________________
પ૨
સુવર્ણમુદ્રાથી હું બીમાર પડી જઈશ
મારાં વર્ષોનાં સાથીઓને જઈને મળું. પણ વળી પાછો વૃક્ષનો મોહ એને ખેંચવા લાગ્યો. આમ વૃક્ષ પર ચોંટી રહ્યું કે વૃક્ષ પરથી કૂદી જાઉં – એવા સંશયમાં ને સંશયમાં એ પાકેલી કેરી કશું કરી શકી નહીં.”
સંશયનો કીડો એને ધીરેધીરે કોરી ખાવા લાગ્યો. થોડાક સમયમાં એ કેરી સુકાઈ ગઈ અને એક દિવસ એ કેરી માત્ર ગોટલી અને સુકાયેલી છાલના રૂપમાં રહી ગઈ. હવે કોઈ એના તરફ નજ રસુધ્ધાં નાખતું નહોતું.
પોતાનું આકર્ષણ ગુમાવવાને કારણે પેલી કેરી પારાવાર પસ્તાવો અને અફસોસ કરવા લાગી કે એ સંસારમાં કોઈની સેવા કરી શકી નહીં કે કોઈની ભૂખ શાંત કરી શકી નહીં. એના રસથી કોઈના ચહેરા પર પ્રસન્નતા લાવી શકી નહીં. વળી હવે તો પોતાની દશા જોઈને એને લાગ્યું કે એનો અંત પણ ભારે દુઃખદ આવવાનો છે અને બન્યું પણ એવું કે એક વાર સુસવાટાભેર પવન આવ્યો અને કેરી ડાળી પરથી તૂટીને નીચે પડી.
| શિષ્યને આ કથાનું શ્રવણ કરાવ્યા બાદ ગુરુ વસિષ્ઠ કહ્યું, “વત્સ, સંસારમાં રહેનારી વ્યક્તિઓ સાંસારિકતાના મોહમાંથી છૂટતી નથી. એ જ્ઞાની હોવા છતાં સતત એ વિચારમાં ડૂબેલો રહે છે કે આજે નીકળે કે ક્યારે નીકળે અને એક દિવસ એવો આવી પહોંચે છે કે એમને આ સંસાર છોડીને ચાલ્યા જવું પડે છે. આવા ભ્રમગ્રસ્ત લોકો પેલી કેરીની માફક ન અહીંના રહે છે કે ન ત્યાંના.” ગુરુ વસિષ્ઠની કથામાંથી શિષ્યને પોતાનો ઉત્તર મળી ગયો.
કાશીમાં આવેલા એક કર્મકાંડી પંડિતના આશ્રમની સામે આવેલા વૃક્ષ નીચે એક મોચી બેસતો હતો. એ મોચી હંમેશાં પ્રભુભક્તિમાં ડૂબેલો રહેતો. પગરખાં સીવતો જાય અને મસ્તીમોજથી ભજન ગાતો જાય,
આજ સુધી ક્યારેય એના તરફ પંડિતજીનું ધ્યાન ગયું. નહોતું, પરંતુ એક વાર પંડિતજી બીમાર પડ્યા અને પથારીવશ થયા. પથારીમાં સૂતેલા પંડિતજીને કાને પેલા મોચીનાં ભજનો સંભળાયાં અને એમને એનો રાગ અને ભાવ બંને સ્પર્શી ગયાં. એમનું ચિત્ત રોગ પરથી દૂર થયું, વેદનાનું સ્મરણ ઝાંખું પડ્યું અને ભજનના હરિરસમાં લીન બની ગયા.
જીવનભર કર્મકાંડ કરનાર પંડિતજીને પહેલી વાર ભજનરસના આનંદનો અનુભવ થયો અને એમનું દર્દ ભૂલી ગયા. પંડિતજીએ પોતાના એક શિષ્યને મોકલીને એ મોચીને બોલાવ્યો અને કહ્યું,
ભાઈ, તું સરસ મજાનાં ભજન ગાય છે. મોટામોટા વૈદ્યોએ ઇલાજ કર્યો, તોપણ મારો રોગ ઓછો કરી શક્યા નહોતા, પરંતુ તારાં ભજનો સાંભળીને હું રોગમુક્તિનો અનુભવ કરું છું.”
આમ કહીને પંડિતજીએ એને એક સુવર્ણમુદ્રા આપી અને કહ્યું, “બસ, આ રીતે સદા ગાતો રહેજે .”
મોચીના આનંદનો પાર ન રહ્યો. એ વારંવાર પેલી સુવર્ણમુદ્રા જોવા લાગ્યો. એને ક્યાં છુપાવી રાખવી એ વિશે રાતદિવસ |
llo D પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો [ ill