આપવામાં આવ્યાં, છતાં એમણે એના દુ:ખનો કેમ અનુભવ ન કર્યો અને વળી પોતાને આવી સજા કરનાર આતતાયીઓના કલ્યાણ માટે પ્રાર્થના કરી ? મીરાંબાઈ હસતે મુખે ઝેર ગટગટાવી ગયાં. આવું બને કઈ રીતે ?” સંત યુવકની વાત સાંભળીને હસ્યા અને બાજુમાં પડેલું લીલું નાળિયેર આપતાં કહ્યું, “તમારા પ્રશ્નનો જવાબ પછી આપીશ, પહેલાં આ નાળિયેર તોડીને એમાંનું કોપરું મને આપો.” યુવાને લીલું નાળિયેર તોડ્યું તો ખરું, પણ એમાંથી કોપરું જુદું મળ્યું નહીં. એ સંત પાસે પાછો આવ્યો, તો સંતે વળી એને એક સૂકું નાળિયેર આપ્યું અને કહ્યું, “જરા, આ નારિયેળ તોડીને જુઓ તો ?” યુવાને એ નાળિયેર તોડ્યું. એમાંથી કોપરું જુદું નીકળ્યું 122 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 123 Page #69 -------------------------------------------------------------------------- ________________ પ૯ | જ્ઞાનને ગુફામાં રાખવું નિરર્થક છે ! એટલે એ દોડતો-દોડતો સંતની પાસે આવ્યો અને કહ્યું, “લો, આ કોપરું.” સંતે કહ્યું, “યુવાન, આ જ તમારી શંકાનું સમાધાન છે. રામ, મહાવીર, ઈસુ ખ્રિસ્ત કે મીરાં જેવી વ્યક્તિઓ સૂકા નાળિયેર જેવી હોય છે, જેમાં બહારની છાલ અને કોપરું જુદાં હોય છે. એમને મન દેહ અને આત્મા ભિન્ન હોય છે. જે પીડા દેહ પર થતી હોય છે, તેની કશી અસર એમના આત્માને થતી નથી. આથી જ તેઓ પોતામાં મસ્ત રહીને સહુના કલ્યાણનો વિચાર કરતાં હોય છે. જ્યારે સામાન્ય માનવી લીલા નાળિયેર જેવા હોય છે, જેમાં નાળિયેરની મલાઈ નાળિયેર સાથે ચોંટેલી હોય છે, જુદી હોતી નથી. એમ એમના શરીર સાથે એમની આસક્તિ વળગેલી હોય છે, જેથી દેહ અને આત્માની ભિન્નતાનો એમને ખ્યાલ આવતો નથી.” સંતની વાત સાંભળીને યુવાનને આસક્તિ અને અનાસક્તિનો મહિમા સમજાયો અને સાથોસાથ દેહ પરના સુખ અને દુઃખના બંધનને પાર રહેલા આત્માની કલ્યાણભાવનાનો ખ્યાલ આવ્યો. મુનિ ભારદ્વાજ ઊંડી ગુફામાં બેસીને ઘોર તપશ્ચર્યા કરતા હતા અને આમ તપ કરતાં-કરતાં કેટલાય મહિના અને વર્ષો વીતી ગયાં. જેવા ઉત્કૃષ્ટ જ્ઞાની, એવા જ મહાતપસ્વી. એક વાર દેવરાજ ઇન્દ્ર ગુફાની બહાર આવીને સાદ પાડ્યો. “હે મુનિ ભારદ્વાજ , તમે ક્યાં છો ? તમે ક્યાં છો?” અંદરથી મુનિ ભારદ્વાજે જવાબ આપ્યો, “તમે કોણ છો કે જે મારી તપશ્ચર્યામાં અવરોધ ઊભો કરો છો. હું તપ કરું છું. બહાર આવવાનો નથી, માટે પાછા ચાલ્યા જાવ.” દેવરાજ ઇંદ્ર એ દિવસે તો પાછો ચાલ્યા ગયા, પરંતુ ફરી બે દિવસ બાદ ગુફા પાસે આવીને જોરથી બોલ્યા, “મહર્ષિ ભારદ્વાજ, હું સ્વયં દેવરાજ ઇન્દ્ર તમને બહાર આવવા નિવેદન દેવરાજ ઇન્દ્રનું નામ કાને પડતાં જ મહર્ષિ બહાર આવ્યા અને બોલ્યા, “પ્રભુ, હું આપની શી સેવા કરી શકું ?” દેવરાજ ઇન્દ્ર કહ્યું, “હું તમારી પાસે યાચના કરવા આવ્યો મારી પાસે યાચના ? આ ગરીબ અને દરિદ્ર પંડિત પાસે એવું તે શું હોય, જે આપની પાસે ન હોય?” ઇંદ્રે કહ્યું, “ઋષિરાજ , આ દુનિયામાં આપનાથી વધુ કોઈ 124 [ પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 125 Page #70 -------------------------------------------------------------------------- ________________ Go આપણી ફિલ્મના આપણે જ દર્શક ! ધનવાન નથી, પરંતુ તમે તમારું ધન માત્ર તમારી પાસે જ રાખો છો. જ્ઞાનની પરબ બનાવીને એનું પાણી સહુને પાતા નથી. મારી ઇચ્છા છે કે આપનું ધન જન-જન સુધી પહોંચે.” “પ્રભુ, આ ગરીબ બ્રાહ્મણને આપ સૌથી વધુ ધનવાન કહીને એની મજાક તો કરતા નથી ને !” દેવરાજ ઇન્દ્ર કહ્યું, “મહર્ષિ, જેમની પાસે દુનિયામાં સૌથી વધુ જ્ઞાન, વિદ્યા ને ધર્મ છે, એનાથી વધુ મોટો ધનવાન કોણ ? મારી દૃષ્ટિએ તો એ સૌથી મોટો ગરીબ છે કે જેની પાસે દુનિયાભરનો ખજાનો હોય, પણ જ્ઞાન, વિદ્યા કે ધર્મ ન હોય.” મહર્ષિએ કહ્યું, “પ્રભુ, મને આજ્ઞા આપો. હું આપને માટે શું કરી શકું તેમ છું ?” દેવરાજ ઇન્દ્ર કહ્યું, “મહર્ષિ, અત્યારે સમાજમાં અજ્ઞાનતા અને રૂઢિવાદિતા ખૂબ ફેલાયાં છે. એને પરિણામે છડેચોક શોષણ અને અત્યાચાર ચાલી રહ્યાં છે. તમે તમારી જ્ઞાનગંગાથી લોકોને જાગ્રત કરીને યોગ્ય માર્ગે લાવી શકો તેમ છો. આને માટે આપે આ ગુફામાંથી બહાર નીકળીને જનસમૂહની વચ્ચે જવું પડશે. એક જ્ઞાનીનું કર્તવ્ય છે કે એ પોતાના જ્ઞાનની જ્યોતિ જન-જન સુધી પહોંચાડે.” મહર્ષિ ભારદ્વાજે દેવરાજ ઇન્દ્રની યાચનાનો સ્વીકાર કર્યો અને ગુફામાંથી બહાર નીકળીને દેશના ખૂણેખૂણે ભ્રમણ કરીને