________________
૧૯
વર્ષોની વિધાસાધનાનો અર્થ શો ?
ગંગાના ઘાટ પર આવેલા એક આશ્રમમાં શિષ્ય ગુરુને પૂછયું, “ગુરુદેવ, ઘણા દીર્ઘ સમયથી આપની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી રહ્યો છું. મારે એ જાણવું છે કે વિદ્યાપ્રાપ્તિનો હેતુ શો ? વિદ્યાવાનને લાભ શો ? આપ મને વિદ્યાનો મર્મ જણાવો.”
ગુરુએ હસતાં-હસતાં કહ્યું, “એક દિવસ તમે જ સ્વયં વિદ્યાનો મર્મ જાણી લેશો, એનો અનુભવ પામશો.”
એ પછી થોડા દિવસ બાદ રાત્રીના સમયે ગુરુએ શિષ્યને કહ્યું, “વત્સ, આ શાસ્ત્રગ્રંથને મારા અધ્યયનખંડની પાટ પર મૂકી આવ.”
ગ્રંથ લઈને શિષ્ય ગુરુદેવના વિઘાખંડમાં ગયો અને તત્કાળ પાછો આવ્યો. એ ભયનો માર્યો ધ્રૂજતો હતો. ગુરુએ પૂછવું, “કેમ આટલો બધો ડરી ગયો છે ? શું થયું તને ?”
શિષ્ય કહ્યું, “ગુરુદેવ, તમારા ખંડમાં તો સાપ છે. હું તો એને જોઈને જ ભયનો માર્યો છળી ગયો.”
ગુરુએ કહ્યું, “પ્રિય શિષ્ય, ન હોય ! મારા ખંડમાં સાપ ક્યાંથી હોય ? આ તો તારો ભ્રમ હશે. ફરી ખંડમાં જ ઈને કોઈ મંત્રનો જાપ કરજે . સાપ હશે તો ભાગી જશે.”
શિષ્ય પુનઃ અધ્યયનખંડમાં ગયો. એણે મંત્રનો જાપ કર્યો, પણ એનાથી કશું વળ્યું નહીં. સાપ એ જ સ્થાન પર અડોલ રહ્યો.
એ ભયભીત થઈને થોડી વારે બહાર નીકળ્યો અને ગુરુને કહ્યું, મંત્રજાપ તો ઘણો કર્યો, પરંતુ સાપ ટસના મસ થતો નથી.”
ગુરુએ કહ્યું, “ખેર, આ દીપક લઈને જા. દીપકના અજવાળાને જોઈને સાપ નાસી જશે.”
શિષ્ય દીપક લઈને અધ્યયનખંડમાં ગયો, તો ત્યાં સાપ નહોતો. જેને એ સાપ માનતો હતો એ તો લટકતું દોરડું હતું. અંધકારને કારણે એને એ દોરડાનો ટુકડો સાપ જેવો લાગ્યો હતો.
બહાર આવીને શિષ્ય ગુરુને કહ્યું, “ગુરુવર, એ સાપ નહીં, પણ દોરડાનો ટુકડો છે. મારો એ ભ્રમ હતો. અંધકારને કારણે મેં એને સાપ માની લીધો.”
ગુરુએ કહ્યું, “વત્સ, આવા કેટલાય ભ્રમોની જાળમાં જગત સપડાયેલું છે. જ્ઞાનના પ્રકાશથી જ આ ભ્રમજાળને દૂર કરી શકાય છે. અજ્ઞાનતા એ અનેક ભ્રમોની જનની છે અને જ્ઞાનદીપકના પ્રકાશના અભાવે આપણે આવા અનેક ભ્રમો, ખ્યાલો, વહેમો અને માન્યતાઓને પાળીએ-પોષીએ છીએ, જ્યાં સુધી જ્ઞાનરૂપી આંતરિક દીપકનો પ્રકાશ પ્રજ્વલિત કરવામાં આવતો નથી, ત્યાં સુધી ભ્રમજાળમાંથી મુક્તિ શક્ય બનતી નથી.”
38 પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો [ 39