________________
ન તો અનાજ ખરીદવાની જરૂર છે કે ન અન્નભંડારની. બસ જાવ અને સહુના પેટની ભૂખને ઠારો."
થાળી લઈને ત્રણે શિષ્યો નીકળી પડ્યા. બે શિષ્યોએ નજીકના શહેરમાં જ પડાવ કર્યો અને જે કોઈ ભૂખ્યા લોકો એમની પાસે આવે, તેમને ભરપેટ ભોજન કરાવવા લાગ્યા. પોતાના અન્નક્ષેત્રમાંથી કોઈ ભૂખ્યો જાય નહીં એની તકેદારી રાખતા.
ત્રીજો શિષ્ય ગોપાલ એક સ્થળે આસન જમાવીને બેસવાને બદલે ઠેરઠેર જઈને લોકોને ભોજન આપવા લાગ્યો. ખબર પડે કે કોઈ વૃદ્ધ, બીમાર કે અશક્ત ચાલી શકે તેમ નથી, તો એમની પાસે જઈને એમને જમાડવા લાગ્યો.
થોડા સમય બાદ ત્રણે શિષ્યો આશ્રમમાં પાછા આવ્યા અને ગુરુ અભેન્દ્રનાથને પોતાના અનુભવ સંભળાવ્યા, ત્યારે ગુરુએ માત્ર શિષ્ય ગોપાલની પ્રશંસા કરી. આનાથી બે શિષ્યોને માઠું લાગ્યું. એમને થયું કે ગુરુ પક્ષપાત કરી રહ્યા છે. એથી બોલ્યા,
“ગુરુદેવ, અમે પણ અકાળગ્રસ્તોને ભરપેટ ભોજન કરાવ્યું છે, છતાં આપે અમારા ત્રણમાંથી માત્ર ગોપાલની જ પ્રશંસા કેમ કરી?”
અભેન્દ્રનાથે ઉત્તર આપ્યો, “તમે શહે૨માં સગવડતાભર્યા સ્થાનમાં બેસીને તમારી પાસે આવનારા લોકોને જ ભોજન
આપ્યું, પરંતુ જે અતિ વૃદ્ધ, લાચાર કે વિકલાંગ હોય અને ચાલીને તમારી પાસે આવી શકે તેમ ન હોય તેનો તમે વિચાર કર્યો ખરો? તેઓ તમારી સહાયથી વંચિત રહી ગયા. જ્યારે ગોપાલે ઠેરઠેર ફરીને જાતે એવા લોકો પાસે જઈને એમને ભોજન
68 – પ્રસન્નતાનાં પુષ્પો
આપ્યું. એણે સેવા કરવાની સાથે જાતને પણ ઘસી નાખી, આથી એનું કામ વધુ મહત્ત્વનું ગણાય. કોઈ તમારી પાસે આવીને આંસુ સારે અને એનાં આંસુ લૂછો, એના કરતાં તમે સામે ચાલીને એની પાસે જાવ અને એનાં આંસુ લૂછો એ કાર્ય વધુ મહાન છે.”
પ્રસન્નતાનાં પુષ્પો – 9