લોકજાગૃતિનું કામ કર્યું. નિદ્રાધીન એવા મિથિલાના રાજવી જનકે સ્વપ્નમાં એવું જોયું કે કોઈ વિદેશી રાજા એના રાજ્ય પર આક્રમણ કરીને એને ઘોર પરાજય આપે છે અને દેશનિકાલ કરે છે. માત્ર કમર પર એક વત્ર વીંટાળીને રાજા જનક નગરની સીમા પર ભટકી રહ્યા છે. અત્યંત ભૂખ્યા થયેલા રાજા જનક ઘેરઘેર ભીખ માગે છે અને ત્યાં એમની દયાજનક સ્થિતિને જોઈને નોકરોને કરુણા જાગતાં એમને કંઈક ભોજન આપવાનું વિચારે છે, કિંતુ ભોજન પૂર્ણ થઈ ગયું હોવાથી હવે માત્ર તપેલીમાં ચોંટી ગયેલી બળેલી ખીચડીના થોડા દાણા રહ્યા હતા, એ રાજા જનકને આપ્યા. આ વરદાન સમું ભોજન કરવા જાય, તે પહેલાં એક સમડી એકાએક ધસી આવી અને એના ઝપાટાને કારણે બળેલી ખીચડી પડી ગઈ અને રાજા જનક ઘાયલ થયા. એમના હાથમાંથી લોહી વહેવા માંડ્યું. ભૂખ અને વેદનાને કારણે મુખમાંથી ચીસ નીકળી ગઈ. આની સાથે જ રાજા જનકની ઊંઘ ઊડી ગઈ અને એમની સ્વપ્નસૃષ્ટિ અદૃશ્ય થઈ ગઈ. મહાલયના વૈભવશાળી ખંડમાં વૈભવી શૈયા પર સૂતેલા મહારાજ જનક ઊંડા વિચારમાં પડી ગયા કે સ્વપ્નમાં જોયેલું જગત સાચું હતું કે ઉઘાડી આંખે દેખાતું આ જ ગત સાચું ? રાજાને મુંઝવતા આ પ્રશ્નનો કોઈ સંતોષકારક ઉત્તર આપી શક્યા નહીં. એવામાં ઋષિ અષ્ટાવક્ર મિથિલા આવ્યા અને રાજાએ એમને પ્રશ્ન કર્યો કે એમાંથી સાચું શું ? 126 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 127 Page #71 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાવક્રે ધ્યાન દ્વારા સમગ્ર પરિસ્થિતિનું આકલન કરીને કહ્યું, “હે રાજનૂ, સ્વપ્નમાં ભૂખનો અનુભવ થતો હતો, ત્યારે તમે ક્યાં હતા ?” રાજા જનકે કહ્યું, “ત્યારે હું ત્યાં જ હતો.” “અને અત્યારે આપ ક્યાં છો ?' “અત્યારે આપની સમક્ષ રાજમહાલયમાં છું." અાવક્રે કહ્યું, “રાજન્, તમારી સ્વપ્નની અવસ્થા પણ સત્ય નહોતી અને આ જાગ્રત અવસ્થા પણ સત્ય નથી. સત્ય એ તો દ્રષ્ટા છે, જે સ્વપ્ન, જાગૃતિ અને ગાઢ નિદ્રાની બદલાતી અવસ્થાઓનું સાક્ષી છે. આ સત્યમાં જ જીવનની કહાની છુપાયેલી છે. જો આપણે જીવનમાં બનતી ઘટનાઓને વિના કારણે મહત્ત્વ આપીએ નહીં અને આપણું ચિંતન આત્મતત્ત્વ પર સ્થિર રાખીએ, તો જીવનની પ્રત્યેક અવસ્થા આનંદપૂર્ણ બની રહેશે.” જીવનના રંગોથી સુખી અને દુઃખી થવાને બદલે સાક્ષીભાવે વનારને પરિસ્થિતિનું પરિવર્તન કશી અસર કરી શકતું નથી, આપણા જીવનની ફિલ્મનાં દશ્યો એક પછી એક પસાર થાય અને આપણે થિયેટરની ખુરશી પર બેસીને નિરાંતે એને નિહાળતા હોઈએ ! 128 – પ્રસન્નતાનાં પુષ્પો ૬૧ સરખી ભક્તિ છતાં ગરીબને વિશેષ સુવિધા? ગામની બહાર આવેલા મંદિરમાં અમીર અને ગરીબ બંને પ્રભુપ્રતિમા સમક્ષ જઈને હૃદયના ઊંડા ભાવથી પૂજા-અર્ચના કરતા હતા. મંદિરમાં ઈશ્વર સમક્ષ ઘીનો દીપક પ્રગટાવવાનો રિવાજ હતો, આથી અમીર પોતાના ઘેરથી શુદ્ધ ઘી લઈ આવતો અને પ્રભુ સમક્ષ દીપક પ્રગટાવતો. ગરીબની ઈશ્વર પ્રત્યેની ભક્તિ એટલી જ હતી, પરંતુ એ શુદ્ધ ઘી ખરીદી શકે તેમ નહોતો, તેથી એની ઇચ્છા હોવા છતાં મંદિરમાં ઘીનો દીપક પ્રગટાવી શકતો નહીં. એને બદલે એ રોજ સાંજે તેલથી દીવો પ્રગટાવતો અને તે દીવો પોતાની ગલીના નાકે મૂકી આવતો. એ ગલીમાં ઘણું અંધારું હતું અને સાંજ પડે ત્યાંથી ઘણા લોકો પસાર થતા હતા. તેઓને માટે તેલના દીવાનું અજવાળું રસ્તો બતાવનારું બન્યું. થોડી રાત વીતે, ત્યાં તો દીવો બુઝાઈ જાય અને એ ગલીમાં આવનારાઓની અવરજવર પણ બંધ થઈ જતી. વર્ષો સુધી આ નિયમ પળાતો રહ્યો. અમીર સાંજે મંદિરમાં ઘીનો દીવો કરે અને ગરીબ સાંજે રસ્તા પર તેલનો દીવો મૂકે. બંને વૃદ્ધ થયા અને એમનું અવસાન થતાં સ્વર્ગલોકમાં પહોંચ્યા. પરંતુ સ્વર્ગલોકમાં અમીરને સામાન્ય સગવડ આપવામાં આવી અને ગરીબને ખાસ ઉચ્ચ શ્રેણીની સુવિધાઓ આપવામાં આવી. અમીર અકળાયો. એનાથી આ અન્યાય સહન થયો નહીં. એણે જઈને ધર્મરાજને પૂછ્યું, પ્રસન્નતાનાં પુષ્પો – 129 Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૨ એ પૂજા નહીં, સોદો બની જાય ! અમે બંને સમાન રીતે ઈશ્વરભક્તિ કરતા હતા. અરે, હું તો મંદિરમાં ઘીનો દીપક પણ પ્રગટાવતો હતો, જ્યારે આ નિર્ધન એવું કશું કરતો નહોતો, તેમ છતાં મારા કરતાં એને વધુ સુવિધા શા માટે ? વળી, હું વેપાર ભલે નકલી ઘીનો કરતો હતો, પરંતુ પ્રભુને તો હંમેશાં અસલી ઘી ચડાવતો હતો.” અમીરની વાત સાંભળી ધર્મરાજે હસીને કહ્યું, “કિંમતથી પુણ્યનો મહિમા અંકાતો નથી, કિંતુ કાર્યની ઉપયોગિતા અને હૃદયની ભાવના