Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 60
________________ પ૦ સૌથી અમૂલ્ય ભાષા છે, માટે જ એ જીવનની પ્રત્યેક ક્ષણ મૂલ્યવાન છે.” સાચી વાત.” સર્જનહારે કહ્યું, “પણ તમે માટીના અવગુણોને જુઓ છો, ગુણોને નહીં. યાદ રાખો, આ માટીમાંથી જ અંકુર ફૂટે છે અને મહેનત કરવાથી સરસ મજાનો પાક ઉગાડી શકાય છે. સોના અને ચાંદીમાંથી ક્યારેય અંકુર ફૂટતા નથી. આથી જ મેં મારી સૌથી મહાન કૃતિ માનવને માટે માટીના શરીરને કર્મક્ષેત્ર બનાવ્યું.” કાશીમાં વસતા વિદ્વાન સંતે પોતાના પ્રિય શિષ્ય પારંગતને બોલાવીને કહ્યું, “વત્સ પારંગત, વર્ષોથી આ આશ્રમમાં રહીને તેં શાસ્ત્રાભ્યાસ કર્યો છે. મેં તને સઘળું શાસ્ત્રજ્ઞાન શીખવ્યું છે. તે પણ યથાયોગ્ય રીતે એનું અધ્યયન અને સ્વાધ્યાય કર્યો છે. હવે તારે વિશેષ જ્ઞાનપ્રાપ્તિ માટે ઉદ્યમ કરવાનો છે.” | શિષ્ય પારંગતે કહ્યું, “ગુરુદેવ, આપની પાસેથી જ્ઞાનચક્ષુ પામ્યો છું. હવે મારે કઈ જ્ઞાનસાધના કરવાની છે એનું માર્ગદર્શન આપો.” ગુરુએ કહ્યું, “હવે તું દેશભરમાં આવેલાં તીર્થોની યાત્રા કર અને સઘળી ભાષા શીખીને પાછો આવ.” ગુરુની આજ્ઞા પ્રમાણે પારંગત દેશાટન કરવા માટે નીકળી પડ્યો. ઘણાં વર્ષો પછી એ પાછો ફર્યો, તો એણે જોયું કે ગુરુ અત્યંત વૃદ્ધ થઈ ગયા હતા. એમના શરીરની દશા જોઈને દુઃખ થાય એવું હતું. એ અત્યંત બીમાર હતા. પરંતુ ઉત્સાહી પારંગત બીજું કશું વિચારવાને બદલે પ્રણામ કરીને બોલ્યો, “ગુરુદેવ, સમગ્ર દેશની એકેએક ભાષાનું જ્ઞાન મેળવીને આવ્યો છું. હવે કશું મેળવવાનું બાકી રહેતું નથી.” સંતે શાંતભાવે એના યાત્રાવર્ણન અને ભાષાઅભ્યાસની સઘળી વાતો સાંભળ્યા પછી એને પૂછવું, “વત્સ, તને કોઈ એવી વ્યક્તિ મળી ખરી કે જે અત્યંત લાચાર હોવા છતાં બીજાને મદદ 106 | પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 107

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82