________________
વેપારીએ પૂછયું, “એટલે ? આપ શું કહો છો ?”
શિક્ષક જ ગતરામે કહ્યું, “નિંદા કરતાં પણ પ્રશંસા લોકો પચાવી શકતા નથી. નિંદાની બાબતમાં તો વ્યક્તિ સાવધાન રહે છે, પણ પ્રશંસાની બાબતમાં સાવ બેખબર હોય છે અને એ પોતે એનાથી વધુ હાનિ પણ પામે છે.”
નિંદા થવા લાગી. એવામાં પરદેશ ગયેલો વેપારી પાછો આવ્યો અને એની પત્નીએ એને આ ઘટનાની વાત કરી.
વેપારી જગતરામના ઘેર ગયા અને જગતરામે એને ઘરેણાં સોંપતાં કહ્યું, “મેં જાણીજોઈને ઘરેણાં ઉતારી લીધાં હતાં. મને લાગ્યું કે કોઈ આ છોકરા પાસેથી આ ઘરેણાં પડાવી લેશે તો ? આથી મેં સાચવીને મારા ઘરમાં રાખ્યાં અને વિચાર્યું કે તમે આવશો એટલે હાથોહાથ સોંપી દઈશ. આટલા નાના છોકરાને આવાં કીમતી ઘરેણાં ન પહેરાવો.”
વેપારી ઘેર આવ્યો અને એણે કહ્યું, “આખા ગામમાં જગતરામ જેવો ઈમાનદાર અને સમજદાર માનવી બીજો કોઈ નથી. જગતરામ નહીં, એ તો ભગતરામ છે.”
પછી તો આ વાત એક કાનથી બીજા કાને અને બીજા કાનથી ત્રીજા કાન સુધી વહેવા લાગી અને આખા ગામમાં જગતરામની પ્રશંસા થવા લાગી, જેઓ ગઈકાલ સુધી જગતરામની આકરી નિંદા કરતા હતા, તેઓ એની અતિ પ્રશંસા કરવા લાગ્યા.
જ્યારે જુગતરામને આની જાણ થઈ ત્યારે એણે ચપટીમાં રાખ લઈને બે વાર નીચે ફેંકી.
લોકોએ આનું રહસ્ય પૂછ્યું, તો જગતરામે કહ્યું, “આ એક ચપટી રાખ એ નિંદાની ચપટી છે અને બીજી ચપટી એ પ્રશંસાની છે. બંને ફેંકી દેવા જેવી છે. દુનિયા તમારી નિંદા કરે કે પ્રશંસા એના પર ધ્યાન આપવું જોઈએ નહીં. એમાં પણ આ પ્રશંસાની ચપટી તો વધુ કપરી છે.”
102 1 પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો [ 103