પર પુણ્ય નિર્ભર છે. મંદિર તો પહેલેથી જ પ્રકાશમાન હતું. તેમાં તમે એક વધુ દીવો પ્રગટાવ્યો, જ્યારે આ ગરીબે એવા સ્થાન પર પ્રકાશ ફેલાવ્યો કે જેનાથી હજારો વ્યક્તિઓને લાભ મળ્યો. ધર્મનો મૂળ ઉદ્દેશ સામાન્ય માનવીની ઉન્નતિ છે. જો ધર્મ-કર્મથી સામાન્ય માનવીને લાભ મળે નહીં, તો એનો અર્થ શો ? આ ગરીબ સામાન્ય માનવીઓનો વિચાર કર્યો અને એથી એને તમારા કરતાં ઉચ્ચ શ્રેણીની સુવિધા પ્રાપ્ત થઈ.” ઘુતમાં પરાજિત પાંડવો ઘનઘોર વનમાં આવ્યા, કિંતુ હસ્તિનાપુરની રાજસભાનાં એ દૃશ્યો એમના ચિત્તમાંથી ખસતાં નહોતાં. બધા વનમાં આગળ પ્રયાણ કરતા હતા, પરંતુ ભૂતકાળ એમને સતત પાછે પગલે ખેંચતો હતો. એમની અપમાનભરી સ્થિતિને એ ભૂલી શકતા ન હતા. ક્યારેક પાંડવોને પોતાનાં કાર્યો માટે પશ્ચાત્તાપ થતો હતો. વિચારતા હતા કે શા માટે હસ્તિનાપુરની રાજસભામાં દ્રૌપદીને હોડમાં મૂકી ? વળી દિલમાંથી વારંવાર વસવસો જાગતો હતો કે શા માટે ધૂત ખેલવા ગયા ? પશ્ચાત્તાપ સાથે પ્રભુપ્રાર્થના કરતા હતા કે ફરી આવા કોઈ દુર્વ્યસનની જાળમાં ફસાવું નથી કે જેથી જીવનમાં આવી દુ:ખદ અપમાનજનક પરિસ્થિતિ આવે. એક દિવસ ધર્મરાજ યુધિષ્ઠિર વૃક્ષ નીચે બેસીને ઈશ્વરનું ધ્યાન ધરતા હતા. દ્રૌપદીએ એમને ધ્યાનસ્થ મુદ્રામાં જોયા. એમના ચહેરા પરની પ્રસન્નતા દ્રૌપદીને સ્પર્શી ગઈ. ધ્યાન પૂર્ણ થતાં ધર્મરાજ યુધિષ્ઠિરે નેત્રો ખોલ્યાં, ત્યારે દ્રૌપદીએ પૂછવું. મહારાજ , ધ્યાનમાં આપ કેવા તલ્લીન થઈ ગયા હતા ! હું તો આપની આ અવસ્થા જોઈ જ રહી.” ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું, “પરમાત્માના ધ્યાનમાં તો પૂર્ણ મનથી જ તલ્લીન થવાનું હોય ને !” તો પછી એ પરમાત્મા પાસે આપ કેમ એવી પ્રાર્થના 130 1 પ્રસન્નતાનાં પુષ્પો ' પ્રસન્નતાનાં પુષ્પો [ 131 Page #73 -------------------------------------------------------------------------- ________________ કરતા નથી કે સત્યનો જય થાય અને અસત્યનો પરાજય થાય. અસત્યના પક્ષે રહેલા કૌરવો આપણને હેરાન-પરેશાન કરે છે. આ પરમાત્માને કહો ને કે એ આપણાં સઘળાં કષ્ટો દૂર કરી દે.” ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું, “પ્રિય દ્રૌપદી, સાચી વાત તો એ છે કે પ્રત્યેક વ્યક્તિને પોતાનાં કર્મોનું ફળ ભોગવવું પડે છે. જેવું વાવીએ એવું લણીએ, એ ધર્મશાસ્ત્રોનો સિદ્ધાંત સાવ સાચો છે, આથી ઈશ્વરની પાસે ધ્યાન કરતી વખતે કે પૂજા કરતી વખતે હું કશું માગતો નથી. હા, એટલું જરૂર માગું છું કે મારા જીવનને એની આરાધનાથી સાર્થક કરી શકું એવું બળ આપે.” દ્રૌપદીએ કહ્યું, “ઘનઘોર વનમાં નિસહાય અવસ્થામાં આટલાં બધાં દુ:ખો અનુભવીએ છીએ, છતાં ઈશ્વર પાસે તમે કેમ કશું માગતા નથી ?” યુધિષ્ઠિરે કહ્યું, “પૂજા અને ધ્યાનનો મર્મ અને મહત્ત્વ એ છે કે એના દ્વારા આપણું જીવન સાર્થક કરીએ. જો ઈશ્વર પાસે આપણે માગીએ તો પૂજા એ સોદો બની જાય. એક પ્રકારની બદલાની કે વળતરની અપેક્ષાએ થતું કાર્ય બની જાય. પછી તે ધ્યાન નહીં, બલકે વ્યાપાર બની જાય.” એ દિવસે દ્રૌપદીને ધ્યાન-પૂજાનો મર્મ સમજાયો. 132 – પ્રસન્નતાનાં પુષ્પો ૬૩ દંડ કરતી વખતે બાળપણની સ્મૃતિ જાગે છે દક્ષિણ ભારતના પ્રસિદ્ધ કેળવણીકાર શ્રીનિવાસ શાસ્ત્રી એક વિશ્વવિદ્યાલયમાં ઉપકુલપતિ તરીકે કામગીરી બજાવતા હતા. આ વિશ્વવિદ્યાલયના કેટલાક અધ્યાપકોને વિદ્યાર્થીઓને નાની કે સામાન્ય ભૂલ બદલ દંડ કરવાની આદત હતી. કોઈ વિદ્યાર્થી વર્ગમાં એકાદ દિવસ થોડો મોડો આવે એટલે તરત દંડ ફટકારતા. કોઈ મેલાં કપડાં પહેરીને આવે તો એને શારીરિક સજા ઉપરાંત અમુક રકમનો દંડ થતો. કોઈ એકાદ દિવસ ગેરહાજર રહે તો પણ એને દંડ ફટકારવામાં આવતો. ગુનો નાનો હોય કે મોટો, પણ તે દંડને પાત્ર ગણાતો. આવા વિદ્યાર્થીઓ શ્રીનિવાસ શાસ્ત્રી પાસે આવતા અને પોતાની વાત રજૂ કરતા. શ્રીનિવાસ શાસ્ત્રી વિદ્યાર્થીઓની મુશ્કેલીને સમજતા હતા અને તેથી ક્યારેક દંડની સજા માફ પણ કરી દેતા. ધીરેધીરે અધ્યાપકોને કાને આ વાત ગઈ. એમણે જાણ્યું કે તેઓ જે વિદ્યાર્થીને દંડ કરે છે, એમાંથી કેટલાકનો દંડ ઉપકુલપતિ માફ કરી દે છે ! અધ્યાપકો એકત્રિત થયા. એમણે વિચાર્યું કે આવી રીતે વિદ્યાર્થીને કરેલો દંડ માફ કરવામાં આવે તો વિશ્વવિદ્યાલયની શિસ્ત કઈ રીતે જળવાય ? બીજી બાબતમાં સમાધાન થઈ શકે, પરંતુ સજા પામેલા વિદ્યાર્થીની બાબતમાં કોઈ સમાધાન હોય નહીં. જો આમ દંડ માફ કરી દેવાશે, તો આ વિદ્યાર્થીઓને