SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ નિર્દોષ લોકોનું લોહી શા માટે વહેવડાવે છે? સંત હાતિમ હસી પડ્યા અને બોલ્યા, ‘ખોટી વાતો, મલિન આક્ષેપો કે વ્યર્થ પ્રલાપો સાંભળવા કરતાં બધિર થવું વધુ સારું છે. જો હું મારા શિષ્યોની બધી વાતનો જવાબ આપતો હોત તો મારા એ શિષ્યો મારા અવગુણ છુપાવીને મારા ગુણગાન જ કરતા હોત. મને જિંદગીમાં ક્યારેય મારા અવગુણનો ખ્યાલ આવત નહિ, અને તો પછી એ દૂર કરવાનો પ્રયત્ન કઈ રીતે કરી શક્યો હોત ?' “તો શું આપ બધિર નથી ?" સંતે કહ્યું, “ના, મેં જાતે બધિરતા ઓઢી છે. મારી જાતને બધિર બનાવીને હું મારા ઘણા અવગુણને દૂર કરી રહ્યો છું, કારણ કે મારા સાથી અને શિષ્યો મને બધિર સમજીને મારી સારી અને ખોટી બધી જ વાતો નિઃસંકોચ કહે છે.” સહુને આશ્ચર્ય થયું અને સમજાયું કે સંત હાતિમને દોષ નિવારણમાં બધિરપણું કેટલું બધું લાભદાયી બન્યું. | વિજયનો એક મદ હોય છે, સત્તાનો એક કેફ હોય છે. વિશાળ પ્રદેશ પર વિજય મળતાં રાજવીની રાજલાલસા વધી ગઈ. બંદીજનોએ એનાં યશોગાન કર્યો એટલે એનામાં શક્તિનો અહંકાર જાગ્યો. બીજાં રાજ્યો જીતીને નાનકડા રાજ્યને મહારાજ્ય તો બનાવ્યું, પરંતુ હવે એને સમ્રાટ થવાનાં સ્વપ્ન આવવા લાગ્યાં. સેનાપતિઓ પણ રાજાની રાજલાલસાને ઉદીપ્ત કરવા લાગ્યા અને આ અહંકારી રાજાએ વધુ એક નવું રાજ્ય જીતવાનો સંકલ્પ કર્યો. વિશાળ સેના લઈને રાજા પડોશી રાજ્ય પર આક્રમણ કરવા નીકળ્યો. વચ્ચે ઘનઘોર જંગલ આવતું હતું. જંગલમાંથી પસાર થતો હતો, ત્યારે એક તપસ્વીએ વિજય માટે કૂચ કરી રહેલા રાજાને અટકાવ્યો. રાજાએ જોયું તો એમના રથની આગળ એક તપસ્વી ઊભા હતા અને એને હાથ ઊંચા કરીને થોભવાનું કહેતા હતા. રાજા રથમાંથી નીચે ઊતર્યો અને તપસ્વી પાસે આવ્યો. તપસ્વીએ કહ્યું, “રાજનું, કાંઈ ચિંતામાં લાગો છો. કોઈ સમસ્યાથી પરેશાન લાગો છો.” રાજાએ અટ્ટહાસ્ય કરતાં કહ્યું. “મારા જેવા વિજયીને કઈ વિમાસણ હોય, કોઈ ચિંતા કે કશી સમસ્યા નથી.” 74 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 75.
SR No.034434
Book TitlePrasannatana Pushpo
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy