________________
આરંભે જીવનની કોઈ એક ઘટના સમગ્ર જીવનશૈલીને નવો આકાર આપતી હોય છે અને તેને પરિણામે વ્યક્તિના જીવનનું સમૂળગું પરિવર્તન થતું હોય છે. એ ઘટના એના હૃદયમર્મને સ્પર્શીને નૂતન-મૌલિક વિચાર તરફ એને દોરી જાય છે.
જીવનના પ્રસંગમાંથી ક્યારેક પ્રાપ્ત થયેલો બોધ જીવનસમજણની ચાવી આપી જાય છે. આવા પ્રસંગોમાં મૌલિક દર્શન હોય છે, ચિંતનની ચિનગારી હોય છે અને એના દ્વારા જીવનવિષયક આગવી વૈચારિકતા પ્રાપ્ત થાય છે.
પ્રસન્નતાનાં પુષ્પોમાં આવા માનવીય મનને સૂઝ આપે તેવા પ્રસંગોનું આલેખન કર્યું છે. આમાંનાં કેટલાંક લખાણો અગાઉ પ્રગટ થઈ ગયાં હતાં, પરંતુ અહીં એને નવેસરથી તૈયાર કરીને મૂક્યાં છે. આ પ્રસંગોમાંથી જીવન-અધ્યાત્મ ઉપયોગી ચિંતન લાધી જાય એવી અપેક્ષા.
આ પુસ્તકના પ્રકાશન માટે શ્રી મનુભાઈ શાહે ખૂબ જહેમત ઉઠાવી છે, તેમનો આભારી છું. અગાઉનાં ‘ઝાકળ બન્યું મોતી', ‘ફૂલની આંખે, ઝાકળ મોતી' જેવાં પ્રસંગોનાં પુસ્તકોને વાચકોનો બહોળો આવકાર અને પ્રતિભાવ મળ્યો હતો.
આશા રાખું છું કે આ પુસ્તક પણ વાચકને જીવનપથ ઉજાળતા પ્રેરણાદીપનો પ્રકાશ આપી રહેશે. ૨૨-૭-૨૦૧૬
કુમારપાળ દેસાઈ
અનુક્રમ ૧. સેના એને જોઈએ, જેને કોઈ શત્રુ હોય ! ૨. પ્રભુદર્શનની પ્રાપ્તિ માટે દીર્ધ પ્રતીક્ષા જોઈએ ! ૩. આત્મહત્યા તો આવતે ભવે મહાઅનર્થ સર્જશે ! ૪. માગીશ તો અક્ષય સંપત્તિના સ્વામી પાસે ! ૫. મૂળિયાં ઊંડાં જશે, તો ઉખડશે નહીં ! ૬. કઈ વિવાથી પ્રસન્નતા પ્રાપ્ત થશે ? ૭. શું લાવ્યા અને શું લઈ જ શો ? ૮. દર્પણ તારે માટે, બીજાને માટે નહીં
૯. દિવસ વધુ સારો પસાર થાય છે ! ૧૦. પ્રજાપ્રેમી મંત્રીએ સુરમો જીભથી ચાખ્યો ! ૧૧. ભૂખ્યાને ભોજન, સૌથી મોટો ધર્મ ! ૧૨. શિક્ષણ મેળવો, તો તમને ક્ષમા આપું ૧૩. ઈશ્વર અહંકારને ખાય છે ! ૧૪. સ્વરાજ્ય પછી ગાંધીજીને જેલમાં પૂરી દેશે ! ૧૫. સૂકું પાંદડું પડ્યું ને હૃદયમાંથી કશુંક ખર્યું ! ૧૬. અરે ઈશ્વર ! તું શેતાનની ભાષા બોલે છે ! ૧૭. બળદની સેવા કે બુદ્ધનું પ્રવચન ? ૧૮. નિષ્ફળતા પોતાની જવાબદાર પરમાત્મા ! ૧૯. વર્ષોની વિદ્યાસાધનાનો અર્થ શો ? ૨૦. દેહ અમર નથી, તો કૂંડાં કઈ રીતે હોય ? ૨૧. વૃત્તિઓને શાંત કરવા પૈર્ય જોઈએ ૨૨. પ્રસિદ્ધિથી દાન ઝંખવાય છે ૨૩. ગરીબનું ભિક્ષાપાત્ર અક્ષયપાત્ર બની ગયું ! ૨૪. બીજાના દીપકનાં અજવાળે ચાલશો નહીં ૨૫. ધર્મ અને કર્મ પોતાનાં, બાકી બધું બીજાનું ! ૨૬. પ્રકૃતિ ગુણો પ્રગટ કરે છે
અમદાવાદ