________________
તું ફકીર નથી, પણ કસાઈ છે !
સુફી સંત ફરીદ પાસે આવીને નગરના ધનવાન શેઠે ગળગળા અવાજે ફરિયાદ કરતાં કહ્યું, “રોજ કલાકોના કલાકો પૂજાપાઠ કરું છું. લાખો રૂપિયા દાન-પુણ્યની પાછળ ખર્ચ છું. ઠેરઠેર સદાવ્રત ઊભાં કરીને ગરીબોને ભોજન કરાવું છું. આટલું બધું કરવા છતાં હજી મને ઈશ્વરનાં દર્શન થતાં નથી. કોઈક એવો ઉપાય બતાવો કે જેથી હું ઈશ્વરનાં દર્શન કરી શકું.”
સૂફીસંત ફરીદે કહ્યું, “ઓહ, એમાં શું ? આ તો તદ્દન આસાન છે . ચાલો મારી સાથે. જો તક મળી તો આજે જ તમને પ્રભુદર્શન થઈ જશે.”
શેઠને અપાર આનંદ થયો. વર્ષોની ઝંખના સફળ થવાની ક્ષણ નજીક આવતી લાગી. એ સંત ફરીદ સાથે ચાલવા લાગ્યા અને બંને ગામની બહાર નદીના કિનારે પહોંચ્યા. સંત ફરીદે શેઠને નદીના પાણીમાં ઊંડી ડૂબકી લગાવવા કહ્યું.
શેઠે માન્યું કે આ ઊંડી ડૂબકી લગાવીશ એટલે ગહન ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જશે. અતિ ઉત્સાહ સાથે શેઠે પાણીમાં ડૂબકી મારી. એમની પાછળ સંત ફરીદ પણ પાણીમાં કૂદ્યા અને શેઠના ખભા ઉપર સવાર થઈ ગયા.
સંત ફરીદ સ્થૂળકાય હતા. એમના કદાવર શરીરનું વજન ઊંચકવું શેઠને માટે મુશ્કેલ બની ગયું. શેઠ એમાંથી છુટકારો પામીને બહાર નીકળવાની કોશિશ કરતા હતા, પરંતુ સંત ફરીદ
શેઠના ખભા પર બેઠા હતા અને પોતાની પકડ સહેજે ઢીલી કરતા નહોતા. શેઠ તરફડવા લાગ્યા.
એમને થયું કે હવે ખરી કટોકટીની ઘડી આવી છે. પ્રાણ બચે તેમ નથી. ક્ષણભર વિચાર્યું કે આવ્યો હતો પ્રભુદર્શન માટે અને જિંદગીથી હાથ ધોવાનો વારો આવ્યો !
શેઠના શરીરનો બાંધો નબળો હતો, પરંતુ મોતને સામે જોઈને એમણે એવું તો જોર લગાવ્યું કે એક ઝટકામાં ખભા પરથી ફરીદ બાજુમાં પડ્યા અને શેઠ પાણીની ઉપર આવી ગયા. મોતના મુખમાંથી બહાર આવેલા શેઠે સંત ફરીદ પર ગુસ્સો ઠાલવતાં કહ્યું,
તું મને પ્રભુદર્શન કરવા લાગ્યો હતો કે પછી મારા પ્રાણ હરવા ? તું ફકીર નહીં, પણ કસાઈ છે.”
ફરીદે પૂછયું, “તમે જ્યારે પાણીમાં ગૂંગળાઈ રહ્યા હતા I ત્યારે કેવો અનુભવ થયો ?”
શેઠે કહ્યું, “થાય શું ? મારો તો પ્રાણ રૂંધાતો હતો. પહેલાં તો ઘણા વિચાર કર્યા કે હું કઈ રીતે તમારી પકડમાંથી બચીને બહાર નીકળી જઈ શકું. પરંતુ મારા એવા પ્રયત્નો નિષ્ફળ જતાં ધીરેધીરે બચવાનો વિચાર પણ ગુમાવી બેઠો. પછી તો મન સમક્ષ એક જ સવાલ હતો કે કોઈ પણ ભોગે તમારી પકડ છોડાવીને પ્રાણ બચાવવા. ત્યાર બાદ એ વિચાર પણ વિલીન થઈ ગયો અને કોઈ પણ રીતે માત્ર બહાર નીકળવાની તાલાવેલી લાગી. સમજ્યા?”
સંત ફરીદે કહ્યું, “શેઠ, પરમાત્મા સુધી પહોંચવાનો અંતિમ
A પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો 85