________________
વૃત્તિને શાંત કરવા પૈર્ય જોઈએ
ભગવાન બુદ્ધ એમના મુખ્ય શિષ્ય ભિખુ આનંદ સાથે વિહાર કરતા હતા. આજુબાજુ માત્ર સપાટ મેદાનો હતાં. દૂર-દૂર સુધી એ સિવાય કશું દેખાતું ન હતું. ધર્મવાર્તા કરતાં-કરતાં વિહારમાં ઘણો લાંબો સમય વ્યતીત થઈ ગયો. રસ્તામાં ક્યાંય પાણી મળ્યું નહીં. ભગવાન બુદ્ધ અત્યંત તૃષાતુર થઈ ગયા. એમણે શિષ્ય આનંદને કહ્યું, “વત્સ, ક્યાંકથી થોડું પાણી લઈ આવો, જેથી હું મારી તૃષા છિપાવી શકું.”
પાણી લેવા માટે ભિખુ આનંદ થોડે દૂર આવેલા નદીના કિનારા સમીપ ગયા. થોડા સમય પહેલાં જ નદીના પ્રવાહમાંથી એક ગાડું પસાર થઈ ગયું હોવાથી પાણી અત્યંત મલિન થઈ ગયું હતું. આવું મલિન પાણી ગુરુને માટે કઈ રીતે લઈ જવાય ? આથી આનંદ પાણી લીધા વિના પાછા ફર્યા. ભગવાન બુદ્ધ સમક્ષ ભિખુ આનંદે આ વાત કરી ત્યારે ભગવાન બુદ્ધ પુનઃ કહ્યું, “જાવ, હવે ફરી એ કિનારે જઈને પાણી લઈ આવો.”
ભિખુ આનંદ બીજી વાર ગયા. જોયું તો પાણી અગાઉ જેટલું મલિન અને ડહોળું નહોતું, પણ અસ્વચ્છ હતું. એમાં ઘણો કચરો હોવાથી પાણી લીધા વિના જ પાછા ફર્યા.
થોડી વારે ભગવાન બુદ્ધ પાસે પહોંચ્યા અને કહ્યું, “હજી નદીનું પાણી ચોખ્ખું થયું નથી. કચરાવાળું પાણી સહેજે પિવાય તેવું નથી.”
વળી થોડી વાર પછી ભગવાન બુદ્ધ આનંદને એ જ નદીના કિનારા પરથી પાણી લાવવાનું કહ્યું. આનંદ ત્યાં ગયા અને જોયું તો સૂર્યનાં કિરણોમાં નદીનું સ્વચ્છ અને નિર્મળ જળ ચમકી રહ્યું હતું. એમાં કચરો કે ગંદકીનું નામોનિશાન નહોતું. ભિખુ આનંદ શુદ્ધ જળ જોઈને નાચી ઊઠયા, એમણે વિચાર્યું કે આ નિર્મળ પાણી લઈ લઉં, એનાથી ગુરુની તૃષા છીપશે.
ભિખુ આનંદ ભગવાન બુદ્ધ પાસે આવ્યા અને પાણીનું પાત્ર ધર્યું. બુદ્ધ પૂછયું, “કેમ ! અંતે એ જ જગ્યાએથી શુદ્ધ પાણી મળ્યું ને ?”
ભિખુ આનંદે સ્વીકારમાં મસ્તક હલાવ્યું. ત્યારે ભગવાન બુદ્ધ મર્મ સમજાવતાં કહ્યું, “આપણા જીવનને વિચારોનાં ગાડાં પ્રતિદિન મલિન કરે છે અને આપણે આવા વિચારોથી દૂર નાસી છૂટવાની કોશિશ કરીએ છીએ. દૂર નાસી જવાને બદલે એ સ્વચ્છ થાય ત્યાં સુધી પ્રતીક્ષા કરીએ, તો જ જીવન સાર્થક થઈ જાય, આપણા જીવનપ્રવાહને આપણી વૃત્તિઓ અને લાલસાઓ મલિન કરે છે. એને કારણે ચિત્ત ઉદ્વિગ્ન રહે છે. એ ચિત્તને શાંત કરવા માટે ધૈર્ય જોઈએ.”
“સાચી વાત છે આપની.” ભિખુ આનંદે કહ્યું.
પ્રિય શિષ્ય ! તમે બે વખત ગયા, ત્યારે પાણી મલિન હતું. તમે બૈર્ય ધારણ કર્યું. વૃત્તિઓને શાંત કરી, અને પરિણામે જ સ્વચ્છ , નિર્મળ જળ મેળવી શક્યા. જીવનનાં નીર ગુસ્સા કે આપત્તિથી ડહોળાય, ત્યારે એને શુદ્ધ કરવા બૈર્ય રાખવું જોઈએ.”
42 D પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસનતાનાં પુષ્પો [ 43