________________
દઈએ છીએ. એનાથી અમારું જીવન સુખેથી પસાર થાય છે.” તપસ્વીની વાત સાંભળીને રાજા વિચારમાં પડી ગયો. એણે તપસ્વીને નિવેદન કર્યું,
“ઓહ, તો આપ મને એ કલા શીખવી દો ને. મારી પાસે આટલી બધી સંપત્તિ છે, છતાં સંતોષ થતો નથી. ભર્યોભર્યો રાજભંડાર ખાલીખમ લાગે છે. હું તો પડોશી રાજ પર ચડાઈ કરીને એની સંપત્તિ મેળવવા માટે વર્ષોથી પ્રયાસ કરું છું. જો આપનું આ રસાયણ મળી જાય તો પછી મારે કોઈ વાતે ચિંતા ન
રહે."
રાજાની વાત સાંભળીને તપસ્વીએ કહ્યું, “તમને જરૂર આ કલા શીખવી દઉં, પરંતુ આ કલા શીખવા માટે તમારે એક વર્ષ સુધી મારી સાથે રહેવું પડશે અને સાધના કરવી પડશે.”
રાજાએ વિચાર્યું કે કેટલાંય વર્ષોનું દુઃખ જો એક વર્ષમાં દૂર થતું હોય, તો વાંધો શો ? એટલે એણે મંત્રીઓને રાજ સોંપી એક વર્ષ માટે સાધના કરવાનું નક્કી કર્યું.
તપસ્વી પાસે સાધના કરતાં-કરતાં રાજાને સાચા અધ્યાત્મની અને આનંદની પ્રાપ્તિ થઈ. એના હૃદયમાંથી ક્રમશઃ ધનલાલસા ઓછી થવા માંડી અને પછી તો એક એવો સમય આવ્યો કે પરિગ્રહ તરફ કોઈ આસક્તિ જ રહી નહીં.
એક દિવસ હસતાં-હસતાં તપસ્વીએ કહ્યું, “રાજન્, તમારી એક વર્ષની અવધિ પૂર્ણ થવા આવી છે. હવે તમે કહેશો ત્યારે સુવર્ણરસાયણની વિદ્યા શીખવીશ.”
82 D પ્રસન્નતાનાં પુષ્પો
આ સાંભળીને રાજાએ કહ્યું, “હવે મારે કોઈ સુવર્ણરસાયણની જરૂર નથી, કારણ કે એક જ વર્ષમાં મારું સમગ્ર અસ્તિત્વ અમૃત-રસાયણથી પલટાઈ ગયું છે. બસ, હવે મને આશીર્વાદ આપો કે હું નિઃસ્વાર્થ ભાવથી આ જ રીતે પ્રભુમય, અમૃતમય જીવન ગાળીને મારું કાર્ય કરું.”
તપસ્વીએ રાજાને આશીર્વાદ આપ્યા અને રાજાએ વિદાય
લીધી.
પ્રસન્નતાનાં પુષ્પો I 83