Book Title: Pati Patni No Divya Vyavahar Granth Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 9
________________ ચાંદીનું ને ઉપરથી રોકડા પાંચસો રૂપિયા આપી દો.' ત્યારે બા બોલ્યાં, ‘હોવે, એટલા બધાં તો કંઈ અપાતા હશે ?!ને આમ હીરાબાની કોર્ટમાંથી નિર્દોષ છુટી ગયા ! ત્યાં બધાંને અહંકાર આવે કે મારું કેમ નીચું પડે ? અલ્યા, ધણી તો કેવો નોબલ હોય ?! જ્યાં મતભેદ છે ત્યાં અંશજ્ઞાન છે ને જ્યાં મતભેદ જ નથી ત્યાં વિજ્ઞાન છે, સર્વાશજ્ઞાન છે. સેન્ટરમાં બેઠેલાને જ મતભેદ ના હોય, નિષ્પક્ષપાતીપણું હોય. (૪) ખાતી વખતે ખટપટ ! બધી રસોઈ સુંદર થઈ હોય ને કઢી જરીક ખારી થઈ હોય તો પતિદેવ બોંબાડીંગ શરૂ કરી દે, ‘આ કઠું ખારું કરી નાખ્યું. ખાવાની મઝા મારી ગઈ.” અને પછી કૉલ્ડ વૉર શરૂ થઈ જાય. એ ખાશે ત્યારે એને ખબર ના પડે કે કઢી ખારી છે ? તો પછી આપણે શા માટે નોટીસબોર્ડ થવું ? ભૂંગળું થવું ? અલ્યા, જરીક અંતરૂતપ કરી લો ને ! મોક્ષે જવું હોય તો અંતરૂતપ કરવું જ પડે. એકને ઉત્તર દેખાય ને બીજાને દક્ષિણ દેખાય પછી મેળ ક્યાંથી પડે ? ભૂલ કઢી બનાવનારની નથી કે નથી કોઈ અન્યની. કોઈ જાણી જોઈને બગાડે ? આ તો “વ્યવસ્થિત શક્તિ”ની સત્તા છે. મૂંગે મોઢે જમી લે એ પતિ કેવા દેવ જેવા લાગે ! થાળીમાં જે કાંઈ આવે તે ખાનારના ‘વ્યવસ્થિત’ને હિસાબે આવે છે, બનાવનારના નહિ. તેથી જે આવે તેનો સમભાવે નિકાલ કરવો. આજકાલની સ્ત્રીને પૂછીએ કે શું ભાવના ભાવો છો ? આના આ જ પતિ ફરી ફરી મળો, એમ ? ત્યારે બધી શું કહે, ‘આ ભવે મળ્યા તે મળ્યા, હવે ફરી કોઈ અવતારમાં ભેગા ના થજો !” એક જ બેન દાદાને કહેનારી મળેલી કે ‘દાદા ફરી આવતે ભવ પણ આજ ધણી મને મળજો.’ (૫) ધણી ખપે, ધણીપણું નહીં ! પરણતાં પહેલા જુએ એનો વાંધો નથી પણ પરણ્યા પછી આખી જિંદગી એ એવી ને એવી રહેવાની છે ખરી ? પછી ફેરફાર થાય તો અકળામણ શરૂ થઈ જાય. ધણી થવાનું છે, ધણીપણું નથી કરવાનું. માલિક નહિ પણ પાર્ટનર થવાનું છે. બરકત ના હોય તે જ વહુ પર રોફ મારે. સ્ત્રી પંદર વર્ષની ને પુરુષ પચ્ચીસ વર્ષનો હોય તોય બન્નેની આવડત સરખી હોય. પૂજય દાદાશ્રીએ પતિની વ્યાખ્યા આપી છે કે ‘હસબંડ એટલે વાઈફનીય વાઈફ' તો જ લાઈફ સુંદર જાય. ધણીને ભય હોય કે ધણીપણું ના બજાવીએ તો વહુ ચઢી બેસશે. અલ્યા, ગમે એટલી એ ચઢી બેસવા ફરે પણ એને કંઈ મૂછો આવવાની છે ? અને ધણીને મૂછો જતી રહેવાની છે ? માટે ભય રાખવાની જરૂર નથી. અમુક કોમવાળા કોઈ રીતે ઘરમાં પત્ની જોડે ઝઘડો ના થવા દે. ગમે તે રીતે મનાવી લે. છેવટે પત્નીને હિંચકો નાખીનેય ખુશ કરી દે. એક રૂમમાં રહેનારા રીસાય તો ધણીને તો બહાર જ સૂવું પડે ?! એટલી જ સમજણ જો ધણીને આવી જાય તો... ! ઝઘડો કરવો હોય તો બહાર પોલીસવાળા જોડે કરને ? ખીલે બાંધેલી ગાયને ડફણાં મરાય ? એક પચીસ વર્ષના યુવાનને દાદાશ્રીએ પૂછયું, ‘પત્ની જોડે તારે ઝઘડો થાય છે ?” ત્યારે એણે કહ્યું, ‘યે ક્યા બાત બોલે આપ ? વહ તો મેરે મુંહ કા પાન ! ઉસકે સાથ કભી નહીં ઝઘડા કરતા. બીવી મુઝે અચ્છા અચ્છા ખાના ખીલાતી હૈ. ઉસકે સાથ ઝઘડા કરું, તો મુઝે કૌન અચ્છા ખાના ખીલાયેગા ?” આટલી સમજણ લઈ લે તોય ઝઘડો ટળે. (૬) સામાની ભૂલ કાઢવાની ટેવ ! સામાની કંઈ ભૂલ કઢાય ? જે એ સમજી શકતા ના હોય, જાણી શકતા ના હોય છે. સામાને ખબર પડે એવી ભૂલ કાઢવાનો શો અર્થ ? અને ભૂલ દેખાડવાની રીત પાછી આવડવી જોઈએ. સામાને દુઃખ થાય એ રીતે તો ભૂલ ના જ કઢાયને ? આપણે સામાને ભૂલ દેખાડીએPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 293