Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 63
________________ ૬૨ પ્રાચીન શીલકથાઓ “હે કેવધ્ધ ! આ બંને પ્રકારના ચમત્કારો કરવામાં હું દેષ જોઉં છું. તેથી તે પ્રત્યે મને ધૃણા, લજજા અને તિરસ્કાર છે. પરંતુ ત્રીજે ચમત્કાર તે શિક્ષણનો માર છે. તેના વડે માણસોને બતાવી શકાય છે કે, આ કામ કરે, આ કામ ન કરે, આ નિશ્ચય કરે, આ ન કરે; આને ત્યાગ કરે, આને સ્વીકાર કરે. એના વડે જ સામા માણસને ઠસાવી શકાય છે કે, આદિ, અંત અને મધ્યમાં કલ્યાણકારી એવું સત્ય આ છે, તથા તેને અનુરૂપ આચાર આ છે. તે કેવધ્ય! શિક્ષણને ચમત્કાર આવે છે ! “ આ ચમત્કાર વડે પરમાર્થ સત્ય વિષે સમજ પ્રાપ્ત કરીને, પછી લેકે મન-વાણી-કાયાથી કુશલ કર્મો કરનારા બને છે, શીલયુક્ત બને છે, ઇંદ્રિયનિગ્રહી બને છે, અને જાગ્રત બને છે. તે કેવધ ! શિક્ષણને ચમત્કાર આવે છે! હે કેવધ! ધીમે ધીમે તેઓ એ બાબતેમાં એવા સિદ્ધહસ્ત થઈ જાય છે કે, તેઓને પછી તે બાબતને ઉચાટ નથી રહેતું. કોઈ ચક્રવતી રાજા બધા શત્રુઓને દબાવી દીધા પછી જેવી નિરાંત માણે છે, તેવી નિરાંત તેમને પ્રાપ્ત થાય છે. તે કેવધ ! શિક્ષણને ચમત્કાર આવે છે ! ૧. કુશળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 61 62 63 64 65 66