Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 81
________________ ૭૦ મશાલથી ભીતર પ્રકાશિત ન થાય “આમ તો આ ટેકરીની અમારા માટે કોઈ ઉપયોગિતા નથી, તો પછી આંતરિક મૂલ્યની વાત તો ક્યાંથી આવે?” બુદ્ધે કહ્યું, “તમે બંને આ રેતાળ ટેકરી માટે યુદ્ધ કરશો, તો એ યુદ્ધમાં ઘણા સૈનિકો હણાશે. કેટલાય અશ્વોનો કચ્ચરઘાણ નીકળશે. કોને ખબર કદાચ તમે પણ યુદ્ધમાં ખપી જાવ. કશું જ નિશ્ચિત નથી. સંહારલીલાનું પરિણામ સદાય અનિશ્ચિત હોય છે. ખરું ને !!” બંને રાજાઓએ બુદ્ધની વાતનો સ્વીકાર કર્યો. “તો શું આ સૈનિકોનું અને તમારું જીવન આ રેતાળ ટેકરીથી ઓછું મૂલ્યવાન છે ? એને માટે અનેક સિપાઈઓ અને કદાચ તમે પ્રાણ ન્યોછાવર કરો, તે યોગ્ય છે ?” રાજાઓએ હ્યું, “ના એવું નથી. મનુષ્યનું જીવન તો અમૂલ્ય છે.” બુદ્ધે કહ્યું, “તો પછી તમે એવા અમૂલ્યને એવી બાબત માટે દાવ પર લગાવો છો કે જેનું કોઈ આંતરિક મૂલ્ય નથી. આ રેતાળ ટેકરીને માટે અનેક સિપાઈઓનાં લોહી વહેવડાવવા ઇચ્છો છો. કોઈ વ્યર્થ વસ્તુ માટે અમૂલ્યને વેડફી નાખે ખરું ? જેનું કશું આંતરિક મૂલ્ય નથી એને માટે આવો સંહાર શું યોગ્ય છે ?” ભગવાન બુદ્ધની વાત સાંભળીને રાજાઓનો ક્રોધ શાંત થયો અને બંનેએ સંધિ કરી લીધી. વાદ-વિવાદનો એ જમાનો હતો અને કૌશાંબીના એક પ્રખર વિદ્વાને પોતાની સાથે વાદ-વિવાદ કરવા આવેલા એક પછી એક દિગ્ગજ વિદ્વાનોને પરાજય આપ્યો. ધીરેધીરે આ પ્રખર વાદ-વિદ્વાનની કીર્તિ સમગ્ર દેશમાં પ્રસરી. આ મહાવિદ્વાનને એમ થયું કે મારે સમગ્ર વિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવો છે. જ્ઞાનના પ્રકાશનું પ્રતીક છે સળગતી મશાલ. આથી તેઓ હાથમાં મશાલ લઈને એક નગરમાંથી બીજા નગરમાં ભ્રમણ કરવા લાગ્યા. એમના આવા વર્તનથી આશ્ચર્ય પામીને કોઈ પૃચ્છા કરતું તો કૌશાંબીના આ વિદ્વાન કહેતા, “આ વિશ્વમાં અજ્ઞાનનો અંધકાર એટલો બધો ગાઢ છે કે એને નષ્ટ કરવા માટે હું આ સળગતી મશાલ લઈને જ્ઞાનનો પ્રકાશ ફેલાવું છું.” એક વાર આ પ્રખર વિદ્વાન એક નગરમાંથી બીજા નગરમાં જઈ રહ્યા હતા, ત્યારે એમને રસ્તામાં એક ભિક્ષુ મળ્યા. ભિક્ષુએ વિદ્વાનના હાથમાં સળગતી મશાલ જોઈ. એમના બે-ચાર શિષ્યો એ મશાલ સળગતી રહે તે માટે એમની આસપાસ ચાલતા હતા. કોઈના હાથમાં તેલનું પાત્ર હતું, તો કોઈ એ મશાલ ઓલવાઈ ન જાય તે માટે આડા ઊભા રહીને એને પવનના ઝપાટાથી બચાવવા પ્રયત્ન કરતા હતા. ભિલુએ વિદ્વાનને મશાલનો મર્મ પૂક્યો, તો વિદ્વાને કહ્યું, 148 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 149

Loading...

Page Navigation
1 ... 79 80 81 82