________________
૨૦ દેહ અમર નથી, તો કૂંડાં કઈ રીતે હોય ?
પણ ખરો કે જ્યાં આ દેહ અમર નથી, ત્યાં આ કૂંડાં કઈ રીતે અમર હોય ? એ પણ તૂટશે, ફૂટશે, ભાંગી જશે. એમાંના છોડ સુકાશે અને પુષ્પો ખરી પડશે. માટે જરા વિચાર કર.”
રાજા કોઈનીય વાત કાને ધરવા તૈયાર નહોતો. એટલે સંતે કહ્યું, “મને એ સ્થાન બતાવ કે જ્યાં તેં આ બધાં કૂંડાંઓ રાખ્યાં
સુવાસિત પુષ્પોની રાજાને એટલી બધી ચાહના હતી કે રાજમહેલમાં પોતાના શયનખંડની બહાર પુષ્પોનાં પચીસ જેટલાં કૂંડાં રાખતો હતો. પ્રાત:કાળે ઊઠતાંની સાથે જ એ આ કૂંડાંમાં ખીલેલાં પુષ્પોને જોઈને અપાર આનંદ અનુભવતો હતો. કૂંડાંઓની સંભાળ લેવા માટે એક ખાસ માળી રાખ્યો હતો અને તાકીદ કરી હતી કે આ કૂંડાંમાં રહેલા છોડને સમયસર પાણી-ખાતર આપવા અને એને જીવની માફક જતનથી જાળવવાં.
બન્યું એવું કે એક દિવસ માળીથી એક ડું તૂટી ગયું અને રાજાનો કોપ ફાટી નીકળ્યો. એમણે તરત જ માળીને સજા કરતાં કહ્યું કે, બે મહિના બાદ તને ફાંસી આપવામાં આવશે.
મંત્રીએ રાજાને સમજાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ પુષ્મપ્રેમી રાજા પોતાના ફેંસલામાં દઢ રહ્યો. એ પછી રાજાએ નગરમાં ઢંઢેરો પિટાવ્યો કે આ તૂટેલા કુંડાની કોઈ મરામત કરીને એને આખું કરી આપે, તો રાજા એને મોં માગ્યું ઇનામ આપશે. કેટલાક લોકોએ નસીબ અજમાવવા પ્રયત્ન કર્યો, પરંતુ એમને નિષ્ફળતા મળી.
આ સમયે નગરમાં આવેલા સંતે તૂટેલા કૂંડાની વાત જાણી અને સાથે કોપાયમાન રાજાનો હુકમ પણ સાંભળ્યો. સંત રાજ દરબારમાં ગયા અને બોલ્યા, “રાજનું, તારા તૂટેલા કુંડાને જોડવાની જવાબદારી હું લઉં છું, પરંતુ સાથોસાથ તને કહું છું
રાજા અને સંત એ સ્થાન પર ગયા અને સંતે લાકડી લઈને એક પછી એક કૂંડાં તોડી નાખ્યાં. પહેલાં તો રાજાએ માન્યું કે આ કૂંડાં જોડવા માટેની વિધિ હશે. તોડીને જોડવાનું કોઈ નવું વિજ્ઞાન હશે. પણ પછી ખ્યાલ આવ્યો કે આ સંતે તો સઘળાં કુંડાં તોડી નાખ્યાં છે. ગુસ્સે ભરાઈને રાજાએ પૂછયું, “અરે, આ તમે શું કર્યું ? આવું કરવાનું કારણ શું ?”
સંતે હસતાં-હસતાં કહ્યું, “રાજનું, આમ કરીને મેં ચોવીસ માણસોનો પ્રાણ બચાવ્યો છે. એક કૂડું તૂટે તો એકને ફાંસી મળે . આ ચોવીસે કૂંડાં કોઈ ને કોઈને હાથે તૂટવાનાં હતાં, તેથી ચોવીસને ફાંસી મળી હોત. મેં જ એ તોડીને ચોવીસ વ્યક્તિઓના પ્રાણ બચાવ્યા છે.”
રાજાને સમજાયું કે આ કૂંડાં કોઈ ને કોઈ રીતે તો તૂટવાનાં જ હતાં. એક ફંડું તૂટી જાય એટલે કોઈને ફાંસીની સજા અપાય નહીં. પોતાની ભૂલ સમજાતાં રાજાએ માળીને કરેલો ફાંસીની સજાનો હુકમ રદ કર્યો.
0 D પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસનતાનાં પુષ્પો [ 41.