Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 61
________________ પ૧ | સંસારમાં સાંસારિકતાનો મોહ કેવો છે ? કરતી હોય, જાતે ભૂખી રહીને બીજાને ભોજન આપતી હોય.” પારંગતે કહ્યું, “હા, એવા લોકો તો ઘણી જગ્યાએ મને મળ્યા, પણ મારે એની સાથે વળી શી નિસબત?” શું તારા મનમાં એમને માટે કોઈ સહાનુભૂતિ જાગી નહીં? તેં એમને પ્રેમનો એક શબ્દ પણ કહ્યો નહીં ? આટલી બધી ભાષા શીખ્યો હોવા છતાં એમના ઉદાર ભાવની કોઈ પ્રશંસા કરી નહીં ?'' શિષ્ય કહ્યું, “ગુરુદેવ, આવી માથાકૂટમાં પડું તો હું આપના આદેશનું પાલન કઈ રીતે કરી શકું ? મારી પાસે સ્નેહ દર્શાવવાની, પ્રેમનો શબ્દ કહેવાની કે પ્રશંસા કરવાની ક્યાં ફુરસદ હતી, કે એમના તરફ હું ધ્યાન આપું.” સંતે કહ્યું, “પારંગત, તું સઘળી ભાષામાં પારંગત થયો ખરો, પરંતુ એ અમૂલ્ય ભાષા શીખ્યો નહીં, જેને માટે મેં તને મોકલ્યો હતો. તું હજી પ્રેમ, કરુણા અને સહાનુભૂતિની ભાષાથી વંચિત રહ્યો છે. આવું બન્યું ન હોત તો દુ:ખીઓનાં દુ:ખની તેં ઉપેક્ષા કરી ન હોત. એટલે સુધી કે તું ગુરુની આવી રુણાવસ્થા જોયા પછી એમના કુશળક્ષેમ પૂછળ્યા વિના પોતાની વાત જ સંભળાવતો રહ્યો.” પારંગતને સમજાયું કે બધી ભાષાઓમાં પારંગત બનવું એટલું જ પૂરતું નથી, પણ એ ભાષાઓ સાથે હૃદયનો પ્રેમ, પરોપકાર અને કરુણા ભળવાં જોઈએ. મંત્રદ્રષ્ટા, બ્રહ્મર્ષિ, ઋતિકાર અને તત્ત્વજ્ઞાની એવા ગુરુ વસિષ્ઠને એક વાર એમના શિષ્ય પૂછ્યું, “ગુરુદેવ, સાંસારિકતા અને ભૌતિકતાના મોહમાં ફસાયેલી વ્યક્તિ શા માટે ઉન્નતિ કરી શકતી નથી?” ગુરુ વસિષ્ઠ શિષ્યને પ્રશ્નના ઉત્તરરૂપે એક કથા સંભળાવી. એમણે કહ્યું : આંબાના વૃક્ષ પર કેરીઓ આવી હતી, પણ એક પાકેલી કેરીને વૃક્ષ પર જ ચોંટી રહેવાની ઇચ્છા જાગી. એને આંબાનો એવો તો મોહ વળગ્યો કે એને વૃક્ષને છોડવું ગમતું ન હતું. આ વાડીનો માલિક પાકી ગયેલી કેરીની શોધ કરતો આંબા પર ચડી ગયો અને પાકેલી કેરીઓ તોડવા લાગ્યો. એ સમયે વૃક્ષથી વેગળા નહીં થવા માગતી પાકેલી કેરીએ પાંદડાંઓની આડમાં પોતાની જાતને એવી છુપાવી દીધી કે જેથી વાડીના માલિકને કેરી દેખાઈ નહીં. એ નીચે ઊતરી ગયો, આ જોઈને પેલી પાકેલી કેરી કેટલાય જુદાજુદા વિચારોમાં ખોવાઈ ગઈ. બીજે દિવસે સવારે પાકેલી કેરીએ જોયું તો એની બધી જ પડોશી પાકેલી કેરીઓ વૃક્ષ પરથી અદૃશ્ય થઈ ગઈ હતી. માત્ર એને જ પેલા વૃક્ષનો મોહ હજી છૂટ્યો નહોતો. પણ સાથોસાથ પોતાની રોજની પડોશી એવી પાકેલી કેરીઓની યાદ એને સતાવવા લાગી. એક વાર તો એવો વિચાર પણ કર્યો કે નીચે કૂદી પડું અને 108 n પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 109.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82