SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાવક્રે ધ્યાન દ્વારા સમગ્ર પરિસ્થિતિનું આકલન કરીને કહ્યું, “હે રાજનૂ, સ્વપ્નમાં ભૂખનો અનુભવ થતો હતો, ત્યારે તમે ક્યાં હતા ?” રાજા જનકે કહ્યું, “ત્યારે હું ત્યાં જ હતો.” “અને અત્યારે આપ ક્યાં છો ?' “અત્યારે આપની સમક્ષ રાજમહાલયમાં છું." અાવક્રે કહ્યું, “રાજન્, તમારી સ્વપ્નની અવસ્થા પણ સત્ય નહોતી અને આ જાગ્રત અવસ્થા પણ સત્ય નથી. સત્ય એ તો દ્રષ્ટા છે, જે સ્વપ્ન, જાગૃતિ અને ગાઢ નિદ્રાની બદલાતી અવસ્થાઓનું સાક્ષી છે. આ સત્યમાં જ જીવનની કહાની છુપાયેલી છે. જો આપણે જીવનમાં બનતી ઘટનાઓને વિના કારણે મહત્ત્વ આપીએ નહીં અને આપણું ચિંતન આત્મતત્ત્વ પર સ્થિર રાખીએ, તો જીવનની પ્રત્યેક અવસ્થા આનંદપૂર્ણ બની રહેશે.” જીવનના રંગોથી સુખી અને દુઃખી થવાને બદલે સાક્ષીભાવે વનારને પરિસ્થિતિનું પરિવર્તન કશી અસર કરી શકતું નથી, આપણા જીવનની ફિલ્મનાં દશ્યો એક પછી એક પસાર થાય અને આપણે થિયેટરની ખુરશી પર બેસીને નિરાંતે એને નિહાળતા હોઈએ ! 128 – પ્રસન્નતાનાં પુષ્પો ૬૧ સરખી ભક્તિ છતાં ગરીબને વિશેષ સુવિધા? ગામની બહાર આવેલા મંદિરમાં અમીર અને ગરીબ બંને પ્રભુપ્રતિમા સમક્ષ જઈને હૃદયના ઊંડા ભાવથી પૂજા-અર્ચના કરતા હતા. મંદિરમાં ઈશ્વર સમક્ષ ઘીનો દીપક પ્રગટાવવાનો રિવાજ હતો, આથી અમીર પોતાના ઘેરથી શુદ્ધ ઘી લઈ આવતો અને પ્રભુ સમક્ષ દીપક પ્રગટાવતો. ગરીબની ઈશ્વર પ્રત્યેની ભક્તિ એટલી જ હતી, પરંતુ એ શુદ્ધ ઘી ખરીદી શકે તેમ નહોતો, તેથી એની ઇચ્છા હોવા છતાં મંદિરમાં ઘીનો દીપક પ્રગટાવી શકતો નહીં. એને બદલે એ રોજ સાંજે તેલથી દીવો પ્રગટાવતો અને તે દીવો પોતાની ગલીના નાકે મૂકી આવતો. એ ગલીમાં ઘણું અંધારું હતું અને સાંજ પડે ત્યાંથી ઘણા લોકો પસાર થતા હતા. તેઓને માટે તેલના દીવાનું અજવાળું રસ્તો બતાવનારું બન્યું. થોડી રાત વીતે, ત્યાં તો દીવો બુઝાઈ જાય અને એ ગલીમાં આવનારાઓની અવરજવર પણ બંધ થઈ જતી. વર્ષો સુધી આ નિયમ પળાતો રહ્યો. અમીર સાંજે મંદિરમાં ઘીનો દીવો કરે અને ગરીબ સાંજે રસ્તા પર તેલનો દીવો મૂકે. બંને વૃદ્ધ થયા અને એમનું અવસાન થતાં સ્વર્ગલોકમાં પહોંચ્યા. પરંતુ સ્વર્ગલોકમાં અમીરને સામાન્ય સગવડ આપવામાં આવી અને ગરીબને ખાસ ઉચ્ચ શ્રેણીની સુવિધાઓ આપવામાં આવી. અમીર અકળાયો. એનાથી આ અન્યાય સહન થયો નહીં. એણે જઈને ધર્મરાજને પૂછ્યું, પ્રસન્નતાનાં પુષ્પો – 129
SR No.034434
Book TitlePrasannatana Pushpo
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy