________________
આપવો ? એણે કહ્યું, “મહારાજ, જન્મ સમયે તો સહુ કોઈ ખાલી હાથે આવે છે.”
સંતે વળી પ્રશ્ન કર્યો, “તો હવે એ કહો કે મૃત્યુ સમયે તમે શું સાથે લઈ જવા માગો છો ?”
ધનવાનને વળી આશ્ચર્ય થયું અને કહ્યું, “મહારાજ, મૃત્યુ સમયે ક્યાં કોઈ પોતાની સાથે કશું લઈ જાય છે, પણ વાત મૃત્યુની નથી. મારી હાલની આજીવિકાની છે.”
આ સાંભળી સંતે હસતાં-હસતાં કહ્યું, “જે ધન પર ભરોસો
રાખે છે એમની આ જ દશા થાય છે. તમારી પાસે હાથપગ તો છે ને ! એનો ઉપયોગ કરો. પુરુષાર્થ એ જ સૌથી મોટું ધન છે.'
ધનવાનને સંતની વાત સ્પર્શી ગઈ અને એણે લમણે હાથ દઈ બેસી રહેવાને બદલે પ્રબળ પુરુષાર્થનો પ્રારંભ કર્યો.
14 D પ્રસન્નતાનાં પુષ્પો
દર્પણ તારે માટે, બીજાને માટે નહીં
શિષ્યની સેવાભાવનાથી પ્રસન્ન થયેલા ગુરુએ એક દિવ્ય
દર્પણ ભેટ આપ્યું અને કહ્યું, “બીજા દર્પણમાં શરીરનું પ્રતિબિંબ ઝિલાય છે, પરંતુ આ દિવ્ય દર્પણમાં માનવીના મનનું પ્રતિબિંબ ઝિલાય છે. મનમાં જે કોઈ સારા-નરસા વિચારો હોય, એ તું આ દિવ્ય દર્પણ દ્વારા જોઈ શકીશ.”
ગુરુની આ મૂલ્યવાન ભેટથી અતિ પ્રસન્ન શિષ્યે વિચાર્યું કે આ દિવ્ય દર્પણની કસોટી કરવા માટે દૂર જવાની ક્યાં જરૂર છે? એણે આ દર્પણ પોતાના ગુરુ સામે ધર્યું અને આશ્ચર્યભર્યો આઘાત પામ્યો. એ માનતો હતો કે એના ગુરુ સર્વ દુર્ગુણોથી રહિત એવા મહાન સત્પુરુષ છે, પરંતુ દિવ્ય દર્પણમાં તો એમના મનમાં રહેલા મોહ, ક્રોધ, અહંકાર આદિ દુર્ગુણો દૃષ્ટિગોચર થયા અને એ જોઈને શિષ્યને ભારોભાર દુઃખ થયું.
એ પછી આ શિષ્ય જ્યાં જતો, ત્યાં દર્પણ ધરીને સામી વ્યક્તિની સદ્-અસદ્ વૃત્તિઓનો તાગ મેળવતો હતો. પોતાના ગાઢ મિત્ર સમક્ષ દર્પણ ધર્યું, તો એના ભીતરમાં રહેલા સ્વાર્થ અને મોહનો ખ્યાલ આવ્યો. પોતાનાં કુટુંબીજનો સામે દર્પણ રાખીને એમના ચિત્તમાં ચાલતા દુર્ભાવોના ઘમસાણને જાણી લીધું. સહુ કોઈના હૃદયમાં એને કોઈ ને કોઈ દુર્ગુણ જોવા મળ્યો. માતા-પિતા સામે પણ એણે દર્પણ ધર્યું અને એમના હૃદયમાં રહેલા દુર્ગુણો જોયા. આ જોઈને શિષ્ય અત્યંત હતપ્રભ બની
ગયો.
પ્રસન્નતાનાં પુષ્પો Ç 15