________________
પ૮ | દેહ પર પીડા અને આત્મા સાવ અલિપ્ત !
છે, તે તું ભૂલી ગયો છે. જીવનભર તને જ્ઞાનપ્રાપ્તિ થાય તે માટે તારા ગુરુની સાથોસાથ એમણે પણ પ્રયાસ કર્યો છે. એને કારણે તું આજે આવા ઉચ્ચ સ્થાને પહોંચ્યો છે.”
ભારવિએ કહ્યું, “એ વાત સાચી કે પિતા પાસેથી હું શાસ્ત્રજ્ઞાન પામ્યો છું, પણ આ વિજય તો મેં મારા જ્ઞાનના બળે મેળવ્યો
આ સાંભળીને ભારવિની માતા હસી પડી અને બોલી, “માત્ર તારા જ્ઞાનના બળે ? એની પાછળ પિતાના આશીર્વાદ અને માતાની મમતા રહેલી છે, તે તું ભૂલી ગયો. સાંભળ, શાસ્ત્રાર્થ માટે તું ગયો હતો, એ દિવસોમાં તારા પિતાજીએ તારા વિજય માટે વિશેષ સાધના કરી હતી. એ દિવસોમાં એમણે માત્ર જલ જ ગ્રહણ કર્યું હતું. જે જ્ઞાનના બળ પર તું સર્વશ્રેષ્ઠ ઘોષિત થયો છે, એનો પાયો રચનાર તો તારા પિતા છે. એમણે આપેલા જ્ઞાનનું ઋણ તું ચૂકવી શકીશ ખરી ?”
માતાની વાત સાંભળીને ભારવિનું માથું શરમથી ઝૂકી ગયું અને તે પિતાની પાસે જઈને એમના પગમાં પડીને ક્ષમાયાચના કરવા લાગ્યો, ત્યારે ભારવિના પિતાએ કહ્યું,
- “પુત્ર, આજે મને અધિક આનંદ છે. તું શ્રેષ્ઠ પંડિત બન્યો ત્યારે થયેલા આનંદ કરતાં પણ વધારે. આનું કારણ એ કે જ્ઞાનપ્રાપ્તિમાં કોઈ સૌથી મોટો અવરોધ હોય તો તે અહંકાર છે. સારું થયું કે તે સમયસર આ અવરોધને ઓળખી લીધો અને દૂર પણ ક્ય.”
ગામની બહાર આવેલા આશ્રમમાં વસતા સંત પાસે એક યુવક આવ્યો અને એણે વર્ષોથી એના મનમાં ઘોળાતી જિજ્ઞાસાનું સમાધાન પૂછ્યું. એણે સવાલ કર્યો,
અયોધ્યાના રાજ ગાદી ગુમાવનાર રામને વનવાસ મળ્યો, છતાં એનાથી કેમ દુ:ખી થયા નહીં? યોગી મહાવીરના સાડાબાર વર્ષના સાધનાકાળમાં એમના પર અનેક ઉપસર્ગો (આફતો) આવ્યા, છતાં એમને કેમ કોઈ દુ:ખનો અનુભવ ન થયો? ઈસુ ખ્રિસ્તને બ્રેસ પર ચડાવીને જાતજાતનાં કષ્ટ આપવામાં આવ્યાં, છતાં એમણે એના દુ:ખનો કેમ અનુભવ ન કર્યો અને વળી પોતાને આવી સજા કરનાર આતતાયીઓના કલ્યાણ માટે પ્રાર્થના કરી ? મીરાંબાઈ હસતે મુખે ઝેર ગટગટાવી ગયાં. આવું બને કઈ રીતે ?”
સંત યુવકની વાત સાંભળીને હસ્યા અને બાજુમાં પડેલું લીલું નાળિયેર આપતાં કહ્યું, “તમારા પ્રશ્નનો જવાબ પછી આપીશ, પહેલાં આ નાળિયેર તોડીને એમાંનું કોપરું મને આપો.”
યુવાને લીલું નાળિયેર તોડ્યું તો ખરું, પણ એમાંથી કોપરું જુદું મળ્યું નહીં. એ સંત પાસે પાછો આવ્યો, તો સંતે વળી એને એક સૂકું નાળિયેર આપ્યું અને કહ્યું, “જરા, આ નારિયેળ તોડીને જુઓ તો ?”
યુવાને એ નાળિયેર તોડ્યું. એમાંથી કોપરું જુદું નીકળ્યું
122 1 પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો [ 123