________________
૨૪ |
બીજાના દીપકના અજવાળે ચાલશો નહીં
ગુરુએ કહ્યું, “વત્સ, થોડે સુધી મેં પ્રગટાવેલા દીપકના અજવાળે તું ચાલે, તે બરાબર છે. પણ આગળના માર્ગને પ્રકાશિત કરવા માટે તારે સ્વયં દીપક પ્રગટાવવાનો રહેશે. બીજાએ પ્રગટાવેલા દીપકના અજવાળે આખી જિંદગી ચાલવાનું ન હોય.”
શિષ્ય પૂછ્યું, “પોતે જ પોતાનો દીપક પ્રગટાવે તો શું થાય?”
ગુરએ કહ્યું, “એ દીપક એવો હશે કે જે કોઈ છીનવી શક્ય નહીં અને બુઝાવી પણ શકશે નહીં. પોતાનો દીપક એ જ પોતાના સાધનામાર્ગનું સર્વોત્તમ પાથેય છે.”
શિષ્ય ગુરુનાં વચનનો સંકેત પામી ગયો.
ગુરુ અને શિષ્ય ગહન જ્ઞાનચર્ચામાં ડૂબી ગયા હતા. ગુરુ ગ્રંથોનું રહસ્ય સમજાવતા હતા અને શિષ્ય એકધ્યાને જ્ઞાનામૃતનું પાન કરતો હતો. ગુરુમાં જ્ઞાન આપવાની વૃત્તિ હતી અને શિષ્યમાં જ્ઞાન ઝીલવાની આતુરતા હતી.
સમય વીતતો ગયો, સૂર્ય અસ્તાચલ પરથી વિદાય લીધી. રાતનું અંધારું પથરાવા લાગ્યું. મધરાત પણ વીતી ગઈ અને ગાઢ અંધકાર ફેલાઈ ગયો.
જ્ઞાનચર્ચા પૂર્ણ થતાં શિષ્ય ગુરુની વિદાય માગી અને કહ્યું, ગુરુદેવ, કૃપા કરીને મને એક દીપક આપો, કે જેને કારણે હું આસાનીથી આ અંધારી રાતમાં મારી કુટિર સુધી પહોંચી શકું.”
ગુરુએ દીપક પ્રગટાવ્યો અને શિષ્યના હાથમાં મૂક્યો. શિષ્ય વિદાય લીધી, તો ગુરુ એની પાછળ પડછાયાની જેમ ચાલવા લાગ્યા.
શિષ્યને પારાવાર આશ્ચર્ય થયું. શા માટે ગુરુ આ રીતે પોતાની પાછળ આવી રહ્યા છે ? શિષ્ય એની કુટિરથી થોડે દૂર હતો, ત્યાં જ પાછળ ચાલતા ગુરુએ આગળ આવીને ફૂંક મારીને દીપક બુઝાવી નાખ્યો.
શિષ્યને અપાર આશ્ચર્ય થયું. ગુરુએ શા માટે આવું કર્યું?
એણે પૂછ્યું, “ગુરુદેવ ! આપે જ દીપક પ્રગટાવીને આપ્યો હતો અને આપે જ શા માટે દીપક બુઝાવી નાખ્યો ?”
18 D પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો [ 49