Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ પ્રાચીન શીલકથાઓ ગભરાઈ જાય ત્યારે ધીરજ આપે છે; ૪. વિપત્તિના સમયે તેને એકલા છેડતા નથી; અને ૫. તેની પાછળ તેની સ ંતતિ ઉપર પણ ઉપકાર કરે છે. २० “ હે ગૃહપતિપુત્ર, નકરચાકર એ નીચલી દિશા છે. તેની પૂજાનાં આ પાંચ અંગો છેઃ ૧. તેમની શક્તિ પ્રમાણે તેમને કામ કહેવું; ર. તેમને ચાગ્ય મહેનતાણું આપવું; ૩. તે માંદા પડે ત્યારે તેમની સારવાર કરવી; ૪. પ્રસંગ હોય ત્યારે તેમને ઉત્તમ લેાજન આપવું; ૫. વખતાવખત ઉત્તમ કામ બદલ તેમને અક્ષિસ આપવી. • આ પાંચ પ્રકારે તેમની પૂજા કરવામાં આવે, તે તે પણ ૧. પોતાના માલિક ઊઠે ત્યારે પહેલાં ઊઠે છે; ૨. માલિક સૂએ ત્યાર પછી સૂએ છે; ૩. માલિકના માલની ચારી કરતા નથી; ૪. ઉત્તમ રીતે કામ કરે છે; અને પ. માલિકના યશ ફેલાવે છે. - હે ગૃહપતિપુત્ર, સાધુસંત એ ઉપલી દિશા છે. તેમની પૂજાનાં આ પાંચ અંગ છેઃ ૧. કાયાથી તેમને આદર કરવેા; ૨. વાચાથી તેમને આદર કરવું; ૩. મનથી તેમને આદર કરવા; ૪. તે ભિક્ષાએ આવે ત્યારે તેમને તકલીફ્ પડવા દેવી ર્નાહ; અને ૫. તેમને ઉપયેગી વસ્તુઓ આપવી. ‘આ પાંચ પ્રકારે તેમની પૂજા કરવામાં આવે, તે તે — ૧. પાપમાંથી તેનું નિવારણ કરે છે; ૨. તેને કલ્યાણકારક માગે લગાડે છે; ૩. પ્રેમપૂર્વક તેના ઉપર કૃપા કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66