________________
Go
આપણી ફિલ્મના આપણે જ દર્શક !
ધનવાન નથી, પરંતુ તમે તમારું ધન માત્ર તમારી પાસે જ રાખો છો. જ્ઞાનની પરબ બનાવીને એનું પાણી સહુને પાતા નથી. મારી ઇચ્છા છે કે આપનું ધન જન-જન સુધી પહોંચે.”
“પ્રભુ, આ ગરીબ બ્રાહ્મણને આપ સૌથી વધુ ધનવાન કહીને એની મજાક તો કરતા નથી ને !”
દેવરાજ ઇન્દ્ર કહ્યું, “મહર્ષિ, જેમની પાસે દુનિયામાં સૌથી વધુ જ્ઞાન, વિદ્યા ને ધર્મ છે, એનાથી વધુ મોટો ધનવાન કોણ ? મારી દૃષ્ટિએ તો એ સૌથી મોટો ગરીબ છે કે જેની પાસે દુનિયાભરનો ખજાનો હોય, પણ જ્ઞાન, વિદ્યા કે ધર્મ ન હોય.”
મહર્ષિએ કહ્યું, “પ્રભુ, મને આજ્ઞા આપો. હું આપને માટે શું કરી શકું તેમ છું ?”
દેવરાજ ઇન્દ્ર કહ્યું, “મહર્ષિ, અત્યારે સમાજમાં અજ્ઞાનતા અને રૂઢિવાદિતા ખૂબ ફેલાયાં છે. એને પરિણામે છડેચોક શોષણ અને અત્યાચાર ચાલી રહ્યાં છે. તમે તમારી જ્ઞાનગંગાથી લોકોને જાગ્રત કરીને યોગ્ય માર્ગે લાવી શકો તેમ છો. આને માટે આપે આ ગુફામાંથી બહાર નીકળીને જનસમૂહની વચ્ચે જવું પડશે. એક જ્ઞાનીનું કર્તવ્ય છે કે એ પોતાના જ્ઞાનની જ્યોતિ જન-જન સુધી પહોંચાડે.”
મહર્ષિ ભારદ્વાજે દેવરાજ ઇન્દ્રની યાચનાનો સ્વીકાર કર્યો અને ગુફામાંથી બહાર નીકળીને દેશના ખૂણેખૂણે ભ્રમણ કરીને લોકજાગૃતિનું કામ કર્યું.
નિદ્રાધીન એવા મિથિલાના રાજવી જનકે સ્વપ્નમાં એવું જોયું કે કોઈ વિદેશી રાજા એના રાજ્ય પર આક્રમણ કરીને એને ઘોર પરાજય આપે છે અને દેશનિકાલ કરે છે. માત્ર કમર પર એક વત્ર વીંટાળીને રાજા જનક નગરની સીમા પર ભટકી રહ્યા છે. અત્યંત ભૂખ્યા થયેલા રાજા જનક ઘેરઘેર ભીખ માગે છે અને ત્યાં એમની દયાજનક સ્થિતિને જોઈને નોકરોને કરુણા જાગતાં એમને કંઈક ભોજન આપવાનું વિચારે છે, કિંતુ ભોજન પૂર્ણ થઈ ગયું હોવાથી હવે માત્ર તપેલીમાં ચોંટી ગયેલી બળેલી ખીચડીના થોડા દાણા રહ્યા હતા, એ રાજા જનકને આપ્યા. આ વરદાન સમું ભોજન કરવા જાય, તે પહેલાં એક સમડી એકાએક ધસી આવી અને એના ઝપાટાને કારણે બળેલી ખીચડી પડી ગઈ અને રાજા જનક ઘાયલ થયા. એમના હાથમાંથી લોહી વહેવા માંડ્યું. ભૂખ અને વેદનાને કારણે મુખમાંથી ચીસ નીકળી ગઈ.
આની સાથે જ રાજા જનકની ઊંઘ ઊડી ગઈ અને એમની સ્વપ્નસૃષ્ટિ અદૃશ્ય થઈ ગઈ. મહાલયના વૈભવશાળી ખંડમાં વૈભવી શૈયા પર સૂતેલા મહારાજ જનક ઊંડા વિચારમાં પડી ગયા કે સ્વપ્નમાં જોયેલું જગત સાચું હતું કે ઉઘાડી આંખે દેખાતું આ જ ગત સાચું ? રાજાને મુંઝવતા આ પ્રશ્નનો કોઈ સંતોષકારક ઉત્તર આપી શક્યા નહીં. એવામાં ઋષિ અષ્ટાવક્ર મિથિલા આવ્યા અને રાજાએ એમને પ્રશ્ન કર્યો કે એમાંથી સાચું શું ?
126 1 પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો [ 127