________________
૩૯.
અમૃતરસાયણ મળી ગયું !
પાંદડીઓ હજી પૂરેપૂરી વિકસિત થઈ નથી, તેથી એ કયા છોડની છે, તે કઈ રીતે જાણી શકાય ?”
ભગવાન બુદ્ધે કહ્યું, “એ પાંદડાના મૂળમાં રહેલું બીજ જુઓ.” ભિખુએ બીજ હાથમાં લીધું અને બોલી ઊઠ્યો કે આ તો લિંબોળી છે. ભગવાન બુદ્ધ બીજા છોડનું બીજ આપ્યું અને પૂછ્યું તો ભિખુ બોલી ઊઠ્યા કે આ તો બોર છે. ત્રીજા છોડનું બીજ જોઈને એ બોલી ઊઠ્યા કે આ તો જાંબુ છે.
ભગવાન બુદ્ધે કહ્યું, “જુઓ, આ જ રીતે દરેક દુ:ખનું બીજ હોય છે. જીવનમાં કોઈ પણ દુ:ખ બીજ વિના ઊગતું નથી. દુઃખના બીજને ઓળખો એટલે એનો ઉપાય તમને આપોઆપ મળી જશે.”
ભિખુને ભગવાન બુદ્ધનો ઉપદેશ સ્પર્શી ગયો. એણે દુઃખના | મૂળમાં જઈને એના નિવારણનો પ્રયત્ન આરંભ્યો.
મગધનો રાજા ચિત્રાંગદ પોતાના મંત્રી સાથે પ્રજાજીવન જોવા માટે રાજ્યનાં જુદાંજુદાં સ્થળોમાં ફરતો હતો.
એક વાર ઘનઘોર જંગલમાંથી પસાર થતાં એણે એક યુવાન તપસ્વીને જોયા. રાજા એમની પાસે ગયો અને બોલ્યો,
ઓહ ! આપ આવા ઘનઘોર જંગલની વચ્ચે રહો છો ? મને તો ચિંતા થાય છે કે આપ કઈ રીતે ભોજન કરતા હશો ? આવું નિર્જન જંગલ છોડીને મારી સાથે નગરમાં ચાલો. આ થોડી સુવર્ણમુદ્રા આપું છું, જેથી નગરમાં તમે નિરાંતે જીવન ગાળી શકશો. અહીં તમે બીમાર પડશો તો કોણ તમારી સંભાળ લેશે? ભૂખ લાગશે તો કોણ ભોજન આપશે ? ચાલો મારી સાથે.”
યુવાન તપસ્વીએ કહ્યું, “રાજનું, હું તો ઋષિ છું. સંસારનો ત્યાગ કરીને તપ કરવા નીકળ્યો છું. મારે આ સુવર્ણમુદ્રાનું શું કામ ? કોઈ ગરીબ કે જરૂરતમંદને આપી દેજો.”
રાજાએ આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું, “અરે, ગરીબ પણ સૂકો રોટલો પામતો હોય છે. તમારી પાસે તો એય ક્યાં છે ! જીવન ગાળવા માટે ધનની આવશ્યકતા તો હોય જ. તેમ છતાં તમે આ સુવર્ણમુદ્રાઓનો અસ્વીકાર કરો છો ?”
તપસ્વીએ કહ્યું, “મારી પાસે એક એવું સુવર્ણરસાયણ છે કે જે રસાયણનો ઉપયોગ કરીને અમે તાંબાને સોનું બનાવી
80 D પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો [ 8I