________________
તેવું જોવાય નહિ. સાચું બોલે-જૂઠું બોલે તે પરસત્તા છે, તે નહિ જોવાનું. આપણે વાણી મીઠી થયા પછી તમે વઢો તો એ ઊલટા હસે. કષાયનો
વાંધો છે, વઢવાનો નહીં. વાણી મધુર ક્યારે થાય ? પોતાનાં ઘરનાં માણસો ઉપર પ્રેમ વધે, ભેદભાવ ઘટે અને પોતાનાં ઘરના માણસો જેવો પ્રેમ બીજા ઉપરેય વધતો જાય ત્યારે વાણી મધુર થતી જાય. અને ત્યારે એને બે ધોલો મારો તોય પ્રેમ જ લાગે. કોઈને ‘તમે જુઠા છો’ કહો તો તરત જ એમાં એટલું બધું પરમાણુઓનું વિજ્ઞાન ફરી વળે કે બે કલાક સુધી તો એની પર પ્રેમ જ ઉત્પન્ન ના થાય. અને જો ભૂલથી બોલાઈ ગયું હોય તો તેનું તરત જ પ્રતિક્રમણ કરી લેવું.
લડીને પાછા ફરી ભેગા થવાનું જ છે તો પછી લડવાનો શો અર્થ ? પછી મૂંછ નીચી કરવી પડે, તેના કરતાં પહેલેથી જ એક રાખને ! ફરી પસ્તાવો ના કરવો પડે એવું જીવન જીવવું જોઈએ.
અક્રમ વિજ્ઞાન સમજી લે તે ‘ઝઘડાપ્રૂફ’ થઈ શકે. આપણને દુઃખ લાગે છે ત્યાં સુધી આપણામાં ગાંડો અહં ભરેલો છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “અમને કોઈ ‘અક્કલ વગરના’ કહે તો અમારામાં ગાંડો અહંકાર ઊભો ના થાય. એટલે મને દુઃખ આપે જ નહીંને.” અહંકાર કરીને ક્લેશો વધારવા તેનાં કરતાં કહી દેવું કે મને તમારા વગર ગમતું નથી.' એટલે બધું રાગે પડી જાય.
અહં કેમ નથી જતો ? જ્યાં સુધી પોતાનામાં આ અહં ખોટો છે, એવું પોતાને એક્સેપ્ટ ના થાય ત્યાં સુધી એ જાય નહીં. એ અહંકાર કાઢવા પ્રતિક્રમણ કર કર કરવાં તેથી એક દા'ડો એ જશે.
ઘેર ઝઘડો થાય તો વાઈફને હોટલમાં લઈ જઈ જમાડી ખુશ કરી દઈએ. મનુષ્ય થયા પછી તરફડાટ શેને ?
પતિ-પત્નીએ સવારે ઊઠતાં જ એકબીજાની અંદર પરમાત્માના દર્શન કરીએ તો કેવું સુંદર જીવન જાય ! વહુમાંય ‘દાદા ભગવાન’ દેખાય તેનું ક્લ્યાણ થઈ ગયું. ‘દાદા ભગવાન’ એટલે શુદ્ધાત્મા ભગવાન ! ડોન્ટ સી લૉઝ, પ્લીઝ સેટલ' (કાયદા જોશો નહિ, સમાધાન કરો) આ પરમ પૂજ્ય દાદાશ્રીનું સૂત્ર છે.
31
આ તો જાગ્યા ત્યાંથી જ ડખો શરૂ કરી દે. જેની કર્કશ વાણી હોય એણે શું કરવું જોઈએ ? “હું વિનંતી કરું છું, આટલું કરજો” એટલું ઉમેરવું જોઈએ.
વણમાંગી સલાહ આપે એ વ્યવહારમાં મૂર્ખ બને. એ ખુલ્લો અહંકાર ગણાય.
કોઈને કિંચિત્માત્ર પણ તરછોડ આપીને મોક્ષે ના જવાય. તિરસ્કાર કરતાં તરછોડનું ફળ બહુ મોટું આવે. તલવારથી દેહને લોહી નીકળે, તરછોડથી મનને લોહી નીકળે. જેને તરછોડ મારી હોય તે આપણા માટે કાયમના દરવાજા બંધ કરી દે. માટે તરછોડ જેને મારી હોય તેની પાસે ક્ષમા માગી લે તો બધું ઊડી જાય. કોઈને તરછોડ મારીએ તો તેને નથી વાગતી પણ તેની અંદર બિરાજેલા ભગવાનને વાગે છે. વાણીના ઘા તો સો-સો અવતાર સુધી ના રૂઝાય.
વાણી હિત-મિત-પ્રિય ને સત્ય એમ ચાર ગુણાકારવાળી હોય તો જ તે વાણી ઉત્તમ.
કેટલાક વેર તો એવું બાંધી કાઢે કે મારું જે થવાનું હશે તે થશે પણ આને તો નહિ જ છોડું, મોક્ષે નહિ જ જવા દઉં. તો તેના કેટલાય અવતાર બગાડી નાખે.
એક સંસ્કારી બહેન તેના પતિ ટોણા મારતા હતા ત્યારે તેમને કહે, ‘કર્મના ઉદયે તમે અને હું ભેગા થયા છીએ. હું જુદી, તમે જુદા. હવે આમ શેના માટે ટોણા મારવાના ? આવેલા કર્મને ચૂકતે કરી નાખોને!' કેવી ઊંચી સમજ !
એક મિનિટેય ભાંજગડ ના પડે, એનું નામ ધણી. એકબીજાને સિન્સિયર રહે તે સાચાં મિત્ર, માટે એકબીજા જોડે ફ્રેન્ડ તરીકે રહેવું જોઈએ. મારવાનું નહિ, દુઃખ દેવાનું નહીં. તેમ કબાટ જેવા થવાનુંય નહિ. છોકરાં તોફાન કરતાં હોય તો કહેવું પડે, પણ નાટકની જેમ વર્તવું.
બૈરી પર શૂરાતન બજાવે તે શૂરવીર કહેવાય ? ક્ષત્રિય સ્વભાવ
32