કોઈની બીક રહે નહીં. તેઓ ગેરશિસ્ત આચરતાં સહેજે અચકાશે નહીં. પ્રસન્નતાનાં પુષ્પો – 133 Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૪ મૈત્રીરૂપી સત્યથી જોડાયેલો છું અધ્યાપકોનું પ્રતિનિધિ મંડળ શ્રીનિવાસ શાસ્ત્રી પાસે ગયું અને એમણે એમની ફરિયાદ રજૂ કરી, શ્રીનિવાસ શાસ્ત્રીએ કહ્યું, “તમારી વાત સાચી છે. તમારા જેટલો જ હું સંસ્થાની શિસ્તનો આગ્રહી છું, પરંતુ કોઈને દંડ કરું છું ત્યારે મને મારું બાળપણ યાદ આવે છે.” અધ્યાપકો આશ્ચર્ય પામ્યા. આમાં વળી બાળપણની સ્મૃતિની વાત ક્યાંથી આવી ? ઉપકુલપતિ શ્રીનિવાસ શાસ્ત્રીએ કહ્યું, “બાળપણમાં મારી આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. ફીના પૈસા માંડમાંડ એકઠા થતા હતા. પાઠ્યપુસ્તકો તો બીજાનાં લાવીને વાંચતો હતો. ધોવાના સાબુના ઘરમાં પૈસા નહીં, આથી ક્યારેક મેલાં કપડાં પહેરીને નિશાળે જવું પડતું. એક વાર આવાં મેલાં અને ગંદા કપડાં પહેરવા માટે વર્ગશિક્ષકે મને આઠ આનાનો દંડ કર્યો. જેની પાસે સાબુ ખરીદવાના પૈસા ન હોય, તે વળી આ દંડ ક્યાંથી ભરી શકે ? એ દિવસે ખૂબ ૨ડ્યો. શિક્ષકને વારંવાર આજીજી કરી. છેવટે પડોશીએ મદદ કરતાં દંડ ભરીને અભ્યાસ ચાલુ રાખી શક્યો. આથી આજે જ્યારે કોઈ વિદ્યાર્થીને દંડ કરવામાં આવે છે, ત્યારે મને મારા બાળપણની એ ઘટના યાદ આવે છે. એ ગરીબી યાદ આવે છે. એથી વિદ્યાર્થીની પરિસ્થિતિ જાણીને હું એના દંડને માફ કરું છું. એવું ન બને કે ઓ દંડને કારણે એને અભ્યાસ છોડી દેવો પડે.” પોતાના બાળપણની સ્મૃતિ વર્ણવતાં શ્રીનિવાસ શાસ્ત્રીની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. દસ દિવસના મહાસંહાર પછી પિતામહ ભીષ્મ દુર્યોધનને કહ્યું કે હવે તું વેરનો ત્યાગ કરીને કુરુક્ષેત્રનું યુદ્ધ બંધ કર. તેમાં જ તારું અને માનવજાતિનું શ્રેય છે, પરંતુ સત્તાલોભી દુર્યોધને કશોય ઉત્તર આપવાને બદલે અવિનયથી મુખ ફેરવી લીધું. દસમા દિવસની રાત્રે પિતામહ ભીષ્મને મળવા માટે કર્ણ જાય છે. યુદ્ધભૂમિમાં બાણશૈયા પર સૂતેલા ભીષ્મ એકમાત્ર કર્ણને જ એકાંતમાં મળવાની તક આપી હતી. બાણશૈયા પર સૂતા પછી દુર્યોધન કે અર્જુનને પણ તેઓ એકાંતમાં મળ્યા નથી. પોતાના રક્ષકોને દૂર કરીને ભીખ મહારથી કર્ણને મળે છે, ત્યારે કર્ણજન્મનું રહસ્ય જાણનાર ભીષ્મ જેવા દુઃસહ વીરને પિતામહ તરીકે કર્ણ પ્રતિ સ્વાભાવિક રીતે વાત્સલ્ય જાગે છે. પિતામહ ભીષ્મ પોતાનો એક હાથ લંબાવીને કર્ણને વહાલ કરે છે, પછી એ જ હાથ ઊંચો કરીને ભૂતકાળની સઘળી કડવાશ ભૂલી ગયાનો સંકેત આપે છે. ભીમ કર્ણને કહે છે કે બાણવિદ્યામાં, શસ્ત્રસંધાનમાં અને અસ્ત્રબળમાં તું અર્જુન અને કૃષ્ણનો બરોબરિયો વીર કર્ણને ભીમ દ્વારા કેવી ભવ્ય અંજલિ ! આ સાંભળી કર્ણ ગર્ગદ થઈ ગયો. એની આંખોમાં આંસુ આવી ગયાં. એણે પિતામહ ભીષ્મ પાસે યુદ્ધમાં પ્રવૃત્ત થવાની અનુજ્ઞા સાથે આશીર્વાદ માગ્યા. પિતામહ ભીષ્મ કર્ણના વંશરહસ્યને જાણતા હતા. બીજી 134 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 1 135 Page #75 -------------------------------------------------------------------------- ________________ દુર્યોધનને માટે યુદ્ધમાં લડીશ, કારણ કે એની સાથે મૈત્રીરૂપી સત્યથી હું જોડાયેલો છું.” પિતામહ ભીખે કહ્યું, “કર્ણ, તું પાંડવો માટે વેરભાવ ધરાવે છે, અર્જુનને માટે વિશેષ. હવે જો તું એ વેરભાવ છોડી શકતો ન હોય તો સ્વર્ગપ્રાપ્તિની ઇચ્છા સાથે યુદ્ધ કર. તને મારા આશીર્વાદ છે. તારી માતા કુંતીને યશ મળે એવું કાર્ય કરજે , એને લાંછન ન લગાડતો.” એમ કહી પિતામહ ભીષ્મ આશીર્વાદ આપવા હસ્ત ઊંચો કર્યો. કર્ણ નમીને તેનો સ્પર્શ કર્યો અને વંદન કરીને વિદાય લીધી. બાજુ આ મહાસંહાર અટકાવવા માટે આતુર હતા. ક માગેલા આશીર્વાદના ઉત્તરમાં ભીમે કહ્યું, “કર્ણ, યુદ્ધમાં સંમિલિત થવાની, લડવાની આજ્ઞા આપું ખરો. ઇચ્છા પણ રાખું કે તું તારું પૂરેપૂરું શૌર્ય-પરાક્રમ આ યુદ્ધમાં દાખવ, પરંતુ અંતે આમાં વિજય અર્જુનનો છે, કારણ કે એની સાથે કૃષ્ણ છે.” તેથી શું? એમ ધારીને યુદ્ધમાંથી પાછો હટી જાઉં તો મહા વિશ્વાસઘાત ગણાય ?” ભીખે કહ્યું, “કર્ણ, હજી વિચાર કર. તું પાંડવોનો જ્યેષ્ઠ ભ્રાતા છે. એમના પક્ષમાં મોખરે રહીને તારે લડવું જોઈએ. આમ કરીશ તો એમનો વિજય એ તારો વિજય ગણાશે.” કર્ણની સામે આ ત્રીજી કસોટી હતી. પહેલો પ્રયત્ન વિષ્ટિ માટે હસ્તિનાપુર આવેલા શ્રીકૃષ્ણ કર્ણને