Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ - છ દિશાની પૂજા શીખવે છે; ૩. પિતાને આવડતી સર્વ વિદ્યા શિષ્યને આપી દે છે; ૪. પિતાનાં સગાંસંબંધીમાં તેની પ્રશંસા કરે છે, અને પ. કોઈ સ્થળે જતાં તેને ખાધાપીધાની અડચણ ન પડે તેવી વ્યવસ્થા કરે છે. - “હે ગૃહપતિપત્ર, પત્ની એ પશ્ચિમ દિશા છે. તેની પૂજાનાં આ પાંચ અંગે છેઃ ૧. તેને માન આપવું; ૨. તેનું અપમાન ન થવા દેવું; ૩. એકપત્નીવ્રત આચરવું, ૪. ઘરને કારભાર તેને સેંપ, પ. અને વસ્ત્રાલંકારની તેને ખોટ ન પડવા દેવી. આ પાંચ અંગેથી તેને પ્રસન્ન રાખવામાં આવે, તે તે – ૧. ઘરમાં સારી વ્યવસ્થા રાખે છે; ૨. નેકરચાકરને પ્રેમથી સંભાળે છે; ૩. પતિવ્રતા થાય છે; ૪. પતિએ મેળવેલી સંપત્તિનું રક્ષણ કરે છે, અને પ. સર્વ ગૃહમાં તત્પર રહે છે. હે ગૃહપતિપુત્ર, મિત્રમંડળ એ ઉત્તર દિશા છે. તેની પૂજાનાં આ પાંચ અંગ છેઃ ૧. આપવા ગ્ય વસ્તુ હોય તે તેમને આપવી, ૨. તેમની સાથે પ્રેમથી બોલવું ૩. તેમને ઉપયોગી થવું; ૪. તેમની સાથે સમાનભાવથી વર્તવું, અને ૫. તેમની સાથે નિષ્કપટ વર્તન રાખવું. “આ પાંચ પ્રકારે મિત્રમંડળની પૂજા કરવામાં આવે, તે તેઓ – ૧. એકાએક સંકટ આવી પડે ત્યારે એનું રક્ષણ કરે છે, ૨. તેની સંપત્તિનું પણ રક્ષણ કરે છે; ૩. સંકટમાં ૧. જીવનભર એક જ પત્ની કરવાનું વ્રત , ' . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66