Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 72
________________ ૬૨ એ પૂજા નહીં, સોદો બની જાય ! અમે બંને સમાન રીતે ઈશ્વરભક્તિ કરતા હતા. અરે, હું તો મંદિરમાં ઘીનો દીપક પણ પ્રગટાવતો હતો, જ્યારે આ નિર્ધન એવું કશું કરતો નહોતો, તેમ છતાં મારા કરતાં એને વધુ સુવિધા શા માટે ? વળી, હું વેપાર ભલે નકલી ઘીનો કરતો હતો, પરંતુ પ્રભુને તો હંમેશાં અસલી ઘી ચડાવતો હતો.” અમીરની વાત સાંભળી ધર્મરાજે હસીને કહ્યું, “કિંમતથી પુણ્યનો મહિમા અંકાતો નથી, કિંતુ કાર્યની ઉપયોગિતા અને હૃદયની ભાવના પર પુણ્ય નિર્ભર છે. મંદિર તો પહેલેથી જ પ્રકાશમાન હતું. તેમાં તમે એક વધુ દીવો પ્રગટાવ્યો, જ્યારે આ ગરીબે એવા સ્થાન પર પ્રકાશ ફેલાવ્યો કે જેનાથી હજારો વ્યક્તિઓને લાભ મળ્યો. ધર્મનો મૂળ ઉદ્દેશ સામાન્ય માનવીની ઉન્નતિ છે. જો ધર્મ-કર્મથી સામાન્ય માનવીને લાભ મળે નહીં, તો એનો અર્થ શો ? આ ગરીબ સામાન્ય માનવીઓનો વિચાર કર્યો અને એથી એને તમારા કરતાં ઉચ્ચ શ્રેણીની સુવિધા પ્રાપ્ત થઈ.” ઘુતમાં પરાજિત પાંડવો ઘનઘોર વનમાં આવ્યા, કિંતુ હસ્તિનાપુરની રાજસભાનાં એ દૃશ્યો એમના ચિત્તમાંથી ખસતાં નહોતાં. બધા વનમાં આગળ પ્રયાણ કરતા હતા, પરંતુ ભૂતકાળ એમને સતત પાછે પગલે ખેંચતો હતો. એમની અપમાનભરી સ્થિતિને એ ભૂલી શકતા ન હતા. ક્યારેક પાંડવોને પોતાનાં કાર્યો માટે પશ્ચાત્તાપ થતો હતો. વિચારતા હતા કે શા માટે હસ્તિનાપુરની રાજસભામાં દ્રૌપદીને હોડમાં મૂકી ? વળી દિલમાંથી વારંવાર વસવસો જાગતો હતો કે શા માટે ધૂત ખેલવા ગયા ? પશ્ચાત્તાપ સાથે પ્રભુપ્રાર્થના કરતા હતા કે ફરી આવા કોઈ દુર્વ્યસનની જાળમાં ફસાવું નથી કે જેથી જીવનમાં આવી દુ:ખદ અપમાનજનક પરિસ્થિતિ આવે. એક દિવસ ધર્મરાજ યુધિષ્ઠિર વૃક્ષ નીચે બેસીને ઈશ્વરનું ધ્યાન ધરતા હતા. દ્રૌપદીએ એમને ધ્યાનસ્થ મુદ્રામાં જોયા. એમના ચહેરા પરની પ્રસન્નતા દ્રૌપદીને સ્પર્શી ગઈ. ધ્યાન પૂર્ણ થતાં ધર્મરાજ યુધિષ્ઠિરે નેત્રો ખોલ્યાં, ત્યારે દ્રૌપદીએ પૂછવું. મહારાજ , ધ્યાનમાં આપ કેવા તલ્લીન થઈ ગયા હતા ! હું તો આપની આ અવસ્થા જોઈ જ રહી.” ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું, “પરમાત્માના ધ્યાનમાં તો પૂર્ણ મનથી જ તલ્લીન થવાનું હોય ને !” તો પછી એ પરમાત્મા પાસે આપ કેમ એવી પ્રાર્થના 130 1 પ્રસન્નતાનાં પુષ્પો ' પ્રસન્નતાનાં પુષ્પો [ 131

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82