Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ સત્ય સમાન કશું' શ્રેષ્ઠ નથી સુતસામે કહ્યું : જો તું ચાર વરદાન આપવા માગતા જ હાય, તા મને નીચેનાં ચાર વરદાન આપઃ પહેલું વરદાન એ કે, હું સો વર્ષ સુધી તને નીરોગી અને સુખી જોવાને સમથ થાઉં. બીજું વરદાન એ કે, તે પકડી આણેલા બધા રાજકુમારેને તું જીવતદાન આપ. ત્રીજું વરદાન એ કે, તે સૌને તું તેમની રાજધાનીઓમાં પહોંચાડી દે. અને ચાથું વરદાન એ કે, હવેથી નરમાંસભક્ષણનું ક તું છોડી દે. " બ્રહ્મદને તે સાંભળી, હસીને કહ્યું, ભાઈ! તે આ વરદાનેથી પણ મારું સુખ અને આરોગ્ય જ ઈન્ગ્યુ છે. શીલ અને સદાચાર વિના સુખશાંતિ તથા નીરાગિતા મળે જ નહીં, તેં તારું જીવિત પણ મને લાંબે વખત સુખી અને નીરોગી જોવા સારુ જ માગ્યું છે. જા, તારે ખાતર પણ હું હવેથી મારાં દુષ્કમ છેડી, તારે બતાવેલે સદાચારને માર્ગે વળીશ. આ રાજકુમારીને તે હું તારા દેખતાં જ છોડી દઉં છુ, અને તેમને ઘેર સુખરૂપ પહાંચાડી દઉ છું.' એટલું થતાંની સાથે જ ચારે બાજુ સમાચાર પ્રસરી ગયા કે બ્રહ્મદત્તે નરમાંસ છેડી દીધું છે તથા હવેથી ધમ અનુસાર વર્તવાને નિશ્ચય કર્યાં છે. એ જાણી, કાશીના લેાકાએ ઘણી ખુશીથી તથા માટી ધામધૂમથી બ્રહ્મદત્તને તેના રાજ્યમાં પાછા આણ્યા, અને તેને ફરી ગાદીએ બેસા ડચો. બ્રહ્મદને સુતસામને એક મહિના સુધી પોતાના નગરમાં સન્માનપૂર્વક રાખ્યા, અને પછી ભારે સત્કાર સાથે તેને ઘેર વિદાય કર્યાં. Jain Education International : For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66