________________
નહીં, પણ સ્થાનની ઉચ્ચતા અને ગરિમાને કારણે જ ભગવાન બુદ્ધનું સ્વાગત કરવા જતો નથી, આખરે હું એક વિશાળ રાજ્યનો રાજા છું, ખરું ને !"
“મહારાજ ! ઘમંડ કે હઠાગ્રહ એ મોટાઈ નથી. તમે એ ભૂલી ગયા છો કે બુદ્ધ પણ ક્યારેક મહાન રાજકુમાર હતા. વિશાળ રાજ્યના સ્વામી બની શકે તેમ હતા, પરંતુ અધ્યાત્મપ્રાપ્તિ માટે અને પોતાનો જન્મ સાર્થક કરવાના હેતુથી એમણે સ્વેચ્છા અને પ્રસન્નતાથી રાજવૈભવનો ત્યાગ કરીને ભિક્ષુનું પાત્ર ગ્રહણ કર્યું છે. ભિક્ષુનું પાત્ર તમારા સામ્રાજ્યથી ઘણું શ્રેષ્ઠ છે. તમે ભગવાન બુદ્ધથી ઘણા પાછળ છો, કારણ કે એ રાજા બન્યા પછી ભિક્ષુ બન્યા છે, એમના મનમાં દયા અને કરુણા હતી અને તેથી અધ્યાત્મને પંથે ગયા છે અને તમે હજી રાજા જ રહ્યા છો.”
મંત્રીની વાત સાંભળીને રાજાનાં અભિમાન અને મોટાઈ નષ્ટ થયાં. એ જ સમયે તેઓ મંત્રીની સાથે ભગવાન બુદ્ધના સ્વાગત અર્થે નગર બહારના ઉદ્યાનમાં ગયા.
114 D પ્રસન્નતાનાં પુષ્પો
૫૪
ભૂખ્યાને ભોજન, એ સૌથી મોટી પૂજા !
પૂજા કરવા બેસી ગયેલા સાધકને એકાએક ખ્યાલ આવ્યો
કે ઘરમાં પ્રસાદ તો છે નહીં ! એ વાતને આજે એ સાવ ભુલી જ ગયો હતો. એણે એના આજ્ઞાંકિત પુત્રને બોલાવીને પાંચ રૂપિયાનાં કેળાં લાવવાનું કહ્યું. એનો પુત્ર દોડતો-દોડતો બજારમાં ગયો અને પાંચ રૂપિયાનાં કેળાં ખરીદ્યાં.
હાથમાં કેળાં લઈને એ ઘર તરફ આવતો હતો, ત્યાં એક બાળક એની પાછળ-પાછળ આવતો હતો અને કેળાંની ભીખ માગતો હતો. એ હાથ લંબાવીને સતત કહેતો હતો, “હું ખૂબ ભૂખ્યો છું, મને કેળું આપ, નહીં તો હું ભૂખથી મરી જઈશ.”
આ છોકરો ઊભો રહ્યો અને એણે કેળું આપવાનો વિચાર કર્યો, ત્યાં તો એ ભૂખ્યા બાળકની મા એનાં બીજાં ગરીબ અને ભૂખ્યાં બાળકોને લઈને આ છોકરાને ઘેરી વળી. આજીજી કરીકરીને એ કેળાં માગતાં હતાં. છોકરાને થયું કે કેળાં ઘેર લઈ જવાને બદલે આ ભૂખથી તરફડતી માતા અને તેનાં બાળકોને આપવાં વધારે સારાં છે. એણે આ કેળાં આપ્યાં અને પછી બાજુમાંથી પાણી લાવીને એમને પિવડાવ્યું.
પેલી ગરીબ માતા અને સંતાનોની સુધા તો શાંત થઈ. એમણે આ છોકરા પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી. એમનો આનંદ જોઈને આ છોકરાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, પરંતુ સાથોસાથ ખાલી હાથે ઘેર જતાં ડર લાગવા લાગ્યો.
પ્રસન્નતાનાં પુષ્પો – 115