SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ | હાર શિખર પર અને એની શોધ નદીમાં ! કફ્યુશિયસે પૂછયું, “માનવીના જીવનકાળ દરમિયાન દાંત અને જીભમાંથી કોણ પહેલી વિદાય લે છે ?” દાંત તો પડી જાય છે, જ્યારે જીભ જીવનના અંત સમય સુધી સાથે રહે છે.” “આ દાંત અને જીભમાંથી કોણ નરમ અને કોણ કઠણ છે?” શિષ્યોએ કહ્યું, “દાંત કઠણ છે અને જીભ નરમ છે.” કફ્યુશિયસે કહ્યું, “જુઓ, કઠણ દાંત મોડા આવે છે અને વહેલા પડી જાય છે. જ્યારે નરમ જીભ તો જન્મથી મૃત્યુ સુધી માણસની સાથે રહે છે. દાંતની માફક જો કઠણ અને અક્કડ રહેશો તો મૂળમાંથી ઊખડી જ શો. જીભની માફક નરમ રહેશો તો છેક સુધી ટકી શકશો. એક બીજી વાત પણ સમજી લો, કઠણ દાંત જીભને કચરી નાખે છે અને જીભને પારાવાર વેદના થાય છે. છતાં જીભ ક્યારેય વેરભાવ રાખતી નથી. અરે, કોઈ ખાદ્યપદાર્થ દાંતમાં ભરાઈ ગયો હોય તો જીભ એને દૂર કરે છે. કષ્ટ સહન કરીને પણ જીભ મીઠાશ વહંચે છે. વળી આ જીભ ધારે તો બત્રીસે દાંત પાડી શકે એવી શક્તિશાળી છે. પરંતુ જીભ સંયમ રાખે છે. તમે પણ સમાજની વચ્ચે જીભ જેવા સંયમી બનીને વર્તજો.” અંતે સંત કફ્યુશિયસે શિષ્યોને કહ્યું, “સંસારમાં નમ્ર માણસ શાંતિભર્યું જીવન ગાળે છે. અક્કડ, અભિમાની માનવી ઉખેડાઈને ફેંકાઈ જાય છે. દાંત જેવા અક્કડ, અભિમાની બનશો નહીં. દાંત દુર્જનની માફક કાપે છે. જીભ સજ્જનની માફક જાળવે છે. વળી આ જીભ સહન કરે છે તો સ્વાદ પણે પામે છે. તમે ધર્મપ્રચારની સેવાનો અનુપમ આનંદ પણ પ્રાપ્ત કરી શકશો.” પોતાના કંઠમાં શોભતો અત્યંત કીમતી હાર રાજરાણીને પોતાના પ્રાણથી પણ વધુ પ્રિય હતો. એક વાર એ રાજાની સાથે વનમાં સહેલગાહે નીકળી હતી, ત્યારે રસ્તામાં વિશ્રામસ્થળે પોતાનો આ કીમતી હાર ધનવાનોને બતાવીને હરખાતી હતી. આ સમયે આકાશમાંથી એક બાજ પક્ષી હાર ચાંચમાં લઈને ઊડી ગયું. રાજાએ આ જોયું એટલે એ બાજની પાછળ દોડ્યા. રાજાને દોડતા જોઈને રાજ કર્મચારીઓ અને સિપાઈઓ પણ દોડ્યા. સહુએ જોયું તો બાજ પહાડના શિખર પર બેઠું અને પેલો હાર એની ચાંચમાંથી નીચે પડ્યો. રાજા , સેનાપતિ અને તેના સહુએ એ હાર ચાંચમાંથી પડતો જોયો, પણ ક્યાં પડ્યો એ તેમને દેખાયું નહીં. લોકો પહાડ નીચે ચારેબાજુ શોધવા લાગ્યા, પણ ક્યાંય હાર મળ્યો નહીં. રાણી તો હૈયાફાટ રુદન કરવા લાગી. રાજાને સમજાતું નહોતું કે હવે કરવું બીજે દિવસે સવારે કેટલાક લોકોએ નજીક વહેતી નદીના પાણીમાં ચમકતો હાર જોયો. રાણીના આનંદનો પાર ન રહ્યો. કેટલાક તરવૈયા એ હારને લેવા માટે નદીમાં ઊતર્યા, પરંતુ ઘણી કોશિશ કરવા છતાં હાર મળ્યો નહીં. રાણી ફરી ઉદાસ બની ગઈ. સહુના ચહેરા પર નિરાશા ઘેરી વળી. રાજાને સમજાતું નહોતું કે હવે કરવું શું ? % 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 97.
SR No.034434
Book TitlePrasannatana Pushpo
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy