SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ એવામાં એક રડતી-કકળતી સ્ત્રી મળી. યુવકે એને આવું કરુણ આક્રંદ કરવાનું કારણ પૂછ્યું, તો સ્ત્રીએ કહ્યું, “મારી દીકરી રમતાં-રમતાં ક્યાંક ખોવાઈ ગઈ છે. હું એને શોધી રહી પ૭ શ્રેષ્ઠ પંડિત ચરણમાં મૂકે ખરો ? યુવકે પોતાને મૂંઝવતો સવાલ કર્યો, ત્યારે એ સ્ત્રીએ કહ્યું, ભાઈ, જગતમાં સૌથી મોટી બાબત હોય તો તે માની મમતા. બધા પ્રકારના પ્રેમ અને બધી સિદ્ધિઓથી મહાન છે માતાનું વાત્સલ્ય.'' આ સાંભળતાં જ યુવક ચોંકી ઊઠ્યો. એને યાદ આવ્યું કે જે સર્વોત્તમ સૌંદર્યની શોધમાં જગતભરમાં ધૂમી રહ્યો, પણ ખરું સૌંદર્ય તો એની માતાના વાત્સલ્યમાં રહેલું છે. એણે વિચાર્યું કે સર્વોત્તમ સૌંદર્ય એ સાપેક્ષ બાબત છે. દરેક વ્યક્તિ પોતાની સ્થિતિ, સંજોગો અને આવશ્યકતા મુજબ અમુક બાબતને સર્વોત્તમ ગણે છે. જેના મનમાં જે અર્થ રહેલો હોય, તે પ્રમાણે એની નજરમાં એ સર્વોત્તમ હોય છે. કેટલાય દિવસો સુધી શાસ્ત્રાર્થ ચાલ્યા પછી મહારાજ ચંદ્રગુપ્તની વિદ્વત્સભામાં મહાપંડિત ભારવિને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા. આ મહાપંડિતે પોતાના ગુરુ અને પિતા પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનના બળે ભારતવર્ષના એકેએક પંડિતને શાસ્ત્રચર્ચામાં પરાસ્ત કર્યા. મહારાજ ચંદ્રગુપ્ત એમનું ભવ્ય સન્માન કર્યું, એટલું જ નહીં, કિંતુ પરંપરા અનુસાર આ મહાપંડિતને હાથી પર બેસાડીને એમના મસ્તક ઉપર ચામર ઝુલાવતા-ઝુલાવતા અતિ સન્માનપૂર્વક એમના ઘર સુધી લઈ ગયા. પોતાના પુત્ર ભારવિના વિજયને જોઈને માતા-પિતાના હૃદયમાં આનંદનો સાગર ઊમટી પડ્યો. ભારવિ માતા-પિતા પાસે ગયો, પરંતુ હંમેશ મુજબ એમના પગમાં ઝૂકીને પ્રણામ કર્યા નહીં. માતા પુત્રનું આ પરિવર્તન પારખી ગઈ અને પિતા પામી ગયા કે પુત્રમાં ભારતવર્ષના શ્રેષ્ઠ પંડિત હોવાનો ગર્વ જાગ્યો છે. આવો શ્રેષ્ઠ પંડિત નીચો નમીને ચરણમાં ઝૂકે ખરો ? એક વાર મહાપંડિત ભારવિએ પિતાની સાથે સંવાદ કરવા પ્રયત્ન કર્યો, પરંતુ પિતાએ એની વાત પર વિશેષ લક્ષ ન આપતાં ભારવિને એમનો ઉપેક્ષાભાવ ખટકવા લાગ્યો. એણે માતાને આનું કારણ પૂછયું, ત્યારે માતાએ કહ્યું, “હે પુત્ર, તારા વ્યવહારથી તારા પિતાને દુ:ખ પહોંચ્યું છે. તું આજે ભારતવર્ષનો શ્રેષ્ઠ મહાપંડિત બન્યો, તેની પાછળ તારા પિતાનું કેટલું મોટું યોગદાન 120 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 121
SR No.034434
Book TitlePrasannatana Pushpo
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy