________________
છે અને આત્મપ્રદેશ અરૂપી–નજરે નહી પડનાર છે અર્થાત અમરજ છે.
૫ નિયમ પ્રમાણે દરેક કાર્ય કારણ પૂર્વક બને છે. જામ સોનું ન હોય તે આભૂષણ ન બને. લોખંડ ન હોય તે રેલના પાટા વગેરે ન બને. અજીર્ણ ન થયું હોય તો રોગ ન સંભવે, જીવ કર્મને જે મેલાપ છે એ કાર્ય સકારણ છે. જીવ મિથ્યાભાવવાળે થાય તો કર્મ બાંધે. જીવ કષાયી કોથી માની કપટી અને લેભી બને તે કર્મ બાંધે, જીવ કામી બને, ભેગ–તૃષ્ણાવાળો રહે, અવિરતિપણું સેવે તો કર્મ બાંધે. માનસિક વાચિક અને દેહિક વ્યાપાર–ચેષ્ટાવાળો છવ કર્મ બાંધે. પ્રમાદીજીવ-નિદ્રા વિકથા ખોટું બોલવા જેવા તથા સાંભળવાના રસીયા પણ કર્મ બાંધે. પુણ્ય એ કર્મની શુભ પ્રકૃતિ અને પાપ તે કર્મની અશુભ પ્રકૃતિ છે, સારાં પ્રશરત કારણોથી-દાનાદિકથી–ન્યાયથી પુણ્ય બંધાય છે. નરસાં કારણથી-હિંસા, જૂઠ,ચેરી, અશીયળ વિગેરે અન્યાચથી પાપ બંધાય, સંસારમાં અનુકૂળ સંજોગો મળે તે પુણ્યનું ફળ, પ્રતિકુળ સંજોગો મળે તે પાપનું ફળ. દેવતાઈ સુખ પુણ્યનું ફળ બતાવે છે. નારકીનું દુઃખ તે પાપનું ફળ છે. તીર્થકર ભગવાનનું ઐશ્વર્ય એ પુણ્યનો આદર્શ છે. એકજ ડબામાં પુરાયેલા અગણિત પશુગની જેમ એકજ શરીરમાં અનન્તા જીવો સાથે રહેવું એ તિર્યંચ જાતિનું નિગોદપણું એ પાપને આદર્શ