________________
૨૫ ધર્મ અને કર્મ પોતાનાં, બાકી બધું બીજાનું !
લાંબા સમયથી ચિત્તને ઘેરીને બેઠેલી ચિંતા લઈને રાજા સંત બાબા ગરીબદાસ પાસે આવ્યા.
રાજાને સતત એક સવાલ મૂંઝવતો હતો કે પોતે આટલો પ્રામાણિક, દાની અને પ્રજાકલ્યાણ માટે પરિશ્રમી છે, તેમ છતાં પ્રજા કેમ એને ચાહતી નથી ? શા માટે એ પ્રજામાં અતિ અપ્રિય છે ?
હકીકત એ હતી કે રાજા કારભાર ચલાવવામાં અતિ કુશળ હતો, પરંતુ એનામાં પ્રચંડ અહંકાર હતો. એનો અહંકાર પ્રત્યેક કાર્યમાં ડોકિયું કર્યા વગર રહેતો નહીં. આથી જનસમૂહમાં અપ્રિય બની ગયો હતો.
મનમાં થતું પણ ખરું કે પ્રજાની એકેએક મુશ્કેલીનું ધ્યાન રાખું છું. એમની સઘળી આવશ્યકતાઓ પૂર્ણ કરવા માટે રાતદિવસ પ્રયાસ કરું છું, તેમ છતાં પ્રજા શા માટે મારા પર પ્રસન્ન નથી ?
શા માટે રાજમાર્ગ પરથી રાજસવારી પસાર થાય, ત્યારે પ્રજા આનંદ-ઉલ્લાસભેર વધાવતી નથી ? શા માટે રાજના બુદ્ધિમાનો એની કાર્યકુશળતાને સન્માનતા નથી ?
પોતાની આ મૂંઝવણ સંત બાબા ગરીબદાસ સમક્ષ એણે રજૂ કરી અને સાથોસાથ ભીતરમાં પડેલું એનું અભિમાન ડોકિયાં ર્યા વિના રહી શક્યું નહીં.
એણે કહ્યું, “બાબા, કોઈ પણ ચીજવસ્તુની જરૂર હોય તો મને નિઃસંકોચ કહેજો . ચપટી વગાડતાં તમારી સમક્ષ હાજર કરી દઈશ.”
રાજાના શબ્દોમાં છલકાતું હૃદયમાં પડેલું અભિમાન સંત પામી ગયા, તેથી એમણે કહ્યું, “રાજનું, સંતને શેની જરૂર હોય? સંત પાસે તો આખી સૃષ્ટિનો પ્રેમ હોય છે. કોઈ એવી ચીજવસ્તુ નથી કે જેની મારે જરૂર હોય, વળી તમારી પાસે એવું પોતાનું છે પણ શું, કે જે તમે મને આપી શકો ?”
રાજાએ ગર્વથી કહ્યું, “મારી પાસે ! આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી, જે મારી પાસે ન હોય? મારો રાજભંડાર ધાન્ય અને સંપત્તિથી એટલો ભરપૂર છે કે મને ખુદને ખબર નથી કે એમાં કેટલું ધાન્ય અને કેટલું ધન છે !”
સંતે કહ્યું, “રાજન, શું આ ધન-ધાન્ય તમારાં છે ? ધન પ્રજાએ આપ્યું અને ધાન્ય ધરતીએ. વળી પ્રજાને કારણે તમે રાજા છો. આથી રાજપાટ એ તો પ્રજાએ તમને આપેલી ભેટ છે. આ તમારું શરીર અને સૌંદર્ય પણ બીજાનું છે. એ તમારાં માતાપિતાએ તમને આપ્યું છે. આમાં તમારું છે શું ?”
રાજાના અહંકાર પર પ્રબળ આઘાત થયો. એણે સંતને નમ્ર બનીને પૂછયું, “તો પછી આ જગતમાં મારું શું છે ?”
“ કેવળ ધર્મ. ધર્મપાલન કરીને તું પ્રજાસેવા કરીશ, તો તને તારી પ્રજાનો પ્રેમ મળશે અને યુગો સુધી ટકી રહે એવી કીર્તિ મળશે. માત્ર ધર્મ અને કર્મ જ તારાં છે. બાકીની બધી તો આવન-જાવન છે.”
તો આપ મને મારા ધર્મ અને કર્મનું જ્ઞાન આપો.”,
50 g પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો [ 51