Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 66
________________ છો. અને કાયદાની દૃષ્ટિએ તમારે એક પાઈ પણ ચૂકવવાની થતી નથી.' દેશબંધુ ચિત્તરંજનદાસે કહ્યું, ‘કાયદો એ જ જીવનનું નિર્ણાયક પરિબળ નથી. મારી નજરે તો બધા કરતા સૌથી મોટો ગુણ એ પ્રામાણિકતા છે.’ દેશબંધુ ચિત્તરંજનદાસના મિત્રએ કહ્યું, ‘વાહ ! તમે જ ધારાશાસ્ત્રી થઈને તમે જ કાયદો પાળતા નથી ? તમારે તો કાયદાની કલમોનું પાલન કરવું જોઈએ.' આ સાંભળતા જ દેશબંધુ ચિત્તરંજનદાસે કહ્યું, ‘આ બધા કાયદાઓ કરતાં નૈતિક કાયદાઓ હંમેશાં ઊંચા હોય છે. એને વિશેષ માન આપવું જોઈએ.’ આજે માણસ કાયદાનો ઉપયોગ ગેરકાયદે કામો માટે કરે છે. વળી કાયદો પણ એટલો વિલંબથી ન્યાય તોળે છે કે જ્યારે કાયદાનો કશો અર્થ રહેતો નથી. આવે સમયે સૌથી મહત્ત્વની બાબત એ છે કે કાગળ પરના કાયદા કરતાં કુદરતના કાયદાને વધુ મહત્ત્વ આપવું જોઈએ. 118 – પ્રસન્નતાનાં પુષ્પો ૫૬ જગતના સર્વોત્તમ સૌંદર્યની શોધ “આ જગતનું સર્વોત્તમ સૌંદર્ય શેમાં છુપાયેલું છે ?” એવો સવાલ એક યુવકના મનમાં જાગ્યો અને એના ઉત્તરની શોધ માટે ઠેરઠેર ભ્રમણ કરવા લાગ્યો. એક સાધક પાસે આવીને એણે પોતાની જિજ્ઞાસા પ્રગટ કરી, ત્યારે સાધકે સાહજિકતાથી કહ્યું, “સૌથી સર્વોત્તમ તો શ્રદ્ધા છે. એ શ્રદ્ધા માટી કે પથ્થરને પણ ઈશ્વરમાં પરિવર્તિત કરી દે છે.” યુવક આગળ ચાલ્યો. એને રસ્તામાં પ્રેમઘેલી યુવતી મળી અને એને આ પ્રશ્ન પૂછ્યો, ત્યારે યુવતીએ કહ્યું, “પ્રેમનું સૌંદર્ય એ જગતનું સર્વોત્તમ સૌંદર્ય છે, એટલે એ પ્રેમના જોરે વ્યક્તિ દુનિયાની મોટામાં મોટી શક્તિને ઝુકાવી શકે છે.” યુવતીએ આ ઉત્તર આપ્યો, એ સમયે એક ઘાયલ યોદ્ધો લોહી નીંગળતી હાલતમાં હતાશ થઈને, માંડમાંડ ડગલાં ભરતો ઘર તરફ જતો હતો અને આ યુવકે એને આ સવાલ કર્યો, તો તેણે કહ્યું. “આ જગતમાં સર્વોત્તમ છે શાંતિ. યુદ્ધનો મહાસંહાર હું નજરે જોઈને આવ્યો છું. મેં જોયું છે કે કઈ રીતે ઈર્ષા અને લોભને વશ થઈને ખેલાતું યુદ્ધ અનેક માનવીઓની જિંદગી બરબાદ કરે છે. કેટલાંય કુટુંબોને બેસહારા બનાવી દે છે અને કેટલીય સ્ત્રીઓનું સૌભાગ્ય ઝૂંટવી લે છે.” પ્રસન્નતાનાં પુષ્પો – 119

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82