________________
૪૨ પથ્થર વાગતાં બુદ્ધની આંખમાંથી આંસુ સર્યા
ફાયદો ? એનો શો ઉપયોગ ? આને તો ફેંકી દેવાનાં હોય.”
પુત્રે કહ્યું, “ના. આ વાસણો તો ખૂબ ઉપયોગી છે. એક દિવસ તમે જ્યારે વૃદ્ધ થશો અને મારે શિરે જવાબદારી સંભાળવાની આવશે, ત્યારે તમારે માટે પણ આ માટીનાં વાસણોની જરૂર પડશે ને ! એ સમયે બજારમાંથી નવાં વાસણો ખરીદવાને બદલે આ માટીનાં વાસણોનો જ ઉપયોગ કરીશ. મારે તમારે પગલે ચાલવું જોઈએ ને !'
પુત્રની વાત સાંભળીને પિતા ઊંડા વિચારમાં ડૂબી ગયા. થોડા સમય પછી એમણે કહ્યું, “દીકરા ! તું સાચું કહે છે. પિતાની સાથે મેં જેવો વ્યવહાર કર્યો, એવો જ વ્યવહાર તારે મારી સાથે કરવો જોઈએ. ઓહ, મને આ પહેલાં સમજાયું હોત તો કેટલું સારું થાત કે પિતાનાં સારાં-ખોટાં કર્મોની અસર પુત્ર પર પડે છે.”
યુવાન વેપારીનું માથું ઝૂકી ગયું. પુત્રે કહ્યું, “પિતાજી, હવે તમે એ માટીનાં વાસણો ફેંકી દો. હવે એની કશી જરૂર નથી, કારણ કે તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો છે.”
સત્યપ્રાપ્તિ માટે કઠોર સાધના કર્યા બાદ નિરંજના નદીને કિનારે પીપળાના એક વૃક્ષ નીચે ધ્યાનસ્થ સિદ્ધાર્થને પરમ જ્ઞાન(બોધિ)ની પ્રાપ્તિ થઈ. તેઓ ‘બુદ્ધ' બન્યા. એ પછી એમની વિહારયાત્રા દરમિયાન કેટલીય વ્યક્તિઓએ એમનો ઉપદેશ અપનાવ્યો. એમણે વર્ણનો મદ તોડ્યો અને દેહપીડનની વૃત્તિને વખોડી નાખી. ત્યાગ અને બ્રહ્મચર્યનું મહત્ત્વ સમજાવ્યું અને એક વિશાળ સંઘ બનાવીને લોકોને ધર્મમાર્ગે વાળ્યા.
આવા મહાત્મા બુદ્ધ નગર બહાર ઉધાનમાં વિશ્રામ કરી રહ્યા હતા. એવામાં બાળકોની એક ટોળી આવી અને એમણે આંબાના ઝાડ પર કેરી જોઈને એ કેરી તોડવા પ્રયત્ન કર્યો. ઊંચે લટકતી કેરીને પથ્થર મારીને પાડવાનો પ્રયાસ કરતાં એક પથ્થર ભગવાન બુદ્ધના માથા પર વાગ્યો અને એમાંથી લોહી વહેવા માંડ્યું.
ભિક્ષુઓ દોડી આવ્યા. ચારેબાજુ કોલાહલ મચી ગયો. ભગવાન બુદ્ધને આવી રીતે પથ્થર મારીને લોહીલુહાણ કરનાર છે કોણ ? આ પરિસ્થિતિ જોતાં બાળકોને એમ લાગ્યું કે હવે ભગવાન બુદ્ધ એમને સખત શબ્દોમાં ઠપકો આપશે. આવું કરવા માટે એમને કોઈ સજા પણ કરે ખરા. આમાંથી ઊગરવા માટે બાળકો ભગવાન બુદ્ધની પાસે દોડી આવ્યાં અને એમનાં ચરણ પકડીને ક્ષમાયાચના કરવા લાગ્યાં.
88 1 પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો [ 89.