પાંડવોને પક્ષે લાવવાનો કર્યો હતો. બીજો પ્રયત્ન એને જન્મ આપનારી માતા કુંતીએ કર્યો અને ત્રીજો પ્રયત્ન પિતામહ ભીષ્મ કરી રહ્યા હતા. કર્ષે પિતામહને કહ્યું, “હું બધું જાણું છું અને મને એમાં કોઈ સંશય પણ નથી, પરંતુ જેણે મારા પર મહાન ઉપકાર કર્યો છે એવા પરમમિત્ર દુર્યોધન સમક્ષ મેં પ્રતિજ્ઞા કરી છે કે તારાં સઘળાં દુષ્કર કાર્યો હું પૂર્ણ કરીશ. દુર્યોધને મને અંગરાજ બનાવ્યો. આદર અને માન-સન્માન આપ્યાં. એનું ઐશ્વર્ય ભોગવ્યા પછી મારાથી એ પ્રતિજ્ઞાને નિષ્ફળ ન કરાય. પિતામહ, આ દુર્યોધન માટે હું સઘળું ચૌછાવર કરવા તૈયાર છું. મારું શરીર, પુત્ર, પત્ની, યશ અને ઐશ્વર્ય - એ બધા સાથે હું દુર્યોધનના પક્ષે છું. યશ છોડવો પડે, શરીર હણાય કે ઐશ્વર્યનો નાશ થાય, તોપણ 136 | પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 1 137 Page #76 -------------------------------------------------------------------------- ________________ પ દાન કરતાં સેવા મહત્ત્વની છે આર્યસમાજના સ્થાપક, વેદોના ઊંડા અભ્યાસી, અગ્રણી સમાજસુધારક અને મહાન દેશભક્ત સ્વામી દયાનંદ સરસ્વતીની પ્રતિભાથી અંજાઈ ગયેલા એક યુવકે કહ્યું, “સ્વામીજી, તમે દેશમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય બાબતમાં પ્રચંડ ક્રાંતિ સર્જી છે. મૃત્યુ પછીનાં ક્રિયાકાંડોનો વિરોધ કર્યો છે. વળી સમાજ સેવાને તમે ઘણું મહત્ત્વ આપ્યું છે, આથી મારે આપને સર્વસ્વ સમર્પિત કરીને સમાજસેવા કરવી છે.” સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યું, “સમાજને માટે જાત ઘસી નાખવાનો તારો વિચાર જરૂર સારો છે.” ગરીબ યુવકે કહ્યું, “સ્વામીજી, મારી સમાજસેવાના પ્રેરણાદાતા આપ જ છો, દેશની દરિદ્રતાનું આપે આપેલું દાંત હજી મારા મનમાં તરવરે છે. પોતાના એકમાત્ર સંતાનનું અવસાન થતાં એના શબને નદીમાં વહાવી દેતી સ્ત્રી એના જ કફનથી પોતાની લાજ ઢાંકે છે. આ સત્ય હકીકત મારા હૃદયને ખળભળાવી મૂક્યું છે અને તેથી જ હું મારું સર્વસ્વ દાન આપવા અને આપને જીવન સમર્પિત કરવા આતુર છું.” સ્વામી દયાનંદ સરસ્વતી ગરીબ યુવાનની આર્થિક પરિસ્થિતિ જાણતા હતા તેથી એમણે કહ્યું, “ભાઈ, આવી ઉતાવળ ન કર. તારી ગરીબાઈ અને જવાબદારી હું જાણું છું. તારે માથે પરિવારના પોષણની જવાબદારી છે.” યુવાને કહ્યું, “સ્વામીજી, જેનું જેવું ભાગ્ય હશે એમ થશે. મારે મારું જીવતર એળે જવા દેવું નથી, એ સાચું કે હું રાજામહારાજાની જેમ મોટું દાન કરી શકીશ નહીં, પરંતુ મારે મારી પાસે જે કંઈ ધન છે તે આપને સમર્પિત કરી જીવન કૃતાર્થ કરવું છે. આ મહામૂલો માનવ અવતાર મળ્યો અને પુણ્ય-દાન ન કરે તો મારું જીવતર એળે ગયું ગણાય.” સ્વામી દયાનંદ સરસ્વતીએ દૃઢ અવાજે કહ્યું, “સાંભળ, ઘર અને પરિવારની ફિકર છોડીને તું બધું દાનમાં આપી દઈશ તો તારો અવતાર એળે ગયો કહેવાય. દાનની રકમમાંથી બાળકોને બરાબર દૂધ આપવું અને પૌષ્ટિક ખોરાક આપવો તે પહેલી વાત છે. પછી પુણ્યદાનનો વિચાર કરજે. પૈસા કરતાંય તન અને મનથી કરેલી સેવા ઈશ્વરને ચોપડે વધુ લખાય છે. સમજ્યો.” ગરીબ યુવાને કહ્યું, “પણ મારે તો જીવન સાર્થક કરવું છે. દાન-પુણ્ય સિવાય આનો બીજો કોઈ ઉપાય છે ખરી ?” જરૂર, પરિવારને સ્નેહ કરવો. પારકાના ભલાનો વિચાર કરવો. દુષ્ટ વિચાર અને દુષ્ટ કૃત્યથી દૂર રહેવું - એ ધર્માચરણ છે અને ધર્માચરણ એ જ જીવન સાર્થક્ય છે. સમજ્યો !” યુવકને જીવનનું સત્ય સમજાયું. ઘર-પરિવારની યોગ્ય સંભાળ લીધા પછી જ જગતકલ્યાણની વાત થઈ શકે. 138 [ પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 1 139 Page #77 -------------------------------------------------------------------------- ________________ હ ભાગ્યમાં ચણા નથી, કાંકરા છે ! મહારાષ્ટ્રના ભક્તિસંપ્રદાયના પ્રવર્તક અને ભાગવત ધર્મના પ્રવક્તા સંત જ્ઞાનેશ્વરે માત્ર બાવીસ વર્ષની વયે સમાધિ લીધી. એમનો ‘ભાવાર્થદીપિકા’ નામનો ગ્રંથ આજે ‘જ્ઞાનેશ્વરી' તરીકે સર્વત્ર વિખ્યાત છે, એક વાર સંત જ્ઞાનેશ્વરના બે શિષ્ય તનય અને મનય વચ્ચે વિવાદ જાગ્યો. વિવાદ જાગે તે પણ સ્વાભાવિક હતું, કારણ કે માનવજીવનને ભાગ્ય ઘડે છે કે કર્મ એ સવાલ એમને મૂંઝવતો હતો. તનય માનતો હતો કે ભાગ્યે જ જીવન વિધાયક છે અને એ પ્રમાણે જ જીવનમાં ઘટનાઓ અને પરિસ્થિતિ સર્જાય છે. બીજો શિષ્ય મનય માનતો હતો કે ભાગ્યનું કોઈ વિશેષ મહત્ત્વ નથી. કર્મ અને પુરુષાર્થ જ ક્વનમાં પ્રધાન છે. બંને વચ્ચે ઘણી દલીલો થઈ, પરંતુ કોઈ નિર્ણય સધાયો નહીં, આથી અંતિમ નિર્ણયને માટે બંને સંત જ્ઞાનેશ્વર પાસે ગયા. સંત જ્ઞાનેશ્વરે કહ્યું, “તમારી આ સમસ્યાનો ઉકેલ જરૂર આપીશ, પરંતુ તે પૂર્વે તમારે મારી એક શરત પાળવી પડશે. આવતીકાલે વહેલી પ્રભાતથી આખી રાત સુધી બંધ કોટડીમાં તમારે રહેવું પડશે. તમને ભોજન કે પાણી કશુંય નહીં મળે. બીજા દિવસે સવારે તમે એ બંધ કોટડીમાંથી બહાર નીકળો, પછી હું તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ.” બીજે દિવસે સંત જ્ઞાનેશ્વરે બંનેને નાની બંધ કોટડીમાં પૂરી દીધા. ઘણો સમય પસાર થઈ ગયો. મનય ભૂખથી અકળાવા લાગ્યો. એણે તનયને કહ્યું, “અરે મિત્ર ! પેટમાં આગ લાગી છે. ચાલ, આ અંધારી કોટડીમાં આમ-તેમ તપાસ કરીએ, કદાચ કશું ખાવા યોગ્ય મળી જાય.” તનયે હસીને કહ્યું, “મિત્ર, આવી ઝંઝટ શા માટે કરે છે ? ભાગ્યમાં હશે તે સાંપડશે. અહીં તારે માટે કશું ખાવા યોગ્ય નથી, માટે શાંતિથી ભાગ્યને ભરોસે બેસ.” પુરુષાર્થમાં માનનાર મનય અંધારી કોટડીમાં આમતેમ કશુંક શોધવા લાગ્યો અને એને એક ઊંચે રાખેલી નાની માટલી મળી ગઈ. એમાં શેકેલા ચણા હતા. એના આનંદનો પાર ન રહ્યો. એણે તનયને કહ્યું, “જોયો ને કર્મનો મહિમા ! તું ભાગ્યને આધારે બેસી રહ્યો, તો કશું મળ્યું નહીં અને મને સરસ મજાના શેકેલા ચણા મળ્યા.” તનકે કહ્યું, “એમાં આટલો બધો ગર્વ શાનો કરે છે ? તારા ભાગ્યમાં શેકેલા ચણા પામવાનું લખ્યું હશે એટલે તને મળ્યા, સમજ્યો ? મનય એમ હારી ખાય તેવો નહોતો. એણે કહ્યું, “જો તું ભાગ્યને જ શ્રેષ્ઠ માને છે તો આ માટલામાં ચણા સાથે કેટલાક કાંકરા છે, તે કાંકરાનો તું સ્વીકાર કર. તારા નસીબમાં ચણા નથી, કાંકરા છે તેમ માનીને ભૂખ્યો ચૂપચાપ સૂઈ જા.” તનયે કાંકરા સ્વીકારી લીધા. વહેલી સવારે જ્ઞાનેશ્વરે બંનેને અંધારી કોટડીમાંથી બહાર કાઢ્યા અને કહ્યું, “કહો, કેવો રહ્યો તમારો અનુભવ ?” 140 | પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 141 Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૭ સભામાં સૌથી વધુ સુખી કોણ ? મનયે સઘળી વાત સંભળાવીને કહ્યું, “એ નાની માટલીમાંથી મળેલા શેકેલા ચણા મેં ખાધા અને કાંકરા ભાગ્યવાદી તનયને આપ્યા.” સંત જ્ઞાનેશ્વરે કહ્યું, “મનય, તેં કર્મ કર્યું તેથી તને ખાવા માટે શેકેલા ચણા મળ્યા એ સાચું, પણ તનય ભાગ્યશાળી કે એને કશીય મહેનત કર્યા વિના હીરા મળ્યા. તું જેને અંધારી રાત્રે કાંકરા માનતો હતો, તે હકીકતમાં હીરા હતા. મેં જ એને ચણામાં ભેળવ્યા હતા.' | બંને શિષ્યો પુનઃ વિમાસણમાં પડ્યા. ભાગ્ય શ્રેષ્ઠ કે કર્મ શ્રેષ્ઠ એનો કોઈ નિર્ણય તારવી શક્યા નહીં. ત્યારે સંત જ્ઞાનેશ્વરે કહ્યું. “બંને શ્રેષ્ઠ છે, કારણ કે ભાગ્ય અને કર્મ બંને પરસ્પરના પૂરક છે, કર્મ વિના ભાગ્ય અધૂરું છે અને ભાગ્ય વિના કર્મ અપૂર્ણ છે.” શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ જ જીવનવિશુદ્ધિનો સાચો માર્ગ છે એવો ઉપદેશ આપતા ભગવાન બુદ્ધ ભારતવર્ષમાં વિહાર કરતા હતા. એમણે વિરાટ યજ્ઞોનો વિરોધ કર્યો, તો એની સાથે જનસમૂહમાં આત્મા-પરમાત્માની શુષ્ક ચર્ચાનું મહત્ત્વ ઓછું કર્યું. સુખ-લાલસાને લીધે પામર બની ગયેલા લોકોને સાચે માર્ગે વાળ્યા. સમાજને બ્રહ્મચર્ય અને ત્યાગનો મહિમા સમજાવ્યો. તેઓ ભિખુઓ સાથે વિહાર કરતા-કરતા પાટલિપુત્ર નગરમાં આવી પહોંચ્યા. એક દિવસ ભગવાન બુદ્ધની સભામાં સમ્રાટ માર્ચ, સેનાપતિ, મહામાત્ય સહુ કોઈ ઉપસ્થિત હતા. ભગવાન બુદ્ધના પ્રિય શિષ્ય ભિખુ આનંદ તો હોય જ. એમણે ભગવાન બુદ્ધને પ્રશ્ન કર્યો, આપની આ સભામાં બેઠેલા જનસમુદાયમાં સહુથી અધિક સુખી કોણ છે ?” ભગવાન બુદ્ધ ક્ષણભર મૌન રહ્યા. સભાજનો પર દષ્ટિપાત કર્યો. સભામાં સન્નાટો છવાયેલો હતો. સહુ કોઈ વિચારવા લાગ્યા કે સૌથી સુખી માનવી કોણ હોય ? સમ્રાટ માર્ચ જેવો રાજવૈભવ કોની પાસે છે ? કોઈએ વિચાર્યું કે મહામાત્ય જેવી સત્તા કોની પાસે છે ? કોઈના મનમાં એમ હતું કે સૌથી સુખી તો નગરશ્રેષ્ઠી હશે, જેની અપાર સમૃદ્ધિ સહુકોઈની ઈર્ષાનો વિષય છે. પરંતુ ભગવાન બુદ્ધની નજર તો છેક ખૂણામાં બેઠેલી કૃષકાય 142 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 143 Page #79 -------------------------------------------------------------------------- ________________ એવી એક ગરીબ અને સામાન્ય વ્યક્તિ પર ગઈ. એણે સાદાં વસ્ત્રો