________________
સંત પાસેથી ધર્મનું જ્ઞાન મેળવતાં રાજાનું અભિમાન ઓગળી ગયું અને એને સ્વયં પોતાની મર્યાદાનો ખ્યાલ આવ્યો. એણે વિદાય લેતી વખતે સંતને કહ્યું,
“આપની વાતને બરાબર ધ્યાનમાં રાખીશ. મારો ખોટો અહંકાર તજી દઈશ. હવે મારા શાસનમાં ધર્મનું મહત્ત્વ કરીશ અને મારા કર્મથી પ્રજાની સેવા કરીશ.”.
52 D પ્રસન્નતાનાં પુષ્પો
૨૬
પ્રકૃતિ ગુણો પ્રગટ કરે છે !
એક ગામડામાં બે સ્ત્રીઓ સમાન વ્યવસાય કરતી હતી. બન્ને ગામમાં દૂધ વેચતી હતી અને એકબીજાથી પરિચિત હતી. આમાં એક સ્ત્રીની પાસે પાંચ ગાય હતી, જ્યારે બીજી સ્ત્રીની પાસે માત્ર એક જ ગાય હતી.
બન્યું એવું કે પાંચ ગાય ધરાવતી સ્ત્રી નાણાંભીડમાં આવી એટલે એ બીજી સ્ત્રી પાસે ઉધાર લેવા ગઈ. એણે થોડા રૂપિયા ઉધાર લીધા અને પછી જાણે વાત જ ભૂલી ગઈ ! આમ કરતાં ઘણો લાંબો સમય વીતી ગયો. એક ગાય ધરાવનારી સ્ત્રીએ એક વર્ષ બાદ નાછૂટકે પોતાના ઉછીના પૈસાની ઉઘરાણી કરી, ત્યારે બીજી સ્ત્રીએ કહ્યું, “અરે ! તું તો સાવ ગળેપડું છે, મેં ક્યાં તારા પૈસા ક્યારેય ઉછીના લીધા છે ?”
આ વાત સાંભળી એક ગાય ધરાવનારી સ્ત્રી તો સ્તબ્ધ થઈ ગઈ. એણે અદાલતમાં ફરિયાદ કરી. ન્યાયાધીશે બંને સ્ત્રીઓને બોલાવી, ત્યારે દેવું કરનારી સ્ત્રીએ કહ્યું, “માનનીય ન્યાયમૂર્તિશ્રી, મારી પાસે પાંચ ગાય છે અને આની પાસે માત્ર એક જ ગાય છે. હવે આપ જ ન્યાય કરો કે જેની પાસે પાંચ ગાય હોય, એ કંઈ એક ગાય ધરાવનારી પાસેથી પૈસા ઉછીના લે કે એને પૈસા આપે?”
એક ગાય ધરાવનારી સ્ત્રીએ ન્યાયાલયને ન્યાય કરવાની
વિનંતી કરતાં કહ્યું, “આ સ્ત્રીને એણે પોતે બચત કરેલી રકમ આપી હતી, પણ હવે એ નામક્કર જાય છે.”
પ્રસન્નતાનાં પુષ્પો − 53