SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ પ્રભુદર્શનની પ્રાપ્તિ માટે જોઈએ દીર્ઘ પ્રતીક્ષા પોતાનો પરિચય મળી રહેશે. આવો પ્રશ્ન પૂછવાનો ન હોય, સમજણનો સવાલ ગણાય, કિંતુ સમ્રાટે ઉત્તર આપ્યો, “હું અસલી સમ્રાટ છું. મારી પાસે અઢળક ધન-વૈભવ છે. વિશાળ સેનાનો હું સ્વામી છું. કેટલાય રાજસેવકો મારી ચાકરી માટે ખડેપગે હાજર હોય છે. તમને ખ્યાલ આવવો જોઈએ કે હું સમ્રાટે છું અને તમે અહીં ઘનઘોર જંગલમાં બેસીને જાતને સમ્રાટે કહો છો ? આવો ભ્રમ રાખવો ખોટો છે. વહેલી તકે તમે તમારો ભ્રમ સુધારી લેજો.” કફ્યુશિયસે હસતાં-હસતાં કહ્યું, “આપની પાસે ઘણા સેવકો છે, મારી પાસે એકેય સેવક નથી. પરંતુ કામ જાતે નહીં કરી શકનારને સેવકની જરૂર પડે. હું સહેજે આળસુ નથી. પછી મારે સેવક રાખવાની જરૂર શી?” અકળાયેલા સમ્રાટે કહ્યું, “તમે પોતાને સમ્રાટ કહો છો, તો તમારી સેના ક્યાં છે ? મારી સેના જોશો તો તમને ખ્યાલ આવશે કે સમ્રાટની સેના કેવી હોય ?” કફ્યુશિયસે કહ્યું, “સેના એને જોઈએ જેને કોઈ શત્રુ હોય. આખી દુનિયામાં મારો કોઈ દુશ્મન નથી અને એથી જ મારા સામ્રાજ્યમાં સેનાની કોઈ જરૂર નથી.” જરા, તમારો વૈભવ બતાવશો ખરા ?” ધન અને વૈભવ એને જોઈએ કે જે ગરીબ છે. હું ગરીબ નથી એટલે મારે ધનસંપત્તિની કોઈ જરૂર નથી.” કફ્યુશિયસના ઉત્તરથી સમ્રાટના મનનું પરિવર્તન થયું. તેણે પણ કશિયસનાં ચરણોમાં મસ્તક નમાવ્યું. ત્રિલોકના નિત્યપ્રવાસી એવા બ્રહ્માના માનસપુત્ર દેવર્ષિ નારદ, ભગવાન વિષ્ણુના પરમભક્ત તરીકે અને દેવો-મનુષ્યો વચ્ચે સંદેશવાહક રૂપે પ્રસિદ્ધ છે. ‘શ્રીમદ્ ભાગવત', ‘મહાભારત' અને ‘રામાયણ’ એ ત્રણેય મહાન ગ્રંથોમાં આદરભર્યો ઉલ્લેખ પામનાર દેવર્ષિ નારદ એક પર્વત પાસેથી પસાર થતા હતા. મસ્તક પર ઊભી શિખા, હાથમાં વીણા અને હોઠે-હૈયે પ્રભુનામનું રટણ ચાલતું હતું. એક વિશાળ વટવૃક્ષ નીચે દેવર્ષિ નારદે એક તપસ્વીને તપ કરતા જોયા. એ તપસ્વીએ વિષ્ણુના પ્રીતિપાત્ર એવા સાક્ષાત્ દેવર્ષિ નારદને જોઈને પ્રણામ કર્યા અને પોતાના મનની મૂંઝવણ એમની સમક્ષ પ્રગટ કરી. તપસ્વીએ પૂછ્યું, “દસ વર્ષથી સંસાર છોડ્યો છે, સઘળી માયા ત્યજી છે, મારી પ્રભુદર્શનની ઝંખના ક્યારે સિદ્ધ થશે ?” દેવર્ષિ નારદે પ્રથમ તો ઉત્તર આપવાની અનિચ્છા દર્શાવી, પરંતુ તપસ્વીએ અતિ આગ્રહ કરતાં નારદે કહ્યું, “જુઓ, તમે જે વટવૃક્ષ નીચે બિરાજમાન છો, એની જેટલી નાની-મોટી ડાળીઓ છે એટલાં વર્ષ પછી તમને પ્રભુદર્શન થશે.” આ સાંભળી તપસ્વીએ નિસાસો મૂક્યો અને કહ્યું, “ઓહ, શાને માટે મેં સંસાર છોડી જંગલમાં વસવાનું પસંદ કર્યું ? ગૃહસ્થજીવનમાં પણ ભક્તિ તો થતી હતી અને પુણ્ય પણ મળતું 2 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 3
SR No.034434
Book TitlePrasannatana Pushpo
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy