Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ ૧૬ પ્રાચીન શીલકથાઓ પાસેથી કંઈ મળશે એ આશાએ તે મારા નગરને રસ્તા પૂછતે જતા હતા, તેવામાં મને વચ્ચે મળે. તેને હું નિરાશ કરવા નથી માગતે માટે લે મારું માથું, અને તેને ઈનામની રકમ ગણી આપે.” આ સાંભળી સભાસદો ચેકી ઊઠયા. આ દરબાર સ્તબ્ધ થઈ ગયો. બારણા પાસે ઊભેલા બખતરધારી દ્વારપાળની આંખે આંસુથી ભરાઈ ગઈ. કાશીરાજ પણ ક્ષણભર તે ચૂપ થઈ ગયું. પછી તે બોલ્યો, “હે રાજકેદી ! પિતાનું માથું આપીને મારા ઉપર વિજય મેળવવાને પંતરે તું ઠીક બેઠવી લાવ્યું છે! પણ તારી એ આશા નિષ્ફળ જવાની છે; કેમ કે આજની આ લડાઈમાં પણ હું જ જીતીશ.” આમ કહી, તેણે કેશલરાજને રાજા તરીકે સંબધીને કહ્યું, “હે કેશલરાજ ! તમારું રાજ્ય હું તમને પાછું આપું છું, અને સાથે મારું હૃદય પણ. હવે આ ગાદીએ બેસી તમારા જ રાજ્યભંડારમાંથી આ વણિકને જોઈએ તેટલું ધન ગણી આપે.” એમ કહી એ ચીંથરેહાલ વનવાસીને રાજાએ રાજ્યાસને બેસાર્યો, અને ઝાંખરાં જેવા તેના વાળ ઉપર રાજમુગટ પહેરાવી દીધે. નગરજને એકી અવાજે પિકારી ઊડ્યાઃ “ધન્ય”! ધન્ય...! [ ટાગોરકૃત “કથા ઓ કાહિતી” ઉપરથી ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66