________________
દેવવંદનમાલા
માસી દેવવંદનના રચનાર
પંન્યાસ શ્રીવોરવિજયજી.
આજ રાજનગરમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુળમાં જગદીશ્વર પિતા અને માતા વિજકેરને ત્યાં સંવત ૧૮૨૯ ના આસો સુદી ૧૦ મે જન્મ. નામે કેશવરામ. તેઓને ગંગા નામની બેન હતાં. રળીયાત નામની બ્રાહ્મણી સાથે લગ્ન. સં. ૧૮૪૮ માં ખંભાત નજીકના ગામમાં પં. શુભવિજય પાસે દીક્ષા. ત્યાર બાદ પંન્યાસ પદ. સં. ૧૮૬૭ માં ગુરૂનું સ્વર્ગગમન. સં. ૧૯૧૦ માં તેઓનું સ્વર્ગગમન.
આ મહાત્માનાં કાવ્યો એટલાં બધાં મનહર છે કે શ્રેતાને તદ્રુપ બનાવે છે. તેઓના બનાવેલ અનેક પ્રકારનાં રતવનો, જાઓ, શુભવેલી, મોતીશાના ઢાળીયાં, હઠીભાઈના દેરાનાં ઢાળીયાં વગેરે અનેક વિદ્યમાન છે, તેમજ તેઓશ્રીની તીથિ આજે પણ રાજનગરની તમામ જનતા ધધ રાજગાર બંધ કરી ધર્મમાં લીન રહી ઉજવે છે. આ સંબંધી વિશેષ હકીક્ત જૈન ધર્મ પ્રચારક સભા તરફથી બહાર પડેલ તેઓશ્રીના જીવન ચરિત્ર દ્વારા જાણવી.
ચોમાસીની કથા.
વર્ષની આદિમાં કારતક માસમાં આવતા જ્ઞાનપંચમી પર્વની કથા તથા દેવવંદન કહીને ત્યાર પછી કારતક માસમાં સુદ ચૌદશે ચૌમાસી ચતુર્દશી (ચૌદશ) આવે છે. માટે હવે
માસી દેવવંદન કહેવાને અવસર હેવાથી શરૂઆતમાં ચૌમાસીની કથાને સાર ટૂંકાણમાં કહું છું.