Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 51
________________ પ૦ પ્રાચીન શીલકથાઓ તેમનું રૂપ જોઈ ક્ષણભર હું મોહિત થઈ ગઈ. ત્યારથી હું મારે ધર્મ ખંડિત થયે માની સંતાપ કર્યા કરું છું. માટે અખંડ કુરુધર્મ માટે તે તમે યુવરાજ પાસે જ જાએ.” માત્ર ક્ષણિક મેહથી રાણીને ધર્મ ખંડિત થયો ન કહેવાય એમ માની, કલિંગવાળાઓએ તેની પાસેથી પણ ધર્મ લખાવી લીધું. ત્યાર બાદ રાણીના આગ્રહથી તેઓ યુવરાજ પાસે પહોંચ્યા. યુવરાતિ થઈ ગયે સર કહે,અને મહેલમાં જ યુવરાજે જણાવ્યુંઃ મારે કુરુધર્મ પણ ખંડિત થઈ ગયે છે. અમારા દેશમાં રિવાજ છે કે, યુવરાજ રેજ રાતે છેક છેલ્લે રાજાને મહેલમાં જઈને મળે, તેમને દેશસમાચાર કહે, અને રાજા જે કંઈ કહે તે સાંભળી લે. હું પણ રોજ રાતે રથમાં બેસી રાજમહેલે જાઉં છું. જે હું રાતે રાજાજી સાથે જ જમવાને હેઉં અને રાતે પણ ત્યાં જ સૂવાને હેલું, તે રથમાંથી ઊતરતી વખતે હું લગામ તથા ચાબુક ઘડાઓના ઝંસરા ઉપર નાખી દઉં છું. એટલે મારા માણસે એ નિશાની સમજી લઈ ઘેર ચાલ્યા જાય, અને વહેલી સવારે પાછા આવી હાજર થાય. પરંતુ જે હું તરત જ પાછા ફરવાનો હોઉં, તે મારી લગામ અને ચાબુક વગેરે બેઠક ઉપર રાખીને જાઉં, જેથી મારા નીકળવાની રાહ જોઈને તેઓ ત્યાં જ ઊભા રહે. એક વખત હું એ પ્રમાણે પાછા ફરવાને હવાથી ચાબુક વગેરે બેઠક ઉપર રાખીને મહેલમાં રાજા પાસે ગયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66