Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 78
________________ ૬૭ સભામાં સૌથી વધુ સુખી કોણ ? મનયે સઘળી વાત સંભળાવીને કહ્યું, “એ નાની માટલીમાંથી મળેલા શેકેલા ચણા મેં ખાધા અને કાંકરા ભાગ્યવાદી તનયને આપ્યા.” સંત જ્ઞાનેશ્વરે કહ્યું, “મનય, તેં કર્મ કર્યું તેથી તને ખાવા માટે શેકેલા ચણા મળ્યા એ સાચું, પણ તનય ભાગ્યશાળી કે એને કશીય મહેનત કર્યા વિના હીરા મળ્યા. તું જેને અંધારી રાત્રે કાંકરા માનતો હતો, તે હકીકતમાં હીરા હતા. મેં જ એને ચણામાં ભેળવ્યા હતા.' | બંને શિષ્યો પુનઃ વિમાસણમાં પડ્યા. ભાગ્ય શ્રેષ્ઠ કે કર્મ શ્રેષ્ઠ એનો કોઈ નિર્ણય તારવી શક્યા નહીં. ત્યારે સંત જ્ઞાનેશ્વરે કહ્યું. “બંને શ્રેષ્ઠ છે, કારણ કે ભાગ્ય અને કર્મ બંને પરસ્પરના પૂરક છે, કર્મ વિના ભાગ્ય અધૂરું છે અને ભાગ્ય વિના કર્મ અપૂર્ણ છે.” શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ જ જીવનવિશુદ્ધિનો સાચો માર્ગ છે એવો ઉપદેશ આપતા ભગવાન બુદ્ધ ભારતવર્ષમાં વિહાર કરતા હતા. એમણે વિરાટ યજ્ઞોનો વિરોધ કર્યો, તો એની સાથે જનસમૂહમાં આત્મા-પરમાત્માની શુષ્ક ચર્ચાનું મહત્ત્વ ઓછું કર્યું. સુખ-લાલસાને લીધે પામર બની ગયેલા લોકોને સાચે માર્ગે વાળ્યા. સમાજને બ્રહ્મચર્ય અને ત્યાગનો મહિમા સમજાવ્યો. તેઓ ભિખુઓ સાથે વિહાર કરતા-કરતા પાટલિપુત્ર નગરમાં આવી પહોંચ્યા. એક દિવસ ભગવાન બુદ્ધની સભામાં સમ્રાટ માર્ચ, સેનાપતિ, મહામાત્ય સહુ કોઈ ઉપસ્થિત હતા. ભગવાન બુદ્ધના પ્રિય શિષ્ય ભિખુ આનંદ તો હોય જ. એમણે ભગવાન બુદ્ધને પ્રશ્ન કર્યો, આપની આ સભામાં બેઠેલા જનસમુદાયમાં સહુથી અધિક સુખી કોણ છે ?” ભગવાન બુદ્ધ ક્ષણભર મૌન રહ્યા. સભાજનો પર દષ્ટિપાત કર્યો. સભામાં સન્નાટો છવાયેલો હતો. સહુ કોઈ વિચારવા લાગ્યા કે સૌથી સુખી માનવી કોણ હોય ? સમ્રાટ માર્ચ જેવો રાજવૈભવ કોની પાસે છે ? કોઈએ વિચાર્યું કે મહામાત્ય જેવી સત્તા કોની પાસે છે ? કોઈના મનમાં એમ હતું કે સૌથી સુખી તો નગરશ્રેષ્ઠી હશે, જેની અપાર સમૃદ્ધિ સહુકોઈની ઈર્ષાનો વિષય છે. પરંતુ ભગવાન બુદ્ધની નજર તો છેક ખૂણામાં બેઠેલી કૃષકાય 142 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 143

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82