Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ ૨૮ બીજાની તૃષા છિપાવવા વેદના સહે છે ! આટલું કહી એ ચકલી શિકારીના ડાબા હાથ પર બેઠી અને બોલી, “જિંદગીમાં ગુમાવેલ વસ્તુનો પસ્તાવો કરવો નહીં, બલકે એમ માનવું કે એ તમારી પોતાની હતી જ નહીં.” આટલું કહીને ચકલી ઊડીને દીવાલ પર પહોંચી. શિકારીએ કહ્યું, “હવે તારી ત્રીજી વાત કહે.” ચકલીએ કહ્યું, “ત્રીજી વાત કહેતાં પહેલાં હું તમને એક રહસ્યભરી વાત કહું છું. મારા પેટમાં અર્ધો કિલો વજનનો એક હીરો છે. જો તેં મને મારી નાખી હોત, તો અતિ ધનાઢ્ય બની ગયો હોત.” આ સાંભળી આઘાત પામેલો શિકારી જોરજોરથી પોક મૂકી રડવા લાગ્યો, ત્યારે ચકલી બોલી, “અરે ! વિચાર તો કર ! મારું વજન તો માંડ પચાસ ગ્રામ પણ નથી, તો મારા પેટમાં અડધો કિલોનો હીરો કઈ રીતે હોઈ શકે ?” શિકારીએ કહ્યું, “હવે સમજ્યો. અશક્ય વાત પર વિશ્વાસ મૂકવો નહીં, અને જે ખોયું, તેને રડવું નહીં. પણ હવે ત્રીજી વાત વસંત ઋતુ પુરબહારમાં ખીલી હતી એ સમયે ગુલાબના છોડ પર વિકસિત સુગંધિત ગુલાબને જોઈને ઉદ્યાનમાં આવનારા સહુ કોઈ પ્રસન્ન થઈને ગુલાબના મઘમઘતા સૌંદર્યનું મહિમાગાન કરતા હતા. ગુલાબને મનમાં અતિ ગર્વ થયો અને એનું ઘમંડ બોલી ઊઠ્યું, “હું આ જગતનું સૌથી સુંદર પુષ્પ છું એ વાત નિર્વિવાદ છે, પરંતુ મારી પડોશમાં ઊગેલો થોર કેવો કાંટાળો છે? બિચારા જગતને સુંદર રૂપ અને બેડોળ દેખાવ બન્નેનો એક સાથે દુર્ભાગી પરિચય થતો હશે.” ગુલાબે ઘમંડી અને તુચ્છદૃષ્ટિથી થોર તરફ જોયું, ત્યારે બાજુમાં ઊગેલા પીપળાએ કહ્યું, “ગુલાબ, સુંદરતાનો ગર્વ કરવો જોઈએ નહીં. તું સુંદર છે એમ છતાં તારી નીચે પણ કાંટા છે એ તારે ભૂલવું જોઈએ નહીં.” ગુલાબે મિજાજ ગુમાવ્યો અને કહ્યું, “પીપળા, તારા જેવો મૂર્ખ બીજો કોણ હશે? જેટલો તું વિશાળ છે, એટલો જાડી બુદ્ધિનો છે. માત્ર કાંટા હોવાને લીધે મારી અને થોરની તુલના થાય નહીં. તેં ઉંમર વધારી છે, પણ જ્ઞાન વધાર્યું નથી.” એ દિવસે તો બધાએ ગુલાબના ગુમાનને સહન કરી લીધું. પણ એ પછી ઘમંડી ગુલાબને તો થોરનો તિરસ્કાર કરવાની આદત પડી ગઈ અને રોજેરોજ પડોશી થોરને કહેવા લાગ્યું, તારામાં નથી રંગ કે નથી સુગંધ. બસ ! માત્ર કાંટા ને કાંટા જ કહે ” ચકલીએ કહ્યું, “જ્યાં તે મારી બે વાત પર વિશ્વાસ મૂક્યો નહીં, તો ત્રીજી વાત ક્યાંથી માનીશ ? બોલનારાએ એ વિચારવું જોઈએ કે સાંભળનાર એની વાત સમજે છે કે નહીં.” 56 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 57

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82