Book Title: Pati Patni No Divya Vyavahar Granth Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 7
________________ ના થાય એટલું જ આવડી ગયું, તે ધર્મનો સાર શીખી ગયો. જેલમાં કે મહેલમાં અંદર સરખું જ વર્તે તે ધર્મ પામ્યો ! ક્લેશ બંધ થાય તો જ ધર્મના સાચા રસ્તે છીએ એમ જાણવું. અને તો જ સંસારનો નિવેડો આવે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “દાદા ભગવાનનું નામ લેજો. હું જ દાદા ભગવાનનું નામ લઈને બધું કામ કરું છુંને ! દાદા ભગવાનનું નામ લેશો તો તરત જ તમારું ધાર્યું કામ થઈ જશે.” (3) પતિ-પત્નીમાં મતભેદ ! પતિ-પત્નીમાં ઝઘડો થાય તો જ મઝા આવે એવું જે મનાય છે તે ખોટું રક્ષણ કરે છે. જો ઝઘડામાં મજા ન આવતી હોય તો રોજ આખો દહાડો કર્યા કરોને ! પણ આખો દહાડો કોઈ ઝઘડો કર્યા કરે જે વસ્તુથી ઘરમાં ક્લેશ થાય તે વસ્તુ ઘરમાંથી બહાર નાખી દો, પણ ક્લેશ ન થવા દો. જ્ઞાન હોય તેણે તો બે પૂતળાં ઝઘડે છે તે જોવું. આપણે આર્ય પ્રજા તે ઝઘડા કરી અનાડી જેવું કેમ વર્તાય ? પરમ પૂજ્ય દાદાશ્રીને સોળમે વર્ષે પરણતી વખતે વિચાર આવ્યો કે લગ્નનું અંતિમ પરિણામ શું ? બેમાંથી એકને તો રડવાનું જ ને ! પરણતી વખતે કેવો ઉત્કૃષ્ટ વૈરાગ્યનો વિચાર !! ‘સમય વર્તે સાવધાન' ગોર બોલે તેનો અર્થ શું કે બીબી ગરમ થઈ ગઈ હોય ત્યારે ધણીએ ઠંડા થઈ જવાનું. એમ અન્યોન્ય રાખવાનું. ક્લેશનું મૂળ કારણ અજ્ઞાનતા છે. સંસારમાં કોઈ કોઈના સ્વભાવ મળે નહિ. જ્ઞાનથી એડજસ્ટ એવરીવ્હેર થવાય. જે ઘેર ક્લેશ ત્યાં ધંધામાં બરકત ના આવે. માટે નક્કી કરો કે આપણા ઘરમાં ક્લેશ ના જ થવો જોઈએ. કમાતી પત્નીનો પાવર ચઢ્યો હોય, પત્ની વંઠી હોય ત્યારે પતિએ ભીત જેવા થઈ જવું. સંસ્કારી કોને કહેવાય ? પહેલાના વખતમાં લોકો પૈઠણ (દહેજ) આપતા, તે શેની આપતા હશે ? જ્યાં ક્લેશ ના હોય તેની, સંસ્કારી કુટુંબ છે માટે. | ગમે તેટલું ઘરમાં નુકસાન થાય પણ ક્લેશ કરતાં કોઈ નુકસાન વધારે ના જ હોઈ શકે ? ભડકો થતાં પહેલાં પાણી નાખી ટાઢું કરી દેવું જોઈએ. જે ઘરમાં ક્લેશ થતો હોય તેની અસર છોકરાં ઉપર બહુ ખરાબ પડે છે. શ્રીમદ્ રાજચંદ્ર લખ્યું છે, જે ઘરમાં એક દિવસ પણ ક્લેશ ના હોય તેને અમારા નમસ્કાર !” સ્વરૂપ જ્ઞાન થયા પછી સહજ ભાવે ક્લેશનો અભાવ રહે અને જ્ઞાન ના હોય તો બુદ્ધિપૂર્વક ક્લેશનો અભાવ હોય. સાચો જૈન કે સાચો વૈષ્ણવ કોને કહેવાય કે જેને ત્યાં ક્લેશ જ ના થાય. શું કરવાથી ફ્લેશ ઘરમાં ત્રણ જણ પણ દરરોજ તેત્રીસ મતભેદ થાય. રાત્રે બન્ને વચ્ચે ઝઘડો થાય પછી બેઉ જુદી જુદી રૂમમાં સૂઈ જાય, તે સવાર સુધી ઘા ના રૂઝાયો હોય. સવારે ચાનો કપ મૂકતી વખતે જોરથી ખખડાવીને મૂકે. મતભેદ રહિત થાય તો જ જીવનની સલામતી છે. આપણા લોક કહે, ‘બે વાસણો હોય તો ખખડે જ ને ?” અલ્યા, આપણે શું વાસણો છીએ ? મનુષ્યપણું ક્યાં ગયું ?! ધણી કહે, “હું તારો'. વહુ કહે, ‘હું તારી’. ને થોડીવારમાં પાછા ઝઘડે ને મારામારી કરી નાખે. આપણા ધણીઓમાંથી એક એવો નહિ મળે કે જેણે બાયડીને બાપનું ઘર જિંદગીમાં એકવારેય ના દેખાડ્યું હોય ! અને જેણે ના દેખાડ્યું હોય તેને નમસ્કાર !! મતભેદનું મુખ્ય કારણ ધણી-ધણીયાણી વચ્ચે અક્કલની ચડસાચડસી. બેઉ માને કે મારામાં વધારે અક્કલ છે. અક્કલ તો તેને કહેવાય કે મતભેદ ના પડે, અક્કલ હોય ત્યાં નકલ ના હોય. વહુ બહુ અક્કલ વાપરતી હોય તો આપણે એને ‘જોયા’ કરવું કે ઓહોહો, આ કેવી અક્કલવાળી છે ! ખરી બુદ્ધિ તો તેને કહેવાય કે જેનાથી મતભેદ સદંતર બંધ થઈ જાય. 14 13Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 293