Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ સાહિત્યસર્જકે સ્વામીજીને પૂછ્યું, “અરે સ્વામીજી ! અમે તો આપની પાસે સત્સંગ માટે આવ્યા હતા. આપનો ઉપદેશ શ્રવણ કરવાની અમારી તીવ્ર ઉત્કંઠા હતી, કિંતુ તમે તો ઉપદેશ આપવાને બદલે માત્ર દુષ્કાળરાહતની જ વાત કરી !” સ્વામીજીએ કહ્યું, “ભાઈ, આ આપણો પહેલો ધર્મ છે. આપણા દેશનું એક કૂતરું પણ ભૂખ્યું રહે, ત્યાં સુધી એની ચિંતા સેવવી, એની સંભાળ લેવી અને એને ખવડાવવું એ મારો અને તમારો સાચો ધર્મ છે. આ સિવાય બીજું બધું એ અ-ધર્મ કે અસત્ય અથવા તો જૂઠો ધર્મ છે. દેશના ભૂખે મરતા લોકોની સેવા કરવા કરતાં અન્ય કોઈ મોટો ધર્મ હોઈ શકે નહીં." સ્વામી વિવેકાનંદની માનવસેવાની ઉન્નત ભાવના જોઈને આગંતુકોનું મસ્તક આપોઆપ નમી પડ્યું. 22 D પ્રસન્નતાનાં પુષ્પો ૧૨ શિક્ષણ મેળવો, તો તમને ક્ષમા આપું મહાત્મા જ્યોતીબા ફુલેએ મહારાષ્ટ્રમાં સામાજિક અને વૈચારિક ક્રાંતિ કરી. તેર વર્ષની વયે જ્યોતીબા ફુલેનાં લગ્ન સાવિત્રી સાથે થયાં. પતિ-પત્ની બંનેએ ખભેખભા મિલાવીને પાંચ દાયકા સુધી સેવા, શિક્ષણ અને સમાજ-સુધારણાની પ્રવૃત્તિઓ કરી. જ્યોતીબા ફુલેએ તત્કાલીન સમાજ પર વર્ચસ્ ધરાવતા બ્રાહ્મણવાદને દૂર કરવાનું બીડું ઝડપ્યું. એ સમયે બ્રાહ્મણોએ બહુજન સમાજ પર આર્થિક અને સામાજિક ગુલામી લાદી હતી તે દૂર કરવાનો હિંમતભેર પ્રયાસ કર્યો. એમણે દલિતોને માટે શાળાઓ ખોલી તેમ જ ઉચ્ચ વર્ગનો વિરોધ સહન કરીને પણ અસ્પૃશ્યો પ્રત્યે અપાર કરુણા દાખવી. જ્યોતીબા ફુલેની આવી પ્રવૃત્તિ પર કેટલાક બ્રાહ્મણો ક્રોધે ભરાયા. એમણે જ્યોતીબાનું કાસળ કાઢી નાખવાની યોજના કરી, જેથી આવો વિરોધ કરનારાઓને બરાબર પદાર્થપાઠ મળે. બે મજબૂત પહેલવાનોને એમની હત્યા કરવાનું સોંપ્યું. આ માટે એમને મોટી ૨કમ આપવાની લાલચ પણ આપી. સામાજિક સુધારણાની ઝુંબેશ ચલાવતાં જ્યોતીબા અને સાવિત્રી નિઃસંતાન હતાં, પરંતુ અનૌરસ બાળકો માટે અનાથાશ્રમ ચલાવતાં હતાં. ગરીબ અનાથ બાળકોનું પેટે જણ્યાની પેઠે જતન કરતાં. રોજ રાત્રે એ બાળકોને વહાલથી પંપાળીને હાલરડાં ગાઈને સુવાડતાં હતાં. પ્રસન્નતાનાં પુષ્પો | 23

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82