પહેર્યાં હતાં. એના ચહેરા પર શાંતિ હતી. ભગવાન બુદ્ધે એના તરફ સંકેત કરતાં કહ્યું, “આ સભામાં સૌથી વધુ સુખી એ છે.” ચોમેર આશ્ચર્ય ફેલાઈ ગયું. આવી વ્યક્તિ સૌથી વધુ સુખી? આથી ભિખ્ખુ આનંદે પુનઃ પ્રશ્ન કર્યો, “ભન્તે ! આ સભામાં સમ્રાટ માર્ચ, મહામાત્ય, સેનાપતિ, નગરશ્રેષ્ઠી સહુ કોઈ ઉપસ્થિત છે અને એમાં કઈ રીતે છેક ખૂણે બેઠેલો પેલો સામાન્ય માનવી સૌથી સુખી હોઈ શકે ?” પ્રત્યુત્તર આપવાને બદલે ભગવાન બુદ્ધે પ્રત્યેક સભાજનને એમની મનોકામના વિશે પૂછ્યું અને ભવિષ્યમાં એ શું પ્રાપ્ત કરવા ચાહે છે તે અંગે જાણકારી મેળવી. છેલ્લે પેલા ગરીબ, સામાન્ય માણસને પૂછ્યું કે “તારે શું જોઈએ છે ?” “કશું જ નહીં.” ભગવાન બુદ્ધે પુનઃ આગ્રહપૂર્વક પૂછ્યું, “પણ તારી કોઈ ઇચ્છા તો હશે ને ? શી છે તારી ઇચ્છા ?” ગરીબ માનવીએ કહ્યું, “આપે પૂછ્યું જ છે, તો મારી ઇચ્છાની વાત કરું કે બસ, મારા મનમાં એવો ભાવ પેદા કરો કે જેથી મારા મનમાં કોઈ ઇચ્છા જ પેદા ન થાય.” સભાને પ્રશ્નનો ઉત્તર અને મનનું સમાધાન મળી ગયું. સુખ એ ધન, વૈભવ, સત્તા કે વેશભૂષામાં નથી, પરંતુ વ્યક્તિના અંતરમાં છે. $ 144 – પ્રસન્નતાનાં પુષ્પો ૬૮ લાચાર બનાવે નહીં, તે દાન છેક નાની વયથી વ્યાપાર ખેડનારો વેપારી હવે વૃદ્ધ બની ગયો હતો. આખી જિંદગી એણે કમાણી કરવા પાછળ ગાળી હતી. દ્રવ્ય ઉપાર્જન સિવાય એનું બીજું કોઈ લક્ષ્ય નહોતું. હવે બુઢાપો દેખાવા લાગ્યો ત્યારે એ વિચાર કરવા લાગ્યો કે આજ સુધી સતત સંપત્તિ એકઠી કરી રહ્યો છું, પણ ક્યારેય એનો સરવાળો કરવાનો સમય મળ્યો નથી. લાવ, જરા ગણતરી કરી લઉં. વેપારી પોતાની સંપત્તિની ગણતરી કરવા બેઠો તો ખ્યાલ આવ્યો કે એની પાસે તો કરોડો રૂપિયા એકઠા થયા છે. એને થયું કે હવે દાન-પુણ્ય કરવાનો અવસર આવી ગયો છે. ગણતરીબાજ વેપારી વિચારવા લાગ્યો કે કોઈ એવી જગાએ દાન કરું, કે જેથી ધનનો સદુપયોગ થાય અને પુણ્યની પ્રાપ્તિ પણ થાય. લાંબા સમય પછી એણે વિચાર્યું કે એક વિરાટ મંદિર બાંધું કે જેથી લોકોને પુણ્ય કરવાનું સ્થાન મળે. વળી એમ પણ વિચાર્યું કે કશાય કામધંધા વિનાના લોકોને આર્થિક સહાય આપું. ત્રીજો એવો પણ વિચાર આવ્યો કે કોઈ સદાવ્રત શરૂ કરું કે જેથી ભૂખ્યાંને અન્ન મળે. શુભકાર્યનો પ્રારંભ કરવા માટે શુભમુહૂર્ત કઢાવવા એ વેપારી સંત પાસે ગયો અને સંતને પોતાની મંદિર, બેકારોને સહાય અને સદાવ્રતની યોજનાની વાત કરી. એની આ યોજનાઓ સાંભળીને સંત નિરાશ થઈ ગયા. પ્રસન્નતાનાં પુષ્પો – 145 Page #80 -------------------------------------------------------------------------- ________________ વેપારીને તો એમ હતું કે સંત એને શાબાશી આપશે, એને બદલે સંત ગંભીર બનીને ઊંડા વિચારમાં ડૂબી ગયા. થોડા સમય પછી એમણે વેપારીને કહ્યું, “ભાઈ, તારી પાસે જેટલી સંપત્તિ છે એટલા તો આ દેશમાં સદાવ્રત પર નભનારા લોકો છે. કશોય કામધંધો ન કરતા કેટલા પ્રમાદીઓને તું સહાય કરીશ ? વળી આ બધા મહેનત કરવાને બદલે મફતનું ખાવા લાગશે અને થોડાક સમયમાં તારી સઘળી સંપત્તિ ખર્ચાઈ જતાં તને કોઈ પુણ્યલાભ પ્રાપ્ત થશે નહીં.” સંતની વાત સાંભળીને વેપારી દ્વિધામાં પડી ગયો. એણે હાથ જોડીને સંતને કહ્યું, “મહારાજ, આપ જ કોઈ માર્ગ સુઝાડો. મારે શું કરવું જોઈએ ?” સંતે કહ્યું, “તમારી ભાવનાનું પરિવર્તન કરશો, તો તમે જરૂર તમારું ધ્યેય સિદ્ધ કરી શક્શો.” “એ કઈ રીતે થઈ શકે ?” સંતે કહ્યું, “વિરાટ મંદિર, કામ વિનાના માણસોને સહાય કે સદાવ્રતને બદલે વિદ્યાલય, ઉદ્યોગશાળા અને ચિકિત્સાલયોની સ્થાપના કરો. જેથી લોકો સ્વસ્થ બનશે. શિક્ષિત થશે અને ખરેખર ઉદ્યમી બની રહેશે. જો તેઓ ઉદ્યમ કરે તો એમને ભિક્ષાવૃત્તિ કરવાનું, સદાવ્રત પર નભવાનું કે ચોરી કરવાનું મન નહીં થાય. આવી રીતે દયા-દાન કરવાથી લોકો વધુ ઉદ્યમી અને મહેનતુ બનશે. એ જ સાચું દાન છે કે જે દાન વ્યક્તિને લાચાર કે યાચક બનાવે નહીં, પરંતુ સ્વાભિમાનથી જીવન જીવતાં શીખવે.” # 146 – પ્રસન્નતાનાં પુષ્પો ૬૯ | સંહારલીલાનું પરિણામ અનિશ્ચિત હોય ! નદીના કિનારા પર આવેલી એક ઊંચી રેતાળ ટેકરીને માટે બે રાજ્યો સામસામે યુદ્ધે ચડ્યાં. આ ટેકરી પર પોતાનો અધિકાર છે એવો બંનેનો દાવો હતો અને હવે એ દાવાને અધિકારમાં બદલવા તૈયાર થયા હતા. બંને રાજ્યોની સેનાઓ સામસામે આવીને ઊભી રહી. બંને રાજાઓએ પ્રાણાન્તે પણ ટેકરી પર આધિપત્ય મેળવવાનો હુંકાર કર્યો. બંનેને પોતીકું બળ બતાવવું હતું અને