________________
હ
ભાગ્યમાં ચણા નથી, કાંકરા છે !
મહારાષ્ટ્રના ભક્તિસંપ્રદાયના પ્રવર્તક અને ભાગવત ધર્મના પ્રવક્તા સંત જ્ઞાનેશ્વરે માત્ર બાવીસ વર્ષની વયે સમાધિ લીધી. એમનો ‘ભાવાર્થદીપિકા’ નામનો ગ્રંથ આજે ‘જ્ઞાનેશ્વરી' તરીકે સર્વત્ર વિખ્યાત છે,
એક વાર સંત જ્ઞાનેશ્વરના બે શિષ્ય તનય અને મનય વચ્ચે વિવાદ જાગ્યો. વિવાદ જાગે તે પણ સ્વાભાવિક હતું, કારણ કે માનવજીવનને ભાગ્ય ઘડે છે કે કર્મ એ સવાલ એમને મૂંઝવતો હતો. તનય માનતો હતો કે ભાગ્યે જ જીવન વિધાયક છે અને એ પ્રમાણે જ જીવનમાં ઘટનાઓ અને પરિસ્થિતિ સર્જાય છે. બીજો શિષ્ય મનય માનતો હતો કે ભાગ્યનું કોઈ વિશેષ મહત્ત્વ નથી. કર્મ અને પુરુષાર્થ જ ક્વનમાં પ્રધાન છે. બંને વચ્ચે ઘણી દલીલો થઈ, પરંતુ કોઈ નિર્ણય સધાયો નહીં, આથી અંતિમ નિર્ણયને માટે બંને સંત જ્ઞાનેશ્વર પાસે ગયા.
સંત જ્ઞાનેશ્વરે કહ્યું, “તમારી આ સમસ્યાનો ઉકેલ જરૂર આપીશ, પરંતુ તે પૂર્વે તમારે મારી એક શરત પાળવી પડશે. આવતીકાલે વહેલી પ્રભાતથી આખી રાત સુધી બંધ કોટડીમાં તમારે રહેવું પડશે. તમને ભોજન કે પાણી કશુંય નહીં મળે. બીજા દિવસે સવારે તમે એ બંધ કોટડીમાંથી બહાર નીકળો, પછી હું તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ.”
બીજે દિવસે સંત જ્ઞાનેશ્વરે બંનેને નાની બંધ કોટડીમાં પૂરી
દીધા. ઘણો સમય પસાર થઈ ગયો. મનય ભૂખથી અકળાવા લાગ્યો. એણે તનયને કહ્યું, “અરે મિત્ર ! પેટમાં આગ લાગી છે. ચાલ, આ અંધારી કોટડીમાં આમ-તેમ તપાસ કરીએ, કદાચ કશું ખાવા યોગ્ય મળી જાય.”
તનયે હસીને કહ્યું, “મિત્ર, આવી ઝંઝટ શા માટે કરે છે ? ભાગ્યમાં હશે તે સાંપડશે. અહીં તારે માટે કશું ખાવા યોગ્ય નથી, માટે શાંતિથી ભાગ્યને ભરોસે બેસ.”
પુરુષાર્થમાં માનનાર મનય અંધારી કોટડીમાં આમતેમ કશુંક શોધવા લાગ્યો અને એને એક ઊંચે રાખેલી નાની માટલી મળી ગઈ. એમાં શેકેલા ચણા હતા. એના આનંદનો પાર ન રહ્યો. એણે તનયને કહ્યું, “જોયો ને કર્મનો મહિમા ! તું ભાગ્યને આધારે બેસી રહ્યો, તો કશું મળ્યું નહીં અને મને સરસ મજાના શેકેલા ચણા મળ્યા.”
તનકે કહ્યું, “એમાં આટલો બધો ગર્વ શાનો કરે છે ? તારા ભાગ્યમાં શેકેલા ચણા પામવાનું લખ્યું હશે એટલે તને મળ્યા, સમજ્યો ?
મનય એમ હારી ખાય તેવો નહોતો. એણે કહ્યું, “જો તું ભાગ્યને જ શ્રેષ્ઠ માને છે તો આ માટલામાં ચણા સાથે કેટલાક કાંકરા છે, તે કાંકરાનો તું સ્વીકાર કર. તારા નસીબમાં ચણા નથી, કાંકરા છે તેમ માનીને ભૂખ્યો ચૂપચાપ સૂઈ જા.” તનયે કાંકરા સ્વીકારી લીધા.
વહેલી સવારે જ્ઞાનેશ્વરે બંનેને અંધારી કોટડીમાંથી બહાર કાઢ્યા અને કહ્યું, “કહો, કેવો રહ્યો તમારો અનુભવ ?”
140 | પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો [ 141