Book Title: Pati Patni No Divya Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 13
________________ (૧૩) દાદાની દૃષ્ટિએ, ચાલો પતિઓ... દાદાઈ દષ્ટિએ પતિઓ ચાલે તો સંસાર પાર થઈ જાય. ઘરનાં જે કામ બતાવે તે ‘કરીશું' કહેવું. પછી ના થયું તો કહી દઈએ કે, ભઈ, આ અમારાથી નથી થતું.' એટલે લોક જવા દે. પતિઓનો સામાન્ય પ્રશ્ન હોય છે કે પત્નીને અમારા ઘરડાં માબાપ રાખવા નથી હોતા તો ત્યાં શું કરવું ? દાદાશ્રી કહે છે, વાઈફના મા-બાપને બોલાવવા, તેમને રાખવા, તેમની ખૂબ સેવા કરવી. વળી વાઈફ જોડે એવો સુંદર સંબંધ કરી દેવો કે વાઈફ ઉપરથી સાસુ-સસરાનું ધ્યાન રાખવાનું કહે. વાઈફને ગુરુ કરે પછી મા-બાપ, કુટુંબ બધાં મુશ્કેલીમાં મૂકાય. જે માએ નવ મહિના વગર ભાડાએ ખોલીમાં રાખ્યો, મોટો કર્યો, માંદગી વખતે ઉજાગરાઓ કર્યા, ભણાવ્યો, ગણાવ્યો, અઢાર વર્ષ સુધી કુરકુરીયાને સાચવે તેમ સાચવ્યો. અને પરણ્યા પછી ગુરુ આવે એટલે થોડાક જ વખતમાં માને માટે કહે કે મા જ ખરાબ છે, એવું બોલે કે ? બન્ને ઘરમાં રીસાય તેમાં શી ભલીવાર ? સ્ત્રીઓમાં હાઈ અને લૉ ક્વૉલીટી હોય. હાઈ ક્વૉલીટીવાળી સ્ત્રીઓ ગરીબ સ્વભાવની હોય, વિચારો ઊંચા હોય, બહુ નેગેટિવ ના હોય અને લૉ ક્વાલીટીવાળી સ્ત્રીઓ વારેઘડીએ જૂઠું બોલતી હોય, કપટ કરતી હોય. અંદર બહાર કૈડ કૈડ ને કૈડ. બહાર મચ્છરાં કૈડે ને ઘરમાં વહુ કૈડે. કેટલીક તો સાપણની પેઠ કૈડે. વહુ ‘થાકી ગઈ છું’ કહે ત્યારે આપણે એને કહી દેવું, આજે તું સૂઈ રહેજે, હું બધું કામ પતાવી દઈશ. કળથી કામ લેવું પડે. કેટલીક સ્ત્રીઓ કારમાં બેઠાં કે વરને ટોક ટોક કરવાનું ચાલું કરી દે. આમ ચલાવો ને તેમ ચલાવો. ત્યારે ધણીએ એને જ ગાડી સોંપી દેવી, લે તું ચાલવ. 25 ઝઘડો થાય તો પાડોશીનો પક્ષ ના લેવાય. આપણે પહેલેથી પત્નીના પક્ષમાં જ રહીએ કે જેથી નિરાંતે સૂવાય. આપણે વાદીના વકીલ થવું, પ્રતિવાદીના નહિ. પતિનો સમભાવે નિકાલ કરવો, એ અકળાયા હોય ત્યારે એમને તાંતો ના રહે એવું સ્ત્રીઓએ કરવું. એમને કહેવું, ‘તમે તો મહાન પુરુષ છો, નોબલ છો. તમે બધું એક્સેપ્ટ કરી લો, અમારાથી એ ના થાય.' એટલે બધું ધોવાઈ જાય. સ્ત્રીઓને અહં ઘવાય, જ્યારે પુરુષો સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ કહે ત્યારે. ત્યાં તો સ્ત્રીઓએ શું કરવું ? દાદાશ્રી સમજાવે છે, “એવું કહે તો સારું. જોખમદારી નહીંને ? અને જે બોલે છે તે ‘વ્યવસ્થિત’ જ છે ને !'' સ્ત્રી ધણીને ગમે તેટલું સમજાવે, સમાધાન કરાવવા છતાં એ ના જ સમજે ને અહિત કર્યા કરે તો શું કરવું ? એનું હિત-અહિત જોવાની સ્ત્રીની શક્તિ કેટલી ? સહુ સહુના ગજા પ્રમાણે જોઈ શકે. ધણીનું હિત કરવા જતાં અથડામણ ઊભી થાય એવું ના હોવું જોઈએ. પરિણામ ગમે તે આવે પણ આપણે તો સમભાવે નિકાલ કરવો જ છે' એમ નક્કી રાખવું. એટલે એક દહાડો એનો અંત આવશે, સમભાવે નિકાલ થશે જ. ચીકણા ઋણાનુબંધ હોય ત્યાં જાગૃતિ રાખવી પડે. (૧૪) ‘મારી’ના આંટા ઉકેલાય આમ ! પરણતી વખતે ‘મારી વહુ', ‘મારી વહુ’ કરી મમતાના આંટા વીંટ્યા, તે મરી જાય પછી એટલું જ એનું દુઃખ ભોગવવાનું આવે. ત્યાં એ ભોગવટામાંથી છૂટવા માટે પરમ પૂજ્ય દાદાશ્રી ખૂબ જ સુંદર ઉપાય બતાવે છે. ‘નહોય મારી’, ‘નહોય મારી' કરી આંટા ઉકેલી નાખ તો ભોગવટો જ નહીં રહે. મરી ગયા પાછળ રડ રડ કરીને સમય ને શક્તિ બરબાદ કરવી તેના કરતાં છોકરાંઓનું ધ્યાન રાખે, તો લેખે ના લાગે ? (૧૫) પરમાત્મપ્રેમની પીછાણ ! સાચો પ્રેમ તો તે જે દિ વધઘટ ના થાય. મારો તોય ના ઘટે 26

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 293