સામા પક્ષને પરાજિત કરવો હતો. એવામાં ભગવાન બુદ્ધ એ માર્ગેથી નીકળ્યા અને એમણે જોયું તો રાજાઓ પોતપોતાની સેના સાથે યુદ્ધ ખેલવા માટે સુસજ્જ અને આતુર હતા. ભગવાન બુદ્ધે આ યુદ્ધનું કારણ પૂછ્યું, તો બંનેએ પોતપોતાના દૃષ્ટિકોણથી વાત કરી. બંનેએ પોતાનો દાવો સાચો હોવાનું કહ્યું. આ સાંભળીને ભગવાન બુદ્ધે કહ્યું, “તમારો હેતુ આ રેતાળ ટેકરી પર પોતાનું રાજ જમાવવાનો છે, પરંતુ મારે જાણવું એ છે કે તમારે માટે આ રેતાળ ટેકરી કોઈ રીતે ઉપયોગી છે ખરી ? એનું કોઈ પ્રજાકીય કે આંતરિક મૂલ્ય છે ખરું ?” બંને રાજાઓ વિચારમાં પડ્યા. એમને તો પ્રભુત્વ સ્થાપવાનો અહંકાર પોષવો હતો. પણ ક્યારેય એવો વિચાર નહોતો કર્યો કે આ ટેકરીનો ઉપયોગ શો ? એનું આંતરિક મૂલ્ય શું ? બંને રાજાઓએ કહ્યું, પ્રસન્નતાનાં પુષ્પો D 147 Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૦ મશાલથી ભીતર પ્રકાશિત ન થાય “આમ તો આ ટેકરીની અમારા માટે કોઈ ઉપયોગિતા નથી, તો પછી આંતરિક મૂલ્યની વાત તો ક્યાંથી આવે?” બુદ્ધે કહ્યું, “તમે બંને આ રેતાળ ટેકરી માટે યુદ્ધ કરશો, તો એ યુદ્ધમાં ઘણા સૈનિકો હણાશે. કેટલાય અશ્વોનો કચ્ચરઘાણ નીકળશે. કોને ખબર કદાચ તમે પણ યુદ્ધમાં ખપી જાવ. કશું જ નિશ્ચિત નથી. સંહારલીલાનું પરિણામ સદાય અનિશ્ચિત હોય છે. ખરું ને !!” બંને રાજાઓએ બુદ્ધની વાતનો સ્વીકાર કર્યો. “તો શું આ સૈનિકોનું અને તમારું જીવન આ રેતાળ ટેકરીથી ઓછું મૂલ્યવાન છે ? એને માટે અનેક સિપાઈઓ અને કદાચ તમે પ્રાણ ન્યોછાવર કરો, તે યોગ્ય છે ?” રાજાઓએ હ્યું, “ના એવું નથી. મનુષ્યનું જીવન તો અમૂલ્ય છે.” બુદ્ધે કહ્યું, “તો પછી તમે એવા અમૂલ્યને એવી બાબત માટે દાવ પર લગાવો છો કે જેનું કોઈ આંતરિક મૂલ્ય નથી. આ રેતાળ ટેકરીને માટે અનેક સિપાઈઓનાં લોહી વહેવડાવવા ઇચ્છો છો. કોઈ વ્યર્થ વસ્તુ માટે અમૂલ્યને વેડફી નાખે ખરું ? જેનું કશું આંતરિક મૂલ્ય નથી એને માટે આવો સંહાર શું યોગ્ય છે ?” ભગવાન બુદ્ધની વાત સાંભળીને રાજાઓનો ક્રોધ શાંત થયો અને બંનેએ સંધિ કરી લીધી. વાદ-વિવાદનો એ જમાનો હતો અને કૌશાંબીના એક પ્રખર વિદ્વાને પોતાની સાથે વાદ-વિવાદ કરવા આવેલા એક પછી એક દિગ્ગજ વિદ્વાનોને પરાજય આપ્યો. ધીરેધીરે આ પ્રખર વાદ-વિદ્વાનની કીર્તિ સમગ્ર દેશમાં પ્રસરી. આ મહાવિદ્વાનને એમ થયું કે મારે સમગ્ર વિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવો છે. જ્ઞાનના પ્રકાશનું પ્રતીક છે સળગતી મશાલ. આથી તેઓ હાથમાં મશાલ લઈને એક નગરમાંથી બીજા નગરમાં ભ્રમણ કરવા લાગ્યા. એમના આવા વર્તનથી આશ્ચર્ય પામીને કોઈ પૃચ્છા કરતું તો કૌશાંબીના આ વિદ્વાન કહેતા, “આ વિશ્વમાં અજ્ઞાનનો અંધકાર એટલો બધો ગાઢ છે કે એને નષ્ટ કરવા માટે હું આ સળગતી મશાલ લઈને જ્ઞાનનો પ્રકાશ ફેલાવું છું.” એક વાર આ પ્રખર વિદ્વાન એક નગરમાંથી બીજા નગરમાં જઈ રહ્યા હતા, ત્યારે એમને રસ્તામાં એક ભિક્ષુ મળ્યા. ભિક્ષુએ વિદ્વાનના હાથમાં સળગતી મશાલ જોઈ. એમના બે-ચાર શિષ્યો એ મશાલ સળગતી રહે તે માટે એમની આસપાસ ચાલતા હતા. કોઈના હાથમાં તેલનું પાત્ર હતું, તો કોઈ એ મશાલ ઓલવાઈ ન જાય તે માટે આડા ઊભા રહીને એને પવનના ઝપાટાથી બચાવવા પ્રયત્ન કરતા હતા. ભિલુએ વિદ્વાનને મશાલનો મર્મ પૂક્યો, તો વિદ્વાને કહ્યું, 148 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 149 Page #82 -------------------------------------------------------------------------- ________________ “જગતને અજ્ઞાનના અંધકારમાંથી જગાડવા હું ઉત્સુક થયો છું. મશાલ એ સંદેશ આપે છે કે જાગો, તમારી ચોપાસનો અંધકાર દૂર કરો. પ્રકાશ પામો.” વિદ્વાનની વાત સાંભળીને ભિક્ષુ ખડખડાટ હસી પડ્યા. એમણે કહ્યું, “આ તે કેવું ? જો તમારી આંખો સુર્યના સર્વવ્યાપ્ત પ્રકાશને જોઈ શકતી નથી, તો એમાં દુનિયાનો નહીં, તમારો દોષ છે. અને ક્યાં છે અંધકાર ? હે વિદ્વાન પુરુષ ! તમે મને એટલું કહેશો કે આ તમારી સળગતી મશાલથી ભીતરના અજ્ઞાનનો ગાઢ અંધકાર દૂર થાય ખરો ?" એટલે શું ?" ભિક્ષુએ કહ્યું, “લોકોના હૃદયમાં રહેલા અજ્ઞાન અને શિક્ષાના અંધકારને દૂર કરવાની આવશ્યકતા છે. તમે તમારા જ્ઞાન અને વિદ્યાથી તેને દૂર કરી શકો અને એમના હૃદયને પ્રકાશમય બનાવી શકો. આ રીતે મશાલ લઈને ચાલવાથી તો તમે તમારા તેલ, શ્રમ અને જ્ઞાન - ત્રણેયને વ્યર્થ નષ્ટ કરી રહ્યા છો.” 150 પ્રસન્નતાનાં પુષ્પો છે D પ્રહનતાનાં પુષો 9