________________
જાય ને બોલતો જાય, ‘લે લેતી જા !' તે આજુબાજુના લોકો સાંભળીને સમજે કે ભઈ વહુને મારે છે !
એક ભાઈ દાદાએ પૂછ્યું. “તારે વહુ મરી જાય તો શું થાય તારું ?” ત્યારે એ ભાઈ કહે, ‘મેં તો મારી વહુને કહી દીધું છે કે હું રાંડીશ પણ તું ના રાંડીશ” !(?) આ હિન્દુસ્તાનની પ્રકૃતિઓને તેમની પહોંચી વળાય ? પોળમાં બહારવટિયા પઠાની બુમ સાંભળતાં જ એક ભાઈ એની વહુને કહે, ‘તું બારણા વાસી દે ને મને ગોદડાં ઓઢાડી
વાઘ જેવા ધણીને વહુ ઊંદરડી બનાવી દે અને પોતે ઊંદરડીના ખખડાટથી આખી રાત બી મરે.
કિંમતી પાણીદાર ઘોડી હોય પણ ધણીને સવારી કરતાં ના આવડે તો શું થાય ? ઘોડી પાડી જ નાખેને ! એમ વહુને સાચવતાં આવડવું જોઈએ, નહિ તો માર પડે. આર્યનારી જોડે કામ લેતાં આવડવું જોઈએ.
જે ઘરમાં સ્ત્રી છે તે ઘર નંદનવન દેખાય. સ્ત્રી ના હોય તો ઘર પછી રણ જેવું લાગે.
ધંધામાં ખોટ ગઈ હોય ને શેઠને ચિંતા કોરી ખાતી હોય, ઊંઘેય ના આવતી હોય, ત્યારે પત્ની એને ધીરજ આપે, ‘તમે ચિંતા ના કરશો, બધું થઈ રહેશે.’ આમ સહજ પ્રકૃતિવાળી સ્ત્રીઓ વિકલ્પી પુરુષની પ્રકૃતિને બેલેન્સ કરી આપે. ઘરમાં આનંદ રહેવાનું કારણ જ સ્ત્રીની સાહજીક પ્રકૃતિ છે.
બધાંને એમ લાગે કે દાદાશ્રી સ્ત્રીનો પક્ષમાં વધારે છે. તેમનું જ તાણે છે. પણ દાદાશ્રી અંદરખાનેથી એવી ગોઠવણી કરી આપે છે કે સ્ત્રીઓ પતિને માન આપતી થઈ જાય છે. એવી ચાવી મારી ફેરફાર કરી આપે છે..
પરમ પૂજ્ય દાદાશ્રીને બધાય સરખાં. આ તો સદીઓથી સ્ત્રીઓને પગની પાની કહી નીચી પાડી દીધી હતી, તે ઊંચે લાવવા કહેવું પડે આમ.
(૧૯) પત્નીની ફરિયાદો. પરમ પૂજય દાદાશ્રીનો વ્યવહારનો ઉત્તમ પ્રિન્સીપલ હતો કે “તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ. હું તો જે ફરિયાદ કરવા આવે તેને જ ગુનેગાર ગણું. તારે ફરિયાદ કરવાનો વખત જ કેમ આવ્યો.આપણે ફરિયાદી તો સામો આરોપી, અને એની દૃષ્ટિમાં આપણે આરોપી. માટે કોઈની વિરુદ્ધ ફરિયાદ ના કરાય.
સામો ગુનેગાર દેખાય તો આપણે આપણી જાતને જ ગુનેગાર જોઈ સામી વ્યક્તિ તો સારામાં સારી છે અથવા “આફટર ઓલ હી ઈઝ ધી બેસ્ટ મેન’ (અંતે તો એ સૌથી સારા માણસ છે) એવું આપણે આપણી જાતને કહેવું. અવળો ગુણાકાર થઈ ગયો તો સવળું કરી એનો ભાગાકાર કરી નાખવો.
ધણી અપમાન કરે ત્યારે શું કરવું ? દાવો માંડવો ? ત્યારે એને મારા આશિર્વાદ છે' એમ કરીને સૂઈ જવું. મનમાં ગાળો આપવાથી કંઈ નિવેડો આવે ખરો ? અપમાન ગળી જવા જેવું છે. અપમાનને સંઘરી રખાય ?
સામા પાસેથી પોતાનું ધાર્યું કરાવવા, દબડાવવા માટે ત્રાગું કરે. સ્ત્રીઓ ત્રાગા વિશેષ કરે.
પુરુષોએ કાયદા ઘડ્યા પછી પુરુષો કોના પક્ષમાં લખે ?
સહન કરવાનું નથી, વિચારીને ઓગાળવાનું છે. સહન કરવાથી એક દહાડો સ્પ્રીંગની જેમ સામટું ઉછળશે, ભડકો થશે ઘરમાં !
પતિ ગરમ થાય એટલે પત્ની સમજી જાય કે હવે આ લોખંડ ગરમ થયું છે, હવે મારાથી ઘાટ લેવાશે. જેટલી ગરમી એટલી નબળાઈ ! નબળાઈને સહારે પોપટ બનાવી દે. ગુસ્સો બધે આવે છે ? અંડરહેન્ડ પર આવે. આપણું ધાર્યું કરાવવા ક્રોધ કરે છે. - સામો આપણી પર ગુસ્સો કરે તો આપણે શું કરવું ? આપણે એને ઠંડા પાડવું. ઠંડા શી રીતે પડાય ? આ મશીન જ બંધ કરી એમ ને એમ મૂકી દઈએ તો એની મેળે ઠંડું પડી જાય. અને આપણે આપણી
35
36